હવે આગળ
કોલેજનું બીજું વર્ષમાં લવ અને જાનકીની એન્ટ્રી થાય છે,
અને બંને વચ્ચે નાના ઝઘડા અને નોક-જોકની પણ એન્ટ્રી થાય છે.
લવ દરવખતે બધી મુશ્કેલીઓ દુર કરતો જાય છે,અને જેમ બંને તેમ તેની અને જાનકી વચ્ચેના સંબંધોમાં કાંઈભી મુશ્કેલી ન આવે તે માટે જાનકી સાથે કોઈપણ વાતોમાં વધારે દલીલ નહોતો કરતો.
બીજા વર્ષેનું એક મહિનો પુરો થવા આવ્યો હતો.
રવિ દરરોજની જેમ રાતના આઠ વાગ્યે તાપીના પુલે જાય છે,ત્યા તેને યાદ આવે છે,સ્નેહા સાથેના રિલેશનના બે વર્ષ પુરા થવાના દોઢ મહિના બાકી હતા.
એટલે તેણે આજે લવને નાનું સેલિબ્રેશનિવાર કરવા વાત કરવા વિચારતો હતો,ત્યાં લવ આવે છે.
લવ રવિને વિચારોમાં ખોવાયેલો જોવો છે,તેની મસ્તી કરતા લવ કહે છે.
લવ - કેમ ભાઈ કોના વિચારોમાં ખોવાયેલો છે,જો સ્નેહાને યાદ કરતો હોય તો કોલેજમાં કાલે દિવસની રજા છે.😂😂😂
રવિ - એલા તારું કાંઈ નય થાય અને મને ખબર છે કે કાલે રક્ષાબંધન છે એટલે રજા છે,અને હુ સ્નેહાને યાદ નહોતો યાદ કરતો,રહેવા દે મારે તે વાત નથી કરવી તને,હું બધું હાથે કરી લઈશ.
લવ - વાહ ભાઈ મે મસ્તી કરી એટલે મુડ ખરાબ થઇ ગયો અને તુ જ્યારે ત્યારે મને હેરાન કરે ત્યારે કાંઈ નય,અને તુ જે વાત કરવાનો હતો ઈ કે નહીંતર મને બોલાવતો હવે,હુ જાવ છું.
(લવ રવિને ઈમોશનલ બ્લેકમેઇલ કરતા બોલે છે.)
રવિ - બસ ભાઈ હવે તારે પણ આવું કરવું છે,પેલા મમ્મી મને મુકીને વઈ ગઈ,અને કૃતિદીદી પણ હવે ક્યારેક ક્યારેક જ ઘરે આવે છે,અને પપ્પાનું તો ખબર જ નય રોજ મને ખીજાવવાનું ચાલુ રાખે છે,ઉપરથી હવે તુ પણ મારી સાથે જે બાકી રહી ગયું હોય ઈ કરી લે.
(રવિ રડમસ અવાજે બોલે છે.)
એટલે રવિની શાંત કરતા,
લવ - તને આ બધું ભુલી આગળ વધવા કહું છુ,અને તને મુકીને જાવ તો મારી મિત્રતા લાજે,ભગવાન પણ આવી કહે તારી સાથેના સંબંધો પુરા કરવાનું કહે તો પણ તેની વિરુદ્ધ થઇ જાશ,પણ તને આ ભવ તો નય જ છોડીને જવ,હવે જે વાત કહેવાનો હતો તે તો બોલ પછી તારી સાથે બીજું ઘણું નક્કી કરવાનું છે,અને કાવ્યા અને સ્નેહા માટે કાલે રક્ષાબંધનનું ગિફટ પણ લેવા જવાનું છે.
રવિ - કાંઈ નય પેલા તારું કામ પતાવી નાખીએ ચાલ.
લવ અને રવિ ફરીથી પાછા પુલે બેસવા આવે છે,ત્યારે લવ કહે છે.
લવ - ચાલ જલ્દી કે શું હતું તારે,
રવિ - કાંઈ નય દોઢ મહિના પછી મારી અને સ્નેહાના રિલેશનના બે વર્ષ પુરા થશે એટલે મેં સેલિબ્રેટ કરવાનું વિચારતો હતો.
લવ - બસ આટલી જ વાત છે,કાંઈ પ્રોબ્લેમ નહી.
રવિ - કેમ તને હવે જાનકીમાં રસ નથી લાગતો લાગે.
લવ - અરે એવું નથી પણ પેલો રોકી આવ્યો છે,પછી મે અને જાનકીએ ક્યારેય એકલા ટાઇમ પણ વિતાવ્યો નથી,અને તને પણ ખબર જાનકી રોજ તેની સાથે જ કોલેજ આવે છે,એટલે હવે આમપણ મને નથી ગમતું,મને તો ક્યારેક તો એમ થાય છે કે આ રોકી મને અને જાનકીને દુર જ કરવા આવ્યો છે.
રવિ - ભાઈ શાંતિ રાખ,અને જે હોય ફોડી લેશું,અને કાલે એક કામ કરજે,કાલે બધા ફેમીલી મેમ્બર્સ ભેગા થઈએ,અને રોકીને તો હુ કોલેજમાં જોઈ લઈશ.
લવ - ભાઈ તેને રહેવા દે,તેને કંઇપણ કહું એટલે જાનકીને નથી ગમતું,આ કોલેજ ચાલું થયા પછી આપણે કેન્ટીનમાં અથવા કોલેજની બહાર જ મળવી છીએ,તારે તો મજા હશે,તુ અને સ્નેહા એક ક્લાસમાં અને કોઈ હેરાન કરવાવાળુ પણ નથી,મારે તો પેલો હરામી રોજ-રોજ કંઇકનું કંઇક કરે અને જાનકી પણ તેની હા માં હા જ પાડે છે.
રવિ - ભાઈ તેને મુક તુ એક કામ કર તારા ઘરે કહી દેજે કે તમારા બધાએ કાલે મારા ઘરે આવવાનું છે,મે કૃતિદીદીને ત્યાં તો કહી દીધું છે,હું જાનકીને લઈ આવીશ અને મારી રીતે તેને સમજાવી લઈશ,તુ ખાલી પેલી વાંદરીને લઇ આવજે,અને તેને કહેજે કાંઈ કાંડ કરાવી નહી કાલે.
ત્યાં લવ સ્નેહાને કોલ કરે છે,અને સ્પીકર ચાલુ રાખે છે.
લવ - સ્નેહા કાલે સવારે તૈયાર રહજે,રવિને રાખડી બાંધવા જવાનું.
સ્નેહા - ઓકે પણ તે મને ગિફટ તો આપશે તો જ બાંધીશ.
રવિ - કેમ મારાથી કંટાળી ગય છો, કે પછી બીજો કોઈ મળી ગયો,તો હુ પણ બીજી ગોતી લઉં.
(ત્યાં રવિ થોડાક ઊંચા સ્વરે બોલે છે.)
સ્નેહા - લવ આ વાંદરો પણ સાંભળતો હતો,પહેલા કહેવાય,તે મારી સાથે ચીટીંગ કરી.
લવ - ઓકે ઓકે કાલે મળે ત્યારે જે કહેવું હોય તે કહી લેજે,અત્યારે મારી વાત સાંભળી લે.
સ્નેહા - ઓકે,અને પેલા વાંદરાને કહી દેજે બીજી ગોતવાવાળો ન થાય નહીતર હાડકા તોડી નાંખીશ તેના.
રવિ - ઓકે નય વિચારુ તે,બસ મારી વાંદરી હવે તે જે કહે ઈ સાંભળી લે.
સ્નેહા - ઓકે મારા હબી.😍😍😍
લવ - તમારા બંનેનું થઇ ગયું તો મારી વાત સાંભળી લ્યો.
રવિ અને સ્નેહા એકસાથે બોલે છે,
"ઓકે શેઠ"
પછી લવ કહેવાનું ચાલું કરે છે.
લવ - હુ તને સવારે સાડા આઠ વાગે લેવા આવીશ,અને હુ એક મિનિટ પણ નય બેસુ તારા ઘરે.
સ્નેહા - કેમ શું થયું?
લવ - અરે તારા પપ્પા તો મને જોવે એટલે રેડિયાની જેમ ચાલુ જ થય જાય અને બંધ થવાનું નામ જ નથી લેતા.
સ્નેહા - ઓકે અને તુ સવારે આવ,તને એક વાત કહેવી છે.
લવ - ઓકે ચાલ બાય.રવિ તારે કાંઈ કહેવાનું છે?
રવિ - હા,સ્નેહા હું હમણાં ઘરે જઈ પછી કોલ કરુ.
સ્નેહા - ડોફા મને તો એમ હતું,પેલા ત્રણ શબ્દો કહી,કાંઈ નહી ચાલો કાલે મળીએ.
લવ ફોનને પોતાના ખીસ્સામાં નાંખતા રવિને કહે છે.
લવ - તુ જાનકીને કોલ કરી કહી દે,અને તેને ખબર ન પડે હુ તારી સાથે છું.
રવિ - લવ આ શુ કરે છો? તને ખબર છે,તુ ખુદ જ જાનકીથી દુર થય રહ્યો છો.
લવ - જે હોય જાનકીને ખબર ન પડવી જોઈએ કે હુ તારી સાથે છુ અને મારે તેની સાથે અત્યારે કંઈ વાત નથી કરવી.
રવિ - ઓકે જેવી તારી મરજી.
રવિ જાનકીને કોલ લગાડે એટલે વ્યસ્ત આવતો હતો,એટલે થોડીકવાર રહી પછી કોલ કરવાનું વિચારે છે.
લવ - કેમ વ્યસ્ત આવે છે?
રવિ - હા,પણ તને કેમ ખબર?
લવ - કાંઈ નહી પેલા રોકી સાથે વાત કરતી હશે,અને તુ પુછીશ તો કંઈક ને કંઈક બહાનું બનાવવા લાગશે.
રવિ - લવ તને હજી કહું છું,જે પણ કરે તે વિચારીને કરજે અને પછી જાનકી નિર્દોષ હશે તે તને ખબર પડશે ત્યાં સુધીમાં મોડું થય જશે.
લવ - ભાઈ હવે તો મને ઘણો અનુભવ છે,આ બધી બાબતોમાં અને જો મોડું તો નય જ થવા દઇશ,અને જો એવું કંઈ ભી હશે કે જાનકીથી દુર થવામાં જાનકી ખુશ હશે તો હુ ખુદ જ હટી જઈશ,તુ મેસેજ કર તેને,તો જ કોલ લાગશે.
રવિ - લવ તારું મગજ ઠેકાણે નથી,તુ શાંતિ રાખ,હુ કોલ કરું છું.
લવ - કર,મારે શું છે,હજી વ્યસ્ત આવશે.
રવિ જાનકીને કોલ લગાડે,એટલે પાછો વ્યસ્ત જ આવતો હતો.
એટલે લવ રવિને તાડુકીને કહે છે.
લવ - ડોફા તને ક્યારેનો કહું છું કે તેને મેસેજ કર,મગજ છે કે નય?
રવિએ લવનું આવુ વિકરાળરુપ ક્યારેય નહોતું જોયું,આજે જાનકીના લીધે જોવા મળી ગયુ.લવને શાંત કરવાની ટ્રાય કરતા રવિ કહે છે.
રવિ - ઓકે,તેને મેસેજ કરી દઉં છુ,પછી તેનો કોલ આવશે ત્યારે વાત કરી લઈશ,તુ શાંત થય જા હવે.
લવ - માફ કરજે,મે આજ સુધી ક્યારેય કોઈની સાથે આવું ખરાબ વર્તન નથી કર્યું પણ આજે એક છોકરીના લીધે ખબર નય શું થાય,ચાલ ઘરે જવા નીકળએ.
રવિ - કાંઈ પ્રોબ્લેમ નય,તુ મને ખીજાય કે મારે,મારો મોટો ભાઈ માનું છું,તારા માટે કંઈપણ,તારે ઘરે જવું હોય તો જા,અને ચિંતા નય કરતો,બધું સરખું થય જશે,અને જાનકી સાથે થોડોક ટાઇમ કાઢ અને બંને વચ્ચે જે પણ મીસઅન્ડર સ્ટેન્ડિંગ હોય તે દુર કર.
લવ - ઓકે (આટલું બોલી લવ નીકળી જાય છે.)
રવિ ઘરે જવા નીકળે છે ત્યાં ફોનની રિંગ વાગે છે,અને જોવે છે કે જાનકીનો કોલ હતો.રવિએ કોલ ઉપાડી વાત કરતા,લવની વાત યાદ કરતા,જાનકીને પુછે છે.
રવિ - કેમ જાનકી વ્યસ્ત કેમ આવતો હતો કોલ,મે બે વાર ટ્રાય કરી,પછી મેસેજ કર્યો.
જાનકી - ના એવું કંઈ નથી,એ તો હું લવ સાથે વાત કરતી હતી,એટલે વ્યસ્ત આવતો હશે.
રવિ ઘડીકમાં વિચારતો થય ગયો કે લવે જે કંઈ ભી બોલતો હતો,તે ખોટું નહોતું એટલે રવિએ વિચારવાનું બંધ કરી પાછું પુછ્યુ.
રવિ - ઓકે એટલે લવને તો મોજ હશે,મારે તો સ્નેહાને સામેથી કહેવું પડે,કાંઈ નહી,તને એક વાત કહેવાની છે.
જાનકી તો હજી બિન્દાસપણે વાત કરતી હતી,તેને ખબર નહોતી કે લવ હમણાં રવિ સાથે જ હતો અને તેનો એકપણ કોલ પણ નહોતો આવ્યો.
જાનકી - હા બોલ શું કહેવું હતું?
રવિ - કાલે અમે બધા મારા ઘરે ભેગા થઈએ છીએ તો હુ તને લેવા આવવાનો હતો.
જાનકી - સોરી રવિ,હુ મારા પપ્પા સાથે કાલે અમારા એક રિલેટીવના ઘરે જવાના છીએ તો મારે સમય નહી રહે.
રવિ વધારે કંઈ બોલતો નથી.
રવિ - ઓકે કાંઇ પ્રોબ્લેમ નય,ચાલો બાય કોલેજમાં મળીએ,પરમ દિવસે.
રવિને હવે લવની ચિંતા થવા લાગી હતી,એટલે તેણે ઘરે જઈ સ્નેહાને કોલ કરી જણાવવાનું વિચાર્યું.
રવિ ઘરે પહોંચ્યો,જેવો પોતાના રૂમમાં જતો હતો ત્યાં તેના પપ્પાએ રોક્યો.
રવિના પપ્પા - રખડી લીધું.
રવિ - પપ્પા હુ રખડવા નહોતો ગયો,કાલે લવનું ફેમીલી અને કૃતિદીદી બધાને બોલાવ્યા છે આપણા ઘરે,એટલે લવને મળવા ગયો હતો,તમને એમ લાગતું હોય કે હુ રખડવા સિવાય કાંઈ નથી કરતો તો એવું રાખો.
(રવિ રાડો પાડતા પાડતા બોલી ગયો.)
રવિના પપ્પા પછી કંઈપણ બોલ્યા વગર પોતાની રૂમમાં ચાલ્યા જાય છે.
રવિ થોડીકવાર ત્યાં જ ઉભો રહે છે.તેને પોતાની ભુલ સમજાય છે.
(એકવાર કહ્યું હતુ આજે પણ કહું છુ,પપ્પા એક એવી હસ્તી છે,જે ક્યારેય પોતાના ભાવો પોતાના દીકરા સામે ક્યારેય વ્યકત નહી કરે,પણ દિલથી પોતાના દિકરા વિશે જ વિચારતા હશે.પપ્પા એવી વ્યકિત જેનું હ્રદય બહારથી ભલે કઠોર લાગતું હોય પણ અંદર સાવ નરમ હશે.- રવિ માંડણી...)
રવિને પોતાની ભુલ સમજાતા તે તેના પપ્પાના રૂમમાં જાય છે,અને તે તેના પપ્પાને તેની મમ્મીના ફોટા સાથે વાત કરતા જોવે છે.
રવિના પપ્પા - તારા છોકરાને તો તેમ લાગે છે હુ તેને ખીજાયા જ કરું છું,અને આજે મને તો એમ પણ કહી દીધી તમને એમ લાગે છે કે હું રખડયા જ કરું છું,તુ જ કે મને હુ આજે છુ,કાલે પણ તેની સાથે હશુ,પણ ક્યારેય હુ નહી હોઉ તો ત્યારે તેનું શું થશે,કૃતિ પણ તેના સાસરે વય ગય છે.કંઈ રીતે તે આ દુનિયાના પડકારો ઝીલી શકશે,તુ પણ મને અધવચ્ચે જ મુકીને ચાલી ગઈ છો,હુ શુ કરૂં મને કંઈ ખબર નથી પડતી,કૃતિ પણ અહી નથી,રવિ પણ ઘરે ઓછો હોય મારે કોની સાથે મારા દિલની વાતો કરવી,પણ તું ચિંતા નય કરતી આપણા રવિને એક સારો વ્યકિત બનાવીશ પછી તારી પાસે આવતો રહીશ,તારી બહું યાદ આવે છે.
આટલું સાંભળી રવિ ધીમેકથી બોલ્યો,
"પપ્પા..."
રવિના પપ્પા પાછળ ફરી જોવે છે,રવિ નીચે મોઢું કરી રડી રહ્યો હતો,એટલે તેની પાસે જઈ તેને શાંત કરે છે.
રવિના પપ્પા - બેટા મને માફ કરજે,હુ તને દરવખતે ખીજાતો રહું છુ.
રવિ - ના પપ્પા મને નહોતી ખબર કે તમે એકલા પડી ગયા છો,અને વાંક તો મારી છે,હુ તમારા આ બધું કરવા પાછળના કારણને જાણી ન શક્યો,મને માફ કરજો,અને હુ હવે મારા ફ્રી ટાઇમમાં કંપનીએ આવી જઈશ,પપ્પા મારે હજી એક વાત કહેવી છે,જો તમે ખીજાશો નહી તો જ કહું.
રવિના પપ્પા - નય ખીજાવ શું કહેવું હતુ?
રવિ - પપ્પા તમે પેલી સ્નેહાને ઓળખો છો ને મારી સાથે કોલેજમાં છે,તમારી મિત્રની છોકરી.
રવિના પપ્પા - હા,અને તને ગમે છે મને ખબર છે.
રવિ - શુ તમને કોણે કીધું?
રવિના પપ્પા - મને જીગરે કીધું હતું,અને લવની પણ તેના પપ્પાને પણ ખબર છે.
રવિ - તો તમને કંઈ પ્રોબ્લેમ તો નથીને?
રવિના પપ્પા - ના,પણ તુ તારા ભણવામાં ધ્યાન રાખજે,અને મે તો સ્નેહાના પપ્પા સાથે વાત પણ કરી લીધી છે,તારું એન્જીનીયરીંગ પુરૂ થાય એટલે તારી સગાઈ કરી નાખીશું,પણ આ વાત સ્નેહાને કહેતો નય તેના માટે સરપ્રાઈઝ છે.
રવિ - ઓકે પપ્પા,તો નયનકાકાએ જાનકીના પપ્પા સાથે વાત નથી કરી.
રવિના પપ્પા - ના એમણે નથી વાત કરી.
રવિ - તો તમે પુછ્યુ હતું શું કામ નથી કહ્યું?
રવિના પપ્પા - હા મે પુછ્યુ હતુ તેનું એવું કહેવુ હતું કે,જાનકીના પપ્પા તેના બાળપણના મિત્ર છે,પણ તેઓ કેટલા અમીર અને અમે મિડલકલાસ કંઈ રીતે કહેવું.
રવિ - ઓકે
રવિના પપ્પા - એક કામ કરજેને તુ તો ફ્રી ટાઇમમાં કંપનીએ આવવાનો છો તો લવને પણ કહી દેજે,તારે પણ સારૂ રહશે તે તારી સાથે હશે તો.
રવિ - ઓકે,અને હવે તમે મારી ચિંતા કરવાનું બંધ કરી દયો અને શાંતિથી સુઈ જાવ,ગુડ નાઈટ.
રવિના પપ્પા - ગુડ નાઈટ,અને તુ પણ સુઈ જજે અને કાલ માટે મીઠાઈ લઈ આવ્યો કે?
રવિ - પપ્પા મે ઓર્ડર આપી દીધો છે,લવને કહી દીધુ છે તે કાલે લેતી આવશે.
રવિના પપ્પા - ઓકે.
રવિ પોતાની રૂમમાં જાય છે અને તરત જ સ્નેહાને કોલ કરે છે.
રવિ બોલવા જાય છે ત્યા સ્નેહા બોલવા લાગે છે.
સ્નેહા - ક્યાં હતો અત્યાર સુધી તારી રાહ જ જોયા જ કરવાની.
રવિ - સ્નેહા ઘડીક તુ શાંત થઈ જા હુ તને એક વાત કહુ તે આપણી બંનેની વચ્ચે જ રહેવી જોઇએ,વાત સાંભળ્યા પછી તારું મગજ પણ કામ કરતું બંધ થઈ જશે.
સ્નેહા - એવી તો શું વાત છે?,જલ્દી બોલ.
રવિ બધી વાત કરી કે જાનકી વિશે લવના વિચાર અને પોતે જે વાત કરી ત્યારે જાનકી ખોટું બોલી રહી હતી તા બધું જ કહી દીધું.
રવિ - સ્નેહા આ વાત કોઈને ખબર નય પડવી જોઈએ,મને તો લવની ચિંતા થાય છે,આજે તો મે લવને મને ખીજાતા જોયો છો કે ક્યારેય મે જોયો નથી.
સ્નેહા - તુ ચિંતા કરવાનું છોડી દે,મને પણ હમણા જાનકી પર શક તો હતો જ.
રવિ - તુ ધ્યાન રાખજે,અને લવ કાલે જાનકી વિશે કંઈપણ પુછે તો સરખી રીતે મેનેજ કરી લેજે.
સ્નેહા - ઓકે,બીજુ કંઈ
રવિ - બીજું તો ઘણું કહેવુ છે અત્યારે આટલું જ.
સ્નેહા - ઓકે તો ગુડ નાઈટ (સ્નેહા ગુસ્સે થતા થતા કહે છે)
રવિ - કેમ મારી વાંદરી ગુસ્સે થાય છે?
સ્નેહા - હા તને તો ખબર જ નય હોય તેમ મારા વાંદરા,😡😡😡
રવિ - સોરી મારી વાંદરી,અને આઇ લવ યુ 😍😍😍 ,,ગુડ નાઈટ....
સ્નેહા - આઈ લવ યુ ટુ 😘😘😘 ગુડ નાઈટ વાંદરા.
રવિ - તુ ધ્યાન રાખજે અને કાંઈ બાફતી નય કાલે.
સ્નેહા - એકની એક વાત કેટલી વાર કહીશ.
રવિ - ઓકે,જમી લીધું તે.
સ્નેહા - કેટલા વાગ્યા જો તો એકવાર
રવિ - બાર વાગ્યા,કેમ
સ્નેહા - અત્યારે કોઈને બાકી હોય.
રવિ - હા મારે બાકી છે.
સ્નેહા - કેમ? રખડી જાવ હજી
રવિ - ડોફી કાલની બધી તૈયારી કરતો હતો અને બધું મે જ એકલા કર્યું છે.
સ્નેહા - ઓહ એવું છે બેબી🙊
રવિ - આ બેબી રહેવા દે પેલુ વાંદરા-વાંદરી જ સારું છે.
સ્નેહા - ઓકે તુ જમી લે અને પછી કોલ કરજે.
રવિ - ઓકે ચાલ બાય.
આ બંનેની ગાડી તો સીધી ચાલી રહી હતી,પણ લવ અને જાનકીના લવની ગાડીના ટાયરનુ પંચર થવા આવ્યું હતુ.
લવ પોતાના બેડ પર સુતા સુતા જાનકી વિશે વિચારી રહ્યો હતો.
ત્યાં મેસેજ આવે છે,અને જોવે છે તો જાનકીનો મેસેજ હતો,
"ગુડ નાઈટ દીકુ 😘😘😘..."
લવને તો પહેલા રીપ્લાય દેવાનુ મને ના થયુ પણ પરાણે ગુડ નાઈટ નો મેસેજ કરી દીધો.
આંખો બંધ કરી લવ તેની જુની જાનકીની યાદોમાં ખોવાય જાય છે.
ક્રમાંશ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મિત્રો,તમને આગળ કહ્યું હતુ કે આગલા ભાગમાં મોટો બોમ્બ ફોડીશ,પણ તમારે રાહ જોવી પડશે.
મારા જે વાંચકમિત્રો જે મારી સ્ટોરીના નવા ભાગ જોય રહ્યા હતા,હુ તેમનો દિલથી આભારી છું અને રાહ જોવડાવવા બદલ માફ કરજો કેમ કે,
"બડો બડો દેશો મે એસી હમ ભુલ કરતે રહેંગે"
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏