Featured Books
શ્રેણી
શેયર કરો

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 6

નવી સવાર એક નવી જ એનાઉન્સમેન્ટ લાવવાની હતી. આ એનાઉન્સમેન્ટ સ્કૂલ પિકનિકની હતી.

બધા વિદ્યાર્થીઓ આ જાહેરાત સાંભળીને ખુબ જ ખુશ થયા, સ્કૂલ પિકનિકમાં જવું કોને ના ગમે !

નયનના તોફાનો ઓછા થઇ ગયા હતા, હવે નયનની જગ્યા ઓમ અને દીપે લીધી હતી. આ બંને વીરેન સરના લેક્ચરમાં તો ડાહ્યા ડમરા બની જતા. હા, બંનેના તોફાન પહેલા કરતા ઓછા થઇ ગયા હતા, પરંતુ બંધ તો નહોતા થયા. સ્કૂલની વન-ડે પિકનિક માટે બધા તૈયાર હતા. ઓમ અને દીપ કશું નવો જ કાંડ વિચારી રહ્યા હતા.

“યાર, આ નયન તો સાવ બદલાય જ ગયો છે.” દીપ બોલ્યો.

“હા યાર, જો એ આપણી સાથે હોત તો આપણે આખી સ્કૂલની પથારી ફેરવી નાંખી હોત.” ઓમે કહ્યું.

“એ નથી તો શું થયું, આપણે બે તો છીએ જ ધમાલ મસ્તી કરવા માટે.”
“પણ ઓમ, આપણે પિકનિકમાં એવી તે કઈ ધમાલ કરશું કે બધાને પિકનિક સારી રીતે યાદ રહે?”

“મારી પાસે એક મસ્ત પ્લાન છે.”

“તો મને જણાવ"

ઓમએ દીપને આખો પ્લાન સમજાવ્યો, આ પ્લાન સાંભળી દીપ પણ હસવા લાગ્યો, આ બંને પિકનિકમાં બધાની વાટ લગાવવાના હતા.

પિકનિકના દિવસે સવારમાં 5.30 કલાકે બધા વિદ્યાર્થીઓ સ્કૂલના ગ્રાઉન્ડમાં એકત્ર થયા, પાર્થ સરે બધાને જરૂરી સૂચનાઓ આપી અને પિકનિકમાં તોફાન ના કરવા કહ્યું. પણ ઓમ અને દીપ હોય એટલે તોફાન તો થવાના જ. પિકનિકનું સ્થળ ગ્રીન સીટી તરીકે જાણીતું ગાંધીનગર હતું.
ધારા અને અક્ષર પિકનિકમાં કોઈ કારણોસર નહોતા આવી શક્યા. બસ ઉપડી અને બધાએ પોતાનું સ્થાન લઇ લીધું. કિશન હવે ઓમ અને દીપ સાથે મળી ગયો હતો. ઓમએ કિશનને આખો પ્લાન વિગતવાર સમજાવીને પોતાની તોફાન ગેંગમાં વેલકમ કર્યું. પિકનિકમાં જતી વખતે તો બધા લોકો અંતાક્ષરી, દમ સરાઝ વગેરે રમતો રમવામાં વ્યસ્ત હતા.

અંતાક્ષરી માટે વીરેન સર અને વિકાસ સર બંનેએ ટીમ બનાવી હતી. મનાલીને તો બધા જ ગીતો મોઢે યાદ હતા અને એ ગાયિકા બનવા ઈચ્છતી હતી. વીરેન સરની ટીમમાંથી મનાલીને ટક્કર આપી શકે તેવું કોઈ નહોતું. આ અંતાક્ષરી આશરે ચાલીસેક મિનીટ ચાલી અને અંતે ‘યા’ પરથી વીસ સેકંડમાં કોઈ ગીત ના મળતાં વીરેન સર એન્ડ ટીમે હાર સ્વીકારી. આમ ઘણી મોજ મસ્તીઓ કરી. પિકનિકની બસ નિયત સમયે પિકનિક પ્લેસના પહેલા સ્પોટ અક્ષર મંદિરે પહોંચી. બધા લોકોએ મંદિરે દર્શન કરી ત્યાં નાસ્તાનો આનંદ માણ્યો. ત્યાં ગાર્ડનમાં ફર્યા, રમ્યા અને બધાએ ખુબ જ મોજ કરી. આમ ઇન્દ્રોડા પાર્ક, સેક્ટર એકનું તળાવ, અને વિવિધ સ્થળોની મુલાકાત સૌએ લીધી. ત્યાર બાદ 2.30 વાગ્યા આસપાસ ત્યાંના એક ગાર્ડનમાં સૌએ પોતાના ઘરેથી લાવેલ ટીફીન ખોલી સમુહ ભોજનનો આનંદ માણ્યો. મિત્રો સાથે સમૂહ ભોજન આપણા જીવનની એક શ્રેષ્ઠ યાદગાર પળ હોય છે, આ દિવસો પણ અલગ જ હોય છે. આમ ફરતા ફરતા પિકનિક પૂર્ણ થવા પર હતી. બધા બસમાં બેસી ગયા.

બસ ઉપડી, થોડી વાર પછી કિશને ડ્રાઈવરને એક પેનડ્રાઈવ આપી. ઓમ અને દીપની ધમાલ હવે શરુ થઇ હતી. પેનડ્રાઈવમાં શરૂઆતમાં તો એક નાના બાળકનો જોર જોરથી હસવાનો અવાજ આવી રહ્યો હતો, પણ ધીરે ધીરે બધાની વાટ લાગવાની શરુ થઈ.

“આ નયન તો ભારે સુધરી ગયો રે, લોંગ ડ્રાઈવ પર જવાથી આવું પરિવર્તન આવે, આ હા હા ...” બસમાં રહેલ ટેપમાંથી અવાજ આવ્યો.

“અને આપણા સૌનો લાડીલો દીપ, જે હોંશિયાર, જે હોંશિયાર.... અરે ભાઈ હંમેશા ટોપ કરે, પણ છેલ્લેથી.”
બધા ખડખડાટ હસવા લાગ્યા.

“ઓ હો હો હો, મનાલીને તો કેમ ભૂલાય, સુરોની મહારાણી મનાલી, એય, શું છે તારે? આ ડાયલોગને પોતે રીઝર્વ કરેલો છે, મને તો લાગે છે, રાત્રે સુતી વખતે મનાલી એય, શું છે તારે? એય, શું છે તારે?... આ રીતે શ્વાસ લેતી હશે.”

"હા હા હા હા" બધા ખડખડાટ હસવા લાગ્યા.

“વાત કરીએ આપણા આચાર્યશ્રીની, વાતે વાતે બગડતા હોય, ખોટા સામે ઝગડતા હોય, લોબીમાં આંટા મારતા હોય, તોફાનીને ટારતા હોય.”

આમ ટેપ વાગતું રહ્યું અને પ્રવાસમાં આવેલ બધા જ લોકોની આવી ચટપટી વાતો સાંભળવા મળી. બધા લોકોનો એક સારો ગુણ તો એક પોલ ખોલવામાં આવી. ઘણા લોકો ઓમ અને દીપ પર ગુસ્સે થયા, પરંતુ અંતે આ પ્લાન વીરેન સરનો જ હતો એવું વીરેન સરે બધાને કહ્યું. આ રીતે એક નિખાલસ મસ્તીની ધમાલ થઇ. વીરેન સરે બધાને આવી મસ્તી કરવા પાછળનું કારણ જણાવ્યું અને બધા લોકો એક બીજાની વધુ નજીક આવતા થયા.

“શિક્ષક” આ શબ્દ ખુબ જ ઊંડો છે, ઘણા લોકોને ટીચર પર ગુસ્સો હોય છે, ટીચર ગૃહ કાર્ય આપે તો તકલીફ, ખીજાય તો તકલીફ, મારે તો તકલીફ, પ્રિન્સીપાલ પાસે લઇ જાય તો પણ તકલીફ. ઘણા શિક્ષકોનો આ જ પ્રશ્ન હોય કે તેઓ વિદ્યાર્થીઓ માટે જ આ બધું કરે છે છતાં, વિદ્યાર્થીઓ કેમ આ વસ્તુઓથી દુર ભાગે છે? આ બધાનો સામનો શિક્ષક કરે જ છે.

વિદ્યાર્થીઓને જે વસ્તુમાં રસ પડે છે એ વિષયને કે એ બાબતને ધ્યાને રાખીને જો શિક્ષક ભણાવે તો બંનેને ફાયદો જ થશે. વિદ્યાર્થી ટીચરને સમજશે. દા.ત. કોઈ વિદ્યાર્થીને સંગીતમાં રસ છે તો એને સંગીતના કોઈ પણ ઉદાહરણો સાથે વિષય સમજાવવાનો પ્રયત્ન કરો. કોઈ પણ વિદ્યાર્થીને પોતાની મન ગમતી વસ્તુ જો અભ્યાસમાં મળી રહે તો એ અવશ્ય ધ્યાન આપશે જ, કારણ કે એ તેના શોખની વસ્તુ છે. બધા શિક્ષકો કઠોર જ હોવા જોઈએ એવો તો કોઈ નિયમ જ નથી. શિક્ષકોને પણ મસ્તી કરવી ગમે છે, એમને પણ ક્યારેક ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને રમાડવાનું મન થતું હોય, પણ તેઓ વ્યવસ્થિત કોર્સ પૂરો કરાવવા માટે વિદ્યાર્થીઓને આવી પ્રવૃતિઓ ના કરાવી શકતા હોય.
અહીં વીરેન સરે કરેલ મસ્તી એકદમ નિખાલસ હતી, બધાએ ખુબ જ મજા કરી, આ પરથી બધા વિદ્યાર્થીઓને એક બીજાની નજીક આવવાનો મોકો મળ્યો. બધાની મિત્રતા ગાઢ થતી ગઈ, નયનની ટોળકી અને કિશન પ્રવાસમાં સારા મિત્રો બની ગયા હતા. હવે બંને ટોળકીઓ એક બની ગઈ હતી, ઓમ અને દીપે પણ આ ટોળકીમાં એન્ટ્રી લઇ લીધી હતી. પ્રવાસ પૂરો થયો અને આ રીતે આ પ્રવાસ યાદગાર પ્રવાસ બની ગયો હતો. બધાએ ઓમ, દીપ અને વીરેન સરનો આભાર માન્યો.

બધા લોકો પોતાના રૂટીનમાં ફરી ગોઠવાઈ ગયા હતા, આમ દિવસો વિતતા ગયા, સ્કૂલના ઝગડાઓ ઘટી ગયા હતા, આ વર્ષમાં સ્કૂલમાં ઘણી નવી પ્રવૃતિઓ કરવામાં આવી હતી. બધા વિધાર્થીઓએ ૨૬મી જાન્યુઆરીની ઉજવણી ખુબ સરસ રીતે કરી, ત્યાર બાદ નવમાસિક પરીક્ષા પણ સરસ રીતે લેવામાં આવ હતી. બધા વિદ્યાર્થીઓએ આ વખતે ખુબ જ મહેનત કરી હતી.

પહેલું કહેવાયને કે, ઘણી વખત ધાર્યા કરતા વિરુદ્ધનું પરિણામ મળે. આવું જ કંઈક થવાનું હતું.

શું લાગે છે મિત્રો, શું પરિણામ આવશે?

કોઈ ફેલ થશે?

આગળ જાણવા માટે વાંચતા રહો....

*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com