હવે આગળ,
લવના પપ્પા,મામા બધા ટેરેસ પર જાય છે.
લવ,જીગર અને રવિ પાછા રૂમમાં જાય છે.
જીગર- લવને હુ તને કોલ કરૂ ત્યારે ટેરેસ પર આવી જજે.
આટલું કહી તે પણ ટેરેસ પર જાય છે.
ટેરેસ પર જઇ તે લવના પપ્પાને એકબાજુ બોલાવી બધી વાતો કરે છે.
ત્યાં લવના પપ્પાને મુંઝવણમાં જોતા રવિના પપ્પા કહે છે,
",શું થયુ નયનભાઈ,કંઈ મુશ્કેલી છે?"
લવના પપ્પા- ના એવું કંઈ નથી?"
લવના મામા- પટેલ કંઈક તો વાત તો છે જ જે હોય તે કહી દયો તો કંઈક નિકાલ આવે.
સ્નેહાના પપ્પા - હા નયનભાઈ અને એવું કંઈ નય હોય તો તમારા આવા હાવભાવ ન થાય.
લવના પપ્પા તો કંઈપણ બોલવાની હાલતમાં નહોતા.
ઈ તો ઈ બાપ જ જાણતો હોય વ્હાલાઓ કે જ્યારે સંતાનો પર આફતો મંડરાતી હોય અને કંઈ ન કરી શકે.
જીગર લવના પપ્પાની હાલત જોતા લવના પપ્પાને શાંતિથી બેસવા કહે છે અને પોતેજ બધી વાતો કહેવા લાગે છે.
બધાને શું બોલવું તે સમજાતું નહોતું,ત્યાંરવિના પપ્પા બોલે છે,
"નયનભાઈ દશરથભાઈ તો તમારા મિત્ર છે,તેને કહેવી તો કંઈક થશે."
જાનકીના પપ્પાનું નામ આવતા જીગર કહે છે,
"ના પપ્પા આવુ કરીશું તો લવ વધારે મુશ્કેલીમાં મુકાઈ જશે,અને ફુઆ અને જાનકી પપ્પા નાનપણથી મિત્ર છે એટલે તે વિશ્વાસ પણ કરી લે પણ તે પહેલા તેની દિકરીનું જ વિચારશે અને આમાં લવનું કરીયર પણ ખરાબ થવાના ચાન્સ વધારે છે.મારી પાસે એક ઉપાય છે તમે બધા કહો તો તે કરીએ."
લવના મામા- બેટા તુ જે કરવાનું કહે છો તેમાં તુ લવનું સારૂ જ થાય એવુ જ હશે.
જીગર - પપ્પા મારૂ માનવું એવું છે કે લવને આપણે બીજી કોલેજમાં ટ્રાન્સફર કરાવી દીએ,ત્યાં નવું વાતાવરણ મળશે અને આ અહી જ પુરૂ કરી દઈએ.
રવિના પપ્પા- એ તો સારૂ છે,પણ અમારો નંગ એકલો પડી જશે.
જીગર - ના એનું પણ ટ્રાન્સફર કરવાનું છે તમારી મંજુરી જોતી હતી અને હા કાકા(સ્નેહાના પપ્પાને) સ્નેહાને પણ ટ્રાન્સફર કરવું છે તો તમારી હા હોય તો
સ્નેહાના પપ્પા - ઓકે વાંધો નય આમપણ આ કોલેજમાં રહશે તો જાનકી તેમને પણ શાંતિ લેવા નય દેય.
રવિના પપ્પા - આ બધુ દશરથભાઈના નવા પાર્ટનરના લીધે જ થાય છે,મે તો દશરથભાઈને ઘણા સમજાવ્યા પણ અત્યારે તેમનો બિઝનેસ ફાસ્ટ છે એટલે સમજતા જ નથી.
લવના મામા - કંઈ નય હવે જે થઈ ગયુ,હવે આપણે છોકરાઓ શાંતિથી ભણતર પુરૂં કરી લે તે સારૂ છે અને જીગર કંઈ કોલેજમાં જવાનું વિચાર્યું?
જીગર - સીકે પીઠાવાલા માં નક્કી કર્યું છે,તમારી બધાની હા તો કાલે હુ લવ,રવિ અને સ્નેહાને લઈ ત્યાં જઈ આવુ તો.
રવિના પપ્પા - ત્યાં તો મારી ભાણી પણ છે,સારૂં થયું.
લવના મામા - ઓકે બેટા અને એ ત્રણેયને અહી બોલાવી લે.
જીગર - ઓકે.
જીગર રવિને કોલ કરી ટેરેસ પર આવવા કહે છે.
ત્રણેય ટેરેસ પર આવે છે અને લવની હિંમત જ નહોતી થતી તેના પપ્પાની સામે જવાની એટલે તે રવિની પાછળ જ ઊભો રહ્યો.
લવને આવી રીતે ઊભો જોય રવિના પપ્પા કહે છે,
"લવ તારા પપ્પા કે અહી બેઠા કોઈને પણ તે આવું કર્યું તેવુ લાગતું નથી એટલે તારે સંતાવાની જરૂર નથી,આગળ આવી જા અને તુ ચિંતા નય કરતો કંઈ ભી થશે તો જોય લેશું.
લવના મામા - લવ અમે બધા તારા કરતા મોટા છીએ પણ ક્યારેક તો એમ થાય કે તુ જ શીખવે છો કંઈ મુશ્કેલીનો સામનો કરવો અને આજે તુ ઢીલો પડી ગયો.
રવિ આ બધું સાંભળી રવિ ધીમેથી કહે છે,
"મામા એવું કંઈ નથી પણ આજે જે થયુ એમાં લવના પપ્પાની બાળપણની મિત્રતા તુટી જવાની બીક છે,લવ અને હુ નાનપણથી સાથે જ છીએ એટલે"
લવના પપ્પા સ્વસ્થ થઈ કહે છે,
"લવ તુ ચિંતા નય કરતો ભાડ માં જાય મારી મિત્રતા,પણ તુ શાંતિ રાખજે આમપણ તેને કંઈ નથી પડી એવું લાગે છે."
લવના મામા - પટેલ તે તો શાંતિ રાખશે પણ તમે કંઈ નય કરતા.
રવિના પપ્પા - તો આપણે લવનું ટ્રાન્સફર કરાવી નાંખીએ મ,આ બંને ભલે રહ્યા ત્યાં,ઓકે ને રવિ અને સ્નેહા.
લવના મામા - એવું જ કરીએ એટલે આ બંને પણ સુધરી જશે,આમપણ ભણવાનું ઓછું જ કરતા હશે.
ત્યાં સ્નેહાથી ન રહેવાતા,
"તો તો મારે ભણવું જ નથી"
જીગર - અરે તમે બંને ચુપ રહોને,સ્નેહા તમારુ બંનેનું પણ ટ્રાન્સફર કરવાની હા જ પાડી દીધી છે.
રવિ - હા ન પાડતા તો હુ પણ ભણવાનો નહોતો.
રવિના પપ્પા-ભણવું ન હોય તો પંચરની દુકાન કરી દઉં તને બોલ.
લવ - રવલા તુ અને પંચરની દુકાનમાં 😂
રવિ - પપ્પા 😒
લવના મામા - જોવો આ લવને કંઇ થયું હોય એવુ લાગે છે.
રવિ- તમે તો અત્યારે જોવો છો,હુ તો નાનપણથી જોવ છુ,ગમે તેવી મુશ્કેલીમાં હોય પણ ભાઈનું મુડ ઘડીકમાં સારૂ થઈ જાય.
રવિના પપ્પા - રવિ તારે તો ઘરે જવાનું છે કે હજી તમારે બંનેને સુરતમાં આંટા મારવા નીકળવાનુું છે.
લવ - કંઈ નથી જવું,હમણાં આઈસક્રીમ ખાઈ સુઈ જવું છે.
ત્યાં કૃતિ આઈસક્રીમ લઈને આવી.
જીગર - શુ વાત છે કાલે નય તો આજે મળી ગયુ આઈસક્રીમ કોઈકને(કૃતિ તરફ જોતા જોતા બોલે છે.)
લવ- હુ જ લાવ્યો હતો ભાઈ,તમે ન લાવી આપ્યું મારે તો લાવી દેવું પડે કેમકે મારે બે સંબંધ છે તમે જેને કહો છો.
રવિના પપ્પા - કોને ન લાવી આપ્યું આઈસક્રીમ જમાઈ તમે.
લવ - કૃતિદીદીને😂,કેમ જીગરભાઈ
લવના મામા- એટલે બેટા આજે આને મોળી ચા પીવરાવાના ચક્કરમાં મને પણ પીવડાવી દીધી.
રવિના પપ્પા - શુ બેટા આવું કરાય.
લવના મામા - તમે શાંતિ રાખજે મારી દીકરીને કંઈ નય કહેતા,તેના હાથેથી બનેલી બધુ જ મારા માટે અમરૂત જ છે.
સ્નેહાના પપ્પા - સ્નેહા આ રવિના પપ્પા તો રવિને પંચરની દુકાન કરી દેવાનુ કહે છે, પછી તમારા બંનેનો સંબંધ કઈ રીતે કરવો?
સ્નેહા - પપ્પા મારે તો રવિ પંચરવાળો બને તો પણ ચાલશે,મને નથી લાગતું મને સહન કરી શકે તેવો બીજો કોઈ મને મળે.
રવિ - વિચારી લેજે કાલે પછી મારી પંચરની દુકાને ટીફીન લઈને આવવું પડશે.😂😂😂
રવિના પપ્પા - એય પંચરવાળી ભણવામાં ધ્યાન આપ તો સારૂ છે અને હવે ફ્રી ટાઇમમાં ત્રણેય કંપની પર આવવાનું છે.
લવ - ઓકે કાકા આમપણ સારૂ રહેશે અત્યારથી અમને અનુભવ પણ મળશે.
લવના પપ્પા - હવે તમે ચારેય નીચે જાવ અને અહી અમારી પથારી કરવાનું કહો.
રવિ- કેમ આજે બધા અહીં રાતપાળી કરવાના છે.
લવના મામા - હા રવિ કાલે શનિવારની રજા રાખી છે અમે બધાએ,અને હા નીચે ખબર પડે તો ધ્યાન રાખજે જીગર.
જીગર અને બધા નીચે આવે છે,રોહિત અને કાવ્યા સુઇ ગયા હતા.
કૃતિ અને શ્રૈયા લવના પપ્પા અને બધાની સુવાની તૈયારી કરવા જાય છે.
જીગર લવના મમ્મી અને તેના મમ્મી અને સ્નેહાના મમ્મીને બધી વાત કરે છે અને કોલેજ ટ્રાન્સફર કરવાની વાત કરે છે.
ત્યાં લવના મમ્મી રડવા જેવા થઈ જાય છે,લવ શાંત કરવા કહે છે,"મમ્મી તુ રડ નહી,ભગવાન પર છોડી દે તે જ ન્યાય આપશે."
લવના મમ્મી- તારા પપ્પા કેમ છે? આ વાત જાણયા પછી.
લવ - કેમ તુ પપ્પાનું પુછે છે?
જીગર - કેમ કે લવ ફુઆને એકવાર હાર્ટએટેક આવી ગયો છે,જે મને અને તારી મમ્મી સિવાય કોઈને પણ ખબર નથી.
લવ - શું આવડી મોટી વાત મને નહોતી જણાવી?
જીગર - જે થયુ તે ભુલ અને તને કહી તો તારુ ભણતર બગડે તેમ હતુ એટલે ફુઆ અને ફઈએ કંઈપણ કહેવાની ના પાડી હતી પણ આજે કહેવું જ પડે એમ હતુ.
સ્નેહાના મમ્મી- બેટા તુ હવે આ બધુ ભુલી જા અને એક નવુ જીવન ચાલુ કર તો સારૂ રહશે તારા માટે.
લવના મામી - હા આ જ સારૂ રહશે જેટલુ જાનકીને ભુલી આગળ વધીશું તો.
સૃષ્ટિ - ચાલો હવે સુઈ જવાની અને હવે મજા આવશે લવ મને પણ મારૂ ગ્રુપ બનશે કોલેજમાં 😂
કૃતિ - હવે જીગર તમે લવ અને રવિ લવની રૂમમાં સુવા જતા રહો.
જીગર - ઓકે મેડમ તમે કહો તેમ 🙄
લવના મમ્મી - શુ વાત છે કૃતિ તારી બધી વાત માનતો હશે આ તો
જીગર - માનવી જ પડેને બે માથાભારે ઘરમાં છે.
ત્યાં શ્રૈયા આવે છે.
શ્રૈયા - માથાભારે કોને કહો છો?😡
જીગર - કોઈને નહી.
લવ - શ્રૈયાદીદી તમને અને કૃતિદીદીને કહેતા હતા.😂😂😂
જીગર- લવ તુ તો મને જ ફસાવે છો,ભાઈ છો કે શું?
લવ - ઓકે મોટાભાઈ ચાલો સુવા જઈએ.
જીગર - હાલે અહી તો આને હડકવા થયો છે,(શ્રૈયા તરફ જોઈ બોલી જતો રહે છે.)
રૂમમાં જઈ લવ પોતાનો ફોન હાથમાં લઇને જોવે છે કે જાનકીનો કંઈ મેસેજ તો નથી આવ્યોને.
જાનકીનું પ્રોફાઇલ ફોટો ન દેખાતા લવ સમજી જાય છે કે બ્લોક કરી નાંખીયો હશે મારો નંબર એટલે લવ જાનકીનો નંબર અને તેની સાથે વિતાવેલી બધી યાદોના ફોટા ડીલીટ કરવા લાગે છે.
લવના ફોનમાં મથતા જોઈ રવિ કહે છે,
"લવ શું કરે છે?"
લવ - કંઈ નહી આ કોલેજમાં ક્યાં ડોક્યુમેન્ટ દેવાના છે તે જોતો હતો.
રવિ - લવ મારા કપાળે જોતો કંઈ લખ્યું છે?
લવ - કેમ?
રવિ - ડોફા જાનકીના ફોટા ડીલીટ કરે છો ને પાછો😡
જીગર - એય તમે બંને હવે શાંતિથી સુઈ જાવ કાલે મારે ઘણું કામ છે.
લવ - ઓકે ભાઈ બસ આ વીસેક હજાર જેવા ફોટા છે તે ડીલીટ કરી નાંખું.
જીગર - કેટલા વીસ હજાર 😳
રવિ - હા જીજુ જાનકી અને લવને ફોટા પાડવાના શોખ બોઉ છે,હજી તો બીજા કેટલાય ફોટા લેપટોપમાં હશે.
જીગર - મારી આખી જીંદગીમાં મારા અને કૃતિના હજાર પણ ફોટા નય હોય,ભાઈ તને તો એકવીસ તોપની સલામ છે.
રવિ - જીજુ આની સાથે રહેવું એમ તો અઘરું છે.
જીગર -હા ભાઈ હો હાલે ગુડ નાઈટ.
ત્રણેય સુઈ જાય છે,લવ હવે નવી સવારની નવી શરૂઆત કરવાના વિચારો અને જાનકીના વિચારો માં ખોવાય જાય અને સુઈ જાય છે.
ક્રમાંશ.
લવની લાઈફમાંઘણા વળાંક આવવાના છે...
તો તૈયાર રહો મારી કાલ્પનિક દુનિયાની વાર્તા
"વાતોમાં તારી યાદ"
ઘણા સમયથી મે આગલો ભાગ નથી લખ્યો તો તેના માટે દિલથી માફી અને જે લોકો મારી આ વાતોની યાદોમાં રસ લઈ રહ્યા છે તેમને દિલથી આભારી છું...
*********************************************
એક બીજી વાત આવી રહ્યો છુ એક નવી વાતો સાથે
"આજની નવી પેઢી"
*********************************************