Vatoma tari yaad - 8 books and stories free download online pdf in Gujarati

વાતોમાં તારી યાદ... - ૮...

હવે આગળ,

જીગર તેની ક્રશનું નામ કહેવા જાય છે,એટલામાં લવના પપ્પા અને જીગરના પપ્પા આવી જાય છે.

લવના મામા - એલાવ તમારે સુવું નથી,દોઢ વાગવા આવો,સવારે પાછા વેલા નય ઉઠો,હાલો સુવા નીકળો.
લવ અને જીગર સુવા જાય છે,પણ લવે કોલ કટ નહોતો કર્યો,બસ ખીસ્સામાં નાખી દીધો હતો.
લવ રૂમમાં આવે છે અને ફોન માં જોવે છે,કોલ હજી ચાલુ જ હતો.
લવ - અરે તુ હજી જાગે છો.
જાનકી - હા,તારે ક્યાં ચિંતા છે મારી,હોત તો આમ ન કરેત.
લવ - શું કર્યુ?
જાનકી - જાણે કાંઈ ખબર જ ન હોય,
લવ - પણ મને નથી,શું થયું કહેવાનું છે,કે હુ સુઈ જાવ.
જાનકી - કાંઈ નહી,એ તો કે જીગરભાઈની ક્રશ કોણ હતી?
લવ - તને સમજવી અઘરી છે,હમણાં નાના છોકરાની જેમ કરતી હતી અને હવે કે કાંઈ નથી થયું.
જાનકી - તો તુ ક્યાં કહે છો,એટલે જ મારે નાના બાળકોની જેમ જીદ કરવી પડે.
લવ - ઓકે અને તુ અમારી વાત સાંભળતી હતી,જો
જાનકી - મે ક્યા તને કોલ કટ કરવાની ના પાડી હતી,કરી નખાયને કટ.
લવ - હવે સુઈ જવી મારી સ્વીટહાર્ટ.
જાનકી - આ ન ગમ્યું,પેલું જાનુ જ કે.
લવ - ઓકે મારી મા
જાનકી - અરે મા નહી, જાનુ કે બસ
લવ - ઓકે મારી જાનુ સુઈ જવી.
જાનકી - બસ આટલું જ.
લવ - તો હવે બીજું શું કહું?
લવ ઈયરફોન માં વાત નહોતો કરતો, અને બધું જીગર સાંભળતો હતો એટલે જીગર લવની મસ્તી કરતા બોલે છે.
જીગર - લવ તારી જાનુને આઈ લવ યુ કે બીજું કંઈ નય અને સુઈ જા.
લવ વિચારવા લાગે છે કે આને ક્યાથી સંભળાયા છે તે મને આવુ કીધું.
જાનકી - જો જો જીગરભાઈને પણ ખબર છે,હુ શુ સાંભળવા માંગતી હતી,બાઘો જ રહેવાનો.
લવ - તો તુ સુધારી દેજે.
જાનકી - હા હવે ઈ બાકી
લવ - ઓકે ગુડ નાઈટ જાનુ,અને આઈ લવ યુ મારી જાનુડી.
જાનકી - ગુડ નાઈટ દીકુ,આઈ લવ યુ ટુ.
હવે લવ અને જાનકી સુવાની તૈયારી કરે છે,જાનકી તો સુઈ ગય હતી,પણ લવ હજી જાગતો હતો.
ત્યાં લવને યાદ આવે છે કે જીગર તેની ક્રશનું નામ કહેતો હતો પણ ત્યાં તેના પપ્પા અને મામા આવી ગયા,એટલે જાણી ન શક્યો હતો.
તે જીગરને પાછું પુછે છે,એટલે જીગરને એમ થયું કે આને કહી દઉં નહીતર સુવાનું નામ નય લેય.
જીગર - એનું નામ કૃતિ હતું,બસ બીજું તેના વિશે કંઈ જાણતો નથી અને હવે કાંઈ પૂછતો નય છાનોમાનો સુઈ જા.
લવ વિચારવા લાગે છે કે રવિની બહેન તો નય હોયને એટલે તે બોલવા જાય છે.
લવ - શું કૃતિ?
જીગર - લવ હવે તો સુઈ જા અને મને પણ સુવા દે ને ભાઈ.
લવ - ઓકે સુઈ જાવ.
લવ એ બધુ વિચારવાનું છોડી,જાનકીની યાદોના સ્વપ્નોમાં ખોવાય જવા સુઈ જાય છે.
એક રાત ઘણા સ્વપ્નોની યાત્રા કરાવે છે,અને ઘણી એવી દુખભરી આપણી સાથે થયેલી ઘટના પણ યાદ દેવડાવે છે.

જેમ જેમ રાત વીતતી જાય છે,એટલે સુરજદાદા પોતાના સમયે પોતાના રથ પર સવાર થઇ એક નવો દિવસ લાવે છે.
સવારના સાત વાગ્યા હતા,જીગર તો જાગી ગયો હતો.
લવ હજી જાગ્યો નહોતો,પણ તેના ફોનમાં મેસેજ આવતા હતા અને તેનો ટુ ટુ અવાજ ચાલુ જ હતો.
જીગર તૈયાર થઇ જાય છે અને તે લવને જગાડવા આવે છે,તે જોવે છે કે લવના ફોનમાં એકધારા મેસેજ આવતા હતા,પણ લવ હજી પથારીમાં પડ્યો હતો કુંભકર્ણની જેમ.

જીગર : રાતે સુવાનું નામ નહોતો લેતો અને અત્યારે ઉઠવાનું,જલ્દી ઉઠ આ તારા ફોનમાં મેસેજ પર મેસેજ આવે છે.કોઈક આવી જશે તો પછી કાંડ થઇ જશે.
લવ : તમે મને સુવા દયો,મારા મમ્મી આવશે જગાડવા અને મેસેજ બીજા કોઈના નય ઓલીના જ હશે,ઈ જાગી ગય હશે,વહેલી અને કોઈ નય મળું હોય એટલે સવાર સવારમાં મેસેજ પર મેસેજ કરતી હશે.
જીગર : બોઉ કોન્ફીડન્સથી કહે છો,એના જ મેસેજ હશે,હુ પણ જોઉં.
જીગર લવનો ફોન લેવા જાય છે તેની પેલા લવ જાગીને ફોન હાથમાં લઇ લે છે.
લવ : થોડુક તો પ્રાઈવેસી જેવુ રહેવા દયો અને તમને પણ આજે મળી જાશે મેસેજ કરવાવાળી.
જીગર : લવ તુ ઘણો બદલાય ગયો છો,કોલેજમાં આવ્યા પછી.
ઓકે હુ નીચે જાઉ છુ તુ તૈયાર થઇને આવી જા,આઠ વાગી ગયા છે,દસ વાગ્યે નીકળવાનું છે,મોડું નય કરતો.
લવ : તમારે બોઉ ઉતાવળ લાગે,મોડા જશું તો છોકરી ના નય પાડી દે.
જીગર : એટલે તુ મોડું કરવાનો છો,ઊભો રે ફુઆને મોકલું.
લવ : તમારા ફુઆને નય ફઈને મોકલજો.
જીગર નીચે આવે છે અને લવ પાછો સુઈ જાય છે.
જીગર લવની મમ્મીને જોતા જ કહે છે,
જીગર : ફઈ તમારા રાજકુંવરનું ફરમાન છે,તમે તેને જગાડવા જાવ.
જીગરની વાત લવના પપ્પા સાંભળી જાય છે.
લવના પપ્પા : જા હજી લાડ-લડાવ,રોજનું નાટક છે,આ બંને મા-દીકરાનું.
જીગરના પપ્પા એટલે કે લવના મામા આવે છે.
લવના મામા : શુ પટેલ સવાર સવારમાં મારી બેન અને ભાણીયાનું નાટક છે?
લવના પપ્પા : અરે કાંઈ નહી,આ તમારી બેન જ્યાં સુધી તમારા ભાણીયાને જગાડવા નય જાય ત્યા સુધી અમારા રાજકુંવર સુતા
રહેશે.
લવના મામા : હા બેન જા જલ્દી પછી છોકરીવાળાને ત્યા જવામાં મોડું થાશે.
લવના મમ્મી કંઇપણ બોલ્યા વગર લવને જગાડવા ચાલ્યા જાય છે.આ બાજુ રવિના ઘરે દોડાદોડી ચાલતી હતી.રવિના ઘરે તેના ફઇ-ફુઆ અને તેમના છોકરા આવ્યા હતા.રવિના ફોઇને એક છોકરી જેનુ નામ ક્રિશા હતું,જે કૃતિને તૈયાર થવામાં મદદ કરતી હતી પણ તેનાથી એકલા આ કામ કરવું શક્ય નહોતું.
એટલે રવિએ જાનકી અને સ્નેહાને ફોન કરી જલ્દી આવવા કહયું.
થોડીકવાર થય ત્યા જાનકી અને સ્નેહા આવી ગયા અને સ્નેહા રવિની મશ્કરી કરતા રવિને કહે છે,
સ્નેહા : કેમ આટલુ બધુ દોડાદોડ કરે છો? તને જોવા આવવાના છે કે શુ?😂😂😂.
રવિ : સ્નેહા મસ્તી પછી કરીશું,તમે બંને જઈ કૃતિદીદીને તૈયાર કરવામાં હેલ્પ કરો,ત્યાં ક્રિશા પણ હશે.
સ્નેહા : ઓય તારા હાડકા તોડી નાંખીશ,અને કોણ છે આ ક્રિશા?😠
રવિ : અરે મારી મા શાંતિ રાખ,એ મારી ફોઈની છોકરી છે.
સ્નેહા : તો બકને પુરૂ.
જાનકી : સ્નેહા તુ ચાલને જલ્દી અને રવિ ક્યો રૂમ છે? કૃતિદીદીનો.
રવિ : અહીં થી ઉપર જાવ એટલે ડાબી બાજુનો રૂમ છે.
જાનકી : લવને કેમ નથી દેખાતો,
સ્નેહા : હમણા મને કહેતી હતી કે વાતો કરવા લાગી,કેમ બોઉ યાદ આવે છે લવની 😉
રવિ : તમે બંને મારી હેલ્પ કરવા આવી છો કે પછી?😡
સ્નેહા : જાનકી ચાલ જલદી આ તો બગડયો.
જાનકી અને સ્નેહા બંને કૃતિના રૂમમાં જાય છે,ત્યાં કૃતિ તૈયાર થતી,પણ તે નક્કી નહોતી કરી શકતી કે શું પહેરવું.
કૃતિ જાનકી અને સ્નેહાને જોતા કહે છે,
કૃતિ : તમે બંને અહીં સવારમાં
જાનકી : કાંઈ નહી કૃતિદીદી રવિ અમને બોલાવ્યા છે,તમને તૈયાર કરવા માટે એટલે આવ્યા છીએ.
સ્નેહા : જો તમને પ્રોબ્લેમ હોય તો અમે ચાલ્યા જઋઈએ અહીથી,😅 કેમ જાનકી.
કૃતિ : અરે ના એવું નથી,બસ એમ જ પુછ્યુ,તમે બંને અહીં આવી કહો કે હુ ડ્રેસ પહેરું કે સાડી?
જાનકી : તમને જો સાડી પહેરવી હોય તો હુ સારા એવા તૈયાર કરી દઈશ.
કૃતિ : તો મને તુ સાડી જ પહેરવામાં મદદ કર,હુ પણ જીવને મારા ભાઈની ફ્રેન્ડ કેવી સાડી પહેરાવે છે? અરે સોરી હો,આ મારી ફોઈની છોકરી ક્રિશા છે,તેનો પરિચય કરાવવાનો રહી જ ગયો આ તૈયાર થવાની માથાકુટમાં અને ક્રિશા આ જાનકી અને સ્નેહા છે,રવિની કોલેજમાં સાથે જ છે.
જાનકી : કૃતિદીદી આ બધું પત્યું હોય તો મને તમારી સાડીનું કલેક્શન બતાવો,હુ તેમાંથી એક સારી સાડી ગોતી દઉ.
કૃતિ : ઓકે પેલો કબાટ ખોલ તેમાં છે,ઘણી બધી સાડીઓ.
જાનકી : કૃતિદીદી આ લાઈટ પીંક કલરની સાડી સારી લાગશે.
કૃતિ : ઓકે અને આ બઘી સાડી મારા મમ્મીની છે અને મે સાચવીને રાખી છે,પણ ક્યારેય પહેરતા નથી શીખી શકી.
જાનકી : ઓકે પ્રોબ્લેમ નય હુ તમને શીખવતી જશ.
જાનકી કૃતિને સાડી પહેરાવતી જતી અને શીખવતી જતી,થોડીકવારમાં જાનકી કૃતિને તૈયાર કરી દે છે.
કૃતિ : શું વાત છે? જાનકી તને તો સારુ એવું આવડે છે,આ બધું તારી મમ્મીએ શીખવ્યું હશે કેમ?
કૃતિના મોઢેથી મમ્મી સાંભળતા જાનકી થોડીક રડવા જેવી થઇ ગય એટલે કૃતિને લાગ્યું કે તે કાંઇક ન બોલવાનું બોલી ગય છે.
કૃતિ : સોરી જાનકી મારાથી કાંઇક આડુંઅવળું બોલાય ગયુ હોય તો
સ્નેહા : કૃતિદીદી તેની હાલત પણ તમારી જેવી જ છે પણ ફરક એટલે છે કે એ જ્યારે ચાર વર્ષની હતી ત્યારે જ તેની તેને છોડીને ચાલી ગયો હતી,લગભગ તેને તેની મમ્મી યાદ આવી ગયા હશે,બીજું કંઈ નય હોય.
કૃતિ : સોરી મને નહોતી ખબર જાનકી
જાનકી : કાંઈ નહી,તમને ક્યા ખબર હતી અને તમે ક્યા ભુલ કરી તે સોરી કહો છો. તમને પણ ખબર હશે કે માની ખોટ કેવી વરતાય.
સ્નેહા : ચાલો કૃતિદીદી તમને હળવો મેકઅપ કરી દઉં,આમપણ તમારે તેની જરૂર નથી તો પણ છોકરાવાળાની સામે સારી એવી ઈમ્પ્રેસન પડવી જોઈએ.
ક્રિશા : હા સ્નેહા અને કૃતિદીદી વધારે મેકઅપ કરવા પણ નહી દેય.
સ્નેહા અને ક્રિશા હવે કૃતિને મેકઅપ કરવા લાગે છે.
કૃતિ તૈયાર થય અરીસામાં જોવા જાય છે.
કૃતિને તો આજે એવી તૈયાર કરી હતી કે તેની સામે સ્વર્ગની અપ્સરા પણ કાંઈ ન કહેવાય.
સ્નેહા : બીજાની તો ખબર નહી પણ જે જોવા આવવાનો છે એ આજે ઘાયલ થય જવાનો છે,તમને જોય કૃતિદીદી તેની આંખ પહોળીને પહોળી જ રહી જશે.
જાનકી : જો સ્નેહા તુ ચાલુ થય ગય અને તુ બધાની મસ્તી કરવાનું ચાલુ કરી દે છો.
ક્રિશા : કેમ જાનકી મારી કૃતિદીદીમાં કંઈ ખામી લાગે છે.
જાનકી : ના ક્રિશા એવું નથી,તને આ સ્નેહાનો પરીચય નથી,આ છે ને બોઉ મસ્તીખોર છે,અને ઉપરથી આને રવિની પણ કંપની મળી રહે એટલે કોલેજમાં મને અને લવને હેરાન જ કર્યા કરે.અત્યારે કૃતિદીદીની મસ્તી કરવાનું ચાલું કર્યું.બાકી કૃતિદીદી સારા જ લાગે છે.
ક્રિશા : ઓકે હુ નીચે જાવ,જાનકી અને સ્નેહા તમે બંને અહીં બેસો કૃતિદીદી સાથે અને જોયને આવું ક્યારે આવે છે મારી દીદીને જોવા.
ક્રિશા નીચે જાય છે,ત્યાં તેને રવિ મળે છે,અને તે રવિને પુછે છે.
ક્રિશા : રવિ ક્યારે આવે છે છોકરાવાળા,કૃતિદીદી તૈયાર થઇ ગયા છે.
રવિ : બસ હમણા જ આવતા હશે,હુ તને કહુ ત્યારે કૃતિદીદીને નીચે લઇને આવજે.
ક્રિશા : ઓકે ભાઈ.
ક્રિશા પાછી કૃતિને રૂમમાં જાય છે.


લવના મામાના ઘરેથી બધા રવિના ઘરે જવા નીકળે છે.
જીગર કરતા તો લવને ઉતાવળ વધારે હતી,તેને જોવું હતુ કે એવી તો કેવી છોકરી તેના પપ્પા ગોતી લાવ્યા છે.
બધા રવિના ઘર પાસે આવી ઊભા રહે છે,એટલે લવને આશ્ચર્ય થાય છે,અને તેના પપ્પાને પુછવા જાય છે પણ તેના પપ્પા તેને ચુપ રહેવા જ કહે છે.
બધા રવિના ઘરમાં અંદર જાય છે.
લવને તો હજીપણ કાંઈ ટપ્પો નહોતો પડતો એટલે તેણે ચુપ જ રહેવાનું નક્કી કર્યું.
ઘરમાં જતા રવિના પપ્પા બધાને આવકારો આપે છે.
લવ રવિ પાસે જાય છે,એટલે રવિ લવની મશ્કરી કરતા,
રવિ - અરે લવ તુ અહી કંઈ કામ હતું એટલે આવ્યો.
લવ : ના મારે કાંઈ કામ નથી,હુ તો મારા મામાના છોકરા માટે છોકરી જોવા જતા હતા પણ મારા પપ્પા અહી લઇ આવ્યા,મને કાંઈ નથી સમજાતું.
રવિ : કાંઈ વાંધો નહી હમણા સમજાય જશે.
રવિએ ક્રિશ્રાને કોલ કરી કૃતિદીદીને નીચે આવવા કહ્યું.
કૃતિ સાથે જાનકી અને સ્નેહા બંને ને જોય લવ પાછો વિચારવા લાગ્યો આ બંને અહીં શું કરે છે?
રવિના પપ્પા તેમાની બહેન અને પટેલ બધાનો પરીચય કરાવે છે,પછી રવિનો પરીચય આપતા કહે છે ત્યા લવના મામા બોલે છે.
લવના મામા : એનો પરીચય નથી આપવાની જરૂર કાલે જ મળ્યા હતા,અને પાછો લવનો નાનપણથી મિત્ર છે,એટલે એટલે એના ગુણેગુણની ખબર હોય જ કેમ લવ.
આ તરફ જીગરની હાલત પણ લવ જેવી થય ગય હતી,કેમ કે જેને તે કોલેજકાળમાં પોતાની વાત ન કરી શક્યો તેને આજે જોવા આવ્યો હતો.
લવના પપ્પા હવે મુદ્દાની વાત કરતા રવિના પપ્પાને કહે છે,
લવના પપ્પા : હવે આપણે કામની વાત કરવી તો સારુ રહેશે.
રવિના પપ્પા : ઠીક છે પણ જીગર અને કૃતિના મનની વાત પણ જાણી લઈએ,જીગર તારે જે કંઈપણ પૂછવું તે પુછી શકે છો.
લવના પપ્પા : આમ તો કંઈ રીતે આ જીગર પુછશે.બધાની વચ્ચે શરમાશે,એક કામ કરો તમે બંને એકાંતમાં વાત કરી લ્યો અને તમારો નિર્ણય કહી દયો.
હવે લવને બધી વાત જાણતા થતા પહેલા તો રવિને ઉપાડે છે.

લવ :એટલે રવિભાઈ કાલે રાતે ભેગા થવાની ના પાડી હતી,તને તો પછી જોય લેશે અને જીગરભાઈ તમારે ક્યાં વાત કરવી હતી,તમે તો કાલે તો હા જ પાડી દીધી હતીને તો વાત કરવાની શું વાત છે?
લવના પપ્પા : તુ ચુપ રે ને
જીગર : ફુઆ મારે કાંઈ નથી પૂછવું અને લવ મે ક્યા કીધું કે મારે એકલાંમાં વાત કરવી છે,પણ જો સામેવાળી પાલ્ટીને કંઈ પુછવુ હશે તો તો જવું તો પડશે.
લવ : ઓકે જાવ કરી લ્યો વાત.
શ્રૈયા : લવ જવા દે આમપણ હવે એ જોરૂ કા ગુલામ બનવા તલપાપડ થાય છે.
બધા શ્રૈયાની વાત સાંભળી હસવા લાગે છે.
કૃતિ જીગરને લઈને ગાર્ડનમાં જાય છે.
કૃતિ : શુ વાત છે? આટલા વર્ષો પછી યાદ આવી આ મિત્ર કે તને ખબર હતી કે તુ જેને જોવા જવાનો છો એ હુ છુ એટલે લવ કહેતો હતો કે તારી પહેલાથી જ હા છે કેમ?
જીગર : ના એવું કંઈ નથી અને આપણે વડોદરા સાથે ભણતા અને પુરૂ થયા પછી હુ ભરૂચ મારા પપ્પાના બિઝનેસમાં જોડાય ગયો અને મને પણ ખબર નહોતી કે જેને જોવા જાવ છું કે જે તુ છો,અને મને લવના પપ્પા પર પુરો વિશ્વાસ હતો એટલે જ મે હા પાડી દીધી હતી.
કૃતિ : ઓકે મારે તો કાંઈ નથી પૂછવું અને તારે કંઈ પુછવુ હોય પુછી લે પછી કહેતો નય હુ ગમતી નથી.
જીગર : ગમવાનો કે ન ગમાવાનો સવાલ જ ઊભો જ નથી થતો કેમ કે આજે તને એ કહેવા જાવ છે જે મે કોઈને પણ કીધું નથી.
કૃતિ : બોલ જલ્દી,બધા રાહ જોવે છે.
જીગર :કૃતિ તુ મને કોલેજમાં સાથે હતા ત્યારે જ ગમતી હતી પણ મારા આ નાનકડા દિલની વાત તને ના કરી શક્યો પણ...
કૃતિ : પણ શુ ડોબા,જલ્દી બોલ આઈ લવ યુ,મોડું થઈ જશે તારે તો.
જીગર : કૃતિ તુ મને કોન્સનટ્રેટ કરવા દઇશ,હવે વચ્ચે નય બોલતી.
કૃતિ જીગરને હગ કરી લે છે,એટલે જીગર કૃતિના કાનમાં ધીમેથી બોલે છે,
જીગર: કૃતિ આઈ લવ યુ,તુ મારા જીવનની સફરમાં સાથી બનીશ.
કૃતિ : ના પાડીશ તો ચાલ્યો જઈશ બોલ.
જીગર : મને ખબર છે,તુ ના તો નથી પાડવાની પણ તારામાં ઘણા બદલાવ આવી ગયા છે,મને તુ જેવી છો એવી જ ગમે છે,અને હવે છુટા પડીએ કોઈક જોય જશે તો પછી એમ વિચાર છે હજી સગાઈ પણ નથી થઈ અને ચાલુ થઇ ગયા.
કૃતિ : જાને ડોબા(કૃતિ જીગરને હળવેકથી માથામાં ટપલી મારતા કહે છે.)
જીગર: ક્યા જાવ ડોબી.
બંને પોતાની વાતોમાં હજી મશગુલ હતા,રોહિત અને કાવ્યા બંનેની વાત સાંભળી રહ્યા તેની પણ તે લોકોને ખબર નહોતી.
થોડીકવાર થય એટલે કાવ્યા બંનેની પાસે આવે છે,અને બોલે છે.
કાવ્યા: તો કૃતિમેડમ અમે આ સંબંધ પાક્કો માનીએ.
રોહિત : એમ માનવાનું છું આ બંને તો જો કેવા ચોંટીને ઊભા હતા,ચાલ બધાને કહીએ.
કૃતિ તો બંનેને જોતા જ
કૃતિ : કેમ નોટંકીઓ અહીં શું કરો છો? અને રોહિત કેવા જવું છે અમે શું કરતા હતા એ,ઊભો રે તુ.
કૃતિ રોહિતને પકડવા દોડે છે,એટલામાં સાડી પગમાં ફસાતા પડવા જતી હતી ત્યાં જીગર તેને પકડી લીધી,રોહિત અને કાવ્યાને કહે છે,
જીગર : તમને બંનેને શું પ્રોબ્લેમ છે? આ મારી સ્વીટુ પડી જાત હમણાં.
કાવ્યા : ઓકે,કોઈને કંઈ નય કહેવી અહી જે વાત થઈ ઈ.
રોહિત : તો જલ્દી ચાલો અને હા પાડી દયો કૃતિદીદી,સોરી કૃતિભાભી 😆
કૃતિ : લવ સાચુ જ કે છે,તમે બંને બોઉ મોટા નોટંકી છો,અને તમે જાવ અમે આવીએ છીએ.
રોહિત અને કાવ્યા : ઠીક છે,અમે જઈએ,અને જીગરભાઈ શરમાતા નય હો.
જીગર : ઓકે મારા દીકાઓ.
રોહિત અને કાવ્યા ના ગયા પછી કૃતિ અને જીગર ગાર્ડનમાં હીંચકા પર બેસી પાછા વાતો કરવામાં મશગુલ થઈ જાય છે.
કૃતિ જીગરનો હાથ પકડે છે અને કહે છે,
"જીગર મને તારી સાથે લગન કરવામાં કંઈ પ્રોબ્લેમ નથી,પણ જ્યારે મને ખબર પડી કે જે છોકરો જોવા આવવાનો છે,તે તેની ફેમીલી સાથે ભરૂચમાં રહે છે,તો મને ત્યારે એમ થયું કે ના પાડી દઉં પણ પછી લવના પપ્પા કીધું તે અહીં સુરત રહેવા આવી જાય છે,પછી મે કાચા મને હા તો પાડી દીધી,પરંતુ મને રવિ અને પપ્પાની હજી ચિંતા થાય છે કે તેઓ એકલા પડી જશે."

કૃતિની આ ચિંતાભરી વાત સાંભળી જીગર કહે છે,
" તુ રવિની અને તારા પપ્પાની ચિંતા ન કર અને આમપણ અમે આ જ એરિઆમાં રહેવા આવ્યા છીએ,લગ્ન પછી આવતી-જતી રહેજે,મને ખબર છે કે તારા મમ્મી નથી રહ્યા અને હુ પણ લવ સાથે આવ્યો હતો તે દિવસે હુ અંદર નહોતો આવ્યો નહીતર ત્યારે જ હુ મારી કૃતિને મળી લેત,હવે આપણે જઈએ નહીતર તે લોકોને લાગશે,આ બંનેની કેવી વાતો છે હજીપણ ન આવ્યા.

રોહિત અને કાવ્યા હોલમાં આવે છે,એટલે લવ તેને બંનેને પુછે છે,
લવ : ક્યા ગયા હતા તમે બંને,શાંતિ તો નય જ લેવાની,તે લોકોને પણ શાંતિથી વાત નય કરવા દીધી હોય તમે બંનેએ મળીને.
રવિ : નયનકાકા આ બંનેને હોસ્ટેલમાં મુકી આવો,ત્યારે જ સીધા થશે.
લવના પપ્પા : હોસ્ટેલમાં તો તમને બંનેને મુકવા જવાની જરૂર હતી,આ બંને કરતા વધારે તો રવિ તે અને લવે બધાને હેરાન કરતા નાના હતા ત્યારે.
રવિના પપ્પા : સાચી વાત છે,કૃતિ અને જીગર કેમ ન આવ્યા હજી,બોઉ પુછપરછ કરતા હશે,તે બંને.
કાવ્યા : હા કાકા અને કૃતિદીદી અને જીગરભાઈ બંને કોલેજ- ફ્રેન્ડ છે,એટલે વાર લાગે છે,બંનેની પંચાત એમ નય પુરી થાય અને પાછા બંને ઘણા વર્ષો પછી મળ્યા છે.
રોહિત : અરે ડોબી જીગરભાઈ આપણને કંઈપણ કહેવાની.
(કાવ્યા ની વાત સાંભળતા રોહિત કહે છે.)
ત્યાં જીગર અને કૃતિ આવે છે.
જીગર : અમારા બંનેની હા છે,હવે તમે બધા આગળ વધી શકો છો,અને કાવ્યા તારાથી કંઇપણ સિક્રેટ ન રહે,કહી પણ દીધું.
લવના પપ્પા : એ તમે બધા પછી લડી લેજો,તો સાલા-સાહેબ મોઢું મીઠું કરો,અને સગાઇનું નક્કી કરી નાખો જલ્દી એટલે હુ છુટો થાવ.
રવિના પપ્પા : એલા તમારે ક્યા જવું છે?
લવના પપ્પા: જવુ તો કંઈ નથી,જીગરનું ગોઠવાય ગયું એટલે હવે શ્રૈયાનો વારો છે.
લવ : તમે બધા નક્કી કરો જલ્દી શ્રૈયાદીદીનું એટલે મારો પણ વારો આવી જાય.
રવિ : કાકા આને ઉતાવળ થઇ લાગે છે,ગોતી દયો પેલા આને.
(રવિ લવની મસ્તી કરતા લવના પપ્પાને કહે છે.)
રવિના પપ્પા : હજી ભણવાનું પુરૂ નથી થયું,નોકરી નથી અને છોકરી જોતી છે લવ.(રવિના પપ્પા હસતા હસતા કહે છે.)
લવના મામા : અરે શુ વાત કરવાની હતી અને ક્યા પહોંચી ગયા તમે બંને.( લવના મામા રવિ અને તેના પપ્પાને કહે છે.)
રવિના પપ્પા : તમે તેની ચિંતા નય કરો મે અમારા ગોરદાદા પાસે તારીખ લઈ લીધી છે,આવતા રવિવારે સગાઇ કરી નાખવી,અને પછી મને જીગરની જન્મ-કુંડળી આપજો એટલે લગ્નની પણ તારીખ જોવડાવી લઈશ.
લવના પપ્પા : ઠીક છે,રવિ તુ આજે લઈ જાજે તો અમે હવે નીકળએ.
રવિના પપ્પા : ઠીક છે,તો તમારે જ્યારે ખરીદી કરવા જવાનું હોય ત્યારે રવિને કહી દેજો,હુ ત્રણ-ચાર દિવસ માટે મારે અમદાવાદ જવાનું છે,અને લવ આનું ધ્યાન રાખજે,કૃતિ અને રવિ તમે બંને એવું લાગે તો નયનભાઈ ઘરે વઈ જજો,કંઈ વાંધો તો નથીને નયનભાઈ આ બંને તમારા ઘરે રોકાવા આવે તો.
લવના પપ્પા : અરે એમાં પૂછવાનું થોડું હોય,રવિ અને કૃતિ ક્યા કોઈ બીજા છે,અને આમપણ રવિને મોજ પડી જશે.
કાવ્યા : લ્યો એક શૈતાન ઓછા હતા તો હવે આ પણ આપણને ખીજાવવાનો મોકો નય મુકે.(રવિ સામે જોય કાવ્યા કહે છે.)
રવિ : કાવ્યાદીદી અમે તમને હેરાન કરવી કે તમે અમને?
(રવિ કાવ્યાને આંખ દેખાડતા કહે છે.)
લવ : રેવા દે નહીતર આ જાનકી પાછી આપણા પર તાડુકશે.
શ્રૈયા : લવ શાંતિ રાખ નહીતર કોલેજમાં એકલો હશે ત્યારે લેવાના દેવા નય થઈ જાય.
સ્નેહા : હા લવ ધ્યાન રાખજે, રવિને બચાવવા તો તુ છો પણ તને કોણ બચાવશે.
જાનકી : તમારું બંનેનું થઇ ગયુ હોય તો નીકળવી સ્નેહા.

બીજા દિવસે જીગર અને કૃતિની સગાઇની તૈયારીઓ ચાલુ થઇ જાય છે.
જીગર અને કૃતિ માટે હવે એક રાત બાકી હતી પછી આ બંને એકબીજાના બંધનોમાં બંધાવવાના પહેલા પગથીયા પાર કરવાના હતા.
ગુજરાતીઓની એક ખાસયીત છે, ઘરે નાનો કે મોટો ગમે-તેવો પ્રસંગ હોય પણ તહેવારથી ઓછા નય હોય.
હવે થોડા દિવસોમાં લવની ફસ્ટ સેમેસ્ટરની પરીક્ષા આવી જય
છે,એટલે રવિ,જાનકી અને સ્નેહા લવના ઘરે વાંચવા આવી જતા.
ફસ્ટ સેમેસ્ટરની એક્ઝામ પુરી થાય છે અને સમય વિતતો જાય છે.
આમ જ ચારેયના કોલેજના એક વર્ષ પુરા થઈ ગયા હતા.
હવે કોલેજનું બીજું વર્ષ ચાલુ થઇ જાય છે અને ડિપ્લોમા કરીને આવેલા નવા સ્ટુડન્ટ આવે છે તેમાં જાનકીના પપ્પાના બિઝનેસપાર્ટનરનો દિકરો રોકી પણ આ જ કોલેજમાં આવે છે,તે લવના ગ્રુપમાં ભળી જાય છે,પણ રોકી જેટલો સીધો દેખાય છે એટલો જ હરામી છે,જે આ ચારેયના ખબર નથી પડતી.


હવે આવતા ભાગના એક્સચેંજમાં મોટો બોમ્બ ફુટવાનો છે,અને સોરી આ વખતે આ ભાગ આવતા વાર લાગી.
મારી આ વાર્તા વાંચવાવાળા ઓછા છે,પણ જેટલા છે તે મારા માટે કરોડોમાં છે.
ધન્યવાદ મારા વાંચકમિત્રો મારી કાલ્પનિક વાતો જોવા બદલ.
ક્રમાંશ.
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED