ek addbhut sarvakshan books and stories free download online pdf in Gujarati

એક અદભુત સર્વેક્ષણ

1) એક અદભુત સર્વેક્ષણ

મેળામાં યુવાનો , યુવતીઓ , બાળકો વગેરે જોરશોરથી દેડકા વગાડે છે. જો આપણે જરા ધ્યાનથી નજર કરીએ તો માલૂમ પડશે કે થોડા લોકો ધીમા અવાજે તો થોડા મધ્યમ અવાજે અને અમુક તો આખો મેળો ગુંજી ઊઠે એ રીતે જોરશોરથી દેડકા વગાડે છે .

આ બધુ જ જોતાં એક સર્વે કરનાર વ્યક્તિ પોતાના પત્રકાર-મિત્ર સાથે ચર્ચા કરી રહી હતી.

પત્રકાર : તમે શું સિદ્ધ કરવા માગો છો ?

સર્વે કરનાર : આ મેળામાં જે ધીમા અવાજે દેડકા વગાડી રહ્યા છે તેઓ સરકારી કર્મચારીઓના છોકરા-છોકરીઓ હોય તેવું પ્રતીત થાય છે , કારણકે તેઓનું D.A. વધ્યું છે , પરંતુ તેઓને સંતોષ થાય તેવી ખુશી હજુ મળી નથી આથી તેઓ ધીમા અવાજે દેડકા વગાડી રહ્યા છે .

મધ્યમ અવાજે દેડકા વગાડી રહેલા લોકો મગફળી , બારદાન કે પછી અન્ય નાનામોટા ભ્રસ્ટાચારી લોકોના છોકરાઓ હોય તેવી પ્રતીતિ મળે છે . તેમની પાસે માલ આવ્યો છે , પરંતુ જોઈએ તેવો માલ બન્યો ન હોવાથી મધ્યમ અવાજે દેડકા વગાડી રહ્યા છે .

ત્રીજા પ્રકારના લોકો કે જેઓ જોરશોરથી દેડકા વગાડી રહ્યા છે તેઓ મોટા અમલદારો , રાજકારણી , મોટા બિલ્ડરો કે ઉદ્યોગપતિઓના છોકરા-છોકરીઓ હોય તેવું લાગે છે , કારણકે તેઓએ આ સીઝનમાં પુષ્કળ માલ બનાવેલ હશે ,જેથી તેઓ ખુશીના આવેગમાં ઝૂમી રહ્યા છે અને જોરશોરથી દેડકા વગાડી રહ્યા છે .

પેલો પત્રકાર : આવા તે કઈ સર્વે હોતા હશે ? આવું બધુ પરફેક્ટ માર્કિંગ તમે કઈ રીતે કરી શકો ? અને તમે કઈ રીતે કહી શકો કે આ લોકો આવાજ પ્રકારના હોઈ શકે ?

સર્વે કરનાર વ્યક્તિ : અમારું સર્વે 10 માથી 8 વખત સાચું પડ્યું છે . અમે લોકો ચૂંટણીનાં પણ પરિણામોનું આ જ રીતે સર્વે કરીએ છીએ અને તેમાં પણ અમોને 80% સાથે ફર્સ્ટ ક્લાસ આવે છે . અમોને રાજકીય માણસોનુ પૂરતું સમર્થન છે તેમ જ મીડિયાવાળાનું પણ પૂરતું સમર્થન છે .

પત્રકાર : સોરી , સોરી , સર ! હું આપને ખોટા સમજી બેઠો ! જો આપને આવા સર્વેનો બહોળો અનુભવ હોય તો પછી તમારું સર્વેક્ષણ 100% સાચું જ હોય એવું મને લાગે છે ! પરંતુ હું એક સવાલ આપને પૂછવા માંગુ છું કે જે લોકો બિલકુલ દેડકા વગાડતા જ નથી તે લોકો કોણ છે તે કૃપા કરીને કહેશો ?

સર્વે કરનાર : હા , હા , બિલકુલ ! જે લોકો બિલકુલ દેડકા વગાડતા જ નથી તેઓ નવાનવા થયેલા એન્જિનિયરો , B.A., M.A. , B.Com , M.Com., B.Sc., M.Sc. થયેલા કે પછી કોઈ નવા-સવા થયેલા ડોક્ટર કે પ્રાઇવેટ નોકરી કરનારા કર્મચારીઓ હોઈ શકે!”

પત્રકાર : યૂ આર જીનિયસ , સર ! આવું ભયંકર સર્વે મે મારી જિંદગીમાં ક્યારેય જોયું નથી !


2) નરમ- ગરમ એક કોયડો

એક ઉમેદવારે નોકરીના ઇન્ટરવ્યૂ દરમિયાન નોકરી સિવાયના આડા-અવળા પ્રશ્નોથી કંટાળીને સાહેબને સામો પ્રશ્ન પૂછી લીધો.
ઉમેદવાર: “સાહેબ , બોલો જોઈએ , નરમ ગરમ એટલે શું ? થોડું આપનું ધ્યાન દોરી દઉં . આ એક ક્રિકેટની રમતને લગતો પ્રશ્ન છે , એટલે જરા આપને તેનો અણસર આપી દઉં. હવે જરા વિચારીને જવાબ આપજો .”
સાહેબ : “ હું ક્રિકેટજગત નો કીડો છું , મને નાનપણથી ક્રિકેટ નો ખૂબ જ શોખ છે અને દરેક ક્રિકેટરનો રેકોર્ડ મારી પાસે મોજૂદ છે .”
પછી માથું ખંજવાળતા- ખંજવાળતા સાહેબ બોલ્યા , “સોરી , આ સવાલ નો જવાબ હું ખૂબ જ મથામણ પછી પણ આપી શકું તેમ નથી, ભાઈસા’બ , મહેરબાની કરી હવે તમે જ આનો સાચો ઉતર આપશો ? તમારી નોકરી પાકી . હું હાર્યો અને તમે જીત્યા , પ્લીઝ જરા જલ્દી આનો ઉતર આપશો ? ”
પેલા ઉમેદવારે કહ્યું , સાહેબ , આનો જવાબ તો સાવ સિમ્પલ છે . નરમ એટલે ભારતીય મહિલા ક્રિકેટ કપ્તાન મિતાલી રાજ અને ગરમ એટલે ભારતીય પુરુષ ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલી ! સિમ્પલ , સાહેબ ! વેરી સિમ્પલ ! “

- ( લેખક બિપિન આઈ ભોજાણી ના પુસ્તક ચમકાવો 32 સ્ટાર્સ માથી.)

સહયોગ- સંકલન મૌલિક બિપિનભાઈ ભોજાણી ( મિકેનિકલ એંજીનિયર )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED