Featured Books
શ્રેણી
શેયર કરો

ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 29

આજનો વિદ્યાર્થી કેવો છે?

આજનો વિદ્યાર્થી આ વ્યાખ્યા લઈને જીવી રહ્યો છે.

कमप्युटरचेष्टा आईफोनध्यानं सूर्यवंशीनिद्रा तथैव च
सदाफेशनेबल अंग्रेजीभाषी विद्यार्थी पंचलक्षणम

આજનો વિદ્યાર્થી કમપ્યુટર પર મંડ્યો રહે, આઈ ફોનનું ધ્યાન ધરે, સૂર્ય ઉગે પછી ઉઠે, ટાપટીપમાં (ફેશનનો ફરિશ્તો) અને અંગ્રેજીમાં ગોટપીટ કરે તે તેનાં પાંચ લક્ષણ. ૨૧મી સદીમાં કમપ્યુટર વગર ન ચાલે એ હકિકત છે. તેથી કમપ્યુટરની આવડત કેળવવી અને મગજને ગિરવે મૂકવું એવું તો નથી. તેનામાં સારા નગરિકની ભાવના હોવી જરૂરી છે.

એક આદર્શ વિધાર્થીએ પોતાના શિક્ષક ને સંપૂણ સમર્પિત થવુ પડશે.

હમેશા નવુ જ્ઞાન મેળવવાની વિધાર્થીએ જીજ્ઞાશા જ શિક્ષક ને પોતાનો જ્ઞાન રૂપી ખજાનો લુટાવવાની ફરજ પાડશે. જેમ દ્રોણગુરૂએ વિધાધનનો ચરુ અર્જુન પર ન્યોછાવર કરી દિધો હતો આજના વિધાર્થીએ સંધર્ષની ભઠ્ઠીમાં તપવુ પડશે અનુભવની એરણ પર ટીપાવુ પડશે. ત્યારે જ સફળતાની ચાવી તેના હાથમા ચમકતી હશે.

હા…. શરુઆત કદાચ જરા કઠીન હોય શકે પરંતુ અશક્ય તો બીલકુલ છે જ નહી

જીવનના દરેક તબક્કે સફળતા જ મળે તેવું જરૂરી નથી. આ વાત જાણવા છતાં સફળતા માટે હંમેશા પ્રયત્ન કરતો રહે એજ સાચો વિદ્યાર્થી. વિદ્યાર્થીની આ વ્યાખ્યા એટલા માટે કહી છે કે, પૃથ્વી પરનો દરેક વ્યક્તિ એક વિદ્યાર્થી જ છે. દરેક વિદ્યાર્થી જીવનના દરેક તબક્કે કંઈકને કંઈક નવું જ શીખતો હોય છે. માટે તેને સર્વદા વિદ્યાર્થી કહ્યો છે. શિક્ષક મોટો જ હોય તે જરૂરી નથી. ઘણી વખત નાના બાળકો પણ આપણા ગુરુનું કામ કરી જતા હોય છે.

હું તમને મારું જ એક ઉદાહરણ આપું, જ્યારે હું મારા મમ્મી-પપ્પા સાથે બેસતા વર્ષના દિવસે સંબંધીઓને ત્યાં મળવા ગયો ત્યારે એક સાત જ વર્ષનો બાળક ઘરની બહાર જતી વખતે એના મમ્મી પપ્પાને આવજો કહીને ભગવાનનું નામ લીધું હતું. આ ગુણ મને મારા જીવનમાં ઉતારવા જેવો લાગ્યો, ઘરેથી બહાર નીકળતી વખતે ઈશ્વરનું સ્મરણ કરું છું. અહીંયા એક સાત વર્ષનો બાળક મારા માટે એક શિક્ષક બની ગયો, એની તેણે પણ ખબર નથી.
સાચો શિષ્ય પોતાના ગુરૂને જીવનના દરેક ક્ષણ પર યાદ કરે છે અને તેમની વિશેષતાઓને પોતાના વ્યક્તિત્વમાં લાવવાનો પ્રયાસ કરે છે. સારા શિક્ષકથી શિક્ષા મેળવ્યા વગર આપણી અંદર સદ્દવિચાર આવવા મુશ્કેલ છે. આ શિક્ષા જ આપણા માનવ જીવનમાં સદવિચારોને જન્મ આપે છે. પ્રાચીન સમયમાં શિષ્ય ગુરૂકૂળમાં રહીને શિક્ષા મેળવતા અહ્તા. આજે આ શિક્ષા ગુરૂકુળમાંથી થઈને આલીશાન અને ભવ્ય ઈમારતોમાં આવી ગઈ છે જેને આપણે શાળા કહીએ છીએ.

એસ.વી.પી. એકેડેમીના વિદ્યાર્થીઓ પોતાની બોર્ડ પરીક્ષા માટે સારી રીતે મહેનત કરી રહ્યા હતા. શિક્ષકો પણ વિદ્યાર્થીઓને મહેનત કરવામાં દિવસ-રાત એક કરી રહ્યા હતા. હંમેશા નવા પ્રયોગ અને પ્રયત્નો ચાલુ જ રહેતા. વિદ્યાર્થીઓનું 10મુ ધોરણ હતું એટલે આ વર્ષે કોઈ પણ પ્રકારની ઇવેન્ટમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓને ભાગ લેવા નહીં મળે એ વાતનો અફસોસ બધાને હતો. આ વિદ્યાર્થીઓને આ વખતે છેલ્લું વર્ષ હતું, જો આ છેલ્લા વર્ષમાં ધમાલ ના કરે તો આ છેલ્લું વર્ષ યાદગાર કેમ રહે? આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે બધા જ વિદ્યાર્થીઓ વિકાસ સર પાસે ગયા.

"અમે અંદર આવીએ સર?"

"હા આવો ને, કહો શું વાત છે."

"સર એક્ચ્યુલી અમારે 10મુ ધોરણ ચાલી રહ્યું છે અને આ સ્કૂલમાં અમારું છેલ્લું વર્ષ છે, એટલે અમારે એક ફંકશન કરવાની ઈચ્છા છે." અમિતે પોતાની વાત રજૂ કરતાં કહ્યું.

અરે, તમે લોકો દસમા ધોરણમાં છો. આ વર્ષે તમારા માટે કોઈ જ ઇવેન્ટ નહીં થાય."

"પ્લીઝ સર, એવું ના કરો. અમને આ છેલ્લું સત્ર યાદગાર કેમ રહે?"

"ઠીક છે. તમારા માટે ફંકશન થશે. તમારી પરીક્ષા પૂર્ણ થયા પછી આ વર્ષે તમારા માટે ફેરવેલ પાર્ટી રાખીશું. આ સિવાય કોઈ જ બીજી ઇવેન્ટની આશા મારી પાસે ના રાખતા. હવે બધા તમારા ક્લાસમાં જાવ."

"ઓકે, થેંક્યુ સર.."

બધા વિદ્યાર્થીઓ માની ગયા હતા. શાળામાં ફેરવેલ પાર્ટી ઉજવવાની શરૂઆત પણ આ વર્ષે જ થવાની હતી. ના ના, નિયમ એટલે ફેરવેલ પાર્ટી નો નહીં, એને માટે તો કંઈક ખેલ ખેલાયા. એક દિવસ તો બધાને કોણ જાણે શું થયું હશે કે એક પછી એક વિદ્યાર્થીઓ સ્ટાફ રૂમમાં જાય અને પોતાની સમસ્યાઓ શિક્ષકોને જણાવે. કોઈને રીવિઝનમાં તકલીફ પડતી, તો કોઈને ભણવામાં જ તકલીફ પડતી. કોઈને ભણાવવાની સિસ્ટમથી પ્રોબ્લેમ હતો, તો કોઈને સ્કોલરશીપની સમસ્યા હતી. આવી શાળા ને લગતી તમામ સમસ્યાઓનો ઉકેલ મેળવવા વિદ્યાર્થીઓ સ્ટાફરૂમમાં અડ્ડો જમાવતા હતા.

આ ત્રાસ બધા જ શિક્ષકો માટે મોટી સમસ્યા બની ગઇ હતી. અંતે આ સમસ્યાનો ઉકેલ આવ્યો ખરા. એક સ્ટુડન્ટ યુનિયન બનાવવામાં આવ્યું હતું, આ યુનિયનની પ્રમુખ ધારાને બનાવવામાં આવી હતી. ધારા ક્લાસની સૌથી હોશિયાર અને મહેનતુ છોકરી હતી. એટલે સ્ટુડન્ટ યુનિયનના લીડર તરીકેની જવાબદારી પણ એને સોંપવામાં આવી હતી.

ધારાનું કાર્ય વિદ્યાર્થીની સમસ્યાઓ જાણીને તેને સ્ટાફ સમક્ષ રજૂ કરવાનું હતું. સ્કૂલમાં સ્ટુડન્ટ યુનિયન બનતા જ વિદ્યાર્થીઓનું અલગ જ અસ્તિત્વ સર્જાઈ ગયું હતું. સ્ટુડન્ટ યુનિયન બનવાને કારણે શાળાના ઘણા વિદ્યાર્થીઓને શાળાની ઇવેન્ટ હોસ્ટ કરવાનો મોકો મળ્યો હતો. આ ઓફર દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે નહોતી. આ ઈવેન્ટમાં ધારા પણ ભાગ ન લઈ શકતી. બસ, આવું ચાલતું રહ્યું અને વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ઉપર પરીક્ષાઓ શરૂ થઈ ગઈ. સ્કૂલના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આદર્શ પ્રશ્નપત્રો હોય કે જિલ્લાની ખ્યાતનામ સ્કૂલોના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રશ્નપત્રો, વિદ્યાર્થીઓ અવાર નવાર આ પેપર સોલ્વ કરી રહ્યા હતા. દસમું ધોરણ હોવાથી લોકોના મ્હેણાં તો સાંભળવાના જ.

દિવસો વિતતા ગયા નો પ્રિલિયમ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ. બોર્ડ પરીક્ષા માટેની હોલ ટિકિટ પણ હવે આવી ગઈ હતી. બે દિવસ પછી બોર્ડનું પ્રથમ પેપર હતું.

ધારા અને અમિત આ બંને સ્પર્ધામાં હતા બંને ટોપ કરે એવું લાગી રહ્યું હતું. જોવાનું એ હતું કે કયો વિદ્યાર્થી કે કઈ વિદ્યાર્થીની શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. બધા વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. જેમ જેમ એક પછી એક પેપર જતા હતા તેમ તેમ ટેન્શન હળવું થતું હતું.

મિત્રો, દસમા ધોરણની પરીક્ષા આપ્યા પછી આપણને એ તો ખબર પડી ગઈ હશે કે લોકો આપણને આ માટે જેટલા ડરાવે છે, બોર્ડ એટલું ખતરનાક નથી હોતું. આ પ્રશ્ન આપણને બારમા ધોરણમાં નડતો નથી. કારણકે બારમા ધોરણની ફાઇનલ રમવા માટે 10મા ધોરણમાં નેટ પ્રેક્ટિસ કરેલ જ હોય છે.

આજે બોર્ડનું છેલ્લું પેપર હતું. બધા વિદ્યાર્થીઓની પરીક્ષા હવે પૂરી થઈ ગઈ હતી. પરિણામની ચિંતા લગભગ કોઈને નહોતી. ભણવાનું શરૂ કર્યા પછી અત્યાર સુધીનું સૌથી મોટુ વેકેશન મળવાનું હતું.

મિત્રો, ચાલો યાદ કરીએ આપણું દસમું ધોરણ. આપણે 10મા ધોરણમાં હતાં ત્યારે આપણે પણ ઘણાં મ્હેણાં સાંભળ્યા હશે. ઘણા બધા લોકો આપણને ડરાવતા હોય. વાલીઓ આપણી પાસેથી કંઇક વધારે જ આશાઓ રાખીને બેઠા હોય. ક્યારેક વાલીઓ વિદ્યાર્થીઓ ઉપર જ છોડી દેતા હોય. પ્રિલિમ પરીક્ષાથી માંડીને વાર્ષિક પરીક્ષા સુધી નવી વાનગીઓ પ્રતિબંધિત હોય, બહાર જવાનો નિષેધ હોય, ટીવી તેમજ મોબાઇલને લોક લાગી ગયા હોય, અને આ બધામાં એક વાક્ય તો સાંભળવા મળતું જ. એ વાક્ય.. "દીકરા/દીકરી, આ વર્ષ સરખી રીતે મહેનત કરી લે, પછી તો જલસા જ છે." જો તમે અત્યારે દસમાં ધોરણમાં છો અને આ વાંચી રહ્યા છો તો તમને જણાવી દઉં કે આ વાક્ય સાવ ખોટું છે.

હવે તો વિદ્યાર્થીઓની ફેરવેલ પાર્ટીનું આયોજન થવાનું હતું. મળીએ આવતા અંકમાં..