Featured Books
શ્રેણી
શેયર કરો

કર્તવ્ય - એક બલિદાન - 15 સમ્માન માટે અગ્નિ પરીક્ષા -3

ગયા ભાગ માં આપડે જોયું કે અનંત પરિવાર માં મેધા ને અપમાન સિવાય કશું જ નસીબ થતું નથી . મેધા ને અવાર નવાર સાસરી પક્ષ દ્વારા થતું અપમાન સહન કરીને પોતાનું કર્તવ્ય નિભાવવું પડે છે. મેધા ને એનો પરિવાર એટલી નફરત ની નજરે જોવા લાગ્યો હતો કે મેધા ને સહન થાય એમ હતું જ નઈ….. હવે આગળ…..



ભાગ – 15 સમ્માન માટે અગ્નિ પરીક્ષા -3


હજુ સુધી મેધા ના કષ્ઠો નો અંત આવ્યો જ ન હતો કે એની પહેલાં તો એણે સમાચાર મળી ગયા કે રચિલી એ પોતાની સાસરી માં જ આત્મ હત્યા કરી લીધી. આ એજ રચિલી હતી જેને મેધા ને પેહલા દિવસ થી જ સાથ આપ્યો હતો . મેધા હિંમત હારી ચૂકી હતી કેમકે રચિલી નું મરવાનું કારણ એ જ હતું કે ! જે હાલ માં મેધા સાથે થઈ રહ્યું હતું. રચિલી ને પણ લગ્ન પછી એ માન કે સન્માન નોતું મળ્યું જેની તે હકદાર હતી. મેધા અને રચિલી ની જિંદગી એક જ ડોર ઉપરથી ગુજરાતી હતી પણ રચિલી એ હિંમત હારી ને ફોસો ખાઈને આત્મહત્યા કરી લીધી. રચિલી ના મોત એ મેધા ના મન ઉપર ગહેરી અસર છોડી દીધી હતી.

રચિલી ના મોત નો માતમ મેધા મનાવી રહી હતી કે એટલા માં જ સરલા આવી જાય છે. “ શેનો માતમ મનાવી રહી છે ? “ ત્યારે મેધા એ ખૂબ જ ઢીલા અવાજે કહ્યું ! “ મા રચિલી એ આત્મહત્યા કરી લીધી. “ ત્યારે સરલા નું પણ મન થોડુંક ભાવુક થઈ જાય છે. પણ વટ ના ગાજર આખા ખાધેલ હતા સરલા એ એટલે “ જો આ ઘર માં રહેવું હોય ને તો એ કોઠાવાળી ઓ સાથે થી સંબંધ તોડી ને એમને ભૂલી જા , નહી તો રસ્તો પેલી તરફ છે. ત્યાંથી નીકળી જા ને જઈને ફરી સમાઈ જા એ ગંદકી માં જ્યાંથી તું આવી છે.” સરલા ની આ વાત સાંભળી ને મેધા પૂરી ટૂટી જાય છે ને અચાનક એની નજર રોહન પર પડે છે.

રોહન બધું જ સાંભળી રહ્યો હોય છે પણ એની હિંમત નથી હોતી કે એ એના પરિવાર ને કઈ કહી શકે. મેધા રોહન સામે બઉ આશા ઓ ભરી આંખો થી જોઈ રહી હતી પણ રોહન એની આંખ માં આંખ મિલાવી પણ શકતો ન હતો ! રોહન આંખો નીચી કરીને ત્યાંથી નીકળી જાય છે. આ જોઈને મેધા ને બઉ જ દુઃખ થાય છે , પણ શું કરે બચારી હતી તો હાલત થી મજબૂર ને ! સરલા ના ગયા પછી મેધા ખૂબ જ રડે છે.



શું ગુનો છે મારો ?
ભગવાન મને તમે જણાવશો ?
શું કરવા મે નિભાવ્યું ?
મારું દીકરી હોવાનું કર્તવ્ય !
ખુદ જ કરી ચૂકી છું ,
મારી જિંદગી બરબાદ નજરો માં.
ખુદ થી આજે એકલી ,
થઈ ને જીવી રહી છું આ પરિવાર માં.
પોતાનો પતિ ને મારો પ્રેમ,
પણ અત્યારે મારો ન થઈ શક્યો કેમ ?
શું ગુનો કર્યો છે મે ભગવાન ,
કે તમે મને કર્તવ્ય નિભાવવા માટે મજબૂર કરી ?



મેધા ની આ વાતો તેના દિલ થી ભગવાન અને પોતાના કર્તવ્ય પર ઘા કરી રહી હતી. મેધા પોતાનું જીવન જાતે જ બરબાદ કરી ચૂકી હતી. હવે મેધા ના જીવન માં કોઈ આશા ની કિરણ બચી જ નોહતી કે જેના સહારે એ આ જિંદગી જીવી શકે ! મેધા આખી રાત રોઈ ને વીતાવી દે છે. સવાર થી લઈને અત્યારે ફરીવાર સવાર થઈ ચૂકી હતી પણ આ ૨ દિવસ થી મેધા એ કેશવ ની સકલ પણ જોઈ નોહતી. કોઈ આટલું મજબૂર કઈ રીતે થઈ શકે ? આખી રાત મેધા એ રડતાં રડતાં જ વીતાવી દીધી હતી એટલે એની આંખો પણ સુજી ગયેલી હતી.

બીજા દિવસે સવારે તેની નજર પોતાની દીકરી કેશવ ઉપર પડે છે , કેશવ પણ પોતાની મા ને જોઈને આજે મલકાય રહી હતી. મેધા ની આંખો માં આજે ફરી વાર આંસુ નો દરિયો વહેવા લાગ્યો હતો કેમકે પૂરા બે દિવસ પછી આજે પોતાની દીકરી કેશવ ને જોઈ હતી.

મેધા દોડી ને પોતાની દીકરી કેશવ ની પાસે જાય છે ને સરલા મા દ્વારા રોકી દેવામાં આવે છે. “ તું કેશવ ને હાથ ના લગાવ હું નથી ચાહતી કે કોઈ અપવિત્ર નારી અમારા ખાનદાન ના ફૂલ ને અપવિત્ર કરે !” ત્યારે મેધા ની આંખો ફાટી જાય છે. હવે એને સમાજ આવવા લાગે છે કે આ બધા લોકો મને અપવિત્ર સમજે છે અને એના માટે જ મારે હવે મારી પવિત્રતા પુરવાર કરવી પડશે. મેધા ના પગ પાછા પડી જાય છે ત્યાંથી પણ ચંપા ફોઈ ની ફરી એકવાર અનંત પરિવાર માં પ્રવેશ થાય છે ને પ્રવેશ કરતા જ ચંપા ફોઈ ને ધક્કો વાગે છે કેમકે પોતાની દીકરી સમાન મેધા સાથે આ લોકો ખોટું કરી રહ્યા હતા.

ચંપા ફોઈ થી રહેવાયું નહિ ને એ કડક અવાજે બોલી ઊઠયા “ કેમ તમે મેધા સાથે આવો વર્તાવ કરી રહ્યા છો ? મેધા એ કઈ ભૂલ કરી છે ? “ ત્યારે શિવરાજ ગુસ્સા થી બોલી ઊઠે છે , “ ચંપા તું શાંત રે , અને મહેરબાની કરીને અમારા પરિવાર માં દખલગીરી ના કરે તો સારું . “ પોતાના ભાઈ ના આ શબ્દ સાંભળી ને ચંપા ફોઈ નું હૃદય ભરાઈ આવે છે પણ એ “ ઓકે પણ મેધા મારી દીકરી છે અને મારો હક બને છે કે એને હું એ માન અને સન્માન અપાવું ! મારી દીકરી નો ગુનો કહી દો તમે બસ ! પછી એને હું હસતા હસતા અહીંથી લઈ જઈશ !” પણ કોઈ કશુજ બોલતું નથી.

પછી ચંપા ફોઈ રોહન સામે નજર કરે છે ત્યારે રોહન પણ નજર નીચી કરીને જ બેઠો હોય છે. “ રોહન તું તો બઉ પ્રેમ કરતો હતો ને મેધા ને ! એના માટે તો તું આખા પરિવાર થી લડીને એકલો જ જાન લઈને પોહચી ગયો હતો કેશવ નગર ! તો હવે તમને શું થયું ? ક્યાં ગયો એ તમારો પ્રેમ ?” પણ રોહન શું બોલે એ તો મજબૂર હતો કેમકે સરલા એ એની પાસે એક વચન લીધું હતું કે “ મેધા એ તારા થી આ વાત છુપાવી છે જે આપડા પરિવાર ની શાન ના ખિલાફ છે. હું જાણું છું કે તું અને મેધા એક બીજાને બઉ જ પ્રેમ કરો છો પણ રોહન તારે આ ના ભૂલવું જોઈએ જે આ MMS માં દેખાય છે. રોહન મને વચન આપ કે જ્યાં સુધી મેધા પોતાની પવિત્રતા પુરવાર ના કરી લે ત્યાં સુધી તું એની સામે પણ નઈ જોવે ! મને વચન આપ નહી તો મારું મરેલું મોં જોવા તૈયાર થઈ જા. “ આ વચન એની મા ને રોહન આપી ચુક્યો હતો છે એટલે એની પાસે ચંપા ફોઈ ને આપવા માટે કોઈ જ જવાબ હોતો નથી.

“ચંપા ફોઈ હવે તમે કઈ જ ના બોલતાં ! આ મારો પરિવાર છે અને મારા પરિવાર ને મારી પવિત્રતા સાબિત કરવા માટે મારે અગ્નિ પરીક્ષા પણ આપવી પડશે તો હું નઈ ખચકાઉ ! જ્યારે મારા પ્રેમ ને જ મારા પર ભરોસો નથી રહ્યો તો આ અગ્નિ પરીક્ષા પણ મારા માટે મામૂલી છે. હું હવે અગ્નિ પરીક્ષા આપીને માતા સીતા ની જેમ મારી જાત ને પવિત્ર સાબિત કરીશ ! “ મેધા આટલું બોલીને પોતાના આંસુ લૂછી નાખે છે.


શું મેધા જેવી છોકરી ને પોતાની જાતને પવિત્ર સાબિત કરવા માટે અગ્નિ પરીક્ષા આપવી પડશે ?

શું આજનો સમય પણ એ જ સમય જેવો થઈ રહ્યો છે કે જે સમયે દીકરી ઓ ને પોતાની પવિત્રતા પુરવાર કરવા માટે અગ્નિપરીક્ષા આપવી પડે ?

આ બધા જવાબ આવતા ભાગ માં….. TO BE CONTINUE…..

હું અંકિત ચૌધરી આપનો દિલ થી આભાર વ્યક્ત કરું છું. આગળ પણ આટલો પ્રેમ અને સહકાર આપતા રહેશો એવી આશા સાથે જલ્દી મળશુ કર્તવ્ય ના એક નવા જ અધ્યાય માં.


WhatsApp :- 9624265491

Gmail ;- iamsoankit@gmail.com

Instagram :- https://instagram.com/official_ankit_chaudhary_?igshid=1ch0earhhrmbd