Premam - 12 books and stories free download online pdf in Gujarati

પ્રેમામ - 12

હર્ષ આ દુનિયામાં નહોતો રહ્યો. બસ એની યાદો તે અહીં વિખેરીને ચાલ્યો ગયો હતો. અચાનક આમ હર્ષના જતાં રહેવાથી તેનાં મિત્રો સદમામા હતાં. હર્ષ બિન પરિવારનો એક અનાથ હતો. તેના જીવનમાં તેના મામાનું મોટું હાથ હતું. મામા એક બિઝનેસમેંન હતાં. અને એમનાં કારણે જ હર્ષને પૈસાની બાબતે કોઈ ખોટ ક્યારેય નહોતી આવી. હર્ષના મામી હર્ષને તેમના પુત્રથી પણ વધારે આગળ રાખતાં. બસ બીજું શું જોઈએ એક એકલવાયું જીવન જીવતા વ્યક્તિને? ક્યારેય માતાપિતાની કમી મહેસુસ નહોતી થવા દીધી.પરંતુ, કહેવાય છે ને? પ્રેમમાં કાંતો તમે સફળ થશો કાંતો અસફળ. હર્ષ પ્રેમમાં હારી ગયેલો. તેણે તેનું બધું જ ગવાવી દીધેલું. હર્ષ ખુદને ખોજવાનું પ્રયત્ન કરતો. પરંતુ, તેની નસે નસમાં વિધિ વસી ગેયેલી. શાયર બની ગયેલો. ન ગમનાર કામમાં એ મશગુલ થઈ ગયેલો. લેખનકાર્ય તેની પસંદ ક્યારેય નહોતું. પરંતુ પ્રેમમાં પડેલો પ્રેમી! તેના હૃદયમાં વસ્તી લાગણીઓને ન્યોછાવાર કરવા માટે અક્સર લખાણનો સહારો લેતો હોય છે. કોઈ ચીખ દેતાં હૈ દર્દમેં તોહ કોઈ લીખ લેતા હૈ દર્દ મૈં. બસ પ્રેમમાં આવું જ કંઈક હોય છે. પહેલા પહેલા પ્યાર હૈ મેરા થી લઈને બેખયાલી સુંધીની સફર એટલે પ્રેમ. અને આ બધાની વચ્ચે જ હર્ષની ડાયરી તેના મિત્રોના હાથે ચઢી. જેમાં ડોક્ટર લીલીની પોલ ખુલી ચુકી હતી. હર્ષને બ્લેકમેઈલ કરવામાં આવ્યું હતું. પોલીસ કેસની ધમકી પણ અપાઈ હતી. ઉપરથી એનો એકકાંઠે વહેતો પ્રેમ. આ બધાની વચ્ચે હર્ષ કેટલું જીવી શકવાનો હતો? ખરેખર તોહ મારો મિત્ર જીવતી લાસ બનીને રહી ગયો હતો. એવી જીવતી લાસ જે માત્ર શ્વાસ લઈ રહી હતી. ડાયરી પ્રાપ્ત થઈ. અને આ ડાયરી ડોક્ટર લીલીના કરતુતોનું સબુત હતું.અને આ અંગે ડોક્ટર લીલીને અમે ઠપકારો આપવા ગયા જ હતાં. કે પંખે લટકી રહેલી એ ડોક્ટર અમને નજરે ચઢી. અમે લેટ થઈ ચુક્યા હતાં. ડોક્ટર લીલી આ દુનિયામાં રહ્યા નહોતા. અને ત્યાં પડેલી એક ચિઠ્ઠી દ્વારા અમને જાણ થઈ કે, ડોક્ટર લીલીને હર્ષની મોતથી આઘાત લાગ્યો હતો. તેઓ ખોટા હતાં! આ કબુલાત તેમણે એ આપઘાત પત્રમાં કરેલી હતી. તેઓ હર્ષને અનહદ ચાહતા હતાં. અને ચાહતા રહેશે! આ જીવનના અંત બાદ પણ ક્યાંક આત્મા રૂપે તેઓ હર્ષને ચાહતા રહેવાના છે. પરંતુ, તેમની એક ભૂલ હર્ષને ખોઈ નાખવા માટે કાફી હતી. તેમની એક ભૂલના કારણે બે પ્રેમીઓ અલગ થઈ ગયાં. જોકે તેમણે આ બધું કરવું નહોતું. પરંતુ કહેવાય છે ને? કે પ્રેમમાં લોકો પાગલ થઈ જતાં હોય છે. કોઈ વ્યક્તિને પામી લેવાની તલબ વધી જાય છે. તેમના વિચારો મનમાં ઘર કરી જાય છે. ત્યારે વ્યક્તિનું પોતાના પરનું નિયંત્રણ ક્યાંક ખોવાઈ જતું હોય છે. આમ તોહ ગાલિબ સાહેબ એ પણ કહ્યું જ છેને? કે ઇશ્ક ને નિકમ્મા કર દિયા ગાલિબ! વરના આદમી હમ ભી કામ કે થે. હર્ષ બાદ, ડોક્ટર લીલીના જવાથી વાતાવરણ થોડું ગમગીન થઈ ગયેલું. હવામાં ઉદાસી ફેલાઈ ગયેલી. જીવનમાં કોઈ આનંદ નહોતું રહ્યું. અને મિત્રની પ્રેમિકાને હર્ષ નથી રહ્યો! એ વિશેની જાણકારી પણ નહોતી. વિધિને શોધવું આવશ્યક થઈ પડ્યું હતું. અને તરત જ હર્ષના મિત્રો હર્ષની એ પ્રેમિકાને શોધવા નીકળી ગયાં! જેણે ખુદ તેઓએજ કાઢી મુકેલી. પરંતુ, મહત્વપૂર્ણ વાત એ છે કે, વિધિ હજું જીવે છે? ક્યાંક હર્ષની યાદોમાં ખોવાયેલી હશે? હર્ષને ચોવીસે કલાક યાદ કરતી હશે? કે પછી તેણે પણ ગીવઅપ કરી દીધું હશે? પ્રેમમાં પીડા છે. અને એ પીડા સહન કરવી કોઈ પણ વ્યક્તિ માટે આસાન નથી હોતી. પ્રેમની પીડામાં બે વ્યક્તિ તેમનું જીવ ગુમાવી ચુક્યા હતાં. અને પ્રેમ કેટલો નિષ્ઠુર હોઈ શકે છે! એ બાબત લોકો સમક્ષ તેઓ દર્શાવી ગયેલાં.

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED