Karm run books and stories free download online pdf in Gujarati

કર્મ ઋણ 

દવે સાહેબ અને તેનો પરિવાર પીકનીક ઉપર થી પાછા ફરી રહ્યા હતા. ત્યાં અચાનક તેમની કાર બંધ પડી ગઈ ને કાર માંથી ધુમાડા નીકળવા લાગ્યા. થોડી વાર સુધી દવે સાહેબ કાર ને ઠંડી થવા દીધી પછી કાર ચાલુ કરવાનો પ્રયતન કર્યો પણ કાર ચાલુ ન થઈ.

એકાંત રસ્તો હતો કોઈ અવર જવર ન હતી સૂર્ય આથમવા ની તૈયારી હતી. દવે સાહેબ ના પરિવાર ના દરેક સદસ્ય ના ચહેરા ઉપર ચિંતા હતી કાર માં પત્ની, યુવાન દીકરી અને બાળક ભગવાન ને પ્રાથના કરી રહ્યા હતા.

સમય પસાર થવા લાગ્યો પણ દવે સાહેબ થી કઈ થઈ શકે તેમ ન હતું ઉપરથી મોબાઇલ નેટવર્ક પણ આવી રહ્યું ન હતું. દવે સાહેબ ના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા. શું કરવું તેને કઈ સુજતુ ન હતું. ત્યાં કોઈ બાઇક સવાર ત્યાં થી પસાર થયો. એક યુવાન મેલા કપડા પહેર્યા હતા. દૂર થી લાગી રહ્યું હતું કોઇ કારીગર કે મજુર હશે. તે જેવો નજીક આવ્યો એટલે દવે સાહેબે બાઇક ને ઊભી રખાવી ને તેની પાસે મદદ ની માંગણી કરી.

બાઇક ઉભી રાખી ને તે યુવાન જીગ્નેશ કાર પાસે જઈ કારનું બોનેટ ખોલી ને ચેક કરવા લાગ્યો. દવે સાહેબ પરિવાર માટે તો ભગવાને મદદ કરવા તેને મોકલ્યો હોય તેવું. લાગ્યું. કારણ કે અંધારું થવા નું શરૂ થઈ ગયું હતું.. પરિવાર સાથે આવી એકાંત જગ્યાએ રાત કાઢવી મુશ્કેલ અને જોખમી પણ હતી.

દસ મિનિટ ની મહેનત પછી. જીગ્નેશે કાર ચાલુ કરી દીધી. દવે સાહેબ ના પરિવારના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો.

પહેલા જીગ્નેશ નો આભાર માન્યો ને પછી દવે સાહેબ તેનું પાકીટ ખોલી તેને કેટલા રૂપિયા આપું તેમ કહ્યું . કેટલા રૂપિયા મારે તને આપવા ના થાય છે ? એમ દવે સાહેબે જીગ્નેશ ને કહ્યું.

જીગ્નેશ દવે સાહેબ ની સામે હાથ જોડી બોલ્યો "મારો નિયમ અને સિદ્ધાંત છે મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું વળતર લેતો નથી. મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે. "એક ગરીબ અને મહેનતુ વ્યક્તી જો પોતાના સિદ્ધાંત થી ચાલી શકતો હોય તો આપણે કેમ નહીં...?

સાહેબ મારું ગેરેજ અહીં થી દસ કિલોમીટર ઉપર આવે છે. આપની કાર ની પાછળ હું બાઇક ચલાવુ છું..કોઈ તકલીફ પડે તો હું પાછળ જ છું. જીગ્નેશ થોડે દૂર સુધી પાછળ ચાલ્યો પણ કાર માં કોઈ પ્રોબ્લેમ ન થતાં દવે સાહેબ કહ્યું હવે કાર ઘર સુધી પહોંચી જાસે તું ઘરે જતો રહે આમ પણ હવે હાઇવે આવી ગયો છે.

કોણ કહે છે મફત માં સેવા નથી. મળતી વાત મફત ની નથી માણસાઈ છે. આ ઘટના માણસાઈ ની સાબિતી પ્રતીતિ કરાવે છે. આ ઘટના ને પાંચ વર્ષ વીતી ગયા. છતાં તે ઘટના ને દવે સાહેબ ભૂલી શક્યા ન હતા.

દવે સાહેબ ની હોસ્પિટલ મા અચાનક એક એક્સીડેન્ટ કેસ આવ્યો ડોક્ટરે સાહેબ તેને તાત્કાલિક ICU માં ભરતી કર્યો. તે સમયે દવે સાહેબ ત્યાં આવ્યા દર્દી ને જોઈ તેના સ્ટાફ ને કિધુ આ વ્યક્તી ને કોઈ પણ પ્રકાર ની તકલીફ ના પડવી જોઇયે રૂપિયા ની લેવડ દેવડ ની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં. આ વ્યક્તિ ની બધી જવાબદારી હું લવ છું.

દસ દિવસ ની સારવાર પછી બિલ દવે સાહેબ ના ટેબલ ઉપર આવ્યું. દવે સાહેબે બેલ મારી એકાઉન્ટ મેનેજર ને કિધુ એક રૂપિયો પણ આ વ્યક્તિ પાસે થી લેવાનો નથી.

એકાઉન્ટ મેનેજર બોલ્યા સાહેબ એક લાખ બિલ ની એમાઉન્ટ થાય છે. દવે સાહેબ આ તમારી જાણ ખાતર.

દવે સાહેબ બોલ્યા પાંચ લાખ કેમ નથી થતા....?

એ દર્દી ને મારી ચેમ્બર મા લાવો તમે પણ સાથે આવજો. દર્દી ને વ્હીલચેર મા અંદર લાવવામાં આવ્યો..

ભાઈ જીગ્નેશ ઓળખાણ પડે છે....?
દવે સાહેબ તેના માથે હાથ ફેરવી બોલ્યા.

જીગ્નેશે દવે સાહેબ ની સામે જોયું હા સાહેબ આપને જોયા હોય તેવું તો લાગે છે...

તને યાદ ન હોય તો કહું જીગ્નેશ આજ થી પાંચ વર્ષ પહેલા તે અમારી કાર વગર પૈસા થી રીપેર કરી અમને દૂર સુધી મુકી આવ્યો હતો. ને મેં પૈસા નું કહ્યું હતું તો તે કીધું તું હું વળતર લેતો નથી. મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે. એ સમયે અમારી તકલીફ જોઈ તું તારી મરજી મુજબ રૂપિયા નો અમારી સાથે સોદો કરી શક્યો હોત પણ તેં એવું ના કર્યું પ્રથમ કાર ચાલુ કરી એ પણ કોઈ પણ પ્રકાર ના લાલસ વગર.

આ હોસ્પિટલ મારી છે. તું અહીં નો મહેમાન થઈ આવ્યો છે. તારી પાસે રૂપિયા ના લેવાય..

સાહેબ ડિસ્કાઉન્ટ સાથે પણ લ્યો. જીગ્નેશ બોલ્યો

દવે સાહેબ બોલ્યા મેં મારી ઓળખ કે કાર્ડ એ વખતે તને નહતુ આપ્યું કારણ કે તારા શબ્દો એ મારા અંતર આત્મા ને જગાડી દીધો હતો. મેં ફક્ત ભગવાન ને એટલી પ્રાથના એ વખતે કરી હતી. હે પ્રભુ આ વ્યક્તી નું ઋણ ઉતારવાનો મોકો મને આપીશ તો હું મારી જાત ને ધન્ય ગણીશ..

આજે પાંચ વર્ષે પછી ભગવાને મારી પ્રાથના સાંભળી છે આને ફક્ત કુદરતી સંકેત જ સમજ.

એકાઉન્ટ મેનેજર દવે સાહેબ સામે જોઈ રહ્યો.

દવે સાહેબ બોલ્યા જીગ્નેશ કોઈ પણ તકલીફ પડે અહીં આવી મને મળી લેજે.

જીગ્નેશે ચેમ્બર મા રાખેલ ક્રષ્ણ ભગવાન ની મૂર્તિ સામે હાથ જોડી બોલ્યો કોણ કહે છે. ભગવાન સારા કે ખરાબ કર્મ નો તું
હિસાબ નથી રાખતો.
હા સમય કદાચ લાગશે પણ વ્યાજ સાથે ખરાબ કે સારા કર્મ નો જવાબ મળશે એ ચોક્કશ લખી રાખજો.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED