DESTINY (PART-10) મુખર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DESTINY (PART-10)


ફોન મુક્યા પછી જૈમિક મનમાં ખાલી એક જ પ્રશ્ન પૂછે છે પોતાની જાતને કે આજ સુધી સવારનો સૂરજ નથી જોયો તો શું સવારનો જોઈ શકાશે ખરો.......? મતલબ કે વહેલા ઊઠી જવાશે ખરું........? પછી મોબાઇલમાં અલાર્મ મૂકીને સુઈ જાય છે કેમકે અલાર્મ વિના ઉઠવું એ એની માટે ખૂબજ મોટા પડકારરૂપ છે જે એ સારી રીતે જાણે જ છે.

સવારના પાંચ વાગ્યા આસપાસ બહાર જવાનું હતું તો વહેલાં ઊઠીને જાઉં પડશે એવું મનમાં એટલું ફર્યું કે અલાર્મ વાગે એ પહેલાં જ ચાર વાગ્યે ઊઠીને તૈયાર થઈ ગયેલ જૈમિક પોતાને ફરીથી એક પ્રશ્ન પૂછે છે કે શું ખરેખર આ હું જ છું જેણે ક્યારેય સવારનો સૂરજ જોયો નથી એ આટલો વહેલાં ઊઠી ગયો અને તૈયાર પણ થઈ ગયો.

જૈમિક પાંચ વાગ્યા કે કૉલેજના દરવાજે જઈને ઉભો થઈ ગયો એના પરથી નેત્રિને મળવાની આતુરતા સમજી શકાય છે. દરવાજે જઈને ઉભો થયો એવોજ નેત્રિનો ફોન આવ્યો રોજની જેમ એક જ રિંગમાં ફોન ઉઠાવીને કઈ બોલે એ પહેલા જ નેત્રિ કહે છે તમે તો હજુ પથારીમાં જ હશો મને ખબર છે.


જૈમિકને થયું કહી દઈશ કે કૉલેજના દરવાજે જ ઉભો છું તો મજા નઈ આવે આજે એને સરપ્રાઇઝ આપીશ તો મજા આવશે. એમ વિચારીને એ ફોનમાં વાત પણ એ રીતે કરે છે જાણે સાચે સૂતો જ હોય અને કહે છે હા યાર સોરી ઉઠી ના શક્યો......! તું તૈયાર થઈ ગઈ.....? નેત્રિ કહે હાં હું તો થઈ ગઈ અને મને ખબર જ હતી તમે નઈ ઉઠયા હોવ તો હવે તમે સૂઈ જ રહો હું જાઉં.

જૈમિક કહે સાચે સૂઈ જાઉં ને......? પછી ખોટું તો નઈ લાગી જાય ને.....? નેત્રિ કહે ના રે એમાં શું ખોટું લાગે આપણે પછી મળીશું ને હું આવું ત્યારે એમ કહી ફોન મૂકી દે છે. ભલે નેત્રિ એ કહ્યું કે ખોટું નથી લાગ્યું પણ એ હતાશ તો થઈ જ કેમકે જેટલો ઉત્સાહ જૈમિકને હતો મળવાનો એટલો જ ઉત્સાહ નેત્રિને પણ હતો જ માટે એ નઈ આવે એ વાતથી હતાશ થાઉં વાજબી જ છે.

ફોન મૂક્યા પછી જૈમિક મનમાં ને મનમાં હસ્યા કરે છે અને નેત્રિને સરપ્રાઇઝ આપવા માટે ખૂબજ આતુર છે કે એ તને મળવા માટે વહેલા ઉઠવાનું તો શું આખી રાત જાગવું પડે તોય તૈયાર છે. જૈમિક કૉલેજના રસ્તા પર નજર કરે છે તો નેત્રિ અને એની બહેનપણી હોસ્ટેલથી નીકળીને બહાર કૉલેજના દરવાજા તરફ આવતાં નજરે પડે છે.

થોડાક આગળ આવતા રસ્તામાં જ છોકરાઓની પણ હોસ્ટેલ આવે છે ત્યાં ઉભા રહી જાય છે જૈમિક વિચારે આ બંને ત્યાં છોકરાઓની હોસ્ટેલ આગળ કેમ ઉભા રહી ગયા છે. જોતજોતામાં છોકરીઓની હોસ્ટેલમાંથી કોઈક છોકરો બહાર આવતો દેખાય છે જે એમની સાથેજ કોલેજના દરવાજા તરફ આવતો દેખાય છે. જૈમિક વિચારે છે કોણ છે કાંઈ સમજાતું નથી પણ એ વાત સાઇડમાં મૂકીને એના સરપ્રાઇઝ પર ધ્યાન આપે છે.

જેમ જેમ નેત્રિ કોલેજના દરવાજા તરફ આવે છે એમ એમ જૈમિકના હૃદયમાં ધક ધક....... ધક ધક..... થવા લાગે છે. નેત્રિના એની તરફ વધતાં એક એક પગલા જાણે એ બંનેને એક કરતાં હોય એવો અહેસાસ થાય છે. આમ હોસ્ટેલથી કૉલેજના દરવાજાનો રસ્તો માત્ર ને માત્ર પાંચ મિનિટનો જ છે પણ જૈમિકને આજે આ રસ્તો વર્ષોનો હોય એવો લાગવા લાગે છે.

આ પાંચ મિનિટનું અંતર કાપવામાં એને કેટલાય પ્રશ્નો થવાં લાગ્યાં. જાણે પાંચ મિનિટ નઈ પણ પાંચ જનમ થઈ રહ્યા હોય નેત્રિને એની પાસે આવતાં. એક બાજુ જૈમિકના મનમાં આ પાંચ મિનિટનો રસ્તો ખુબ જ અઘરો લાગી રહ્યો છે ત્યારે બીજી બાજુ નેત્રિને મનમાં બસ એક જ પ્રશ્ન થાય છે શું જૈમિક એક દિવસ પણ વહેલા ના ઉઠી શકે......?

હું કેટલી આતુર હતી એમને મળવા માટે શું એ નથી સમજી શકતા એ આ વાતને અને મળવાનું પણ એમને જ કહ્યું હતું ને તો એમને એમ ના થયું કે એક દિવસ ઉઠી જાઉં વહેલો. પહેલાં મને મળવાનું કહીને ઉત્સાહિત કરી અને હવે પોતે જ સૂઈ રહ્યાં તો મારી હતાશાને શું એ નથી સમજી શકતા........? આજનો દિવસ એ વહેલા ઊઠી જતાં તો શું સૂરજ બીજી દિશામાં ઉગી જતો કાંઈ......?

હું ઘરે જાઉં છું એમને ખબર છે થોડાક દિવસ હું એમને કે એ મને જોઈ પણ નઈ શકે એવું એ સારી રીતે જાણે છે તો પણ એ ના આવ્યા.....? અને પાછા મને પૂછે છે ખોટું નઈ લાગે ને........? શું ના લાગવું જોઈએ મને ખોટું.......! લાગ્યું જ છે હું વાત જ નઈ કરું એમની સાથે એમને હજુ મારા ગુસ્સાની ખબર જ નથી........!

આવા અનેક પ્રશ્નો મનમાં લઈને નેત્રિ જૈમિકને યાદ કરતાં કરતાં અને ફરિયાદ કરતાં કરતાં કૉલેજના દરવાજે પહોંચે છે કે જૈમિક અચાનક દરવાજાની પાછળ સંતાઈને ઉભો હતો ત્યાથી સામે આવીને કહે છે સરપ્રાઇઝ..........! આ જે ક્ષણ છે ને એને શબ્દોમાં વ્યક્ત કરવી શકય જ નથી.

નેત્રિ જેવો જૈમિકને જોવે છે કે તરત જ એની બધીજ ફરિયાદ મટી જાય છે અને એના મોઢા પર જે સ્મિત હોય છે ને એની તો કલ્પના જ કરી શકાય બસ. એટલી ખુશી થઈ એને કે એના મોઢા પરથી વર્તાય આવતું હતું કે આ સરપ્રાઇઝ એની માટે કેટલી મોટી સરપ્રાઇઝ છે. નેત્રિ કહે કે હું આખા રસ્તે બસ તમને જ યાદ કરતી હતી અને ફરિયાદ પણ કે તમે કેમ ના આવ્યાં........?

જૈમિક કહે તને મળવાનું હોય અને હું ના આવું એ શક્ય છે ખરું.........? હું તો તારો ફોન આવ્યો હતો ને ત્યારનો અહીંયા જ ઉભો છું. નેત્રિ કહે તો મને કહ્યું કેમ નઈ.......? તમે અહીંયા જ છો એવું કહ્યું હોત તો હું તમને આટલી બધી ફરિયાદ ના કરતી ને.......! મેં તો નક્કી કરી લીધું હતું કે વાત પણ નઈ કરું તમારી સાથે.......!

જૈમિક કહે જો કહી દેતો કે અહીંયા જ છું તો જે ખુશી આ ચહેરા પર જોવા મળી છે એ ક્યાથી જોવા મળતી.......? અને ફરિયાદ તો તારે કરવી જ જોઈએ એટલો તો હક છે જ તારો......! પણ મારી સાથે વાત નઈ કરે એવું ક્યારેય ના કરતી પ્લીઝ........! કેમકે હવે જો મારી પાસે કાંઈ છે જે હું ક્યારેય ખોવા નથી માંગતો તો એ તું છે નેત્રિ માટે યાદ રાખજે હમેશાં ભૂલ ગમે એટલી મોટી હોય મને લાફો મારવો હોય તો મારી લેજે પણ વાત બંદ કરવાનું સ્વપ્નમાં પણ ના વિચાર કરતી.

નેત્રિ કહે હા હું ખૂબજ ખુશ થઈ ગઈ કે તમે આવ્યા અને સાચું કહું તો ભલે હું ફરિયાદ કરતી હતી પણ મને મનમાં વિશ્વાસ પણ હતો કે તમે આવશો ને તમે આવ્યાં......! અને રહી વાત વાત બંદ કરવાની તો એવું હું ક્યારેય નઈ કરું કારણકે જો એવું કરીશ તો મારી ખુશીનું કારણ કોણ બનશે પછી......? મને વગર કારણે વાત વાતમાં હસતી કોણ રાખશે.....? માટે એવી ભૂલ હું તો ક્યારેય નઈ જ કરુ ને......!

આ બંને એકબીજામાં એટલા ખોવાઈ જાય છે ત્યાં નેત્રિની બહેનપણી અને જૈમિકની બનાવેલી બહેન બોલે છે હવે તમારો પ્રેમમેળાપ થઈ ગયો હોય તો આપણે બસ સ્ટોપ જઈએ.......? તો જૈમિકનું ધ્યાન જ પછી જાય છે એની પર અને એની સાથે આવેલ છોકરો બીજો કોઈ નઈ એની બહેનનો એજ કેન્ટીન વાળો બોયફ્રેન્ડ અને જૈમિકનો જ મિત્ર.

પછી કહે છે જૈમિક જાઉં જરૂરી જ છે........? બહેન કહે ભાઈ તમે નેત્રિને રોકી રાખો પણ મને જવા દો પ્લીઝ.......! નેત્રિ કહે હું તો આજીવન રોકાઈ જાઉં તારો ભાઈ એક વાર રોકીને તો જોવે એની પાસે.......! જૈમિક કહે રોકવાની જરૂર જ ક્યાં છે તું રોકાઈ જ ગઈ છે હવે તો મારા હૃદયમાં........!

બસ સ્ટોપ તરફ પ્રયાણ કરતાં આ ચાર. આગળ પેલા બે પ્રેમી પંખીડા અને પાછળ આ બીજા બે જે સમજી શકે છે કે શું ચાલી રહ્યું છે પણ કહી નથી શકતાં બસ.......! બસ સ્ટોપનો રસ્તો કૉલેજથી પંદર વીસ મિનિટનો હતો. જે જૈમિકને હોસ્ટેલથી દરવાજા સુધીનો પાંચ મિનિટનો રસ્તો પાંચ જનમ જેવો લાગતો હતો એજ જૈમિકને પંદર વીસ મિનિટનો બસ સ્ટોપ નો રસ્તો નજીક લાગવા લાગ્યો કારણ તો એક જ હોય ને.........!

સવારનું શાંત વાતાવરણ અને એમાં પણ રસ્તા પર પ્રેમી પંખીડા શું ખુશમિજાજ વાતાવરણ રહ્યું હશે નઈ........? આવો મોકો બધા પ્રેમીને ક્યાં મળે જ છે. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ઢળતી નજરે પડે છે પેલું ગીત છે ને દો દિલ મિલ રહે હૈં મગર ચુપ કે ચુપ કે એવું જ કાંઇક..........!

રસ્તામાં ચાલતાં ચાલતાં બંને એક બીજાની સામે એવું જોઈ રહે છે જાણે આ મુલાકાત એમની છેલ્લી મુલાકાત હોય........! જાણે વર્ષો સુધી ના મળવાના હોય એવો આભાસ. આજે પહેલીવાર નેત્રિ ને ઘરે જવાની ખુશી સાથે થોડું દુખ પણ થતું હતું એ સમજી નહોતી શકતી કેમ પણ એ એક સેકંડ માટે પણ જૈમિકથી દૂર થવા ઇચ્છ તી નહોતી.

તો જૈમિકને કહે છે મને યાદ તો કરશો ને........? જૈમિક કહે બીજુ છે જ શું મારા જીવનમાં યાદ કરવા જેવું....... તારા સિવાય......? આટલું સાંભળતાં જ નેત્રિની આંખ નમ થઈ જાય છે તો જૈમિક કહે અરે ગાંડી શું થયું......? નેત્રિ કહે કઈ નઈ ગાંડા.....! તમારી વાતો તો મને ખરેખર ગાંડી કરી નાખશે.....!

બસ સ્ટોપ જતાં જતાં ખબર નઈ સમય ક્યાં વીતી જાય છે ખબર નથી પડતી અને જોતજોતામાં બસ સ્ટોપ આવી જાય છે. બસ સ્ટોપ ની બહાર ચા વાળા ને ત્યાં જૈમિક અને નેત્રિ એમની પહેલી ચા સાથે પીવે છે અને પછી નેત્રિ ને બસમાં બેસાડીને બસની બહાર જ ઉભો રહે છે અને એને ખૂબ જ આતુરતાથી જોઈ રહે છે જાણે એ ઘરે થોડા દિવસ માટે નઈ હમેશાં માટે જતી હોય......!

બસનો ડ્રાઇવર બસમાં ચડે છે ત્યાં તો નેત્રિની આંખમાંથી આંસુ નીકળી જાય છે ખબર નઈ કેમ પણ એજ વેદના જૈમિકને થાય છે અને બંને સમજી નથી શકતા કે કેમ પણ બસ એકબીજાથી દૂર થવું મંજૂર નથી બંનેને બસ........! અને બસ નીકળી જાય છે.........!