ઓછાયો Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ઓછાયો

સોનલ તેના પતિ સાથે અમદાવાદ થી સુરત રહેવા આવ્યા હતા. તેને હજુ બે મહિના જ થયા હતા. તેને રહેવામાં મુશ્કેલી પડી રહી હતી. કોઈ સગા સંબંધી ન હતા ને પાડોશીઓ સાથે હજુ સારા સંબંધો થયા ન હતા.

રોજ ની આજે પણ દિકરા ને સ્કૂલ વાન માં બેસાડીને સોનલ ટેરેસ પર જઈ બેઠી ગઈ.

ખૂબસૂરત મૌસમ, આકાશમાં વાદળો ને પક્ષીઓ નો મધુર અવાજ તેને મન ને શાંતિ આપી રહ્યો હતો. આ અહેસાસ થી તેને જૂનું મકાન યાદ આવી ગયું.

સોનલ આમ તેમ જોઈ રહી હતી ત્યાં તેની નજર વૃક્ષ ની નીચે બેઠેલી વૃધ્ધ મહિલા પર પડી. થોડો સમય તેને જોઈ રહી હતી ત્યાં તે પણ સોનલ ની સામે જોઈ રહી. તેને જોઈ સોનલ ના મનમાં ચિંતા થવા લાગી. ઘણી વખત આ મહિલાને ત્યાં બેઠેલી જોઈ હતી.

સુધીર તો અહીં આવી પોતાના ઑફિસ કામમાં લાગી ગયો. તે વ્યસ્ત રહેવા લાગ્યા. નાની દીકરી શેલી ની પહેલા ધોરણ માં એડમિશન આરામ થી મળી ગયું પણ શાલિની ને પાંચ માં ધોરણના એડમિશન માટે ઘણી મહેનત કરવી પડી ત્યારે તેને એડમિશન મળ્યું. તે બંને સંતાનો હવે ધીમે ધીમે અહીં તેમને ફાવી ગયું હતું. પરંતુ સોનલ ને અહીં ગમતું ન હતું. આખો દિવસ કાઢવો તેના માટે મુકેલ પડી રહ્યો. તે વિચારવા લાગી હતી. અમદાવાદ માં કેટલું મસ્ત જીવન હતું. સુધીર ને સારી જોબ હતી. ઘરે કામ કરવા વાળી મહિલા હતી. તેને કારણે હું પણ મારી જોબ સારી રીતે કરી રહી હતી. છોકરાઓ ને બહુ મજા આવતી આંખો દિવસ ફ્રેન્ડ સાથે ને કામવાળી મહિલા સાથે તે એક માં દીકરાની જેમ રહેતા એટલે મારે બહુ ટેન્શન ન હતું. પરતું સુધીર ની બદલી થી ઘણો ફેર પડી ગયો.

અહીંયા બાજુમાં છોકરા માટે રમવાનું મેદાન નથી કે રમતના કોઈ સાધન નથી. ઉપર થી સારી કામવાળી મહિલા પણ મળતી ન હતી. આટલું બધું ટેન્શન અને ઉપર થી પેલી મહિલા રોજ સામે દેખાય. તેના વળી અહીં ચોરી ના બનાવો પણ બની રહ્યા હતા. એટલે સોનલ ને ચિંતા માં ઊંઘ પણ ન આવતી.

પતિ સુધીર ઘરે આવ્યો એટલે તેને પેલી વૃધ્ધ મહિલા વિશે વાત કરી. તેણે કહ્યું તું ધ્યાન રાખજે અને એવું લાગે તો વોચમેન ને જાણ કરી દેજે, વધુ લાગે તો પોલીસ ને જાણ કરજે.

એક દિવસ સોનલ ટેરેસ પર કપડા ચુકવવા ગઈ ત્યાં જોયું તો વોચમેન અને તે વૃધ્ધ મહિલા ગેટ પાસે ઊભા હતા. ત્યાં સુધીર ત્યાં થી પસાર થયો તે પણ તે મહિલા સાથે વાત કરવા લાગ્યો. સુધીર ને તેનો ચહેરો જાણીતો લાગ્યો પણ કોઈ ખાસ તેના વિશે ખબર ન પડતા તે ઘરની અંદર આવી ગયા. સોનલ ને પણ તે મહિલા નો ચહેરો જાણીતો હોય તેવું લાગ્યું. સુધીર ઘર ની અંદર સાદ પાડ્યો એટલે સોનલ નીચે ઉતરતી વખતે ફરી જોયું તો તે મહિલા ત્યાં ઊભી હતી.

સોનલે સુધીર ને કહ્યું અરે આતો તે વૃધ્ધ મહિલા છે જે મેં તમને વાત કરી હતી. આ પાછી અહીં કેમ આવી છે.

સુધીરે કહ્યું સોનલ તું જાણે છે તેવું કાંઈ નથી તું જાણે છે આ કોણ છે.? આ મહિલા આ ઘરની જૂની માલિક છે.

પણ આપણે આ ઘર તો પટેલ સાહેબ પાસે થી લીધું છે ને.

હા પણ આ લાચાર મહિલા પટેલ સાહેબ ની મા છે. પહેલા પટેલ સાહેબે તેની કપટ કરી તેની બધી મિલકત તેને નામે કરી ને તેને એક મંદિર પાસે મૂકીને તે બીજા શહેર જતો રહ્યો.

સોનલ નિરાશ થઈ આ પટેલ સાહેબ જોવામાં કેટલો સારો માણસ લાગે છે પણ અંદરથી તો હેવાન છે.

એક વાત કરું સુધીર હું ઘર ની સફાઈ કરી રહી હતી ત્યારે મને એક નામ ની તકતી મળી હતી અને એક ફોટો. તે ફોટો આ મહિલા સાથે મળતો આવે છે.
પણ સુધીર આપણે તો પૂરા પૈસા આપી દીધા છે તો કઈ વાંધો તો નહીં આવે ને.

ના ના સોનલ એવું કાંઈ નથી તે મહિલાનો પતિ અહીં મૃત્યુ પામ્યો હતો ને આજે તેની વરસી હતી એટલે તે પ્રાર્થના અને દિવો કરવા આવી છે. તે ભલે ને આપણા મકાન સામે જોવે આપણને શું વાંધો છે. પણ તેને એકવાર ઘરે બોલાવી લઈએ.

ભલે તો તેને બોલાવો. સોનલ સાદ પડ્યો ઓ માજી અહીં આવો...

તે મહિલા ઘરની અંદર આવી. જૂની સાડી પહેરી હતી. શરીર દુબળુ પડી ગઈ હતી. કેટલા દિવસથી ન્હાઈ પણ નહી હોય.

અંદર આવતા તે સોનલ અને સુધીર ને આશીર્વાદ આપવા લાગી. ને ઘર ને તાકી ને જોઈ રહી હતી.

તે દાદર ચઢીને ઉપર ગઈ ને એક રૂમમાં જઈ આંખ બંધ કરી બેસી રહી. પછી ઊઠીને લૅમ્પ કર્યો ને નીચે આવી ફરી આશીર્વાદ આપી બોલી હું આ ઘરમાં વહુ બનીને આવી હતી ત્યારે લાગતું હતું કે હું આ ઘરે મારી જિંદગી પુરી કરી અહીં સ્વર્ગ વાસ થઈ પણ તે શક્ય ન થયું. આંગળી ચીંધી ને તે રૂમ બતાવી કહ્યું આ રૂમ મારો હતો હું અને મારા પતિએ ખૂબ હસી ખુશી ની પળો વિતાવી હતી. આમ કહી તે મહિલા ઘરની બહાર નીકળી ગઈ.

લાગી રહ્યું હતું તે ઘર છોડવા માંગતી ન હતી. તે પાછું વળીને જોયું ને આગળ નિકળી ગઈ.

સોનલ સુધીર પાસે બેસીને કહ્યું મારી પાસે સરસ વિચાર આપણી લાઈફ સુધરી જાસે ને પેલી મહિલા નું દિલ પણ નહીં તૂટે.
હું માનું છું તેને આપણી ઘરે રાખીએ એકલી છે નિરાધાર છે. અહીંયા રહેશે તો સારું જમવાનું મળશે તેને ઘરનું થોડુ કામ કરશે અને મને એકલતા નહીં લાગે તમારું શું કહેવું છે.?

સોનલ તેને તું નોકર ની જેમ રાખવા માંગે છે.?
ના ના આપણે તેને નોકર ની જેમ નહીં રાખીએ. તે જો અહીં રહેશે તો બહુ કામ નહીં કરાવું પણ તે ઘર અને બાળકોનું ધ્યાન તો રાખી શકશે ને. તે અહીં રહેશે તો હું આરામ થી નોકરી કરી શકીશ. ઘરનું કામ કે છોકરાનું ટેન્શન નહીં રહે.

સોનલ તારો વિચાર તો સારો છે પણ તે અહીં રહેવા તૈયાર થાશે.?

કેમ નહીં તેને આ ઘરે રહેવા દઇએ છીએ જે ઘરમાં તેનું દિલ વસે છે. જે રોજ છૂપી રીતે રોજ જોવે છે.

પણ આ ઘરમાં ઘરની માલિક બનીને તેનો હક જમાવવા લાગશે તો.?

ના ના તે આ ઘરની માલિક પણ નહીં બની શકે કારણકે ઘર તો આપણા નામે છે તો તે કઈ નહીં કરી શકે.

સુધીરે હા પાડી અને સોનલ ને કહ્યું તું વાત કરી જો તેની સાથે.

સોનલ તે મહિલા પાસે જઈ કહ્યું તમે આ ઘરમાં રહી શકો છો.

આ સાંભળી મહિલા ખુશી ખુશી થઈ ઉઠી.
પણ મો પડી ગયું નાં ના હું અહીં ન રહી શકું તમારો જૂનો માલિક ને પરેશાની થશે.

કોઈ પરેશાની નહીં થાય તમે ખુશી ખુશી રહ્યો.

મહિલા તે પોતાનું ઘર માનીને કામ કરવા લાગી. ને જવાબદારી પણ સંભાળી લીધી.

બધાં તેને મોટી માં કહીને બોલાવતા હતા. તે બધું કામ તેની સામે અને સરસ રીતે કરતી.

ઘરની જવાબદારી મોટી માં એ લઈ લીધી એટલે સોનલ તેની નોકરી જોઈન કરી લીધી. દિવસ પછી દિવસ પસાર થવા લાગ્યો ને એક વર્ષ થઈ ગયું.

મોટી માં સવારે બંને બાળકોને જગાડી તેને તૈયાર કરતી, નાસ્તો કરાવતી અને સ્કૂલ સુધી તેને મૂકીને આવતી. પછી ઘરની સાફ સફાઈ કરી રસોઇ બનાવતી. બાળકો ઘરે આવે એટલે તેને માટે સાદું ભોજન ખવડાવતી.

સોનલ હેરાન હતી જે મારા બાળકો પીઝા બર્ગર ખાતા હતા તે આજે સાદું અને સાત્વિક ભોજન ખાવા લાગ્યા છે.

બાળકોને મોટી માં સાથે બહુ મજા આવતી તેની પાસેથી રાત્રે વાર્તાઓમાં પણ સાંભળતા હતા. તેની બધી વાર્તાઓ પ્રેરણાદાયી હતી. તે વાર્તા થી બાળકો ટીવી જોવાનું પણ બંધ કરી દીધું હતું. બાળકો તેની બધી વાતો માનવા લાગ્યા હતા. સમય સર જમી ને તેનું લેસન પતાવી ને સૂઈ જતાં.

સોનલ અને સુધીર જોઈ રહ્યા હતા કે બાળકોમાં કેટલો સુધારો આવી રહ્યો છે
સોનલ ને ત્યારે ખબર પડી કોઈ મોટી ઉંમરની વ્યક્તિ જો ઘરે હોય તો ઘરના ધણો ફેર પડે છે. તેનાથી બાળકો પર સારા સંસ્કાર આવે છે. બાળકો પહેલી વાર કોઈ બુઝુર્ગ પાસે થી આટલો પ્રેમ મળ્યો હતો.

એક દિવસ સોનલ નો જન્મદિવસ હતો. સોનલ અને સુધીર ઘરે વહેલા આવી ગયા હતા. તેમનો પ્લાન હતો બહાર હોટલમાં જમવા જવાનો. મનમાં હતું મોટી માં બાળકો નું ધ્યાન રાખશે ને અમે બંને બહાર જઈશું. પણ જેવા ઘરની અંદર પ્રવેશીયા ત્યાં તો જોઈ રહી ગયા બાળકોએ આખું ઘર ફુગ્ગા થી શણગારયુ હતું.

મોટી માં એ સોનલ માટે તેની મન પસંદ ખાવાનું બનાવ્યું હતું. આવું જોઈ સોનલ ખુશી થી ઝુમી ઉઠી. બાળકો તેની પાસે આવી કહ્યું મમ્મી અમારી સરપ્રાઇઝ પાર્ટી કેવી લાગી. સોનલ બાળકોને ગળે લગાડી ચુંબન કરવા લાગી ને મોટી માં સામે લાગણી વશ જોઈ રહી.

અમને ખબર હતી તમને સારું લાગશે. આ બધું કામ મોટી માં નું હતું તેણે કહ્યું એમ અમે કરતા ગયા ને અમે આજે બહુ ખુશ છીએ તમને ખુશ જોઈને.

બાળકો થી આવો પ્રેમ પહેલી વાર મળ્યો હતો અને મોટી માં નાં સંસ્કારો થી એટલે સોનલ માં ની જેમ મોટી માં જોઈ રહી.

સોનલે કેક કાપી અને બધાને આપી ત્યારે મોટી માં સાડી ના એક છેડા માંથી એક વસ્તુ કાઢીને સોનલ ને આપી.

સોનલે પૂછયું આ શું છે મોટી માં?

તમારા જન્મદિવસ ની ભેટ છે.

સોનલ તેને ખોલીને જોવે છે તો તેમાં સોનાની ચેન હતી.
સોનલ ચોકી ગઈ

હા દીકરી સોનાની છે. તારા જન્મદિવસ પર વિચારી રહી હતી કે તને કોઈ ભેટ આપું પણ મારી પાસે ચેન સિવાઈ કઈ હતું નહીં મેં ઘણા વર્ષોથી સાચવી રાખી હતી હવે તે મારા માટે નકામી છે. તું પહેર જે તને સારી લાગશે.

સોનલ વિચારવા લાગી જેને હું તુચ્છ ગણતી હતી તે આજે સોનાની ચેન પણ આપે છે. મનોમન બહું ખેદ વ્યક્ત કરે છે.

મોટી માં પાસે આવી કહ્યું હું આ નહીં લઇ શકું.

લઈ લે બેટી આ માના આશીર્વાદ છે હું તો બુઢ્ઢી થઈ ગઈ છું. તારી આવતો જન્મદિવસ જોવું કે ન જોવું.

મોટી માં તમે આવું ન બોલો. ભગવાન તમારી સાથે છે તમને કઈ નહીં થાય. એમ કહી સોનલ મોટી માં ને માં ની જેમ ગળે વળગી ગઈ.

જીત ગજ્જર