Featured Books
શ્રેણી
શેયર કરો

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 3

એસ.વી.પી. એકેડમીમાં ઓમ અને દીપના તોફાનોથી સમગ્ર સ્ટાફ હેરાન હતો. અન્ય વિદ્યાર્થીઓ પણ ઓમ અને દીપ સાથે તોફાન ગેંગમાં જોડાઈ રહ્યા હતા. આમ શાળાના શરૂઆતના છ દિવસો ખુબ ધમાલ – મસ્તીથી ભરપુર રહ્યા હતા. હવે કંઇક એવું થવાનું હતું જે વિદ્યાર્થીઓ માટે તો ખાસ હતું જ, સાથે સાથે શિક્ષકો માટે પણ આશીર્વાદરૂપ બનવાનું હતું.
શાળાનું એક અઠવાડિયું આ જ રીતે વિદ્યાર્થીઓની ધમાલ મસ્તીમાં પૂર્ણ થયું હતું. બીજા અઠવાડિયાના સોમવારે પ્રાર્થનાખંડમાં એક નવું વ્યક્તિ પણ વિદ્યાર્થીઓની નજરે ચડતું હતું. પ્રાર્થના પૂર્ણ થયા પછી આચાર્ય વિકાસ સરે નવા વ્યક્તિનો પરિચય કરાવતા કહ્યું, ‘હેલો એવરીવન, આ વીરેન સર છે, આજથી આ સર પણ તમારું ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભણાવશે. હું એમને જ કહીશ કે તેઓ પોતાનો પરિચય આપે.’

વીરેન સર : થેંક્યું વિકાસ સર, મિત્રો, તમને મારા વિશે થોડો તો ખ્યાલ આવી જ ગયો છે. તમારા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયો હું ભણાવીશ. તો મળીએ ક્લાસમાં.
પ્રાર્થનાસભા પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમાં ગયા. રેગ્યુલર લેક્ચર્સ લેવાયા, તોફાન ગેંગ આજે પણ ધમાલ કરવાના મૂડમાં હતી. શરૂઆતના ત્રણેય તાસમાં તોફાન ગેંગની ધમાલ – મસ્તી નોનસ્ટોપ ચાલી.
ધોરણ ૮ના વર્ગમાં વીરેન સરનો ચોથો લેકચર આવ્યો.
તેજસ્વી વ્યક્તિત્વ, સરળ સ્વભાવ, ભરાવદાર ચહેરો, અવાજ પણ ઉત્સાહ જગાડે, ચહેરા પરનું આકર્ષક સ્મિત, હાથ પર સાદી ઘડિયાળ, પ્રોફેશનલ લૂક, બ્લેક શૂઝ અને હાથમાં એક નાનકડી ડાયરી. ટૂંકમાં કહીએ તો પહેલી નજરે જોતા જ ગમી જાય.

બધાં વિદ્યાર્થીઓએ વીરેન સરને સંબોધન કર્યું અને સરના કહ્યા પછી બેસી ગયા.

વીરેન સરે બધાને પોતાનો પરિચય આપવા કહ્યું. બધા પોતાનો પરિચય આપવા લાગ્યા, છેલ્લી બેંચ પર બેસેલા ઓમનો વારો આવ્યો, ઓમ પોતાનો પરિચય આપે એ પહેલા જ સરે ઓમને રોકતાં કહ્યું, ‘ઓમ અને દીપ, તમે બંને મને બીજા બ્રેકમાં સ્ટાફ રૂમમાં મળો.’

ઓમ અને દીપ તો જાણે વિચારોમાં જ પડ્યા, કે કેમ માત્ર તે બંનેને જ સરે બોલાવ્યા, આ જોઈ તોફાન ગેંગના સભ્યોએ આજ માટે ધમાલ કરવાનું ટાળ્યું. જયારે લીડર જ શાંત થયેલો હોય તો બાકીના સભ્યો તો શાંત જ રહેવાના.
વીરેન સરનો પહેલો દિવસ હતો સ્કૂલમાં, એટલે ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને અવનવી ગેમ્સ રમાડી, બધા જ વિદ્યાર્થીઓ વીરેન સરના સ્વભાવ અને વર્તનથી ખુશ હતા, વીરેન સરે પોતાના પહેલા જ લેક્ચરમાં બધા વિદ્યાર્થીઓને પોતાના બનાવી લીધા હતા. આમ આ વર્ષનો સૌથી પહેલો એવો લેકચર હતો કે જેમાં વિદ્યાર્થીઓને ખુબ મજા આવી હોય અને કોઈ પણ તોફાન પણ ના થયા હોય. ઓમ અને દીપ વીરેન સરને મળવા ગયા,
ઓમ : હેલો સર, અમને કેમ અહીં બોલાવ્યા?
વીરેન સર : બસ, એમજ. તમારી બંનેની મિત્રતાના ચર્ચા ખુબ સાંભળ્યા સવારે.
દીપ : પણ અમે તો આજ તમારા લેક્ચરમાં કોઈ જ તોફાન નથી કર્યા.
વીરેન સર : મને ખ્યાલ છે. ડોન્ટ વરી, હું તમને ખીજાવાનો નથી, પણ તમે બંને મસ્તીખોર તો છો જ, હું પણ મારી સ્કૂલમાં ખુબ મસ્તી કરતો, તમારી જેમ ઘણા તોફાન કર્યા છે મેં પણ.
ઓમ : સાચ્ચે?

વીરેન સર : હા, અરે તમે હજુ મને ઓળખ્યો જ નથી.
આમ વીરેન સરે વાતો વાતોમાં બંને પાસેથી જાણી લીધું હતું કે તેઓને ભણવું કેમ બોજ લાગે છે અને તેઓના ક્લાસમાં ઘણા લોકો શા માટે નથી ભણતા. ત્રણેય લોકોએ ઘણી વાતો કરી. ઓમ અને દીપ વીરેન સરના સારા મિત્રો બની ગયા હતા,
થોડા દિવસો સુધી રૂટીન ચાલ્યું, પણ, વીરેન સરનો લેકચર વગર તોફાન પૂર્ણ થતો.

વીરેન સર હવે વિદ્યાર્થીઓને ભણવામાં આનંદ આવે અને તેઓ મનથી ભણે તે માટેના તમામ પ્રયત્નો કરી છૂટવા તૈયાર હતા, પણ આ માટે શાળાના અમુક નિયમો બદલવાની જરૂર હતી.
એક સાંજે વીરેન સરે પોતાના ઘરે સ્ટાફના તમામ ટીચર્સને ડીનર માટે બોલાવ્યા અને વિદ્યાર્થીઓને ભણવામાં પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરી. બધા ટીચર્સ આ બાબતે ચિંતિત હતા પણ 30 વર્ષથી શાળાના નિયમો બદલાયા નથી અને આ ઈતિહાસ જાળવવાનો પ્રશ્ન બધાને આડે આવતો હતો. વીરેન સરે પોતાનો વિચાર બધા સમક્ષ રજુ કર્યો. બધાને આ વિચાર ખુબ ગમ્યો, પણ વિકાસ સરને (શાળાના આચાર્ય) કોણ સમજાવશે એ વાત પ્રશ્ન બનીને ઉભી હતી. અંતે વીરેન સર જ વિકાસ સરને આ બાબત વિશે રજૂઆત કરશે તેમ નક્કી થયું. બધા ટીચર્સના વિચારોથી એક સરસ મજાનો પ્રસ્તાવ બન્યો.

શું હશે એ પ્રસ્તાવ?

તમને શું લાગે છે મિત્રો?

શું આ સ્કૂલના તમામ નિયમો બદલાઈ જશે?

કે કંઈ અલગ જ પરિણામ મળશે?

તમારા મંતવ્યો અમને ચોક્કસ જણાવો.

તમને સ્ટોરીનો આ ભાગ કેવો લાગ્યો એ પણ કૉમેન્ટમાં જણાવો.
શેર કરો.

આગળ જાણવા માટે વાંચતા રહો....

*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com