વાતોમાં તારી યાદ... - ૧૦... વાતોમાં તારી યાદો... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાતોમાં તારી યાદ... - ૧૦...

હવે આગળ


"આપણા વડીલો કહે છે કે રાત પછી નવી સવાર અને દિવસ આવે છે,તમને કોઈપણ કામમાં નિષ્ફળતા મળે તો નિષ્ફળતાની વાત અથવા તમારા માં જે કમી છે તેની વાત કોઈને પણ નય કહેવી અને આપણને કામમાં નિષ્ફળતા મળી તો આપણામાં એવી કંઈ કમી છે જેથી આપણે સફળતાના શિખરે જતા જતા રહી ગયા તે કમીના દુર કરવા લાગી જાવ."-Ravi Mandani


લવ હજી જાગ્યો નથી એટલે તેના મમ્મી તેને જગાડવા જાય છે.
ત્યાં તેના પપ્પા જોવે છે કે લવ હજી જાગ્યો નથી એટલે તેની મમ્મીને કહે છે,
"આજે તો વહેલું ઊઠી જવાયને,કે દરરોજ તુ જગાડીશ આપણા રાજકુંવરને"
લવના મમ્મી - તમે પણ શુ સવાર સવારમાં તેની પાછળ પડી જાવ છો,હજી તો સાત પણ નથી વાગ્યા અને મને મારા દીકરાને જગાડવા જવામાં મને કંઈ વાંધો નથી,અને હજી તો તેને જીવી વ
લેવા દયો તેની જિંદગી,પછી કાલે વ્યવહારોનો ભાર માથે આવશે એટલે આપોઆપ બધુ શીખી જશે,અને તમે અને રોહિત અને કાવ્યા નાસ્તો કરી લ્યો પછી આપણે રવિના ઘરે જવા નીકળએ.

લવના મમ્મીની આટલી બધી વાત સાંભળી લવના પપ્પા કહે છે,
"ઓકે માતાજી અને આ રાજકુંવર સાથે આવવાનો છે કે પછી"

લવ તેની મમ્મી-પપ્પાની વાતો સાંભળી રહ્યો હતો અને બહાર આવી કહે છે,
"પપ્પા તમે બધા અત્યારે નીકળજો,હુ સ્નેહા અને મીઠાઈ લઈ આવવાનો છું."

લવના પપ્પા - ઓકે બેટા,અને હા જાનકી નથી આવવાની કે શું?
લવ - મને નથી ખબર,રવિને ખબર હશે.
(જે લવ જાનકીનું નામ સાંભળી ઉછળી પડતો તે આજે કાંઈ તેનું નામ પણ સાંભળવા માં પણ રસ નથી એવો મુડ થઈ ગયો હતો.)
લવના પપ્પા - ઓકે.

લવના પપ્પા જતા રહે છે,ત્યારે લવના મમ્મી લવને કહે છે,
"કેમ લવ કાંઈ થયું છે,તારી અને જાનકીની વચ્ચે?"

પોતાની મમ્મીના આ સવાલનો જવાબ શું આપવો તે પણ નહોતું સમજતું પણ કંઈ તો કહેવું જ પડશે એવું વિચારી લવ કહે છે,
"નહી મમ્મી કંઇ નથી થયું અને તુ મને તૈયાર થવા દે મોડું થશે છે તો પછી રવલો મારા પર ગુસ્સે થશે."

લવના મમ્મી - ઓકે જા તૈયાર થઇ જા.

લવ તૈયાર થવા જાય છે,થોડીકવાર માં તૈયાર થઇ બહાર નીકળે છે.
લવ પોતાની દુનિયામાં ખોવાયેલો હોય તેમ ઘરની બહાર નીકળે છે,ત્યાં તેની મમ્મી તેને બોલાવે છે.
લવના મમ્મી - લવ નાસ્તો તો કરતો જા.
લવ - નય મમ્મી,સ્નેહાના ઘરે મારા માટે નાસ્તો બની ગયો હશે,અને પેલા બે ટાબરીયાને આપી દેજો મારો નાસ્તો.
કાવ્યા - અરે મોટાભાઈ ટાબરીયા તમે હશો અને તમને કેવી રીતે ખબર સ્નેહાદીદીના ઘરે તમારી માટે પણ નાસ્તો બન્યો હશે?
લવ - અરે મારી મા જેમ આપણા ઘરે રવલાના માટે પણ નાસ્તો
બને છે,અને મમ્મીને પણ ખબર હોય કે તે ક્યારેય નાસ્તો કરીને નથી આવતો,પણ સ્નેહાના ઘરે જ્યારે ખબર પડે કે હુ આવવાનો છુ એટલે મારી મહેમાનનવાજી ની તૈયારી ચાલું થઇ જાય.હવે મને જવા દે મારે મોડું થાય છે.
કાવ્યા - નીકળો અને મારી ગિફટનુ શું?
લવ - તે બધુ રવિના ઘરે છે ત્યા મળી જશે તને અને હુ જાવ છુ,જલ્દી બધા આવી જજો.
કાવ્યા - ઓકે ટાટા,બાય બાય 😂

લવ ઘરેથી નીકળી પહેલા મીઠાઈ લેવા જાય છે અને પછી સ્નેહાના ઘરે જાય છે.
લવ સ્નેહાના ઘરની અંદર નથી જતો પણ બહાર ઊભો રહી સ્નેહાની રાહ જોય રહ્યો હતો ત્યાં સ્નેહાના પપ્પા આવે છે.
સ્નેહાના પપ્પા - અરે લવ અહી શું કામ ઊભો છો?,ચાલ અંદર.
લવ સ્નેહાના પપ્પા સાથે અંદર આવે છે અને ત્યાં સ્નેહાના મમ્મી પણ આવે છે.
સ્નેહાના મમ્મી - આવ લવ બેટા,થોડીકવાર બેસ,સ્નેહા તૈયાર થતી હશે,હમણાં આવશે.
લવ - ઓકે માસી.
સ્નેહાના પપ્પા - લવ તમે બધા તો ભેગા થાવ છો અને અમને ભુલી ગયા આવવાનું કહેવાનું.
લવ - ના કાકા એવુ નથી,અને તમે અને માસી પણ તૈયાર થઈ જાવ તમને પણ લેતો જાવ.
સ્નેહાના પપ્પા - બેટા અમે પછી આવીશું,પહેલા સ્નેહાના મામાના ઘરે તો જઈ આવવી નહીતર તારી માસી મારા પર ત્રાટકશે,અને કહેશે એક દિવસ આવે વરસ માં અને એક દિવસ પણ તમે મારા ભાઈના ઘરે નથી આવતા.
લવ - ઓકે કાકા પણ આવી જજો પછી કહેતા નય કીધું નહી.
સ્નેહાના પપ્પા - ઓકે બેટા.
લવ અને સ્નેહાના પપ્પા વાત કરી રહ્યા હતા,ત્યાં સ્નેહા તૈયાર થઇને આવી જાય છે.
સ્નેહા - એય ટોપા ચાલ નાસ્તો કરવા પછી નીકળએ,પાછું પેલા વાંદરાને લાગશે મે જ મોડું કર્યું.
સ્નેહાના મમ્મી - હા તમે નાસ્તો કરી લ્યો અમે નીકળએ છીએ,સ્નેહા તારા મામાના ઘરે જવા.
સ્નેહા - ઓકે મમ્મી.
લવ - માસી ત્યાથી રવિના ઘરે આવી જજો નહીતર કાકાને ખોટું લાગશે.
સ્નેહાના મમ્મી - કેમ અને હા અમે આવી જશું,તારા કાકાને ખોટું લાગે તેવું કંઈપણ કામ નથી કરવું.
સ્નેહાના પપ્પા - લવ બેટા કેમ મારી પર આફતો આવે તેવુ કરે છે.
લવ - કાકા કંઈ નય કહે માસી,નય કહોને માસી.
સ્નેહાના મમ્મી - લવ બોઉ હોશિયાર છો,બંને બાજુ ડાબલી વગાડે.
સ્નેહા - મમ્મી લવ અલગ જ છે,અને તેના જેવું બનાવા બીજો જન્મ લેવો પડે કેમ લવ?
સ્નેહાના પપ્પા - જો જે લવ બેટા આ બંને તને ચણાના ઝાડ પર ચડાવે છે.
સ્નેહા - પપ્પા તમે પણ શું અને તમારે મોડું નથી થતું મામાને ત્યાં જવામાં તો નીકળેને.
સ્નેહાના મમ્મી - ઓકે બેટા,ઘરમાં બધું ચેક કરીને તમે પણ નીકળી જજો.
સ્નેહા - ઓકે મમ્મી.
સ્નેહાના મમ્મી-પપ્પા જાય છે.
લવ અને સ્નેહા સાથે નાસ્તો કરવા બેસે છે.
સ્નેહા - લવ તને તો એમ લાગતું હશે કે મારા મમ્મી-પપ્પા તને હેરાન કરતા હશે.
લવ - ના સ્નેહા મે ક્યા એવુ કીધું,પણ મને જોવે એટલે ખબર નહી બંનેને શું થઈ જાય,અને તને મારી બહેન માનું છુ અને તારા માટે કંઈપણ કરી શકું.
સ્નેહા - તે બંને તને જોય એટલા માટે પાગલ થય જાય છે તેમને ત્યારે એવું લાગે છે જાણે તેનો ખુનનો દીકરો તેની સામે ઊભો છે.
લવ મારા મમ્મી- પપ્પાને મારા જન્મ પહેલા દીકરો આવે તેની ઈચ્છા હતી,પણ ભગવાનને કંઈ અલગ જ મંજૂર હશે કે મને તેમની દીકરી બનાવી આ ઘરમાં મોકલી,તેએમણે પોતાની ઈચ્છાને એક બાજુ મુકી એટલા લાડ-પ્યારથી ઉછેરી છે કે જે હુ મારી વાતોમાં પણ તને કહેવા અસમર્થ છું.અને મારા મમ્મી-પપ્પા ઈચ્છેત તો બીજું સંતાનને જન્મ આપી શકેત પણ ભગવાનને તે પણ મંજૂર નહોતુ એટલે મારી મમ્મી બીજા સંતાનને જન્મ આપવા માટે પણ અશક્ત બનાવી નાખી.લવ આ મારી બધી વાત સાંભળ્યા પછી તને એમ જ લાગતું હોય મારા મમ્મી-પપ્પા પોતાની જગ્યાએ ખોટા છે તો હુ તેમને સમજાવી લઇશ,પછી તને ક્યારેય હેરાન નહી કરે.
લવ - ના સ્નેહા પણ તને આ બધું ક્યાંથી ખબર પડી,અને આ તારી વાત સાંભળી મને આજે ખબર પડી કે ભગવાને મારુ ધ્યાન રાખવાવાળા માંથી એકની કમી કરી પણ તેની જગ્યાએ બે જણાને એડ કરી દીધા.
સ્નેહા - એક દિવસ હુ અને મારા મમ્મી-પપ્પા સાથે બેઠા ત્યારે તા બંને યાદ કરતા હતા.
લવ - ઓકે.
સ્નેહા - અને ભગવાને તારી જિંદગીમાંથી કોને છીનવી લીધા છે?
લવ - રવિના મમ્મી,હુ જ્યારે પણ રવિના ઘરે જતો ત્યારે રવિ કરતા તો મારું વધારે ધ્યાન રાખતા તેના મમ્મી.તેના મમ્મીના મૃત્યુ વખતે મને એટલું દુખ થયું હતું કે આજ સુધી ક્યારેય નથી થયું.
તે વખતે જો હુ તુટી જાત તો રવિને કોઈ સાંભળી ન શકેત.
સ્નેહા - લવ સાચેમાં જ તુ ગ્રેટ છો,અને માસી જ્યા પણ હશે ભગવાનને ફરીયાદ કરતા હશે કે તમે મારા છોકરાવથી દુર કેમ કર્યા,અને ખુશ પણ હશે તુ અને રવિ દિલ ખોલી જિંદગી જીવતા જોય.
લવ - ઓકે પણ નાસ્તામાં શું છે?
સ્નેહા - બટૈટાપૌવા,જ્યારે મમ્મીને ખબર પડી કે તુ આવવાનો છે તો સવારના વહેલા ઉઠીને બનાવ્યા છે.
લવ - ઓકે દીદી,જલ્દી નાસ્તો કરી નીકળીએ, નહીંતર જીજુ ખીજાશે.😅😅😅
સ્નેહા - લવ 😡😡😡
લવ -ઓકે ઓકે નય મસ્તી કરું આવી.
સ્નેહા - લવ એક પ્રોમીસ કર કે હુ જ્યારે એક એવો સમય આવે અને હુ કહુ તે કરીશ,તે જ આ ગિફટ મારે જોતુ છે,રક્ષાબંધનનું.
લવ - ઓકે પ્રોમીસ આપું છુ,અને તને દુખ થાય તેવું એકપણ કામ નહી કરું.
સ્નેહા - લવ તને એકવાત કહેવી છે,પણ કંઈ રીતે કહું ખબર નથી પડતી,પણ આ વાત સાંભળી કંઇ પણ એવા ડિસીજન નય લેતો કે તારી સાથે મને પણ દુખ થાય તને જોય.
લવ - જાનકી વિશે કહેવું છે.(લવ એકદમ બોલી જાય છે અને સ્નેહા જોતી રહી જાય છે.)
સ્નેહા - પણ તને કેવી રીતે ખબર કે હુ જાનકીની જ વાત કરવાની છુ.
લવ - કેમ કે તેના લીધે હુ આપણા કોલેજનું વરસ ચાલું થયુ ત્યારથી ડિસ્ટર્બ છુ,અને અમારી વચ્ચે કેટલા ઝઘડા થયા છે,ક્યારેક તો એવું મન થાય કે જાનકીને મોઢા પર કહી દઉ કે આજથી આપણા બધા સંબંધોનો અહી પૂર્ણવિરામ લાગડુ છુ,પણ ડર લાગે છે કે મારા પપ્પા અને તેના પપ્પાની બાળપણની મિત્રતા તુટી ન જાય.અને શુ વાત હતી જે વાત હોય તે કહી દે.
સ્નેહા - કાલે રવિ કોલ કરતો હતો જાનકીને ત્યારે કોલ વ્યસત આવતો હતો,અને પછી જાનકીનો સામેથી કોલ આવ્યો,રવિએ જ્યારે પુછ્યું કે વ્યસ્ત કેમ હતી,ત્યારે જાનકીએ કહ્યું લવ સાથે વાત કરતી હતી અને તુ રવિ સાથે હતો,મને તો લાગે છે જાનકી ડબલ ગેમ રમે છે,તુ ધ્યાન રાખજે તારું.
લવ - તેને જે ગેમ રમવી હોય તે રમી લેવા દે,બસ હવે તેની સાથે મારે કંઈ લેવા-દેવા નથી.
સ્નેહા - લવ તે આજે રવિના ઘરે પણ નથી આવવાની.
લવ - કંઈ વાંધો નહી પણ તેના લીધે દિવસ તો નથી જ બગાડવાનો હુ,પેલા રોકી સાથે રખડવા જવાની હશે.
સ્નેહા - એ તો બધું તેલ લેવા ગયું,તુ કાલે રવિ પર ગુસ્સે થયો હતો,રવિની તો ફાટી જ ગઇ હતી,તારું તે સ્વરૂપ જોઈ.
લવ - થાવ જ ને ડોફાને બે-ત્રણ વાર શાંતિથી કીધું કે જાનકીને મેસેજ કર તો જ કોલ લાગશે,નહિતર સવાર સુધી વ્યસ્ત જ આવશે,અને પાછો મને કહેતો હતો તુ શાંતિ રાખ,પછી બાટલો ફાટી ગયો મારો એટલે.
સ્નેહા - ઓકે ઓકે તો રવિને જોવા જેવો હશે,ચાલ નીકળીએ મારા સાસરીયે જવા.😅😅😅
લવ - હા ચાલો ચાલો તારો વર અને સાસરા ક્યારના તારી રાહ જોતા હશે,કેમ આવી નય હજી.
સ્નેહા - બોઉ સારું.
હવે લવ અને સ્નેહા રવિના ઘરે જવા નીકળે છે.
રવિના ઘરમાં અંદર જતા જ રોહિત અને કાવ્યા મળે છે,
અને કાવ્યા જોરથી બોલે છે.
કાવ્યા - મમ્મી મહેમાન આવી ગયા,દીવડા કરો.
સ્નેહા - કેમ કાવ્યા શું થયું?
કાવ્યા - કંઈ નહી ક્યારના બધા તમારા બંનેની રાહ જોવે છે.
ત્યાં રવિ આવે છે.
રવિ - આવી ગયા મહેમાન,વહેલા આવી ગયા.
સ્નેહા - જો લવ કીધું હતુ આ વાંદરો પણ મને જ કહેશે.
ત્યાં જીગર અને કૃતિ ઘરની અંદર આવે છે ત્યા કૃતિ સ્નેહાને કહે છે.
કૃતિ - સ્નેહા આ વાંદરો છે જ એવો તુ ચિંતા નય કરતી હુ તારી સાથે જ છુ હુ પણ જોવ શું કરી લેશે.
લવ - અરે તમે બધા શાંત થઈ જાવ અહી તમને ઝઘડવા ભેગા નથી કર્યાં.
જીગર - હા લવની વાત સાચી છે.
લવ - જીગરભાઈ મામા ક્યા છે તે નથી આવ્યા કે શું?
ત્યાં રવિ કહે છે,
રવિ - ટોપા તુ સ્નેહા અને કૃતિદીદી અને જીજુ જ બાકી છો બાકી બધા આવી ગયા છે.
સ્નેહા - બધા આવી ગયા છે,મારા મમ્મી-પપ્પા પણ.
રવિ - હા વાંદરી તેઓ પણ આવી ગયા છે.
લવ - તો ચાલો કોની રાહ જોવો છો.
બધા લોકો બેઠા હતા ત્યાં જાય છે અને છેલ્લે જીગર અને લવ હતા એટલે જીગર લવને પુછ્યુ.
જીગર - લવ તારી જાનુ નથી આવી કે શું?
લવ કંઇપણ બોલતો નથી,રવિ આ વાત સાંભળી જાય છે એટલે જીગરને કહે છે,"પછી કહુ તમે તેને નય પુછતા હવે"
એટલે જીગર પણ ચુપ થઇ જાય છે.
બધા સાથે મળી રક્ષાબંધન તહેવર ઉજવે છે પછી બધા પોત-પોતાની મોજમસ્તી માં આવી જાય છે અને વાતોના વડા ચાલુ કરે છે.ત્યારે રવિ જીગરને સાથે આવવા કહે છે.
બંને ગાર્ડનમાં જઈને બેસે છે,ત્યા જીગર રવિને પુછે.
જીગર - રવિ લવને શું થયું છે,જાનકીનુ નામ લેતા જ મુડ મરી ગયો હોય તેમ વર્તન કરે છે.
રવિ - જીજુ એમાં એવુ છે કે જાનકી લવ સાથે ચીટીંગ કરે છે અને લવ કંઇપણ નથી કરી શકતો.
જીગર - પણ થયુ છે શુ એવું કે લવ આવો થઈ ગયો.
રવિ - કાલે હુ જાનકીને કોલ કરતો પણ વ્યસ્ત આવતો હતો અને રવિ કીધું કે મેસેજ કર તો કોલ કરશે,પછી મે મેસેજ કર્યો પછી જાનકીનો કોલ આવ્યો,પહેલા તો મને લવની વાત ખોટી લાગી પછી મે તે જાણવા જાનકી સાથે નાટક કરતા પુછ્યુ કે શુ લવ સાથે વાત કરતી હતી કે તે કોલ વ્યસ્ત આવતો હતો,તો જાનકીએ હા પાડી અને લવ ક્યારનો મારી સાથે હતો અને જાનકીની એકપણ કોલ પણ નહોતો આવ્યો,હવે શું કરવું ખબર નથી પડતી.
જીગર - આટલું બધુ થઈ ગયુ અને લવે કંઈપણ કીધું પણ નહી.
રવિ - શુ કેય એક તો નયનકાકા અને જાનકી પપ્પા બંને બાળપણના મિત્રો છે કંઈ ભી કરે તો તેઓની મિત્રતા તુટે તેમ છે.
જીગર - ઓકે પણ કંઈક તો કરવું પડશે,નહિતર આની અસર લવના કરીયર પર પડશે,જે હુ થવા દેવા નથી માંગતો.
કૃતિ આ બંનેની વાત સાંભળી રહી હતી એટલે ત્યાં જાય છે.
કૃતિ - રવિ આમાં કંઈ નય કરવાનું હોય અને લવને કહેજે જાનકીને છોડી દેય અને આ બધું ખરાબ ભુતકાળ સમજી ભુલી આગળ વધવામાં જ તેની ભલાઈ છે,અને ફઈ આવ્યા છે જા મળી આવ અને લવને અહી મોકલજે.
રવિ - ઓકે(રવિ આટલું બોલી ત્યાંથી નીકળી જાય છે.)
થોડીવારમાં લવ ત્યાં આવે છે.
લવ - કૃતિદીદી કંઈ કામ હતુ મારું(લવને બધી ખબર હતી પણ વાત ફેરવતા કહે છે.)
કૃતિ - લવ આટલું બધું થઈ ગયું અને એક ડરના લીધે કોઈને કીધું પણ નહી,તુ તારા મમ્મી- પપ્પાને નહી કહી શક્યો પણ અમને તો કહેવાયને.
લવ - દીદી શું કહેવું કોઈનું પણ દિલથી દુભાવ્યુ પણ
કૃતિ - લવ મારી વાત માને તો જાનકીને ભુલી જા અને આગળ વધી જા.આ શરૂઆતમાં થોડીક તફલીક થશે પણ જો મોડું થઈ જશે તો ક્યાયનો નહી રહે તુ,મારી મમ્મીના મૃત્યુ વખતે તે જ મને અને રવિને સાંભળ્યા હતા જો ત્યારે અમે તે વખતે આગળ ન વધ્યા હોત તો આજે ઘરના એક ખૂણામાં બેઠા બેઠા રડતા હોત.
લવ - પણ કરવું કંઈ રીતે
કૃતિ - એક કામ કર જાનકીને મળી પેલા તેના મનની વાત કરી લે પછી જ જે કરવું હોય તે તરત જ નિર્ણય લઈ લેજે.
જીગર - અને લવ તારે બીજી કોલેજમાં જવું હોય તો કહેજે મારે સી.કે પીઠાવાલા માં ઓળખાણ છે તો ત્યાં કરાવી આપીશ તારુ એડમિશન.
લવ - ઓકે.

********************************
આ બાજુ જાનકી લવને કંઇ રીતે દુર કરવો તેના વિશે રોકી સાથે મળી વિચારી રહી હતી.
રોકી ના મનમાં એક હરામીભર્યો આઈડીયા આવે છે.
રોકી - જાનકી એક કામ કરીએ તારા પપ્પાની પ્રોપર્ટીના ખોટા દસ્તાવેજો બનાવી લવ પર આરોપ નાંખીએ કે તે તારી પપ્પાની પ્રોપર્ટી હડપવાના ઈરાદાથી તને પોતાના પ્રેમમાં ફસાવી છે,પછી તને ખબર છે તારે શું કરવાનું છે.
જાનકી - આ સારો આઈડીયા છે,પણ કંઈ પ્રોબ્લેમ તો નય થાયને.
રોકી - ના તુ ચિંતા ન કર તુ લવને એવો ડર લેવડાવી દેજે કે આ જ પછી મારી સામે અથવા આ બાબત વિશે કોઈને કીધું તો જેલ ભેગો કરી દઈશ.
જાનકી - ઓકે,તો આ કામ કાલે જ કરી નાંખીએ તો.
રોકી - કાલે,તો આ લે નકલી કાગળીયા.
જાનકી - વાહ હરામી તુ તો મારા કરતા પણ આગળનું વિચારે છો.
રોકી - લે મારી જાનુને મારી સિવાય કોઈ બીજુ જાનુ કહે તો તેને મૂળીયા માંથી કાઢી ફેંકી નાંખું.
જાનકી - ઓકે,ચાલ હવે ઘરે જવું પડશે અને પેલા ડફરને ગુડ નાઈટ નો મેસેજ તો કરી દઉ.
રોકી - હા કહી દે આજની રાત છેલ્લી છે તેના માટે.

*******************************
લવ કોલેજ આવે છે,પોતાની બેગ કલાસરૂમમાં મુકી દેય છે અને વિચાર કરતો કરતો ગાર્ડનમાં જાય છે,જાનકી સાથે શું વાત કરીશ.
આજે જેટલી મુંઝવણ થતી હતી તેવી ક્યારેય લવને થઈ નહોતી.
પણ વાત તો કરવી પડે તેમ જ હતી.
ત્યાં જાનકી પણ આવી જાય છે,અને જોવે છે તેનું બેગ તેની પાસે નથી,એટલે કલાસરૂમમાં જઈને જોવે છે કે કલાસરૂમમાં કોઈ નથી અને એક બેગ પડ્યું હતું,જાનકી તે બેગ જોવે છે અને તે લવનું હતુ તે ખબર પડતા ખોટા કાગળીયા બેગમાં મુકી દેય છે અને ચુપચાપ લવ પાસે જાય છે.
જાનકી - લવ મારે તારું કામ છે,ચાલને(જાનકી લવને એક મુસ્કાન આપતા કહે છે.)
લવ - ક્યાં જવું છે,અહી બેસ મારે વાત કરવી છે.
જાનકી - અહી નહી કલાસમાં જઈએ હજી કોઈ નય આવ્યું હોય ચાલને.
લવ - ઓકે
લવ અને જાનકી કલાસરૂમમાં જાય છે,જ્યાં પહેલી વખત મળ્યા હતા તે જ જગ્યાએ આજે બંને છુટા પણ પડવાના હતા.
લવ - હા શું કામ હતુ બોલ?
જાનકી - લવ આ રીતે ક્યાં સુધી રહેશુ આપણે બંને કંઈક તો કરવું પડશેને.
લવ - આ બધુ મારા લીધે થાય છે કે તારા લીધે,તને પેલો રોકી મારા કરતા વધુ ગમતો લાગે એટલે જ આવું બધુ થાય છે.
જાનકી - લવ 😡(જાનકી ખોટો ગુસ્સો દેખાડતા કહે છે.)
લવ - તુ રહેવા દે સાચુ તુ સ્વીકારીશ જ નહી.

(ડોફા મને બધી ખબર છે તને હટાવવાનો છે.)જાનકી મનમાં વિચારે છે.
જાનકી - તો શુ કરવું તારી પાસે પાણી છે મને તરસ લાગી છે.
લવ - હા બેગમાં બોટલ છે,લઈલે.
જાનકી લવની બેગ ખોલી બોટલ લેવાનું નાટક કરે છે અને બેગ માંથી નકલી કાગળીયા કાઢી જોવે છે.
જાનકી - વાહ લવ તુ તો બોઉ મોટો ખેલાડી નીકળ્યો.
જાનકીની આવી વાત સાંભળી લવ અચરજ થઇ જાય છે અને જાનકીને હાથમાં દસ્તાવેજો જેવા કાગળો જોઈને કહે છે.
લવ - શેના કાગળીયા છે?
જાનકી - એ તને ખબર નય હોય તારી બેગમાંથી નીકળ્યા,મારા ઘરના દસ્તાવેજો છે અને એમાં લખ્યું છે કે મારા પપ્પા એ અમારું ઘર તારા નામે કરી દીધું છે,આવી ચીટીંગ મારી સાથે,એકવાર પણ મારો વિચાર નય આવ્યો આવું કામ કરતા.
લવ - ના જાનકી મને કંઈ ખબર નથી આ કાગળ ક્યાંથી મારી બેગમાં આવ્યા.
જાનકી - લવ ચોરી કરતા પકડાઈ જાય પછી બધા તેમ જ કહે મે નથી કર્યું.
લવ - જાનકી મારો વિશ્વાસ કર આની મને કંઈ ખબર નથી અને તને બેઘર કરી મને શું ફાયદો થવાનો.
જાનકી - રહેવા દે લવ તારા આવા નીચ કામ પછી મને તારા પરથી વિશ્વાસ જ ઉડી ગયો છે,આજ થી અને અત્યારેથી આપણા બંનેના સંબંધો અહી પુરા અને હા ધ્યાન રાખજે તને તારી અને તારી ફેમીલીની ઈજ્જત પડી હોય તો આજ પછી મારી સામે આવતો નહી,અને જો મને હેરાન કરી છે તો આ કાગળ પોલીસ સ્ટેશનમાં દઈ તને જેલ ભેગો કરી દઈશ.


જાનકી ખોટા ખોટા વહેવતા વહેવતા કલાસરૂમની બહાર નીકળી જાય છે.
અને લવ પર તો જાણે આભ ફાટ્યું હોય તેમ બેન્ચ પર બેઠો રહે છે અને થોડીકવાર પછી નોર્મલ થઈ કોલેજમાંથી બહાર નીકળી જાય છે અને વિચારે છે હવે શું કરીશ,પપ્પાને શું કહીશ,મારા લીધે તેમની મિત્રતા તુટી જશે.
ત્યારે તેને જીગરની વાત યાદ આવે કે તેણે કીધું હતુ કે બીજી કોલેજમાં તેની ઓળખાણ છે તો હુ કોલેજ ફેરવી નાખું.
આવું વિચારી તે જીગરને કોલ કરે છે.
જીગર ફોનમાં જેવે છે કે લવનો કોલ ઉપડતા બોલે છે,
"હા બોલ લવ કંઈ કામ છે કે કોલેજના ટાઇમે કોલ ક્ર્યો.
લવ - હા ભાઈ તમે ક્યા છો? મારે તમારૂં કામ છે અરજન્ટ છે.
જીગર - હુ ઓફિસે છુ,એક કામ કર તુ ઓફિસ આવી જા.
લવ - ઓકે.
લવ જીગરની ઓફિસ જાય છે અને તેની સાથે જે ઘટ્યું તે બધું જ કીધું.
જીગર - લવ મને ખબર છે આમાં તુ નિર્દોષ છે,પણ જાનકી પાસે સબુત છે એટલે કંઈ નય કરી શકીએ,તારો શું વિચાર છે?
લવ - ભાઈ તમે કહ્યું હતુને કાલે કે તમારે બીજી કોલેજમાં ઓળખાણ છે તો ત્યાં મારું ટ્રાન્સફર કરવી દ્યો,નહીતર મે જે ગુનો નથી કર્યો તેનાથી હુ દરરોજ દુખી થઈશ.
જીગર - ઓકે હુ તે કોલેજમાં વાત કરી લઉ અને શું પ્રોસેસ કરવી પડશે તેની માહિતી તને પછી કહી દઈશ અને કાલે સવારે તે કોલેજમાં રૂબરૂ પણ મળી આવીશું,તુ અત્યારે ઘરે કંઈ નય કહેતો,રવિને કીધું આ બાબત વિશે.
લવ - નય હુ સીધો તમારી પાસે આવ્યો છુ.
જીગર - ઓકે ચિંતા નય કરતો,અને શાંતિથી કામ લેજે.
લવ - ઓકે હુ નીકળું,ઘરે જ વય જાવ.
જીગર - ઘરે જઈ શુ કહીશ,ઘરે પુછશે તો કેમ વહેલો આવી ગયો,તારા પપ્પા અને મારા પપ્પા તારા ઘરે છે,અહી જ બેઠો રે,પછી ટાઇમ થાય ત્યારે જજે ઘરે,એક કામ કર રવિને કોલ કરી અહી બોલાવી લે,અને આ એક ફાઈલ ચેક કરી દે બધી માહિતી આ લેપટોપમાં છે,મને ક્યાંયક બીજે પરોવીને તો શાંતિ મળશે.
લવ રવિને કોલ કરી જીગરની ઓફિસે આવવા કહે છે.
રવિને કોલેજની બહાર જતા જોઈ સ્નેહા તેની પાસે જઈ પુછે છે.
સ્નેહા - રવિ ક્યા જાય છે?
રવિ - જાનકી પોતાનો ખેલ રમી ગય છે,અને લવ જીગરજીજુની ઓફિસે છે તેની પાસે જાવ છુ.સ્નેહા તુ અહી જ રહે નહીતર જાનકીને શક થશે તો લવને જેલ ભેગો કરી દેશે.
સ્નેહા - એવુ તો શુ કર્યુ છે તે જેલ ભેગો કરી દેશે.
રવિ - સ્નેહા હુ તને પછી બધી વાત કરીશ,અત્યારે મને જવા દે.
સ્નેહા - ઓકે
રવિ જીગરની ઓફિસ પર આવે છે અને જોવે છે કે લવની સાથે કંઈપણ ન થયુ હોય તેમ શાંતિથી વાત કરે છે.જીગરની નજર પડતા જ રવિને કહે છે.
જીગર - કોલેજમાં કેવું વાતાવરણ હતુ કંઈક થયુ તો નથીને?
રવિ - ના જીજુ કંઈ નથી થયુ,પણ લવને તો જોવો કંઈ થયું જ ન હોય તેમ વર્તન કરે છે.
જીગર - રવિ કૃતિએ કાલે લવને કહ્યું હતુ કે જો મોડું થશે તો તુ ક્યાયનો નહી રહી અને જાનકીને ભુલી જવામાં જ તારી ભલાઈ છે,અને લવ જાનકી સાથેના સંબંધો પર પૂર્ણવિરામ જ મુકવા માટે ગયો હતો પણ આ બધું થઈ ગયુ,લવે બીજી કોલેજમાં ટ્રાન્સફર લેવાનું વિચાર્યું છે.
રવિ - શુ બીજી કોલેજમાં,એલા લવ નાનપણથી સાથે ભણયા અને મોટા થયા અને હવે તારે બીજી કોલેજમાં જવું છે,કંઈ કોલેજ માં જવાનું વિચાર્યું?
જીગર - સીકે પીઠાવાલા
રવિ - શું સીકે પીઠાવાલા?
જીગર - હા પણ તુ કેમ આમ કરે છો?
રવિ - કંઈ નય તે જ કોલેજમાં અને અમે જે ફિલ્ડ છીએ તે જ ફિલ્ડમાં મારા ફોઈની છોકરી સૃષ્ટિ પણ છે એટલે પ્રોબ્લેમ પણ નહી આવે.
જીગર - આ સારું છે અને આમપણ સૃષ્ટિ લવને ઓળખે જ છે,શુ કહેવું લવ તારું?
લવ - મારે કંઈપણ નથી કહેવું જેટલી જલ્દી બને એટલું આ કોલેજમાંથી નીકળી જવું છે.
રવિ - આટલી ઉતાવળ તો તો તે ગુનો કર્યો જ છે એટલે જ ઉતાવળો થાય છે.
લવ - તને પણ એવું લાગે છે કંઈ નહી બીજું તો છુ પારકા તો મારા ન થયા પણ મારો જીગરજાનને પણ એમ છે કે હુ ખોટો છું.
રવિ - ડોફા મુંગીનો મર,મને એમ જ હોત તો તુ અત્યારે જેલની અંદર પડયો હોત.
જીગર - તમારા બંનેનું થઈ ગયુ તો થોડુંક કામ કરી લઈએ, કૃતિ હમણા જમવાનું લઈને આવતી હશે,થોડુક વધારે લાવવાનું કહી દઉ.
પછી ત્રણેય કામ પર લાગી જાય છે.
થોડીકવાર થાય છે ત્યા કૃતિ પણ આવે છે અને લવ અને રવિને કામ કરતા જોવે છે અને કહે છે.
કૃતિ - લે તમે તો બે ચમચા કામે રાખી લીધા લાગે છે.
રવિ - ચુપ હો.
લવ - તુ ચુપ થા ને અને હિંમત બીજે દેખાડજે અને પેલા પણ કીધું હતુ અને અત્યારે પણ કહુ છુ કૃતિદીદી સાથે શાંતિથી વાત કરજે નહીતર મારી મારી તોડી નાંખીશ તારું જડબું.
જીગર - ઓહ શેઠ લોકો તમારું પત્યું હોય તો ચાલો જમી લઈએ.
કૃતિ - જમી લેજો પણ આ બંને કોલેજના ટાઇમે અહી કેમ એ તો કહો.
જીગર - પેલા જમી લેવા છે પછી જ કહીશ.
કૃતિ - ઓકે.
ત્રણેય જમીને આરામ કરવા બેસે છે અને કૃતિની હજી કંઈ કીધું
એટલે કૃતિ કહે છે.
કૃતિ - કહેવાનું છે કે ઘરે કહી દઉ આ બંને આજે તમારી ઓફિસમાં હતા,અને કોલેજે ગુલ્લી મારે છે.
જીગર - અરે હા મારી મા કહું છુ.
કૃતિ - મા નય પત્ની છુ તમારી અને તમારી મમ્મી લવના ઘરે છે તો ત્યાં આવવાનું છે યાદ છે ને.
જીગર - હા ખબર છે અને સાંભળ આ બંને નંગ અહી શું કામ છે?
પછી જીગર બધી વાત કૃતિને કહે છે.
વાત કૃતિને તળેથી ઉતરતો જ નહોતી કે લવ પર આવો આરોપ લગાવ્યો કે લવ હકીકતમાં તો શુ સપનામાં પણ ન વિચારી શકે.
કૃતિ - જો લવ મને તો એવું લાગે છે કે તે જ તારાથી દુર થવા માંગતી હતી અને બધું તારા પર ઢોળી દીધું,અને તારો આ નિર્ણય પણ સારો છે કોલેજ ચેન્જ કરવાનો.
જીગર - તારું પત્યું તો હવે જાવ અને શાંતિથી બેસવા દે તેનો
કૃતિ - ઓકે જાવ છુ,અને હા રવલાના તુ પણ લવના ઘરે જતો રહજે.

કૃતિના ગયા પછી લવ જીગરને પુછે છે.
લવ - ભાઈ તમારા બંને વચ્ચે ક્યારેય ગેરસમજ કે ઝઘડત
થયા છે.
રવિ બેઠો હતો તો પણ બિન્દાસપણે જીગર જવાબ આપ્યો.
જીગર - ઘણી વખત ઝઘડયા અમે પણ અમે બંનેએ એવું નકકી કરયુ છે કે જે પણ હોય તે સાચુ કહી દેવાનુ અને દરવખતે મારી જ કંઇક ભુલ હોય એટલે હુ માફી માંગી લઉ અને તેની ભુલ હોય તો ઘરમાં કોઈ કંઈ નય કહે એટલે પછી ગેરસમજ નો સવાલ જ ઊભો નથી થતો અને તે કંઈ ભી ભુલ કરે તો તેમાં તેની સાથે ઊભા રહેવાનો હક છે મારો અને તેને કંઈપણ પ્રોબ્લેમ ન થાય તેની જવાબદારી પણ મારી છે.
જીગરની વાત સાંભળી રવિ મનોમન ખુશ થાય છે કે મારી બેન જ્યાં છે ત્યા તે કંઈપણ તફલીક નથી.
લવ - તો અત્યારે આ ગુસ્સે થી કેમ ગયા.
જીગર - અરે કંઈ નહી કાલે રાતે આઈસક્રીમ ખાવું હતું અને મે ન લાવી દીધું એટલે.😅
લવ - ઓકે
રવિ - લવ હું કોલેજમાં જઈને જોવ છું.
લવ - ઓકે
રવિ કોલેજ આવે છે અને જોવે છે બધા પોત-પોતાની મસ્તી માં હતા,એટલે સ્નેહા પાસે જાય છે.
રવિને જોતા જ સ્નેહા ચાલુ થઈ જાય છે અને કહે છે.
સ્નેહા - હવે તો બોલ શું થયું?
ત્યાં પાછળ જાનકી આવતી દેખાતા રવિ સ્નેહાને ચુપ રહેવા અને કંઈપણ નથી થયું તેમ કરવા કહી દેય છે.
જાનકી આવતાવેંત જ કહે છે,
જાનકી - રવિ લવ ક્યા ગયો આજે તો દેખાતો જ નહી?
રવિ ખબર નહી,અને તે તો તારા ક્લાસમાં છે અને અમારી કરતા તો તને વધુ ખબર હોય તે ક્યા છે?
જાનકી - ઓકે મળે તો કે જે મારે કામ છે તેનું.
રવિ - ઓકે.
જાનકીના ગયા પછી રવિ સ્નેહાને લઈને કોલેજની બહાર નીકળી જાય છે.
રવિ સ્નેહાને કોફીનો લઇ જાય છે અને બધી વાત કરે છે.
એટલે સ્નેહાની આંખો ફાટીને ફાટી રહી જાય છે અને બંને હાથો પોતાના માથા પર રાખીને બેસી જાય છે.
સ્નેહા - કેટલી હરામી છે જાનકી તે આજે ખબર પડી અને નફફટ પાછી કહેતી હતી કે લવ આજે કેમ નથી આવ્યો.
રવિ - તુ શાંતિ રાખજે મારી મા નહીતર લવને જ પડશે બધું.
સ્નેહા - ઓકે તો આપણે બંને પણ લવ સાથે તે કોલેજ જોઈ કરી લઈએ.
રવિ - હુ જીગરજીજુને વાત કરી લઈશ પછી જોઈએ.
સ્નેહા - ઓકે,ચાલ તુ મને લવના ઘરે મુકી જા મારી મમ્મીનો કોલ આવ્યો હતો ત્યાં જવાનું છે મારે
રવિ - વાંદરી તારે એકલાને નહી મારે પણ ત્યાં જ આવવાનું છે.
સ્નેહા - ઓકે તુ પણ આવી જા તને કોણે ના પાડી છે વાંદરા.
રવિ અને સ્નેહા લવના ઘરે આવે છે,લવ તો રોહિત અને કાવ્યા ની સાથે મોજમસ્તી માં ખોવાયેલો હતો.
સ્નેહા તો હેરાન રહી ગય હતી.રવિ માટે નવુ નહોતું.
તે સવારથી લવના આવા વર્તનને જોઈ રહ્યો હતો.
સ્નેહા - આ માણસ કે ભગવાન કંઈ નથી થયું તેમ કરી રહ્યો છે.
રવિ - તે તો લવ જાણતો હશે અને રોહિત અને કાવ્યાને ખબર પડશે તો બંને ગુમસુમ થઇ જશે,એટલે ધ્યાન રાખજે તુ.
સ્નેહા - ઓકે.
રવિ અને સ્નેહા લવ પાસે આવીને બેસે છે.
એટલે રોહિત મસ્તી કરતા પુછે છે.
રોહિત - અરે રવિભાઈ તમારી gf તો આવી ગયા મારા ભાઈની gf ક્યા છે,કાલે પણ નહોતા આવ્યા.
રવિને તો એમ થયું કે આને હમણા કહી દઉ કે,"ઈ નફફટ શુ આવવાની અહી"
લવે રવિને ઈશારાથી ચુપ રહેવા કહયું.
લવ - રોહિત તે ગામડે ગય છે એટલે નથી આવી.
કાવ્યા - ઓકે મજનુભાઈ.
થોડીવરમાં જીગર અને કૃતિ પણ આવી જાય છે.
જીગર લવ અને રવિને લઇને લવના રૂમ લઇને જતો રહે છે અને દરવાજો અંદરથી બંધ કરી દે છે.
સ્નેહા શ્રૈયા પાસે જાય છે,ત્યા સૃષ્ટિ પણ બેઠી હતી.
રૂમની અંદર જતા જ જીગર કહે છે.
જીગર - સાંભળ લવ હુ ફુઆને આજે આ બધી વાત કહી દેવાનો છું અને જે થાય તે જોયું જાય અને તને વોટ્સઅપ પર મોકલી દીધું છે જે જે ડોક્યુમેન્ટ જરૂર છે.
લવ - ઓકે.
રવિ - જીજુ એક વાત કહુ ગુસ્સે નય થાતા.
જીગર - શું કહેવું છે રવિ,અને હુ શુ કામ કરૂ ગુસ્સે તારા પર.
રવિ - હુ અને સ્નેહા પણ કોલેજ ચેન્જ કરવા માંગીએ છીએ તમે ના પાડશો તો તેની બીક લાગે છે,મને લવ વગર મન નય લાગે કેમ કે અમે ચડ્ડી પહેરતા શીખીયા ત્યારથી સાથે જ છીચે અને હુ હવે ૩ વરષ માટે અલગ નથી થવા માંગતો,પછી તમારી મરજી.
જીગર -ઓકે,હુ પુછી જોવ.
જીગર ફોનમાં કાઢી અને કોલ કરે છે અને રવિ અને સ્નેહાના એડમિશનની વાત કરે છે.
જીગર રવિની મશ્કરી કરવા ફોન મુકતાની સાથે લટકી ગયેલુ મો કરે છે એટલે રવિને લાગે છે લવથી અલગ થવું જ પડશે,એટલે તે કંઈ નથી બોલતો અને તવાઈ ગયેલા તુરીયા જેવું મો કરીને બેસી જાય છે.
જીગર - રવિ તારૂ અને સ્નેહાનું એડમિશન તે કોલેજમાં...
આટલું બોલી અટકી જાય છે,એટલે રવિ બોલે છે.
રવિ - એડમિશન તે કોલેજમાં પછી શુ થશે કે નહી?
જીગર થોડીકવાર મૌન રહે છે એએટલે તેનુ સાચેમાં જ લાગે છે ના પાડી હશે.
પછી જીગર રવિની હાલત જોઈને કહે છે.
જીગર - સાલેસાબ તમારું પણ થઈ જશે,તારા પપ્પાને પણ પુછી જોવા અને સ્નેહાને કહેજે તેના પપ્પા સાથે વાત કરી લેય.
રવિ - તમે પણ શું?
લવ - મજા આવી હો આને બધાની ખેંચવાની મજા આવે છે,આજે તમે આની બરોબર ખેંચી લીધી.
રવિ - એમ હે જાનકીની પ્રોપર્ટી બુચ મારવાવાળા.
લવ જાનકી નામ આવતા કંઇ નથી બોલતો.
જીગર - રવિ મજાક મજાકની જગ્યાએ સારો લાગે,અને આ શું કોઈની પ્રોપર્ટી બુચ મારવાનો,કોઈકનુ પણ બુચ મારી શકે તેમ નથી,તને આની એકવાત કહું,અમે જ્યારે ભરૂચ રહેતા ત્યારે ત્યા આવ્યો હતો,મારા ઘરથી થોડેક દુર એક કોઈકની આંબાની વાડી હતી,હુ તેને ત્યાં લઈ ગયો અમે ચોરીછુપેથી કેરી ખાઈ રહ્યા હતા,અને ત્યારે વાડીનો માલીક આવી ગયો અને હુ તો ભાગી ગયો અને આ ભાઈ ત્યાં જ રહી ગયા,અને કેરી ખાવામાં મશ્ગુલ અને પેલો માલીક આને કેરી ખાતા જોઈ રહ્યો થોડીકવાર પછી તે માલીક બોલ્યો,
"બેટા કોને પુછીને અંદર આવ્યો?"તો ભાઈ કહે આ વાડી મારા મામાની છે,હુ શુ કામ કોઈને પુછીને આવું.ત્યારે વાડીના માલિકે પાછું પુછ્યુ,
" શુ નામ છે તારા મામાનુ?"
એટલે ભાઈ મારા બાપાનુ આખું નામ બોલી ગયો,અને પાછો કહે છે કે હવે શાંતિથી કેરી ખાવા દયો નહીતર મામાને કહી દઇશ.
ત્યાં પેલો માલીકે પાછું પુછ્યુ,
"તારી મમ્મીનું નામ ક્ષમાબેન છે"
અને આ ભાઈ હા કાકા હા અને હવે કંઈ પુછતા નહી.
ત્યાં માલિકે કહ્યું,
"ઓકે બેટા ચાલ મારી સાથે આ કાચી કેરી ખાતો નય હુ તને પાકી કેરી ખવડાવું."
ભાઈ તો મોજમાં આવી ગયા અને ત્યાં માલિક સાથે જઈને કેરીઓ ઉપર કેરી દાબવા લાગ્યા અને પેલા માલિકે મારા પપ્પાને ફોન કર્યો અને કીધું,
"એલા ટોપા તે મારી ક્યારે ખરીદી લીધી?"
એટલે મારા પપ્પાને કંઈ ખબર ન પડતા બોલ્યા,
"તને કોણે કીધું મે તારી વાડી ખરીદી લીધી ડફોળ"
ત્યાં વાડીના માલિકે જવાબ દેતા કહ્યું,
"આ તારો ભાણીયો મારી વાડી આવી કેરી ખાતો હતો અને મે તેને પુછ્યું કે કોને પુછીને આવ્યો છે તો મને કહે વાડી મારા મામાની છે."
મારા હસી હસીને ઊંધા વળી ગયા અને કીધું,
"એલા ઈ ટાબરીયુ ત્યાં આવી ગયુ,મારો જ દીકરો લઈને આવ્યો હશે અને તેણે કીધું હશે વાડી આપણી છે,હુ આવું છુ ત્યા તે ટાબરીયાને જવા નય દેતો કયાય અને મારો કુંવર પણ ત્યાં જ હશે બંનેને રાખ."
વાડીના માલિકે મને પણ પકડી લીધો અને મારી તો ફાટી ગઈ હતી પણ ભાઈ હજી કેરીઓ મોજથી ખાતા હતા.
થોડીવરમાં મારા પપ્પા આવ્યા અને લવને કેરી ખાતો જોય લવને કીધું,
"ભાણાભાઈ આપણી વાડીની કેરી કેવી લાગી?,છે ને મસ્ત"
ત્યાં ભાઈ હાથ દેખાડી કહે,"નંબર વન છે કેરી."
આ બંનેને જોઈ પેલો વાડીનો માલીક બોલ્યો,
"એલા તમે બંને મામા-ભાણીયા મારો ટકો કરી નાંખવાના છો.
લવના મામા - કેમ ભાઈ તારી કેરીના કેટલા થયા બોલ અમારા ભાણાને મોજ આવવી જોવે બીજું કંઈ નય નહીતર નોકરી પરથી કાઢી મુકીશ,કેમ ભાણીયાભાઈ?"
લવ - હા મામા.
વાડીના માલિકે - ઓકે સાહેબ,અને આ શેઠના મમ્મી ક્યાં છે તે પણ આવી છે કે આ શેતાન જ આવ્યો છે.
લવના મામા - એલા ભાઈ તે મારા ઘરે છે,ચાલ અને જીગર તે કહ્યું હતુ કે આ આપણી વાડી છે.
જીગર - હા તે ના પાડતો હતો અહી આવવાની એટલે
લવના મામા - હાલો ઘરે.


*******************************
જીગર વાત પુરી કરતા કહે છે,
"જ્યારે ભાઈને ખબર પડી કે વાડી અમારી નથી ત્યારે ભાઈની જોવા જેવી હાલત હતી."
લવ - ભાઈ તમે પણ ત્યારે તો હું સાત વરસનો જ હતો અને ત્યારે એવી ક્યા ખબર પડે.
જીગર - ઓકે ભાઈ ચાલો બધા જમી લઈએ પછી હુ બધાને ટેરેસ પર લઈ જઈ વાત કરી લઉં.
લવ અને એકસાથે બોલે છે,
"ઓકે"

*********************************
આ બાજુ રોકી અને જાનકી બોઉ જ ખુશ હતા કે એની બંને વચ્ચેનો સૌથી મોટો કાંટો લવ તેના રસ્તામાંથી નીકળી ગયો.




શુ થશે જ્યારે લવના પપ્પાને આ બધી વાતોની ખબર પડશે?
કેવા હશે લવના પપ્પાના રીએક્શન કે જ્યારે તેમને ખબર પડશે કે તેના દિકરા પર એવા આરોપ લાગ્યા છે કે જેમાં તેનો હાથ નથી?
વાંચતા રહો મારી યાદોની વાતો બેક ટુ બેક...

ક્રમાંશ...