ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 2 Davda Kishan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 2

માફ કરશો મિત્રો, નવા ભાગ માટે હું થોડો મોડો છું. આપને આ ભાગ પણ ગમશે એવી આશા સાથે ભાગ 2.


અને દીપ બંને બાળપણથી જ પાક્કા મિત્રો હતા. ઓમના મનમાં કંઇક અલગ જ તોફાન આકાર લઈ રહ્યું હતું,
શું વિચારે છે ભાઈ? દીપે પૂછ્યું,
હું વિચારું છું કે છેલ્લી બેન્ચ પર આપણે જ રાજ કરવું છે ને, ઓમે હસતાં હસતાં કહ્યું.
બંને હસવા લાગ્યા,

પ્રથમ લેક્ચર ગુજરાતીના શિક્ષક પાર્થ સરનો હતો,
પાર્થ સરે પોતાનો પરિચય આપ્યો અને બધા વિદ્યાર્થીઓને પોતાનો પરિચય આપવા કહ્યું.
આમ પરિચયની રમત પૂરી થઈ.
પાર્થ સરે બધાં જ જરૂરી સૂચનો આપ્યા બાદ બધાંને રોલ નં. આપ્યા, ત્યાર બાદ તેઓએ વિષય પ્રસ્તાવના આપવાનું શરૂ કર્યું.
છેલ્લી બેન્ચ પર બેસેલી આધુનિક કૃષ્ણ - સુદામાની જોડીએ વિવિધ અવાજો કાઢવાના શરૂ કર્યા,

(વિવિધ પંખીઓના અને પશુઓના અવાજ સાંભળ્યા પછી)

કોણ છે એ? શિક્ષકે પૂછ્યું?
એ તો ચંપક..... દીપ છોકરીઓના અવાજમાં બોલ્યો,
આવ છગન..... ઓમ અવાજ બદલાવી બોલ્યો,
બોર્ડ પર લખતાં શિક્ષક એકાએક પાછળ ફર્યા,
સમગ્ર વર્ગ શાંત થય ગયો.
જુઓ, મને શાંતિથી ભણાવવા દો નહીં તો....
'ભૂકંપ આવી જશે'... પાર્થ સરની વાત કાપતા દીપ ફરીથી અવાજ બદલાવી બોલ્યો,

આપણી આ ડિજીટલ જોડીનો રેકોર્ડ હતો કે અવાજ કાઢતી વખતે કોઈ આમને ઓળખી ના શકતું.

"પ્લીઝ, ડોન્ટ ડિસ્ટર્બ મી." પાર્થ સરે અંતિમ ચેતવણી આપતાં કહ્યું.
આહા, ઇંગ્લિશ પણ આવડે આને!... તોફાન ગેંગમાં એન્ટ્રી લેતાં રાજ બોલ્યો.

પાર્થ સર હવે જ્વાળામુખી બની ગયા હતા અને ફાટવાના જ હતા કે આચાર્ય સંદીપ સર ત્યાં આવી પહોંચ્યા. સંદીપ સરને આવતા જોઈ પાર્થ સર હળવા પડ્યા, સંદીપ સરે બધાને શિસ્ત પાલન કરવા કહ્યું અને ત્યાં થી બીજા વર્ગની મુલાકાત લેવા નીકળ્યા,

પાર્થ સરે પોતાનો લેક્ચર માંડ પૂરો કર્યો. પાર્થ સરના લેક્ચરમાં જ સ્કૂલની હાલત હવે કેવી થવાની છે એ ખ્યાલ આવી ગયો હતો.

ક્લાસમાં કોઈ ટીચરનું સ્વાગત વિવિધ અવાજો થી કરાયું, તો કોઈનું સ્વાગત ચોકલેટના કાગળથી સિટીઓ વગાળીને થયું.

લેક્ચર પાર્થ સરનો હોય, ભૂમી મેડમનો હોય કે વિકાસ સરનો, સમગ્ર સ્ટાફ ઓમ અને દીપના તોફાનથી કંટાળ્યો હતો, પહેલે દિવસે જ સ્ટાફનો હાલ બેહાલ થઇ ગયો હતો.

મિત્રો, શિક્ષકનું જીવન દેખાય તેટલું સહેલું નથી હોતું, સ્કૂલના પહેલા દિવસથી જ શિક્ષક માટે અવનવા પડકારો શરૂ થઈ જતા હોય છે, કોઈ પણ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ પાસેથી એટલી જ અપેક્ષા રાખતો હોય છે કે વિદ્યાર્થીઓ તેમની પાસેથી શક્ય તેટલું જ્ઞાન મેળવે અને ભણાવતી વખતે સહકાર આપે.

એસ.વી.પી. એકેડમીમાં હવે કંઇક એવું થવાનું હતું, જે વિદ્યાર્થીઓને તો આનંદ અપાવશે જ, પણ સાથે સાથે શિક્ષકોને પણ કંઇક નવો જ અનુભવ કરાવશે.

તો શું લાગે છે મિત્રો, એવું તે વળી શું હશે?

શું આ સંસ્થાના ઇતિહાસનો રેકોર્ડ તૂટશે?

શું થશે આગળ?

આગળ જાણવા માટે વાંચતા રહો....


જો આપ એક શિક્ષક છો તો આપના માટે સ્થિરતા અત્યંત આવશ્યક છે. વિદ્યાર્થીઓ આપનું નિરીક્ષણ કરતા હોય છે અને એટલે જ આપે એક શિક્ષક તરીકે ઉદાહરણરૂપ બનવાનું છે. બાળકોમાં જીવનમૂલ્યોનું સિંચન કરવામાં માતા-પિતા અને શિક્ષક નું સમાન યોગદાન જ હોય છે. એક શિક્ષક તરીકે આપ શું કહો છો, શું કરો છો તેનું વિદ્યાર્થીઓ સતત અવલોકન કરે છે. આપ ક્યારે શાંત અને વિશ્રાંત છો અને ક્યારે ગુસ્સામાં તથા વિચલિત છો, તે આપના વિદ્યાર્થીઓ બરાબર જાણે છે.


ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com

રેટ કરો અને રિવ્યુ આપો

Daksha

Daksha 3 વર્ષ પહેલા

Sarvaiya Rahul k

Sarvaiya Rahul k 3 વર્ષ પહેલા

Ashita

Ashita 3 વર્ષ પહેલા

શેયર કરો