ભાગ્ય કે અભાગ્ય Deeps Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ભાગ્ય કે અભાગ્ય

ભાગ્ય માણસને ખબર નહીં ક્યાંથી ક્યાં લાવીને મુકિ દે છે,
જ્યાંરે જન્મ થયો ત્યારેથી જ બધાને હેરાન કરતો આવું છું કેમ કે મને તાળવાની તકલીફ હતી એટલે ઓપરેશન થવાનું હતું અને એ ટાઇમમાં અમે ખુબ જ ગરીબ હતા, કાંઇ સમજાતું ન હતું કોઇને કે શું કરવું જોઇએ કે નહીં એ દિવસે મારા નાની ખુબ કામ આવ્યાં હતા,બધું પતી ગયું હતું અને જ્યાંરે બોલતા શીખવાની વાત આવી તો હું સ્પષ્ટતાથી બોલી નહતો શક્તો એક નોરમલ માણસની જેમ બોલી નહતો શકતો,અને ઉપરથી તાળવાની અને હોઠની તકલીફ એટલે ચહેરાનો દેખાવ પણ એટલો ખાશ નહતો,મારા ભાગ્ય અને મારો ભગવાન ફેવ મારાથી રુઠ્યા હોય એવું લાગતુ હતુ અને વળી સારા માણસનું દુનિયામાં કોઇ હોતું નથી એની ખબર તમને મારી આ વાર્તા પરથી લાગશે,
હું દિપક એક માણસ પણ struggling કરતો માણસ, ભણેલો બોવ વધારે હતો નહિં એટલે કામ પણ બોવ ઓછું મડતું હતું,actually મજુરી મારાં ભાગ્યમાં લખી હતી,મા બાપ ખુબજ સરસ હતા,મને જ્યારે કામના મડતું તો એ લોકો મારો જુસ્સો વધારતાં,ભાઇ ભાભી અને એમના છોકરાઓ બીજા શહેરમાં રહેતા હતા,એમની માથે જવાબદારીઓ બોવ બધી હતી,ઘરની લોન,પર્શનલ લોન, અને એમનો પોતાનો મહિના ભરનો ખર્ચો,હુ મમ્મી પપ્પા સાથે ખુશ રહેતો પણ અંદર થી ખુબ જ ભાંગી પડેલો હતો,હું જ્યારથી દસમાં ફેલ થયો ત્યારથી જ ભાંગી ગયો હતો,અંતે સાત ટ્રાઇ આપ્યા બાદ પાસ થયો હતો,2012 માં પણ ત્યારે પણ મને એવું ના થયું કે હું કોઇ ટેકનિકલ શિક્ષણ લઉં અને આગળ વધું,આગળ વધવું અને પાછળ રહી જાઉં એ બધા ભાગ્યના ખેલ છે,અને ભાગ્યએ મને કોઇ દિવસ સાથ આપ્યો જ નથી,
મે એટલી બધી નોકરીઓ કરી છે કે વાત જ ના પુછો,હું કુરિયરમાં સર્વિસ કરતો હતો તો ભાઇએ નવી સાયકલ લઇ દિધી હતી,પણ એ જોબ પણ મે છોડી દિધી,એક બોજ મોટી કંપનીમાં ભાઇ જ્યાંરે જામનગર એટલે કે મારા શહેરમાં હતા તો એમણે એના ભેગો કામ પર રાખ્યો પણ ત્યાં ટક્યો નહીં,ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરવા લાગ્યો તો એમાં પણ લોકોને convince ના કરી શક્યો, અમારા ફેમીલી આધાર ભાઇ જ હતા,કેમ કે પપ્પાનું એક્સીડન્ટ થયું હતું તો એમનો એક પગ ડેમેજ થય ગયો હતો એટલે અમે લોકો એમને કામ કરવાની ના પાડતા હતા,એ બીલકુલ હરીફરી શક્તા હતાં પણ હવે અમે જ્યારે મોટા થયા તો એમને કમાવાની શી જરુર,
જીવનમાં મને તો ક્યારેક સફળતા મળી જ નથી even અત્યારે પણ નહીં,બધા એવું કેતા કે માણસાયની દ્રષ્ટિ એ હું ખુબ જ સારો અને ભલો માણસ હતો,કોઇ ખોટું કામ નહીં કરવાનું,સંસ્કાર અને સંસ્કૃતિને આંચ આવે એવું કાર્ય નહિં કરવાનું પણ લખવાનો ખુબ જ શોખ હતો,કવિતા, લેખ,વાર્તા,નોવેલ આ બધાંમાં માસ્ટર હતો,પરંતું મારી જેમ ઘણા લોકો લખતા હોય છે,એમ કોઇને સફળતા થોડી મડિ શકે,પછી મે લોકોના મનોરંજન માટે લખવાનું ચાલું કર્યું અને એક દિવસ મને થયું કે હું જવાબદારીથી દૂર ભાગુ છું,ઘરમાં ખર્ચાઓ વધતા હતા અને આવક નામે ઝીરો હતું એટલે હું મારા મોટા ભાઇના મીત્ર સાથે એ.સી નું કામ શીખવા ગયો,તેઓ સ્વભાવના સારા હતા એટલે એમની સાથે રહેવામાં સારુ લાગતું હતું પણ ઘડીભરમાં સમજાય એવું કામ નો હતું કામ ખુબ જ અધુરુ હતું અને જોખમ ભર્યું પણ હતું પણ એની સામે મારાં ઘરની હાલત વધારે જોખમ ભરી હતી એટલે કાંઇ પણ વિચાર્યા વગર મહેનત તો કરી પણ એમાં ને એમા ચાર વર્ષ કાઢ્યાં બાદ કંપની બંધ થઈ અને હું પાછો હતો એને એ જ,પણ એ દરમિયાન એક છોકરી મને મડિ હતી જે મેડિકલ સ્ટુડન્ટ હતી,છોકરી ખુબ જ સારી હતી,મને તો ગમી હતી પણ પૂછું કંઇ રીતે એજ નહોતુ સમજાતું એટલે એના નંબર શોધવાની ટ્રાઇ કરી અને નંબર હાથ લાગ્યાં બાદ મેસેજ કર્યો પણ એ છોકરીએ છોકરો બનીને મારી સાથે વાત કરી પણ મને તો ખબર જ હતી એ કોણ છે એમ,બસ નામ અને ઠેકાણું નહતું ખબર પણ એક દિવસ મે પણ હિંમત કરીને પુછી જ લીધું કે મને બધી ખબર છે,તમે છોકરી છો એ અને તમને પ્રપોઝ કરવાં માટે હું કેટલોય ગોતુ છું તમને, પણ એ એમના શહેર દિવ હતી,એમણે કિધું કે તેઓ મહિનાં અંદરમા આવી જશે અને એમનું નામ હિના હતું,
મે હજું સુધી કોઇને કિધું હતું નહીં બસ એક વાર conform થઇ જાય પછી બધા કહું,
એક દિવસ તેઓ જામનગર આવ્યાં અને evening માં એમણે મને મળવાં બોલાવ્યો એટલે હું ગયો,એક મહિના પછી અમારી ફેસ ટુ ફેસ મુલાકાત થવાની હતી હું ખુબ જ ઉત્સાહિત હતો અને ભગવાનનો આભાર માનતો હતો અને તેઓ હોસ્ટેલના ગેટથી બહાર આવ્યા જ્યાં હું રીક્ષા પહેલેથી બોલાવીને ઉભો હતો અને તેઓને પણ તકલીફ હતી જે પગે ચાલવામાં હતી પણ ચાલ કરતા ચરીત્ર અને સ્વભાવ ખુબ જ સારો હતો,તકલીફ આજે બધાંને છે,અમારા જેવાની દેખાઇ છે અને જે નોરમલ છે એ રોકો છુપાવે છે,
ફર્સ્ટ મીટીંગમાં હું એમને કેવો લાગ્યો હોઇશ એતો મને હજું સુધી નથી ખબર પણ તેઓ મને ખુબજ ગમ્યા અને મનમાં થયું કે પત્ની બનાવું તો આમને જ બનાવું નહિંતર કુવારુ રહેવું,
મે મારા ઘરની પહેલા મારા મીત્રોને બધું કિધું એટલે તેઓ મારી સામે તો કંઇ નો બોલ્યાં પણ એમાનો મારો ખુબજ ખાસ મીત્ર હેમલ હતો જે એને મને ફોન કરીને બોલાવ્યો એટલે હું એની પાસે ગયો અને મને કિધું કે તારા ગયા પછી બધા એમ કહેતાં હતા કે પોતાથી કાંઇ થાય એમ નથી અને ઉપરથી ભણેલો બી નથી અને એ.સી ના કામો સહેલા હોય એ કરીલે બાકિ કોઇક બીજાને આપી દે છે અને આવો માણસ કરે તો બીજું કરે શું,
બીજો બોલ્યો હતો કે એનાથી થાય એમ નથી એટલે તો એણે ડોક્ટરનું ભણતી છોકરીને પટાવી છે અને એ કામાસે અને પોતે ખાશે,
મે હેમલને પુછ્યું કે એ લોકો આવી વાત કરતા હતા તો તું કાંઇ બોલ્યો નહિં તને તો ખબર છે ને કે મને પૈસામાં જરાઇ મોહ નથી,અને જો ફક્ત પૈસા જ કમાવા હોત તો તને તો ખબર છે મને કેટલી અવળી લાઇન મડતી હતી પણ મારા સંસ્કાર અને સંસ્કૃતિ ના લાજે એટલે મે ઇમાનદારીનો રસ્તો અપનાવ્યો અને જ્યાં સાચેજ પ્રેમ થયો છે અને એકબીજાના મનમાં સમાય ગયા છીએ તો લોકો કે છે હું એને પટાવીને એની કમાણી ઉપર ખાવા માંગું છું,શું હેમલ હું આટલો નીચે પડેલો માણસ છું યાર,,,
જો ગઢવી એવી વાત નથી યાર,બધાના વિચારો સરખા ના હોય અને બધા માણસ પણ સરખા ના હોય,આજે હું તને જે રીતે એટલે કે સારી રીતે ઓડખું છું તો જરુરી નથી બધા પણ તને સારી રીતે જ ઓડખે,માટે તું દુનિયાને પડતી મૂકી ને તારો પ્રેમ અને લાગણી સાચી છે એ સાબીત કરીને બતાવ,જીવનમાં કંઇક કરીને બતાવ યાર તો જ લોકોની આંખોમાં તું સારો દેખાઇશ,
લોકોની નજરમાં હું કામ નથી કરતો એજ દેખાઇ છેને બીજું તો મે કાંઇ ખરાબ કામ તો કર્યુ નથી,
હા પણ તું મહેનત કરને યાર,અને પેલી છોકરીને સાબીત કરી બતાવ અને જે અવળું માને છે એને સધળું કરીને બતાવને,
યાર નથી મારુ ભાગ્ય સાથ આપતું તો હું કરું તું જ કહેને યાર,
તો તું જે લખે છે એમાં મહેનત કરને,લખવામાં તારે ક્યાં મહેનતની જરુર પડે બસ તારું મગજ દોડાવ અને કંઇક લોકોની નજરમાં સારું આવે અને કદાચ ભગવાન કરે અને એક મોકો મડિ જાય કે તારી કહાની કોઇક ને સારી લાગે અને એ એના પર ફિલ્મ બનાવે,
અરે મારા ભાઇ હેમલ આપણા દેશની નહિં પણ ખાલી ગુજરાત રાજ્યમાં હજારો એવા સારા લેખકો છે જે નામી અનામી છે,એમને ચાંન્સ નથી મડતો તો મને ક્યાંથી મડે યાર,અને મારા એટલા ભાગ્ય સારા પણ નથી કે હું સારી સ્ટોરી શું બેહદ સારી લખું ને તો પણ મારો નંબર ના આવે,
જો આવા negative વિચારો ના કારણે જ તું આગળ નથી આવતો પેલા તો તું તારા વિચારોની દિશા બદલ તો જ તારી દશા બદલાશે ભાઇ,
હેમલના કહેવાથી લખવાનું કામ ચાલું રાખ્યું છે અને ઘણી સ્ટોરી series story અને વાર્તાઓ લખી છે પણ હજી ભાગ્ય ખુલ્યું નથી,
હિનાને બેહદ પ્રેમ કરૂં છું,મારા મમ્મી પપ્પાને પણ એ ગમે છે,પણ એમ કોઇની દિકરીને જાણી જોઇને થોડિ અપનાવાય,મારે પોતાને જીવવા ના ફાફા પડે છે એમાં એને લાવીને એક ઔર જીંદગીને નર્કમાં કેમ નાખી શકાય,
આ ભવમાં તો ખબર નહીં શું થાય પણ અંતે ભવ તો કાઢવો જ પડશે ને,એના વગર થોડી ચાલે છે,આપણે જે રોલ નીભાવા આવ્યા છીએ એતો પુરો જ નીભાવો પડે ને, અને ડાયરેક્ટર સ્વયમ્ ભગવાન છે જે હાલ મારા પર એમની ક્રુપા દ્રષ્ટિ નથી,પણ જો હું અભિનય સારો કરીશ તો એ જરુર મારી સામે જોશે જેનો મને પુર્ણ ભરોશો છે અને હિના હજું ભણે જ છે અને હું છુકટ કામ કરું જ છું પણ દોસ્ત મારે હિના ના માત પિતાને,દેખાડવા માટે નોકરી તો હોવી જોઇએ ને,નહિં તો પાછું એ લોકોને પણ મારા દોસ્તો જેવું જ લાગે ને,


કામની તલાશમાં હજું દર દર ભટક્યાં કરું છું,
થાક લાગે ત્યાં એક લેખો લખ્યાં જાઉં છું,
નથી મડતી સફળતા તોય સહન કર્યા કરું છું,
સહન ની હદમાં ખુદ થી ઠોકર ખાયા કરું છું,
હશે અરમાન લાખ મારા પણ અંતે રાખમાં મળવાના,
હકીકતની દુનિયામાં કોઇ મને સમજવળા નથી મળવાના,
આ હાલતને હું ભગવાનને શું કહું,
એ પોતે પણ લાચાર હશે ભાગ્ય ઘડવામાં મારુ,
બીજું શું કરુ બસ ખુશ દેખાઉ છું બહારથી પણ અંદરથી તુટતો રહું છું,
કામની તલાશમાં હજું દર દર ભટક્યાં કરું છું......

પણ એમ મને કામ મડે તેમ લાગતું ના હતું અને સંધર્ષ સતત ચાલું હતો ધણા બધા લોકો જે મારી ઓડખાણમાં હતા,મારા કુંટુંબ ના લોકો હતા એ બધાને હું મારા માટે કામ ગોતવાનું કહેતો હતો,
હું હિનાને હરવા ફરવા લઇ જવા માંગતો હતો,થીએટર માં પિક્ચર જોવાં લઇ જવાં માંગતો હતો,એને લોંગ ડ્રાઈવ પર લઇ જવાં માંગતો હતો,પરંતુ મારી પાસે પૈસા જ ન હતા હું શું ક્યાં લઇ જઉં,એને પણ કદાચ એવું લાગતું હશે કે કેવા લુખ્ખા અને લાચાર માણસ સાથે પ્રેમ કરી લીધો,પણ એને મને આવું કયારેય કિધું નથી,એને હંમેશા મને સપોર્ટ જ કર્યો છે,
એક દિવસ હિના નો મારી પર ફોન આવ્યો કે હું ઘરે જાઉં છું મારે વેકેશન પડ્યું છે એટલે,શું તું મને મૂકવાં આવી શકીશ બસ સ્ટેશન સુધી....
હવે શું કહું હું એને,કેમ સમજાવું કે મારી પાસે એક ફૂટી કોડિ પણ નથી,
મે હિનાને બહાનું કાઢ્યું કે મારે એક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જવાનું છે તો તું રીક્ષા કરીને જતી રે,
ભગવાન આવા દિવસ દુશ્મન ને પણ દેખાડે યાર,પણ ગરીબ માણસને એટલી હદ સુધી લાચાર બનાવી દે છે કે વાત જ ના પુછો અને ઇમાનદાર માણસની દરેક જગ્યાએ કસોટીઓ થતી રહી છે,પણ મારી એટલી હદ સુધી કસોટી થય કે હું એક હોટલમાં વૈટર બની ગયો અને એક મહિના નો પગાર પાંચ હજાર અને જો કામવાળી બાઇ નો આવે તો વાસણ આપણે ધોવાના અને એના સો રૂપિયા અલગ થી મડે તો મે નક્કી કર્યું કે હું વાહણ પણ ઉટકીશ અને વૈટરીંગ પણ કરીશ,એટલે મારે મહિને લગભગ છ હજારની ઉપર પગાર થતો હતો,
એક દિવસ હિના એની સહેલીઓ સાથે એજ રેસ્ટ્રો માં આવી જ્યાં હું નૌકરી કરતો હતો અને હું ઓર્ડર લેવા ગયો એના ટેબલ પર અને મે એમની સામે જોયું તો હું મારી પોતાની નજરમાં એમ પડી ગયો જાણે મને કોઇકે પહાડ પર થી ધા કર્યૉ હોય એમ,હું ઓર્ડર લઇને જતો રહ્યો અને ઓર્ડર પુરા કર્યા અને આખો દિવસ જોબ કરીને હું ઘરે ગયો,ત્યાં મને હિના નો ફોન આવ્યો,
હા બોલો....
ક્યા છો તું...???
ઘરે જાઉં છું....
તને ખબર મારી સાથે જે આવ્યા હતા એ બધા તને ઓડખે છે,,,!
હા તો એમાં શું થયું,હું મારા પરિવારજનો નું પૂરું પાડવા જોબ કરું છું ને....
પણ શું કામ....આ જ કામ શું કામ...તને એસી નું કામ ફાવે છે ને તો એ કરને....આવું શું કામ....કરવું....
પણ અત્યારે આવા ભર શિયાળે મને કોણ એસી નું કામ આપે...ગમે તેમ કરીને માર્ચ મહિના સુધી તો કામ કરવું જ પડશે ને....
તને માર્ચ મહિના સુધી હું પૈસા આપીશ પણ તું આ કામ રહેવા દે અને જ્યાં સુધી માર્ચ ના આવે ત્યાં સુધી તું ઉનાળાના કામ અત્યાર થી હાથમાં લેવાનું ચાલું કરી દે અને કોઇક સારો કોન્ટ્રાક્ટ લઇ લે,
પણ અત્યારથી મને કોન્ટ્રાક્ટ કોણ આપે એતો વીચાર...
એ કામ તારું છે અને એ તારો વિષય છે,પણ તારે મને જોતી હોય...તો તારે એ કામ છોડવું પડશે અથવા તું મને છોડી દે....
જો આમ અચાનક મારા થી આ બધું ના થાય તું થોડોક સમય આપ મને પ્લીઝ....
સમય જ નથી....હું મારા મમ્મી પપ્પાને શું કહું કે એ હોટલમાં વૈટર છે એમ કહું....તો એ કોઇ દિવસ આપણા લગ્ન નહિં કરાવે દિપક તું વાતને ગંભીરતાથી વિચાર....
સારું કાલ સુધીનો તો ટાઈમ આપ....
સારું ચાલ આપ્યો....શાંતી થી ઘરે જજે....
ઓકે....થેક્સ....
હવે હું કરું એ વિચારવા કરતા મારે હવે કંઇક કરી જ નાખવું છે એ વિચારીને સવાર પડ્યે હું એક શૌ રુમ પર ગયો અને એ શૌ રુમના અંડરમાં જેટલા એસી હતા એ બધાની સર્વિસ અને રીપેરીંગ નું કામ રાખ્યું જેમાથી 20% ભાગ મારે એ શૌ રુમ ને આપવાનો....બસ આવી રીતે હું જામનગરના દરેક શૌરુમે ગયો અને ત્યાંથી બધાને સરખી રીતે સમજાવીને કામ હાથમાં લીધું અને અંતે માર્ચ મહિના સુધીમાં ધીમે ધીમે કામ ચાલું કર્યું અને માણસો રાખ્યાં અને એકદમ બધું બરાબર ચાલવા માંડ્યું પેલા તો હિનાની વાતો પરથી દુખ થયું હતું પણ આ સફળતા મડ્યા નું એજ કારણ હતું અને લોકો સાચું જ કહે છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી નો હાથ હોય છે પણ અંઇઆ હાથ નહીં પણ એને પુરું જીવન મારા ભરોશે આપી દીધું અને હું મારા મમ્મી પપ્પાને લઇને હિના ના ઘરે ગયો એનો હાથ માંગવા અને અમારા લગ્ન થયા અને એના પગલા થયા ત્યાં બે મહિનામાં મને ત્રણ ચાર એસી ની કંપની પા સર્વિસ સ્ટેશન મડ્યા,ઘણા સંધર્ષ અને કસોટી બાદ મળતી સફળતા નો લાવો જ જુદો છે મીત્રો,પણ એ સંધર્ષ હંમેશા યાદ રાખવો કેમ કે એના પર નવું નવું પ્રાપ્ત થતું રહે છે,
Do Right but don't what is easy...


બસ આ હતી મારી કહાની....આશા રાખું છું કે તમને ગમશે....

આભાર🙏