DESTINY (PART-12) મુખર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DESTINY (PART-12)

ઘરે પહોંચતાં જ નેત્રિ જૈમિકને ફોન કરે છે અને કહે છે હું પહોંચી ગઈ છું શાંતિથી અને તમને ખૂબજ યાદ કરું છું. આખી મુસાફરીમાં મેં તમને એક પળ માટે પણ યાદ ના કર્યાં હોય એવું બન્યું નથી. બસ તમારા જ વિચાર અને તમારી એજ વગર કામની પણ મને હસાવ્યા કરતી બધીજ વાતો યાદ આવતી હતી.

મને તો ખબર જ નથી પડતી કે આટલા ઓછા સમયમાં હું કઈ રીતે તમારી આટલી નજીક આવી ગઈ અને જોવા જાઉં તો મને તમારી આદત પડી ગઈ હોય એવું લાગે છે. આમ તો કોઈપણ વાતની આદત પાડવી એ સારી વાત નથી પણ આ આદત મને અને મારા મનને ખુશ રાખે છે તો હું આજીવન આ આદતને બનાવી રાખવાની ઇચ્છા દાખવી રહી છું.

જૈમિક કહે સારું કર્યું તે ફોન કરી દીધો બાકી હું રાહ જોયા કરતો હતો કે ક્યારે ફોન આવે ને હા યાદ તો હું પણ તને ખૂબજ કરું છું એના સિવાય બીજું કાંઈ કરી પણ ના શકાય ને........! અને રહી વાત આદતની તો હું તારી આદત નઈ પણ તારી ખુશી બનવું વધુ પસંદ કરીશ. આદત શબ્દ જ એવો છે કે ક્યારે છૂટી જાય કહીં ના શકાય પણ કોઈ વ્યક્તિ ક્યારેય ખુશ થવાનું ના છોડી શકે તો હું તારી ખુશી બનવું વધુ પસંદ કરીશ. ને હવે તો તું પણ માને છે કે હું તને ખુશ રાખું છું તો એ કહેવું વધુ હિતાવહ છે.

નેત્રિ હમેશાંની જેમ આજે પણ બસ એટલું કહે છે કે તમે માણસ કેવા છો યાર........? હું સમજી જ નથી શકતી તમને મતલબ આવા બધા વિચાર આવે છે ક્યાથી......? પણ ભલે તમે કહો છો એ ખોટું પણ નથી મિ.ફિલોસોફર તો તમે મારી આદત નઈ પણ ખુશી બનશો એમાં હું વધુ ખુશ રહીશ બસ.......!


ને હા જે લોકો તમારા વિશે મને ખરાબ કહેતાં હતા એ બધાં ખબર નઈ પણ અચાનક મને ખટકવા લાગ્યાં હોય એવું લાગે છે. હા હું એમ પણ માનું છું કે મારે એમની સાથે કોઈ દુશ્મનાવટ નથી પણ હું નથી સમજી શકતી કે કેમ આવું થઈ રહ્યું છે અને સાચું કહું તો હું સમજવા પણ નથી માંગતી મારે બસ તમારી સાથે જ લેવાદેવા છે બીજાથી હવે મને કોઈજ મતલબ નથી.

જૈમિક આ સાંભળીને કહે છે એવું મહેસૂસ થવું સ્વાભાવિક છે આમ તો......! કારણ કે આપણે જેને પસંદ કરતાં હોઇએ એના વિશે કાંઈપણ ખરાબ સાંભળવા આપણું મન ક્યારેય તૈયાર ન થઈ શકે. પણ તારે મનમાં ક્યારેય કોઈ વિશે કાંઈજ ખટકે એવું નઈ વિચારવાનું કારણ કે કોઈ ખોટું કહેતું નહોતું અને એ લોકો પણ સમય આવશે ત્યારે સારું કહેશે વિશ્વાસ રાખ.

નેત્રિ કહે બસ આજ તો એ વાત છે કે મને તમારી સાથે આટલી બાંધી રાખે છે તમે દરેક વાતમાં હકારાત્મક જ વિચારો છો ભલે ને પછી કોઈ તમારું ખરાબ વિચારે છતાં પણ તમે તમારા સ્વભાવ પ્રમાણે જ વર્તન કરો છો. આજ વર્તનના લીધે હું ધીમે ધીમે તમારી આટલી નજીક આવી ગઈ છું અને હા હું મને કાંઈ મનમાં ખટકે એવું નઈ વિચારું બસ ને હું જાણું જ છું કે કોઈ તમને ખરાબ નઈ કહે બધાજ સારા કહેશે એ સમય દૂર નથી એટલો મને સમય અને તમારા પર ભરોસો છે.

આમજ રોજ ફોનમાં વાત કરતા કરતા દિવસ વિત્યા કરે છે. જ્યારે નેત્રિને સમય મળે ત્યારે એ ફોન કરીલે પણ રોજ થતી એટલી વાત થાય નહીં......! બંને એકબીજા સાથે વાત કરવાં એટલા આતુર રહે કે ના પૂછો વાત. એક સેકંડ પણ મળી જાય વાત કરવાં તો એ એક સેકંડ પણ ચૂકે નહીં એટલી અનહદ લાગણી.

કૉલેજ પાછા આવવાનાં આગળના દિવસે નેત્રિ જૈમિકને ફોન કરે છે હેલ્લો મોટા માણસ........! ભૂલી જ ગયાં છો ને તમે તો.....! જરાય યાદ પણ નથી કરતાં ને મને તો......! આ તો સારું છે હું થોડા દિવસ માટે ઘરે આવી છું હમેશાં માટે આવી જાઉં તો હમેશાં માટે ભૂલી જ જાઓ તમે તો......! કેમ યાદ નથી કરતાં મને જણાવશો તમે મને.......?

જૈમિક કહે બાપ રે.........! આટલું બધું........! હજું કાંઈ બાકી હોય તો કહી દે તો હું એનો પણ જવાબ આપી શકું.....! ને રહી વાત યાદ કરવાની તો યાદ એને કરાય જેને ભૂલી જતાં હોય પણ શું એવું શક્ય છે આ જન્મમાં કે હું તને ભૂલી જાઉં.....? તું ઘરે છે માટે હું ફોન કરી નથી શકતો બસ તારા ફોનની રાહ જોવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો ખરો......? તારી સાથે બે મિનિટ વાત કરવાં માટે હું ફોનથી બે સેકંડ માટે પણ દૂર થતો નથી કેમકે શું ખબર હું દૂર થાઉં ને એજ સમય પર તારો ફોન આવે અને હું એ ફોન ઉઠાવવાનું ચૂકી જાઉં તો પછી મારે ક્યાં સુધી રાહ જોવાની વાત કરવાં માટે એનો કાંઈ જવાબ ખરો......?

તને ભૂલવાની વાત આ જન્મમાં તો શક્ય નથી માટે એની તું ચિંતા ના કરીશ. તું એમ જણાવ ઘરે પપ્પા,બહેન બધાં કેમ છે......? નેત્રિ કહે હા એમ યાદ રાખવાની મને ભૂલી નઈ જવાની નહિતો આવી બનશે તમારું હા......! અને ઘરે બધાજ મજામાં છે. પપ્પા મારી માટે રોજ સારું સારું જમવાનું બનાવે ને હું આરામથી ખાઉં બસ અને બહેન સાથે વાતોના વડા કરું પછી થોડો સમય રહે એટલે આજુબાજુના લોકોને હેરાન કરી આવું તો એમને પણ થાયને કે હું આવી હતી ઘરે......!

જૈમિક કહે ખરી છે હા તું પણ આજુબાજુના લોકો ઘર છોડીને ભાગી ના જાય તો સારું બસ હા..... હા...... હા.......! ને શું વાત છે પપ્પા સારું સારું બનાવે છે તો મારી માટે કાંઇક લેતી આવજે ને. નેત્રિ કહે હા ચોક્કસ લેતી આવીશ. મમ્મીના ગયાં પછી જમવાનું પપ્પા જ બનાવે છે બહેન મદદ કરે પૂરેપૂરી પણ જમવાનું પપ્પા જ બનાવે એટલું સ્વાદિષ્ટ કે ખાનાર આંગળીઓ ચાટતા રહી જાય બસ.

સાચું કહું તો મમ્મીના ગયાં પછી હું ખુબજ તૂટી ગઈ હતી અંદરથી પણ મારા પપ્પાએ અમને બધાને ક્યારેય મમ્મીની ખોટ નથી પડવા દીધી. હું પાછી ઘરમાં સૌથી નાની એટલે એમની ખૂબજ લાડકવાઈ માટે મારામાં તો એમનો જીવ છે. મને મમ્મીની ક્યારેય કમી નથી મહેસૂસ થવા દેતા. એ મમ્મી અને પપ્પા બંનેના પાત્ર નિભાવી રહ્યાં છે. હું પણ એંજિનિયર બનીને એમને સફળ થઈને મારી સાથે લઈ જવા માંગુ છું બસ. એ હમેશાં મારી સાથે જ રહેશે બસ મારે બીજું કાંઈજ નથી જોઈતું.

જૈમિક કહે હા હું સમજી શકું છું કે મમ્મીનું ના હોવું એ કેટલી દુઃખદ વાત છે પણ તારા પપ્પા ખરેખર બંનેના પાત્ર નિભાવે છે એ અકલ્પનીય છે. તારી ખુશી માટે આટલું કરે છે તારા પપ્પા તો હા તારી પણ ફરજ બને છે કે તું સફળ થઈને એમની સેવા કરે અને એ તું સમજે પણ છે તો એ ખૂબજ સારી વાત છે. તો હવે ત્યાં જ રહેવાનું છે કે પાછું આવવાનું છે.......?

નેત્રિ કહે કાલે આવવાની છું એજ કહેવા માટે ફોન કર્યો હતો તમને પણ તમારી સાથે વાત કરતા કરતા સમય ક્યાં જતો રહે ખબર જ નથી પડતી વાત પણ શું કરવાની હતી એ પણ ભૂલી જવાય તમારી વાતમાં તો હા. જુઓને યાર હું થોડાક દિવસ પહેલાં તો આવી જ હતીને સમય ક્યાં વીતી ગયો ખબર જ ના પડી. ઘરે આવ્યાં પછી તો એમ જ થાય કે અહીંયા જ રહું પપ્પા સાથે પણ પછી ભવિષ્યનું વિચારું તો એમ થાય જાઉં જ પડશે.

જૈમિક કહે હા આવવું તો પડે જ ને.......! સમય સારો હોય કે ખરાબ જતો જ રહે છે માટે ખરેખર જે સમયમાં જે કરવાનું હોય એ કરી લેવું વધુ યોગ્ય છે. તું આવે પછી તારે મારી એક વાતનો જવાબ પણ આપવાનો છે એતો યાદ છે ને........? નેત્રિ કહે હા યાદ છે અને જવાબ પણ તૈયાર જ છે હા તમે ચિંતા ના કરો. ને હા કાલે તમારી બહેનના બોયફ્રેન્ડ એટલે કે તમારા મિત્રનો જન્મદિવસ પણ છે તમારી બહેન કહેતી હતી મને તો તમારો જવાબ આ દિવસે આપીશ તો એ જવાબ તમને આખી જિંદગી યાદ રહેશે હા..... હા..... હા.......!

જૈમિક કહે ભલે હું તારી અને તારા જવાબની રાહ જોઈશ......! તારો જવાબ જે કાંઈપણ હશે સારો જ હશે એ હું ભલીભાતી જાણું છું અને એ જવાબ ગમે તે હોય આપણી મિત્રતા એમજ અકઅંધ રહેશે જેવી આજે છે. નેત્રિ કહે હા આપણી મિત્રતા એવીજ રહેશે હમેશાં માટે ઠીક છે. તો ચાલો મળીયે કાલે રૂબરૂ હવે હું ફોન રાખું છું .....!