એય, સાંભળ ને..! - ભાગ 12 - તળાવે એક સાંજ Akshay Mulchandani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એય, સાંભળ ને..! - ભાગ 12 - તળાવે એક સાંજ

ભાગ 12 : લાખોટા તળાવની સાંજ


આહ..! શનિવાર આવી ગયો નહિ..! તો આ ધારાવાહિકનો 12મો ભાગ પણ આવી જ જશે ને બોસ..! વેલ વેલ વેલ, સૌપ્રથમ તો કેમ છો ? અને આ લોકડાઉન ને અનલોક ને થઈને 4 મહિના થવા આવ્યા, તમે ફેસબુક/ઇન્સ્ટાગ્રામ પર તમારી કોઈ ખોવાઈ ગયેલી દિપુ અર્થાત દિપાલી શોધી કે નહીં ? મેં શોધી તો મળી કે નહીં ? ઉફફ....! 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

ઓકે સોરી સોરી, ચલો હવે આપણે મારી જ દિપાલી પાસે પાછા આવીએ. (કોઈની દુઃખતી નસ પર હાથ ન મુકાઈ રે..! 🤷🏻‍♂️🤷🏻‍♂️)

તો ગયા ભાગમાં આપશ્રીએ જોયો અંકલનો તળાવ પાળે ફરવા જવાનો પ્લાન , આંટીની 'થોડું' ઇમોશનલ વાતો ને 'બહુ બધી ' મારી વાર્તા સિવાયની પંચાત. 🙈

હવે આગળ...

આંટીની વાતો સાંભળીને યાર આંસુ તો બધાની આંખોમાં જ હતા, મારી પણ !

"ચલો હવે, તૈયાર થઈ જાવ ને યાર જલ્દી..! ને મમ્મી, હવે તું પણ શું દરેક વાતમાં આમ રડવા લાગે છે. ચલ હવે, હસ દે ના થોડા..!" નિધિ હલકા રડમસ અવાજ સાથે બોલી.

પછી બધા ધીરે ધીરે કરતા તૈયાર થયા, ને એમાંય બધાના નખરા થયા એ અલગ, પણ બરોબર 6 ને 35 એ બધા તૈયાર થઈ ગયા ને 10 મિનિટમાં પહોંચી પણ ગયા. હવે યાર એ તૈયાર થવામાં શુ થયું એનું બધું 'ડિસ્ક્રીપ-શન' હું નથી લખતો. બાકી હું એમાં આખો એપિસોડ કાઢી નાખીશ.😂 ,એટલે આપણે હવે સીધા તળાવ પાળે જ પહોંચીએ. શું ? તળાવ પાળ શું છે ને અમારે કેવી રીતે સમજવું ? વેઇટ વેઇટ, ફોટા બતાવું થોડા..! બાકી થોડું ઇમેજીનેશન કરી લેજો ને.

"ચલો ને.. ગેટ ઉપર જ વાતો કરવી છે કે શું ?" દિપાલી બોલી પડી.

"અરે દીપલી, ટીકીટ લેવા ગયા છે અંદર જવાની..!" મેં ટાપલી મારતા કહ્યું.

"હેઈં ? આયા ટીકીટ ક્યારથી થઈ ગઈ ? આ તો ફ્રી નહોતું ?"

"હુહ...! તું સદીઓ પછી આવે તો અમારો વાંક ?"

"ચલો, આઈ જાઓ બધા..!" પપ્પાએ ત્યાંથી રાડ પાડી.

"હુહ..તો ય તળાવ જોવાની ટીકીટ ?" દિપુ ફરી બોલી.

"તું ચલ ને હવે અંદર..! પાગલ ઔરત..!" તેને ધક્કો મારતા કહ્યું.

"દીપલી, અંદર એકવેરિયમ, કિલ્લો, મ્યુઝિયમ કેટલુંય બધું છે. ખાલી તળાવ નથી..!" અંદર પ્રવેશ કરતી વખતે નિખિલ બોલ્યો.

"હા ભાઈ નિખિલ, ખરી વાત. પણ એની અલગથી ટીકીટ છે હો !" આંખ મારતા નિખિલને કહ્યું.

"છોડો ને પંચાત, તું મોજ કર ને..!" નિધિ વચ્ચે બોલી પડી.

"વરરાણી બોલી...!" નિખિલ મસ્તી કરતા બોલ્યો.

"દુલહન કહેવાય, વરરાણી વળી શુ હોય..?" મીનું બોલી.

"ઓઈ...આ તો જો..! ઝરૂખા પાસે ફોટા મસ્ત આવશે. ચલો ને, સેલ્ફી લઈએ..!" દિપાલી બોલી.

"હા તો ચલના બે..! કિસને રોકા હૈ ?" મેં કહ્યું.

ઝરૂખા પાસે અમે ચારેય ઉભા રહ્યા સેલ્ફો પડાવવા. સોરી, સેલ્ફો પાડવા,જાતે જ પાડવાનો હોય ને, પડાવાનો ક્યાંથી હવે. આગળ નિખિલ, બાજુમાં નિધિ, પાછળ મીનું ને આગળ હું ને દીપલી - થોડાં નમેલાં. બાકી મોઢું નહોતું આવતું યાર. ઝરૂખો જોવો છે .

બસ, આમ જ હાલતા ને ચક્કર લગાવતા ને રસ્તામાં સેલ્ફીઓ પાડતા હાલતા જતા હતા. બડે લોગ પોતાની રીતે ને અમે પોતાની રીતે. બાકી તો ફોનનો જમાનો છે, એમાંય સસ્તા કોલ રેટનો જમાનો છે. બધા પોતપોતાની રીતે મજા કરી રહ્યા હતા.

"એય ચલ, આ ગાર્ડનમાં બેસીએ યાર થોડી વાર..!" દિપુ બોલી.

"લે, નાની બટકી છે કે હિંચકા ખાવા ને લપસણીયુ ખાવી. આ હિંચકા ખાતા નાના છોકરાયું ય તને હવે 'આંટી - આંટી' કરશે..!" નિખિલે ફીરકી લેવાનુ શરૂ કર્યું.

"આ બગીચો જો અંધા કાનૂન..! હિંચકા લપસણી સિવાય બેસવાનું પણ છે મસ્ત ઘાસમાં..!" દિપુ ખુલાસો આપતા બોલી.

"પણ મને ખબર છે તારે લપસણી જ ખાવી છે..!" નિખિલની મશ્કરી ચાલુ જ હતી.

"અરે યાર ચલો ને..!" દિપાલી મને ને નિખિલને ધક્કો મારતા બોલી.

"હા બાપા ચલો..!" નિધિ બોલી.

"જો આ લપસણી. આ તો પેલા બંકર જેવી છે, આખી બંધ. આમાં તું સમાઇશ પણ નહીં..!" નિખિલ હજુ ચાલુ જ હતો.

"હુહ..બસ હો હવે..!" દિપાલી પાણીની બોટલનું ઢાંકણ અડધું ખોલી નિખિલને ઉડાડવા લાગી.

"યાર શું કરશ દીપલી, ભીનો થઈ થઈશ..!" નિખિલ એ પાણીથી બચતા બોલ્યો.

પણ પણ પણ....! અફસોસ...! અચ્છા, કેમ અફસોસ એમ ? આગળનો સંવાદ વાંચો.

"ઓય આંધળી બાંધળી છો કે શું..? આયા દેખાતું નથી લોકો ઉભા છે ? આમનમ પાણી ઉડાવો છો. માણા જેવા થાવ ને. ખબર નહિ ક્યાં ક્યાંથી આવી જાય છે ? હમણાં બોલવું સિક્યુરિટીને , કે આયાં આ જુવાનિયા આવીને લવારી કરે છે, હેઈં ? બોલાવું ?"

હા, આ નિખિલ નહોતો બોલતો, પણ ત્યાં પાછળ બેઠેલા એક સો કોલ્ડ આંટી બેઠા હતા, જેમના પર પાણી ઉડયું હતું.

"સોરી..સોરી..!" દિપાલી હળવેકથી બોલી.

મારી ને નિધિની નજર દિપાલી પર, મીનુની નજર નિખિલ પર, ને નિખિલ અને દિપાલિની નજર પેલા આંટી તરફ. શુ બોલવું, એ તો ખબર પડતી નહોતી.

"શું સોરી સોરી..! ભાન નથી પડતી જરાય ? બાપાનો બગીચો સમજીને આવી જાય છે." પેલા બેન તો હાર્દિક પંડ્યાની જેમ જામ્યા હતા.

પણ પાણી કઈ રીતે ઉડયું ? નિખિલને હળવે હળવે પાણી ઉડાડતી હતી ને નિખિલ સાઈડમાં ખસી જતા , એમાં થોડું ઘણું પેલા બેનને ઉડી ગયું એમ ? ને આટલા પાણીના થોડા મોટા છાંટા બેનને ઉડયા ને બેન અકળાઈ ગયા, એવું ?

વેલ, એક્ચ્યુલી નો..!

દિપાલી બોટલ વડે નિખિલને ઢાંકણ ઢીલું કરીને પાણીના છાંટા ઉડાડતી હતી, એ વાત બરોબર. ને એ છાંટથી બચવા નિખિલ પણ આડો અવળો થતો હતો એ વાત પણ બરોબર. લેકિન દોસ્ત, દીપલી મેડમ જ્યારે મસ્ત રીતે ભાઈને પાણી ઉડાડવાની કોશિશ કરતા હતા ને ! ત્યારે મેડમથી બોટલને થોડી જોરથી ઝટકાવી, ને એ ઢીલું થયેલું ઢાંકણું ધોનીના હેલિકોપટર શોટની જેમ હવામાં ગયું ને એ ઢાંકણા સાથે અડધી બોટલ જેટલું પાણી પણ હવામાં ગયું, પણ હેલિકોપટર શોટનું લેન્ડિંગ ઢાંકણી ને પાણી સહિત એ બેનના ખોળામાં ગયું, ને હો ગયા સત્યાનાશ..! 🤦🏻‍♂️🤦🏻‍♂️

હવે તમે જ કહો, આમાં બેન અકળાય તો ખરા ને ?

ને બીજું, ઢાંકણું છટકી ગયું, એમાં અમારો કોઈ વાંક ખરો ? લ્યો બોલો..!

"સોરી આંટી, ભૂલ થઈ ગઈ અમારી..!" આ વખતે નિધિ વિનમ્રતાથી બોલી. હવે નિધિબેન તો બવ ' ઇનોસન્ટ ' - દેખાવ ને અવાજ બેઇથી. પેલા બેન કન્વીનસ થઈ ગયા ને અમે હાશકારો લીધો.

પણ પણ પણ..! કાંડ આટલામાં થોડી પૂરો થાય ? હજુ એક સીન બાકી છે. નિધિના સોરી કહ્યા પછી બેન તો માની ગયા ને અમે ચાલતા પણ થયા, ત્યાં દિપુએ ફરી આંગળી કરી.

"આંટી, પેલુ ઢાંકણું તો આપજો, તમારા ખોળામાં ઉડયુ હતું એ ..!"

અમે દિપુને પાછી વાળી કે રેવાદે ને તું હવે અને ફરી બીજી તરફ ચાલવાની શરૂઆત કરી, ત્યાં પાછળથી રાડ સાંભળાની - "આ હરામખોરો નહિ સુધરે ..! કૂતરાની પૂછળી છે સાવ..!" ને આવા નિરોપા રોયના ડાયલોગ સાથે ઢાંકણું આમારી પીઠ તરફ ફેંક્યું. અમને તો ધ્યાન નહિ, કેમ કે અમે તો બીજી દિશામાં ચાલતા હતા. પણ ઢાંકણું આવીને સીધુ મીનુમા માથામાં ભટકાયું. મીનું પાછળ વળી, ને જોયું તો આપણી બોટલનું જ ઢાંકણું હતું ને પેલા બેન સુરપંખાની જેમ જોઈ રહ્યા હતા. મીનુએ એ ઢાંકણું હાથમાં લીધું, એ બેન સામે જોયું ને ઢાંકણા વાળો હાથ ઊંચો કર્યો ને પેલા બેન તરફ જોતા બોલી, "થેંક્યું ફોર ધીસ ઢાંકણા..!" ને પછી અમે બગીચામાં લોન તરફ દોડ્યા ને દોડીને પહેલા તો પેટમાં દુખી જાય એટલું હસ્યા.

"આંખો કી...ગુસ્તાખિયા..!" નિખિલનો ફોન વાગ્યો. પપ્પાનો હતો.

"અરે બેટા ક્યાં છો તમે ? કઈ બાજુ છો ?"

"અમે પેલા બગીચામાં બેઠા છીએ..!"

"કયો બગીચો ?"

નિખિલે ફોન મને આપ્યો ને હું બોલ્યો, "અરે પેલા કમલા નેહરૂમાં લોનમાં બેઠા છીએ..! તમેં ક્યાં છો ?"

"અમે પેલા રામમંદિર પાસે બેઠા છીએ..!"

"સારું..!"

"હા, કઈ ભૂખ લાગે તો હવે ત્યાં જ કરશું. તમે ત્યાં બગીચામાં જ બેસજો..!"

"હા, ભલે..!" ને મેં ફોન મુક્યો.

"ચલો ટ્રુથ એન્ડ ડેર...!" દિપાલી હરખાતા હરખાતા બોલી.

"પછી હું તને પેલી લપસણી ખાવાની ડેર આપીશ !" નિખિલની એ મશ્કરી હજુ ચાલુ જ હતી.


વધુ આવતા અંકે..


હાહ, ઘણું નહિ આજ માટે ..! હકીકતમાં આજે મારે તળાવની સફર પુરી કરીને કાલની વિધિ પતાવી દેવી હતી, પરંતુ પેલા બેનને પાણી ઉડયું એમાં બબાલ થઈ ગઈ, એક્ચ્યુલી કાંડ થઈ ગયા, એમાં આ બધું રહી ગયું. મારી સામે શું આમ તીરછી નજરે જુઓ છો ? આ દીપલીને કયો. એને શોખ હતો પાણી ઉડાળવાનો. 🤦🏻‍♂️ હુહ 😒 ખબર ન પડે ઢીલું ઢાંકણ છટકી જાય તો શું થાય. એટલે આજનો એપિસોડ લંબાવા માટે જે ગાળો દેવી હોય દીપલીને. બાકી હું તો રાત્રે સૂઈને સવારે જલની વિધિમાં પહોંચી પણ ગયો હોત.

હા યાર, 12મો ભાગ પણ આજે પૂરો થઈ ગયો.

હા, એ વાત અલગ છે, મારી વાર્તામાં વાર્તા ઓછી મારી પંચાત વધુ છે. પણ યાર હવે આદત છે, ને ઉપરથી વિચિત્ર લખવાનો અખતરો પણ. (હવે મનમાં ગાળો ન દેતા) એમ તો જેટલો કન્ટેન્ટ હોય છે, એમાં અઠવાડિયામાં 3 એપિસોડ પણ ચાલી જાય. પરંતુ કમબખ્ત રજા નથી ને..! કઈ નહિ જે હોય તે..!

છેલ્લે આટલું જ કે, મળીએ આવતા શનિવારે. ત્યાં સુધી મુસ્કુરાતે રહો, આમ જ..! દિપાલીને શોધજો , મળી જાય એવી શુભેચ્છા. ને ત્રીજું, વાર્તા કેવી લાગી એ કોમેન્ટ/મેઇલમાં જણાવજો.

ઇસી કે સાથ હમ ચલે અપની ગલી.

ધન્યવાદ.

Ps - ફોટા ગૂગલ કરી લેવા. લાખોટા લેક લખશો એટલે સુંદર મજાના ફોટા આવશે. 😀😀😀