Featured Books
શ્રેણી
શેયર કરો

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 4

બધા ટીચર્સે બનાવેલ પ્લાન વિકાસ સરને સમજાવવાનું કામ વીરેન સરે લીધું હતું.
વીરેન સર કોઈ પણ કાર્યમાં નેતૃત્વ સારી રીતે કરી શકતા હતા. વીરેન સરે પોતાની વાત વિકાસ સર સમક્ષ અસરકારક રીતે મુક્વા માટે એક માળખાગત આયોજન કર્યું.

વીરેન સર અને સ્ટાફના તમામ ટીચર્સ આચાર્યની કેબીનમાં ગયા;

વિકાસ સર : આવો આવો, આજ તો બધા એક સાથે, પગાર તો હમણાં જ વધાર્યો હતો.

તન્વી મેડમ : અરે ના સર, પગાર વધારવા માટે નથી આવ્યા, અમારે તમને એક સમસ્યા જણાવવી છે અને ઉકેલ અમારી પાસે છે, પણ એના માટે તમારી મંજુરી જોઈએ છે.

મને કશું જ ના સમજાયું, વિકાસ સરે કહ્યું.

વીરેન સર : હું સમજાવું છું ને,

“સર, અમે એવું વિચારીએ છીએ કે આપણી સ્કૂલની સીસ્ટમ થોડી બદલાવવી જોઈએ.” વીરેન સર બોલ્યા.

“શું? શું કહો છો તમે લોકો?” વિકાસ સર ગુસ્સેથી બોલ્યા.

"અરે સર, પહેલા અમારી વાત તો સાંભળી લો," પાર્થ સરે કહ્યું.

"પણ તમે લોકો આપણી સ્કૂલના નિયમો બદલવાનું કહો છો, આમ ઈતિહાસ બદલવાની મંજુરી હું ના આપી શકું," વિકાસ સરે ખૂબ જ ગુસ્સામાં કહ્યું.

“અરે સર, અમે પણ જાણીએ છીએ કે આપણી સ્કૂલ ૩૦ વર્ષના ઈતિહાસને કારણે સમગ્ર રાજ્યમાં સુપ્રસિદ્ધ છે, પણ આજ આપણી સ્કૂલના વિદ્યાર્થીઓનું ભણતર ક્યાંક ને ક્યાંક નબળું પડી રહ્યું છે. બધા જ વિદ્યાર્થીઓ ભણવામાં હોંશિયાર હોય એવું જરૂરી નથી. હાલ આપણી ભણાવવાની સીસ્ટમ ખુબ જ સારી છે, પરંતુ સરળ નથી. એટલે થોડા જ વિદ્યાર્થીઓ આ મેથડ પ્રમાણે ભણી શકે છે. બાકીના લોકો ધમાલ મસ્તી જ કરે છે અને ટીચર્સને હેરાન કરે છે. આપણે કશું એવું કરી શકીએ જેથી બધા વિદ્યાર્થીઓ ભણી શકે અને એવી સરળ મેઠોડ અપનાવીએ જેને લીધે વિદ્યાર્થીઓને જે તે વિષયમાં રસ પડે. આ સીસ્ટમ અપનાવવાથી આપણી શાળાનું પરિણામ પણ ઊંચું આવશે. એની જવાબદારી મારી.” વીરેન સરે વિકાસ સરને સમજાવતા કહ્યું.

વીરેન સરે આચાર્યને આ પદ્ધતિ સમજાવી. વિકાસ સરને આ સીસ્ટમ યોગ્ય લાગી.

મિત્રો, આપણે પણ શાળામાં આ સીસ્ટમ લાગુ કરી શકીએ છીએ, આ સીસ્ટમ એટલે પ્રેઝન્ટેશન સીસ્ટમ. સાંભળેલું કે વાંચેલું હોય તેના કરતા જોયેલી વસ્તુઓ વધારે યાદ રહે છે. જે-તે વિષયના પ્રકરણ માટે એક સ્લાઈડ શો બનાવવો અને તેમાંથી વિદ્યાર્થીઓને મુખ્ય મુદ્દાઓ હાઈલાઈટ કરવા, તેમજ ટોપિકને અનુરૂપ ચિત્રો પણ બતાવવા. જે થી એ મુદ્દાઓને આધારે વિદ્યાર્થીઓના ભણતરમાં અવશ્ય સુધારો આવશે.
(વિસ્તારમાં જાણવા મેસેજ કરો)*

ટીચર્સ દ્વારા તૈયાર કરેલ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો તેમજ બધા ટીચર્સને બિરદાવવામાં પણ આવ્યા.

ખરેખર, આ મેથડ દ્વારા વિદ્યાર્થીઓને ભણવાનો આનંદ પણ આવતો હતો, તેમજ શાળા દ્વારા લેવામાં આવતી પખવાડીક પરીક્ષાઓમાં પણ પરિણામ સુધારવા લાગ્યું હતું. શાળામાં નવી મેથડ એટલી હદે અસરકારક રહી કે બધા વર્ગો પૂર્ણ હાજર સંખ્યા સાથે જોવા મળતાં.

પહેલા ગેરહાજર રહેતા લોકોમાં ધારા, કિશન અને અક્ષર પણ હતા. જે ખુબ જ સારી મિત્રતા ધરાવતા હતા. આ ટોળકી સામે એક વિરોધી ટોળકી હતી જેમાં નયન, અમિત, પ્રિયા, મનાલી અને કાજલ હતા.

આ બંને ટોળકીઓ તદન વિરોધી હતી. એક ટોળકી રમતના લેકચર માટે તત્પર હોય તો બીજી ટોળકી ભણવા માટે પોતાનું મંતવ્ય કહે. શાળામાં ભણવાની સીસ્ટમ તો સુધરી ગઈ હતી પણ આ બે ટોળકીઓનો ત્રાસ હજુ એવો જ હતો.
દિવસો વિતતા ગયા, સત્ર હવે પૂર્ણ થવાનું હતું. બધા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી.

પણ હવે પરીક્ષા પહેલા એક ચોંકાવનારી ઘટના બનવાની હતી.
? ? ?
તમારા મંતવ્યો અમને કૉમેન્ટમાં જણાવો,

તમને આ ભાગ કેવો લાગ્યો તે પણ કહેજો.

આગળ જાણવા માટે વાંચતા રહો....

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com