Vatoma tari yaad - 3 books and stories free download online pdf in Gujarati

વાતોમાં તારી યાદ... - 3

લવ જાનકીની યાદોમાં ખોવાયેલો હોય છે ત્યારે યાદોમાં ને યદોમાં ક્યારે સુઈ જાય છે ખબર જ નથી હોતી.

હવે આગળ,

લવ પોતાની નીંદર પુુુરી કરી ઊભો થાા છે,પણ રોહિત અને કાવ્યા હજી સુતેલા હતા તેને સુતેલા જોઇ પંંખો બંંદ કરી લવ ફ્રેશ થવા જાય છે,
લવ ફ્રેશ થઇને હોલમાં સોફા પર જઇનેે બેસે છે,ત્યા તેના મમ્મી તેને ચા દઇ ચાલ્યા જાય છે.
લવ ચા પીતા પીતા ફોન હાથમાં લઇને જોવે છે રવિના દસ મિસકોલની નોટીફીકેશન જોઈ તરત જ રવિને કોલ કરે છે.
રવિ કોલ રિસિવ કરતા તરત જ કહેવા લાગ્યો "ભાઇ હજી ઓલીના જ વિચાર માં હતો કે ફોન માં પણ ધ્યાન નોતુ"
રવિ ના શાંત થયાં પછી લવ ફોન માં પાછું જોવે છે ત્યારે ફોનની રિંગ સાયલેન્ટ મોડ માં હતી.
પંખો બંધ હોવાથી રોહિત અને કાવ્યા ઉભા થઇ હોલમાં આવે છે અને બોલે છે "કેમ ભાઈ રવિભાઈ ગુસ્સે થઈ ગયા કે શુ?"
લવ ઘડીક બંનેને શાંતિથી જોવે છે અને બોલે છે "તો તમારી લીધે આ રવિશેઠ મારા પર લાલસોળ થાય છે ઉભા તમી બેય કવ હમના"
"એલા હુ અત્યારે તારી ઘરે અવું છુ પછી ઈ બંને વાત"રવિ મજાક માં બોલે છે.
"ઓકે શેઠજી આવ જલ્દી આજે તો બેયની ક્લાસ લય લેવાનો છુ"લવ હસતાં હસતાં કહે છે અને ફોન મુકી બંનેને કહે રવિ આવે છે પછી તમારી ખેર નથી.
"જો ભાઇ હુ પપ્પાને કઈસ તમે અમને હેરાન કરો છો "કાવ્યા પોતની મસ્તી કરતી આદત માં બોલે છે.
ત્યારે રવિ આવી જાય છે,કાવ્યાની વાત સાંભળી બોલે છે "કાવ્યાદિદી તમે અમારી ફરિયાદ કરશો એમ"રવિ આવતાવેંત જ બોલે છે,
"અરે ના ના તમારી બંનેની ફરીયાદ નઇ વખાણ કરવાના છીએ આવવા દયો પપ્પાને"રોહિત અને કાવ્યા મોઢું ફુલાવતા ફુલાવતા ફ્રેશ થવા જાય છે.
"ચાલ આપણે મોડુ થાય છે હજી બધી બુક લેવા જવાની છે,તુ પછી ઇ બંને સાથે રમત કરી લેજે લવ" પછી બંને ફટાફટ બુક લેવા નીકળે છે ત્યાં લવના મમ્મી બંનેને જતા જોઈ,
"લવ તુ બે ત્રણ સારી ફાઇલ લેતો આવજે તારા પપ્પાને
જોવે છે "
"ઓકે"લવ આટલું કહી સડસડાટ નીકળી જાય છે.
બંને મિત્રો બુક લેવા સિટીમાં પહોંચી જાય છે.
લવ રવિને કહેતા બોલે"રવિ આપણે બધી એક જ બુક લેશું ખોટા રૂપિયા નથી બગાડવા"
"ઓકે મારા વાલા તુ કે એમ બસ"રવિ ગાડી ચલાવતા ચલાવતા બોલ્યો
બધી બુક લઇ બંને છુટા પડ્યા અને રાતે તાપીનાપુલે જવાનું નક્કી કર્યું.
લવ ઘરે આવે છે ત્યારે જોવે છે,ઘરે મહેમાન આવ્યા હતા.
લવ તેની મમ્મીને પુછે છે "મમ્મી કોણ આવ્યું છે,આટલુ સારુ સારુ જમવાનું બનાવે છે"
લવના પ્રશ્નોના જવાબ માં ક્ષમાબેન કહે છે"તારા પપ્પાના એક જુના મિત્ર આવ્યા છે,જેમ તુ અને રવિ છો તે બંને પણ નાનપણથી કોલેજ સુધી સાથે હતા પણ તેઓ અમદાવાદ રહેવા ગયા હતા,અને હવે પાછા સુરત રહેવા આવી ગયા છે."
મમ્મીની વાત સાંભળી લવ રોહિત અને કાવ્યા પાસે રૂમમાં જાય છે.
"કેમ નોટંકીઓ કરી લીધી ફરીયાદ મારી કે બાકી છે" લવ બેડ પર સુવા લાંબો થતા બોલ્યો.
"તમારા વખાણ કરવાના તો બાકી છે મોટાભાઈ"રોહિત અને કાવ્યા તેની પાસે આવીને કહે છે.
"ઓકે મારા બચ્ચાઓ કરી લેજો મારા વખાણ પછી મારી પાસેથી કાંઇપણ માંગતા નઇ"લવ આંખો બંધ કરી સુવા જાય છે ત્યારે બાથરૂમથી કોઇક બહાર આવે છે.
ત્યાં લવની મજાક ઉડાવતા કાવ્યા બોલી "દિદી આ કુંભકર્ણની જેમ સુતા છે અમારા બંનેના મોટાભાઈ લવ છે"
તે છોકરી તો ઘડીક લવને જોઈ જ રહી ત્યા લવ આંખો ખોલી જોવે છે ત્યા એટલી વાર માં રોહિત અને કાવ્યા સાથે પેલી છોકરી રૂમની બહાર નીકળી ગયા.
લવ થાકી ગયો હોવાથી પાછો સુઇ જાય છે.
થોડીકવાર પછી લવના મમ્મી લવને જમવા માટે બોલાવવા આવે છે.
લવ બધાની સાથે જમવા બેસે પણ કાવ્યા અને પેલી છોકરી નથી દેખાતી.
ત્યારે કાવ્યા અને પેલી છોકરી જમવાનું લઈ આવે છે પણ લવનું ધ્યાન નથી હોતુ.
કાવ્યા અને પેલી છોકરી જમવાનું પીરસવા લાગે છે,ત્યારે પેલી છોકરી પીરસતા પીરસતા લવને જમવાનું દેવા આવે ત્યારે લવની આંખો તેને જોઈ પહોળી થઈ જાય છે,
કેમકે તે છોકરી બીજી કોઈ નઈ પણ જાનકી હતી,
ત્યાં જ લવ કંઈપણ ન બોલવાની હાલતમાં હતો.
લવની આવી હાલત જોઈ જાનકી સ્માઈલ આપી રસોડામાં ચાલી ગઈ.
લવની આવી સ્થિતિ જોઈ કાવ્યા પણ વિચારવા લાગી"ભાઈના મનમાં શુ ખીચડી પાકે છે?"
બધા જમી લે છે પછી લવ તેના પપ્પા અને તેના પપ્પાના મિત્ર સાથે બેસે છે.
ત્યાંરે લવના પપ્પા લવ નો પરિચય આપતા બોલે છે, "દશરથ આ મારો મોટો છોકરો લવ છે તેની ઓળખાણ આપવાની ભુલી ગયો હતો,હમણાં 12th-Science માં 95% આવ્યા છે અને ધારૂકા કોલેજ માં હવે કોમ્પ્યુટર એન્જીનીયરીંગનું ભણે છે."
ત્યાં જ દશરથભાઈ બોલ્યા " એલા નયન મારી છોકરી જાનકી પણ ત્યાં જ ભણે છે"
"અરે આ તો સારું થયું હવે જાનકીને લવ નો પણ સાથ મળી હશે એટલે તેને અહીં એકલું નઇ લાગે."તેના મિત્રની વાત સાંભળી નયનભાઈ કહે છે
લવ તેના પપ્પાની વાત સાંભળીકહે છે "કામ પપ્પા એકલું નહી લાગે એટલે"
લવના પ્રશ્નોના જવાબ આપતા તેના પપ્પા કહે છે "બેટા જાનકી નાની હતી ત્યારે જ તેની મમ્મીનું મૃત્યુ થઈ ગયુ હતુ અને તે મા ના પ્રેમ વગર જ બાળપણ વીતાવ્યું છે તે માટે"
"ઓકે પપ્પા અને હુ કહી દઉ કે તે મારા જ કલાસ માં જ છે એટલે તેના ભણતર બાબતે ચિંતા નઇ કરતા અંકલ"લવ તેની મદદ કરવાની ભાવના સાથે આશ્વાસન આપતા કહયું.
લવ,તેના પપ્પા અને તેના પપ્પાના મિત્ર બીજા ટોપિક વાતો કરવા લાગ્યા ત્યારે લવને યાદ આવ્યું કે તેને રવિ સાથે તાપીના પુલને જવાનું નકકી કરયુ હતુ.
લવ તેના પપ્પાની રજા લઇ ઘરની બહાર નીકળી રવિને કોલ લગાવી તેના ઘર પાસે બોલાવે છે.
લવ અને રવિ તાપીના પુલે જઈ બેસે છે અને રવિને પોતે ઘરે ગયા પછીની બધી વાતો કહે છે.
લવની વાત સાંભળ્યા પછી રવિ બોલે છે " જો ભાઈ તારી લાઇન ક્લીયર છે એટલે તારૂ ગોઠવાય પછી મારૂ પણ ગોઠવી દેજે"
રવિની ગોઠવવાની વાત સાંભળી લવ હસતા હસતા કહ્યું "ટોપા કોની સાથે તારૂ ગોઠવવાનું છે ઇ તો કે"
"સ સ સ્નેહા..." રવિ આટલું જ બોલ્યો
લવ વિચારો કરતો હતો જે માણસ ક્યારેય બોલવામાં અટકતો નથી ઇ આજે એક છોકરીનું નામ બોલવામાં પણ અટકે છે.
"ઓકે પણ આપણે પેલા તે બંનેના મનમાં શું છે તે જાણી લઈએ પછી જોવી"લવ પોતાના વિચારો માંથી બહાર આવી રવિને માથામાં ટપલી મારતા બોલ્યો.
બંને મિત્રો પુલને પર ચાલતા ચાલતા તાપીમૈયા શીતળતાનો આનંદ લઈ રહ્યા હતા.
બંને પુલથી નીકળી આઇસ્ક્રીમ ખાઇ,કાલે કોલેજ સાથે જવા નીકળશું એમ કહી પોત-પોતાના ઘરે જાય છે.
ઘરે આવે છે ત્યારે લવના મમ્મી-પપ્પા જાગતા હતા અને રોહિત અને કાવ્યાને વહેલા સ્કૂલે જવાનુું હોવાથી સુઇ ગયા હતા.
લવને સુવા જતા જોઈ તેના પપ્પા તેને પાસે બોલાવે છે અને કહે છે " બેટા હવે રોજ કોલેજ જા ત્યારે જાનકીને તારી સાથે લેતો જાજે અને કોલેજ પુરી થયા પછી તેને ઘરે મુકી આવજે"
પપ્પાની વાત સાંભળી લવને ખુશીને મારે ઉછળવું હતુ, પણ ચુપચાપ પોતાની રૂમમાં જતો રહ્યો.
લવ જાનકીની યાદોમાં ખોવાય જાય છે અને યાદોમાં ને યાદોમાં સુઇ જાય છે.ક્રમાંશ
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED