vatoma tari yaad - 1 books and stories free download online pdf in Gujarati

વાતોમાં તારી યાદ... - 1


? વાતોમાં તારી યાદ...
******************************************************************

આ મારી કાલ્પનિક વાતો જો તમને ગમે અથવા કાંઇક ભુલ હોય તો તમારો રીવ્યુ મને comment box અથવા મને મેસેજ ચોકકસ કરજો...

******************************************************************

ક્યારેક જિંદગીમાં આપણે એક એવી વ્યકિત માટે પણ સતત દુખી થતા રહેવી છીએ જે આપણી સાથે વચનોમાં બાંધ્યા હોય છે પણ એક પલમાં આપણને ભુલીને અને તેમના વચનોને નિભાવ્યા વિના જ આપણને પારકા કરી દે છે.

સુર્યનગરી સુરતમાં રહેતા લવ માટે આજનો દિવસ અંત્યત દુખી હતો,કારણકે જેને જીવથી પણ વ્હાલી હતી જાનકી આજના દિવસે એટલે કે ત્રણ વર્ષ પહેલા તેને છોડી ચાલી ગઈ હતી.
લવના ઘરમાં કુલ પાંચ જણા લવ,નયનભાઈ(લવના પપ્પા),ક્ષમાબેન(લવના મમ્મી),રોહિત અને કાવ્યા(લવના ભાઈ તથા બહેન) રહેતા.
સવારના સાત વાગી ગયા હતા પણ લવ હજી જાગ્યો નથી.
કામ પતાવી ક્ષમાબેન તેમના દિકરાને જગાડવા જાય છે.
લવને જગાડવા પાસે આવે છે,ત્યારે એકદમ ઊઠી જાય છે અને ગભરાયેલો જોતા તેના મમ્મી સમજી જાય છે અને તેની પાસે બેસી માથામાં હાથ ફેરવી કહે છે "શું ફરીથી જાનકીનું સપનું આવ્યુ હતુ"
આટલુ જ સાંભળતા લવ પાછો જાનકીને યાદ કરવા લાગ્યો કે જે આજથી ત્રણ વર્ષ પહેલા તેને હંમેશની માટે છોડી ચાલી ગઈ હતી.
આંખોમાંથી આંસુ વહેતા ઝરણા જેમ વહેવા લાગ્યા ત્યાંજ તેની મમ્મી તેની હાલત જોઇને કહે છે "દિકરા હવે તો તેને ભુલીને આગળ ભવિષ્યનું વિચાર,આમ કયા સુધી એને યાદ કરતો રહીશ"
મમ્મીની વાતો સાંભળી કંઇપણ બોલ્યા વિના નાહવા ચાલ્યો જાય છે.
તૈયાર થઈને બહાર આવે છે ત્યારે તેની મમ્મી તેને નાસ્તો કરવા બોલાવે છે.
નાસ્તો કરતા કરતા લવ રોહિત અને કાવ્યા વિશે પુછે ત્યારે તેની મમ્મી કહે છે "રોહિત અને કાવ્યા સ્કુલમાં ગયા છે" આ બંને ઘરે હોય તો બધાને હેરાન કર્યા કરે અને પોતાની મોજમસ્તીમાં જીવ્યા કરે પણ જ્યારે લવનો ઉદાસ ચહેરો જોઈલે તો તેની પાસે આવી વળગીને બેસી જાતા.
લવ તેના પપ્પા ન દેખાતા તેના વિશે પુછતા તેની મમ્મી બોલ્યા કે તે આજે કોઈક કામથી અમદાવાદ ગયા છે.
લવ નાસ્તો કરી ઓફિસ જવા નીકળે છે ત્યારે તેના જીગરીજાન ભાઈબંધુ રવિનો કોલ આવ્યો.
રવિ જે લવનો નાનપણથી મિત્ર હતો,તે બંને વચ્ચે સારી એવી દોસ્તી હતી જેમ શોલે માં જય-વિરુ.
રવિ જ એક હતો જે લવના પાસ્ટ વિશે બધું જાણે છે.
"એલા ટોપા જલ્દી આવને ઓફિસે જાવામાં મોડું થાય છે"ફોન ઉપાડતા જ રવિ ગુસ્સે થઈ જાય છે
"આવું જ છું ને ક્યાં છો સવાર સવારમાં શું ગુસ્સે થયા કરે છે રીંગણાના ડીંટીયા" લવ રવિને ખીજવતા બોલ્યો.
"તારી સોસાયટીના ગેટ પાસે ઊભો છું જલ્દી આવે છો કે પછી હું જાવ"રવિનું આટલુ જ સાંભળતા લવ ફટાફટ નીકળે છે.
લવ ને પાસે આવતા જોઈ રવિ ગુસ્સામાં આવી "ફરીથી યાદ આવી ગઈ હતી જાનકીની"
લવ કંઇપણ રીસ્પોન્સ આપતો નથી બંને કંપની પર જાવા દે છે
લવ અને રવિ બંને રામ-ઇન્ફોટેક કંપનીમાં જોબ કરતા હતા.
દિવસ દરમિયાન રવિ લવ પર નજર કરી રાખે છે આમને આમ સાત વાગે ત્યારે બંને ઘરે જાવા નીકળે છે.
ઘરે આવી લવ ફ્રેશ થઇ રોહિત અને કાવ્યા સાથે જમવા બેસી જાય છે
જમતા જમતા રોહિત અને કાવ્યા મસ્તી કરી રહ્યા હતા ત્યારે ખબર નહી કે લવ બંનેને ખીજય છે. ક્ષમાબેન કંઇક તે પહેલા જ લવ પોતાની રૂમમાં જતો રહ્યો. રોહિત અને કાવ્યા તેના ભાઈના આવા બિહેવીયરથી શાંતિથી બેસીને જમવા લાગે છે
લવ રૂમ માં આવી જાનકીની યાદોમાં ખોવાય જાય છે

******************************************************************
લવ અને રવિનું આજે 12th-Science નુ રીઝલ્ટ આવવાનું હતુ, બંને ક્યારના રાહ જોઈ રહ્યા હતા.
હવે રીઝલ્ટ જોઈ રહ્યા હતા ત્યારે રોહિત અને કાવ્યા આવે છે કે જેને મને ચીડવતા બોલ્યા આજે તો ભાઈને પપ્પાના હાથે માર પડવાનો છે એમ બોલી તરત જ ત્યાંથી ભાગી જાય છે,
હવે બંને મિત્રોને રીઝલ્ટ જોઈ ખુશ થઈ રોહિત અને કાવ્યા સાથે મસ્તી કરતાં કરતાં બોલે હવે મને લાગે છે કે તમે બંને માર ખાશો.
આટલુ સાંભળ્યા પછી ચુપ થઇ ઇ બીજા ત્યાં જ કાવ્યા ઈમોશનલ બ્લેકમેઇલ કરતા કહ્યું " ભાઈ તમે અમને માર ખવડાવશો" કાવ્યાનુ નોટંકી કરતા જોઈ રવિ બોલ્યા કે "તારા ભાઈને 95% અને મારે 89% રીઝલ્ટ આવ્યુ એટલે હોશિયારી કરે છે"
વાતો વાતોમાં બંને નક્કી કરે છે કાલે ધારૂકા-કોલેજ માં કમ્પ્યુટર એન્જિનીયરીંગ વિશે જાણકારી મેળવવા માટે જઇએ.
કોલેજ માં જઇને બંને એડમિશન મેળવી લે છે.
કોલેજ બે દિવસ પછી શરૂ થવાની હતી.
બંને પોત-પોતાની રીતે તૈયારી કરતા હતા.
આજે કોલેજનો 1st દિવસ હોવાથી બધાં વિદ્યાર્થીઓ કોલેજ નાં કલાસરૂમમાં પોતાની જાતે જ ગ્રુપ બનાવી દે છે.
પણ લવ અને રવિ બંને આખા કલાસરૂમમાં શાંતિ થી બેસી જાય છે અને ત્યારે લવની નજર તેની પાછળ બેઠેલી છોકરી પર પડે છે ત્યારે રવિ પોતાની બાજુમાં બેઠેલા લવ ને જોવે છે જે કોઈક ની યાદોમાં ખોવાયેલો છે.
રવિ લવને હેરાન કરવાનું ચાલુ કર્યું.
"ભાઈ ચાર વર્ષ સુધી આ કલાસરૂમમાં જ રહેવાની છે પછી જોઈ લેજો" આટલુ બોલતા લવ રવિ ને મારવા જ જતો હતો ત્યાં કોઈક સર કલાસરૂમમાં આવી જાય છે અને બંને પાછા શાંતિથી બેસે છે ત્યા રવિ ધીમેથી બોલ્યો "બકવાસ ભાષણ ચાલુ કર્યું "
સર પોતનો પરિચય આપ્યો અને પછી કોલેજ વિશે જાણકારી આપી બધા વિદ્યાર્થીઓને પોતાનું નામ અને 12th-Science ના રીઝલ્ટ વિશે જણવવા કહ્યું.
હવે મારો પરિચય આપતા કહ્યું " મારૂ નામ લવ પટેલ છે અને મારે 12th-Science માં 95% આવ્યા છે."
હુ હવે પેલી છોકરી વિશે જાણવા ઉત્સુક હતો ત્યારે જ તે પોતનો પરિચય આપતા બોલી "મારૂ નામ જાનકી ત્રિવેદી છે અને મારે 12th-Science માં 94% આવ્યા છે"
બધાએ પોતાનો પરિચય આપ્યો અને પછી સરે મને અને જાનકી ને આગળ બોલાવે છે અને મને તો ખબર જ નહોતી કે મારે સર પાસે જવાનું હતું ત્યાં મારી બાજુમાં બેઠેલા રવિ એ લવ ને ખખડાવતા બોલ્યો "ટોપા તારૂ ધ્યાન ક્યાં છે,સર તને ક્યારના બોલાવે"
આટલુ સાંભળતા જ હુ ઉભો થયો ત્યારે સરે કહ્યું "મિસ્ટર લવ પટેલ તમારું ધ્યાન ક્યાં છે જલ્દી આગળ આવો" સરનુ બોલવાનું પુરૂં થતા હું આગળ ગયો ત્યાં જાનકી પણ ઉભી હતી.
હવે સરે અમને બંનેને થોડુંક સમજાવી જવાબદારી આપી રહ્યા હતા પણ મારી નજર હજી જાનકી માં અટકેલી હતી.
જાનકી મારી સામે ગુસ્સેથી જોઇ મને આંખો ફાડી જોવા લાગે છે.
હવે લેક્ચર પુરૂ થતા બધા પોત-પોતાની મોજમસ્તી માં આવી છે.
જાનકી અને તેની ફ્રેન્ડ સ્નેહા નાસ્તો કરવા કેન્ટીનમાં જાય છે ત્યા તે લવ ને જોઇને તેને સ્માઈલ આપે છે....

મિત્રો આ મારી કાલ્પનિક વાતો છે ,જો કોઇ ભુલ થઈ ગઈ હોય તો મને મેસેજ ચોકકસ કરજો.ક્રમાંશ......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED