Featured Books
શ્રેણી
શેયર કરો

કર્તવ્ય - એક બલિદાન - 14 – સમ્માન માટે અગ્નિ પરીક્ષા – 02

ગયા ભાગ માં આપડે જોયું કે મેધા ના ઘર સંસાર માં દુરી આવી ગઈ હતી , મેધા ને આખો દિવસ બહાર જ રહેવું પડ્યું હતું. મોડી રાત્રે વરસાદ સરું થતાં એની તબિયત બગડી ગઈ હતી. પછી અનંત પરિવાર મેધા ને અંદર લઇ આવ્યો હતો ! પણ પોતાના પરિવાર નો આ વર્તાવ મેધા સહન કરી શકતી નથી. હવે આગળ




14 – સમ્માન માટે અગ્નિ પરીક્ષા – 02




આખો અનંત પરિવાર મેધા ના ખિલાફ હતો. ખુદ એનો પતિ રોહન પણ જે મેધા ને બહુજ પ્રેમ કરતો હતો. મેધા ના મન માં એક જ પ્રશ્ન હોય છે કે કેમ હર વાર પોતાના સમ્માન માટે તેને અગ્નિ પરીક્ષા આપવી પડે છે ? પણ એના જવાબ એ સારી રીતે જાણતી હોય છે કે એનું કર્તવ્ય.


થોડી વાર પછી જોરદાર પરોઢ ખીલી નીકળે છે પણ મેધા ની જિંદગી માં અજવાળું થશે કે નઈ એને ખબર જ નોહતી. થોડી વાર પછી મેધા તૈયાર થઈ જાય છે અને બાર નીકળી ને જોવે છે ત્યારે સમજાય છે કે એ પોતાના પતિ ના કક્ષ માં નોહતી પણ એ ગેસ્ટ માટે ના કક્ષ માં હતી. એના મન માં પહેલા તો ઘણું દુઃખ થાય છે પણ પછી એ ધીરે ધીરે પોતાનું મન હળવું કરી દે છે. પડી ગયેલા મોઢા ઉપર નાની મુસ્કાન લાવી એ ચાલી નીકળે છે.


મેધા સીધી જ રસોઈ માં નાસ્તો બનાવવા માટે જાય છે પણ સરલા દ્વારા તેને બહાર જ રોકી દેવામાં આવે છે. “ ત્યાંજ ઊભી રે અંદર આવવાની હિંમત જરાય પણ ના કરતી. “ આ શબ્દો સાંભળી મેધા બોલી ઊઠે છે , “ મા આ મારી પહેલી રસોઈ છે , હું અંદર નહિ આવું તો કઈ રીતે મારા પરિવાર માટે પહેલી રસોઈ બતાવીશ ? મારી સાસરી માં મારી પહેલી રસમ અધૂરી રહી જશે મા ! “ ત્યારે સરલા મોઢું ફેરવી ને “ કોઈ વાંધો નઈ , અને હા અમારે કોઈ રસમ કરવી નથી. “ત્યારે મેધા ની છાતી બેસવા લાગે છે એનું દિલ હિલોળે ચઢી જાય છે “ પણ મા કેમ ? “ ત્યારે સરલા જવાબ આપે છે જે મેધા નું સન્માન તોડી ને મૂકી દે છે “ અમારી રસોઈ પવિત્ર છે અને હું નહિ ચાહતી કે કોઈ મારી રસોઈ ને અપવિત્ર કરે !” સરલા ના આ શબ્દો સાંભળી ને માનો કે મેધા ના પગ નીચે થી જમીન જ સરકી ગઈ ! પણ મેધા આટલી જલ્દી હિંમત હારી જાય એવી છોકરી નોહતી. એ જલ્દી થી પોતાનો મૂડ ઠીક કરી લે છે.


થોડી વાર પછી આખો અનંત પરિવાર જમવા બેઠો હોય છે અને મેધા પોતાની ફરજ સમજી આખા પરિવાર ને જમવા નું પીરસવા જતી હોય છે એ જ વખતે રોહન ના દાદા બોલી ઊઠે છે , “ ઘર માં પીરસનારા મરી ગયા છે કે આજે અમારે આ કોઠાવાળી ના હાથ નું જમવું પડશે ? “ ત્યારે તો જુઓ તો મેધા ની જિંદગી માં ભૂકંપ આવી ગયો અને પછી એ પોતાના પતિ રોહન સામે નિરાશા ની નજરે જોવે છે પણ રોહન પણ એની સાથે નજર મિલાવવા માટે તૈયાર નથી.


મેધા જેવી સુશીલ ને સંસ્કારી છોકરી ના જીવન માં આજે આટલા કષ્ઠ અસહ્ય હતા પણ મેધા ની હદ હજુ ઘણી લાંબી હતી. મેધા પોતાને પડતા બધા દુઃખ ગોળી ને પી ગઈ ને રસોઈ ની પ્લેટ નીચે મૂકી ત્યાંથી દૂર જઈને ઉભી રહી જાય છે.


મેધા નો આખો પરિવાર શાંતિ થી જાણવાનું શરૂ જ કરે છે એ જ વખતે મેધા ની નવી બનેલી મા એટલે કે ગુડીયા ત્યાં આવી પોહચે છે. આખા પરિવાર ને ખુશી થી જમતા જોઈ અને ખુશી થવા લાગે છે પણ આ શું ? મેધા તો હતી જ નઈ ત્યાં ! એટલે એનું મન થોડુંક બેચેન થાય છે કે તેની દીકરી મેધા તેના પરિવાર સાથે કેમ નથી ? પછી એની નજર દૂર ઉભી મેધા ઉપર પડે છે. મેધા ના ચહેરા ઉપર તો સ્મિત હોય છે પણ એની આંખો માં નમી હોય છે. આ જોઈને તરત જ ગુડીયા પોતાની દીકરી પાસે જાય છે. તેને અવનવા પ્રશ્નો પૂછવા લાગી છે “ બેટા ! તું કેમ અહી એકલી ઊભી છે તું પણ તારા પરિવાર સાથે જમી લે ! “ ત્યારે મેધા ની જવાબ હતો કે “ મા આ લોકો મારું અને કેશવ નું ખૂબ જ ધ્યાન રાખે છે. આજે મારી પહેલી રસોઈ હતી , મે આખા પરિવાર માટે જમવા નું બનાવ્યું ! પણ એમનો પ્રેમ તો જો મા મારા માટે સૌથી પહેલા આખા પરિવારે મને એક દીકરી ની જેમ પોતાના હાથે જ જમાડી. “ મેધા ના આ શબ્દો આખો અનંત પરિવાર પણ સાંભળી રહ્યો હોય છે પણ આખા પરિવાર ને પેલો MMS યાદ આવી જાય છે ને આખો પરિવાર દાળ સાથે મેધા ની અચ્છાઇ ને ચોળીને ખાઈ જાય છે.


ગુડીયા મેધા ને ખુશ જોઈને પછી કેશવ નગર વઇ જાય છે. મેધા નો પરિવાર હવે જમી ને પોત પોતાના કામે જઈ રહ્યો હોય છે , એ જ વખતે સરલા પોતાના પતિ શિવરાજ માટે ટિફિન લઈને આવે છે ને આ જોઈને મેધા ને પણ રોહન માટે ટિફિન લાવવા ની આસ જાગે છે ને એ જટ થી જાય છે. રોહન માટે ખૂબ પ્રેમ થી ટિફિન ભરે છે અને લઈને બહાર આવે છે. જેવી જ રોહન ને ટિફિન આપવા માટે પોતાના હાથ આગળ કરે છે એવો જ રોહન ચહેરા ઉપર મુસ્કાન લાવી ને મેધા ના હાથ માંથી ટિફિન લેવા જાય છે કે તરત જ સરલા બોલી ઊઠે છે “ લે રોહન તારું ટિફિન . “ અને રોહન ના હાથ મેધા તરફ જતા રોકાઈ જાય છે. મેધા ને બઉ ખોટું લાગે છે પણ એ પોતાના આંસુ છુપાવી ને પાછી અંદર જતી રહે છે.


પોતાના કક્ષ માં ગયા પછી મેધા ખૂબ રડે છે પણ એને કોઈ શાંત રાખવા વાળું નથી. એટલા માં અંબા બા ત્યાંથી નીકળે છે ને મેધા ને રડતી જુએ છે , એ વખતે એમના થી રહેવાતું નથી અને તે મેધા ના રૂમ માં બધું ભૂલી ને જતા રહે છે. “ તું આમ રડ નઈ ! એમને પાપા લાગશે ! “ ત્યારે મેધા પોતાના આંસુ લૂછી નાખે છે. “ મને દુઃખ એ વાત નું નથી કે તમારો વર્તાવ બદલાઈ ગયો , પણ મને દુઃખ એ વાત નું છે કે મારે મારી મા થી ખોટું બોલવું પડ્યું ! “ ત્યારે અંબા બા “ કઈ મા ની વાત કરે છે તું ? “ ત્યારે મેધા “ ગુડીયા મા !” પછી તો અંબા બા ગુસ્સે થઈ ગયા “ હવે એ કોઠાવાળી ને કહી દેજે કે આજ પછી અનંત નિવાસ માં પગ ના મૂકે ! અને હા તું આ ઘરની કોઈ પણ વસ્તુ ને હાથ નઈ લગાવે. “ અંબા બા ના આ શબ્દો જાણે મેધા ના દિલ માં કોટા ગુસાડતા હોય તેવું મેધા ને લાગતું હતું.


પણ આખરે મેધા એ અંબા બા ની વાત માનવી જરૂરી સમજી અને તરત જ ગુડીયા ને ફોન કરીને કહી દીધી કે આજ પછી “ અનંત પરિવાર થી એમને કઈ જ લેવા દેવા નથી. ને આજ પાછું એ ક્યારેય પણ અહી નહિ આવે. “ એવું વચન પણ મેધા એ લઈ લીધું ! પછી તો મેધા ખૂબ જ રડી કે એને બઉ ખોટું કર્યું ! આખરે મેધા એ પોતાનું કર્તવ્ય યાદ કર્યું અને પોતાના આંસુ લૂછી નાખ્યા.


હજુ પણ મેધા ને પોતાનું સમ્માન મેળવવા માટે ઘણી અગ્નિ પરીક્ષા ઓ આપવાની છે. જે આગળ ના ભાગ માં જાણવા મળશે. હજુ મેધા પોતાના સમ્માન માટે શું શું ખોવું પડશે એ જાણવું તમારા માટે ઘણું રસપ્રદ હશે ! તો આગળ મળવાનું ભૂલતા નઈ !



WhatsApp :- 9624265491
Gmail ;- iamsoankit@gmail.com
Instagram :- https://instagram.com/official_ankit_chaudhary_?igshid=1ch0earhhrmbd