Vatoma tari yaad - 5 books and stories free download online pdf in Gujarati

વાતોમાં તારી યાદ... - ૫

હવે આગળ,

રવિ અને જાનકી કેન્ટીનમાં હતા,એટલે સ્નેહાને શાંત કરવા કોલેજના ગાર્ડન માં લઇ જાય છે.
પણ સ્નેહાનો મુડ નથી બદલાતો એટલે લવ શાંતિથી વાત કરવાનું ચાલુ કરે.
"જો સ્નેહા હુ રવિના પક્ષમાં પણ બોલતો નથી પણ મને રવિની ચિંતા થાય છે,એટલે જ તને અહીં વાત કરવા લાવ્યો છુ અને હુ તને ફોર્સ પણ નથી કરતો કે તુ રવિનું પ્રપોઝ સ્વીકારી લે પણ મારી વાત સાંભળી પછી કહેજે કે રવિ એ તને જ પ્રપોઝ કર્યું,જે હંમેશા તારી સાથે ઝઘડતો હોય અને તને ક્યારેય એવુ પણ નહી કીધું હોય કે તને દુખ થયું હોય,કેમકે મને મારા રવિ પર પુરેપુરો વિશ્વાસ છે કે તે આવુ ક્યારેય નહી કરે,અને તને એટલો પ્રેમ બીજુ કોઈ નહી કરી શકે જેટલો રવિ કરે પણ તેણે ક્યારેય તને કીધું નથી અને આજે એ પોતાની ફીલીંગ પર કન્ટ્રોલ ન કરી શક્યો."
સ્નેહા શાંતિથી વાત સાંભળીને રડવા જેવી થઇ ગય હતી.
એટલે પોતાના જાતને સ્વસ્થ કરી લવને જવાબ આપે છે,
"લવ હુ રવિ પર ગુસ્સે હતી,પણ તેણે આ સારૂ નથી અને તુ કે છો કે હુ તેનું પ્રપોઝ એકસેપટ ન કરુ અને પાછો કહે છે તેના જેટલો પ્રેમ કોઈ નય કરી શકે,અને મને લાગે છે કે તારા દિલ માં જાનકી માટે ફીલીંગ છે,તો પણ તે એને કીધું નથી અને મને રવિ વિશે સમજાવે છે."
સ્નેહાની વાતથી લવને શું કહેવું એ ખબર પડતી પણ તેને રવિ કાંઇક કરી ન બેસે એટલે તે સ્નેહાને કહે છે " હા સ્નેહા મને જાનકી પસંદ છે,પણ હુ નથી ઇચ્છતો કે અમારી મિત્રતામાં આ મારી ફિલીંગ ના લીધે કાંઇપણ મુશ્કેલી આવે એટલે જ મે જાનકીને મારી ફીલીંગ નથી કહી પણ અત્યારે એ વાત નથી જરૂર પરંતુ તારા મનમાં રવિ માટે કંઇક ફીલીંગ છે કે નહી તે જાણવા માગું છું કેમકે હુ અને રવિ નાનપણથી મિત્ર છીએ,અને હુ રવિને ખાલી મારો મિત્ર નહી પણ મારો ભાઈ માનું છુ એટલે એની બધી વાતો મને એ કહી દેશે અને મને ઈ પણ ખબર હતી કે તેને તુ ગમે છો અને રવિની અત્યાર સુધીની લાઈફ માં તેણે કોઈને પ્રપોઝ તો દિલની વાત છે પણ કોઈ છોકરી માટે આવી ફીલીંગ પણ નથી આવી કે જે તારા માટે છે,પણ તારો હજી એ જ નિર્ણય હોય તો હુ રવિને મનાવી પણ લઇશ અને તે તને આ બાબતે ક્યારેય હેરાન નહી કરે."
સ્નેહા લવની વાત સાંભળી રડવાનું બંધ કરી દેય છે,એટલે લવ પાછું કહેવાનું ચાલુ કરે, "સ્નેહા રવિની ફેમીલીમાં તેના પપ્પા અને એક બહેન છે,તેના મમ્મી,"
લવની અધુરી વાતથી લવને ચિંતાભર્યા સ્વભાવે સ્નેહા કહે છે, "શું તેના મમ્મી,લવ જલ્દી બોલ"
લવ રડમસ અવાજે કહે છે, "જ્યારે અમારું દસમું-ધોરણ પત્યું પછી વેકેશન ચાલતું હતુ એટલે હુ મારા મામાના ઘરે વડોદરા ગયો હતો,અને અમારું રીઝલ્ટ આવવાની બે-ત્રણ દિવસની વાર હતી,ત્યારે મારા મમ્મી મને કોલ કરી જણાવ્યું કે રવિના મમ્મીનું કાર-એક્સીડન્ટ માં મૃત્યુ થયું, અને તે પોતની રૂમમાં અંદરથી બંધ કરીને બેઠો અને તેના પપ્પાના તેની ચિંતા થાય છે અને તે કોઈનું નથી માનતો એટલે તેની બહેને મને કોલ કરી તને જણવવા કહયું છે કે તુ કાંઇક કર અને જેટલું વહેલું બને એમ તુ સુરત આવી જા મને રવિની બોઉ ચિંતા થાય છે અને તે તારી સિવાય કોઈનું નહી માને એટલે મને રવિ વિશે અલગ અલગ જ ખ્યાલ આવવા લાગ્યા એટલે મે રવિને કોલ કર્યો પણ તેનો ફોન સ્વીચ-ઓફ હશે,તેના લીધે તેની સાથે કંઇપણ વાત ન થઇ એટલે જેટલુ જલ્દી બને હુ સુરત આવવા નીકળવાનો હતો તેથી મે મારા મામાના છોકરાને બધુ જણાવીને મને બસસ્ટેન્ડ પર મુકવા આવવા કહયું એટલે મારા મામાએ તેને કીધું કે તુ લવને કાર લઇને જ જલ્દી સુરત લઇ જા,બસ માં જશે તો ત્રણ-ચાર ક્લાક થશે અને કારથી તમે જલ્દી પહોંચી જશો અને આમપણ કાલે રવિવાર છે એટલે તારે રજા હશે,પછી મે મારા મામાના ઘરેથી વિદાય લઇ,હુ અને મારા મામાનો છોકરો કાર લઈ સુરત આવવા નીકળી ગયા,અમે હવે સુરત પહોંચવાના હતા એટલે મે મારા મમ્મી અને પપ્પાને રવિના ઘરે જવા કહ્યું અને રવિના પપ્પાને કહેજો ચિંતા નય કરે હુ હમણા જ આવુ છુ."
મારા મામાના છોકરાએ મને ચિંતામાં જોઇ મને કહ્યું લવ ચિંતા નઇ કરતો બધું સારૂ થઈ જશે પણ તુ ઢીલો નઈ પડતો નહીતર તારા મિત્રને સંભાળવો મુશ્કેલ થઇ જશે.
અમે સુરતમાં એન્ટ્રી કરી લીધી પછી મે રવિના ઘરનો રસ્તો મારા ભાઈને બતાવતો ગયો,પછી અમે રવિના ઘરે એન્ટર થયા પણ આજે મને આ ઘર માં પહેલા આવતા કંઇક અલગ જ મજા આવતી એ આજે પહેલીવાર દુખ માં પરવર્તિત થઈ ગઈ હતી.
હુ કારમાંથી ફટાફટ ઉતરી ઘરમાં એન્ટર થવા ગયો ત્યા મારા પપ્પા અને રવિના પપ્પા સામે મળ્યા,ત્યારે રવિના પપ્પાને આશ્વાસન આપતા કહયુ,કાકા ચિંતા નય કરતા હુ હવે આવી ગયો છુ.રવિના પપ્પાએ મને કહ્યું "જા બેટા જલ્દી હુ મારી પત્નીને તો ગુમાવી ચુક્યો છુ,પણ હવે મારા દીકરાને ગુમાવવા નથી માંગતો."
એટલે હુ રવિના રૂમ તરફ જવા પોતાના ડગલા માંડવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે રવિને કેવી રીતે સમજાવીશ.
રવિના રૂમના દરવાજા પાસે તેની બહેન અને મારા મમ્મી અને બીજા કોઈક બે-ત્રણ માસી ઊભા હતા,જે રવિના કાંઇક સગાં-વ્હાલા હશે.
તેની બહેન રડી રડી અડધી થઇ ગઇ હતી કેમકે તેના માથે પણ દુખ હતુ,કે તેણે તેના મમ્મીને તો ગુમાવ્યા પણ અત્યારે તેને તેના ભાઈની વધારે ચિંતા હતી કે કાંઇ કરી ન બેસે.
હુ તેની પાસે ગયો અને તેને શાંત કરી અને કીધું જો તમે જ આમ ભાંગી પડશો તો રવિ કંઇ રીતે આ દુખ ઝીલી શકશે.અને આમપણ તમે રવિથી મોટા છો અને મોટી બહેન હંમેશા ભાઈની મા ની જગ્યાએ હોય છે,એટલે રડવાનું બંધ કરી દે છે અને મને જલ્દી કંઇક કરવાનું કહે છે.
હુ દરવાજા પાસે જઈ રવિને રૂમની બહાર આવવાનું કહે છે.પણ તે હજી કાંઇ બોલતો નથી અને મેં તેને મને એકને રૂમ આવવા દે એટલુ કહયું એટલે તેણે રૂમનો દરવાજો ખોલ્યો,અને મે બધાને નીચે જવાનું કહ્યું અને મે રૂમની અંદર જઇ બંધ કરી દીધો અને તેની પાસે જઇને બેસયો. અને જોયું કે તેના ચહેરા કોઈ જ ભાવ ન જોયો,એટલે મે તેના માથામાં હાથ ફેરવી અને પોતાની લાઈફમાં આગળ વધવાનું કહ્યું એટલા માં જ બાથભરી રડવા લાગ્યો અને થોડીકવાર પછી શાંત થઈ ગયો,અને પછી મે તેને કહ્યું જ્યારે તારા પર દુખ આવશે ત્યારે આ તારો મિત્ર તારો ભાઈ તારી સાથે હશે અને હવે ક્યારેય પણ કાંઈપણ મુશ્કેલી હશે એમાં હુ તારી સાથે જ છુ.તુ આમ રૂમમાં પુરાયને બેઠો છો,તો માસી ઉપર ભગવાનને પણ ખીજાતા હશે અને આ હાલત માં તને જોઈ દુખી થતા હશે,હવે ચાલ જલ્દી નીચે માસીના અંતિમસંસ્કાર પણ બાકી છે,અને તારી બહેન રડી રડી અડધી થઇ છે,એ વિચારી તુ કાંઇક ન કરી બેસે અને કાકા પણ બોઉ ચિંતામાં છે તારા લીધે,
તે બંને એ પણ માસીને ગુમાવ્યા છે એ દુખ હજી તેના માથે છે અને તુ તે બંનેને હજી દુખી કરવા માંગે છે.
પછી અમે બંને નીચે આવ્યા એટલે તેના પપ્પા અને બહેન અને મારા મમ્મી-પપ્પા એ હાશકારો અનુભવ્યો.રવિને જોતા તેના પપ્પા પોતાના આંસુ લુછી બહાર ચાલ્યા જાય છે,અને તેની સાથે રહેવાનું મારા પપ્પાને કહી દઉં છુ.
એટલા માં રવિ પોતાની મમ્મીના મૃત શરીર પાસે જઇ પાછો રડવા લાગે છે,તેની સાથે તેની બહેન પણ રડવા લાગે એટલે તેને શાંત કરવા લાગે છે અને કહે છે,બહેન સંભાળવો પોતાની જાતને આપણે માસીને હસતા મુખે વિદાય આપવાની છે,કોઇપણ મા પોતાની છેલ્લી વિદાય માં પોતાના છોકરાંવને રડતા જોઈ વિદાય નય લઇ શકે અને તમે આમ કરશો તો કાકા અને રવિ આ દુખને કઇ રીતે પચાવશે.બંનેને શાંત કર્યા અને માસીના અંતિમસંસ્કારની વિધી ચાલુ કરાવી.
રવિના મમ્મીની અંતિમસંસ્કારની વિધી ન પતી ત્યાં સુધી હુ તેના સાથે રહ્યો અને થોડક દિવસો તેના ઘરે રહેવા ગયો.
હવે અમારું રીઝલ્ટ આવવાનો દિવસ હતો અને અમે બંનેએ દસમા પછી સાયન્સમાં જ જવાનું વિચાર્યું,તે પછી મે તેને કોઈપણ મુશ્કેલી હોય તો મને જણાવવા કહ્યું હતુ"
સ્નેહા તેણે મને તારી વાત પણ કીધી હતી અને તેની જીદંગી માં તારા માટે લાગણી ફુટી હતી પણ મે તેને મારુ અને જાનકીનું ક્લીયર થાય પછી તારુ પણ ક્લીયર કરવી દશ.અને તેનાથી વધુ રાહ ન જોવાતા જ તેણે તને પ્રપોઝ કર્યું હતુ હવે તારી મરજી હુ તેને અહી બોલાવું છુ તારો જે નિર્ણય હોય તે કહી દે એટલી વિનંતી છે.
લવના મોઢેથી રવિની વાત સાંભળી સ્નેહા એ લવને કહ્યું "સોરી લવ મને નહોતી ખબર કે રવિની જીંદગી માં આવી ઘટનાઓ બનેલી હોવા છતા ક્યારેય પોતાનું દુખને પોતાના પર હાવી નથી,પણ હુ મારો નિર્ણય જણાવું તે પહેલા તારા માટે એક કામ છે."
સ્નેહા લવને કંઇક કામ આપવાની હતી પણ રવિની માટે તે કંઇપણ કરવા તૈયાર હતો એટલે તેણે સ્નેહાને કહી દીધુ "તુ એક નહી સો કામ આપ પણ તુ જલ્દી તારો નિર્ણય કહી દેજે બહેન કેમકે તે મુંજાશે તે મારાથી તેની આવી હાલત સહન નહીં થાય"
લવને પણ ખબર હતી કે તેનો કોઈ ભાઈ નહોતો એટલે
લવે તેને બહેન કહી એટલે સ્નેહાને ગમ્યું,તેણે હસતા હસતા લવને કહ્યું " જો બહેન કહી છે,ધ્યાન રાખજે મારુ કામ નહી થાય તો પછી ભાઈ મને કોઈ નય મનાવી શકે એટલે ધ્યાન રાખજે કે આ બહેન તારાથી રિસાય ન જાય"
લવ પણ રવિની ખુશી માટે પોતાનું સર્વસ્વ ત્યજી દેવા તૈયાર હતો એટલે તેણે સ્નેહાને કહ્યું "ભાઈ માન્યો છે તો આ ભાઈ ક્યારેય એવુ નહી કરે કે તેની બહેન તેનાથી રિસાય જાય અને તુ જલ્દી તારુ કામ કહે એટલે હુ રવિને અહીં બોલાવી લઉં."
લવને આટલો ઉતાવળા થતા જોઈ સ્નેહા તેને કહે છે, "તે કહ્યું હતુ ને કે તારા દિલમાં જાનકી માટે પણ લાગણી છે તો આ બહેન આટલુ જ ઈચ્છે કે તુ જાનકીને જણાવી દેજે અત્યારે,"
સ્નેહાની વાત સાંભળી લવ ખુશ થયો પણ જાનકીના દિલમાં તેના માટે કેવી લાગણી હશે,તેના લીધે વ્યથીત પણ થયો."
લવને વિચારોમાં ખોવાયેલો જોઈ સ્નેહા તેને કહે છે "કેમ ભાઈ જાનકી ના પાડશે તે વિચારી દુખી થાય છે તો તને કહી દઉ જો એ નહી માને તો હુ મનાવી લઇશ પણ આજે મારી જાનકીભાભીને તારે પ્રપોઝ કરવાનું છે પછી જ હુ રવિને પ્રપોઝ કરીશ એટલે કે મારો નિર્ણય તેને કહીશ."
"એટલે તે રવિનું પ્રપોઝ સ્વીકારી લીધું અને મારી બહેન માટે આટલું તો કરી જ શકું અને તે નહી માને તો મને પુરેપુરો વિશ્વાસ છે કે મારી બહેન મનાવી લેશે."લવ સ્નેહાની વાત સાંભળી લવ રવિને કોલ કરી તેને કોલેજના ગાર્ડનમાં બોલાવે છે,અને સાથે જાનકીને પણ લેતો આવે.
જાનકી અને રવિને આવતા જોઈ સ્નેહા લવની મશ્કરી કરતા "ભાઈ જો તારી હીરોઈન આવે છે અને ખબર છે ને શું કરવાનું છે."
સ્નેહાને કંઇક જવાબ આપે તે પહેલા રવિ અને જાનકી તેની પાસે પહોંચી જાય છે.
રવિને જોતા સ્નેહા મોઢું બગાડી ફેરવી લે છે,ત્યારે રવિ લવને ઈશારાથી પુછે હજી નથી માની આ વાંદરી ત્યારે લવ તેને શાંતિ રાખવા કહે છે,
પણ જાનકીને સમજાતું નથી લવે સ્નેહાને મનાવી કે નહી.
ત્યારે લવ ગાર્ડનમાંથી બે ગુલાબના ફુલ લઇ આવે છે,અને ઘુંટણ પર બેસી જાનકીને પ્રપોઝ કરે અને કહે છે, "શુ તુ ગુજરાતી ફિલ્મ લવની ભવાઈના આ સાગરની અંતરા બનાવું પસંદ કરી? આઈ લવ યુ જાનકી..."
ઘડીક જાનકીના મનમાં વિચારવા લાગે છે કે આ સ્વપ્ન ઔચિત્ય નથી.
એટલે લવ પાછું પુછે છે,એટલે જાનકી લવના આ પ્રપોઝલનો સ્વીકાર કરે છે અને હગ કરતા કહે છે, "લવ ટુ અને આ તારી અંતરા કોલેજના પહેલા દિવસથી તૈયાર હતી પણ આ સાગરે કેમ આટલું લેટ કર્યું,રવિ એ મને કેન્ટીનમાં બધી જ વાત કહી તારી કે તે શું કર્યું અને તે તારી મમ્મીને પણ કહી દીધું મારા વિશે તો આજે હુ તારી સાથે આવીશ હુ પણ જોઉં મારો હસબન્ડ મારી સાસુમાને શુ કહે છે?"
લવ અને જાનકીએ સ્વીકારી લીધું એટલે રવિ લવને હસતા હસતા કહ્યું "ડોફા તુ તારૂ સેટીંગ કરવા આવ્યો હતો કે મારી ડુબતી નૈયા પાર કરવા"
રવિની હાલત બગાડવા લવે સ્નેહાને કહ્યું "સ્નેહા રહેવા દેજે આ ડોફાનુ પ્રપોઝલ નય સ્વીકારતી,જો તારા આ ભાઈ વિશે કેવું બોલે છે,ટોપલો,સડેલ"
સ્નેહા પણ રવિને હૈરાન કરવા કહે "સ્વીકારવાની હતી આ વાંદરાનું પ્રપોઝલ પણ હવે નય સ્વીકારુ"
સ્નેહાની વાતથી રવિ અને જાનકી આશ્ચર્યથી લવને જોવા લાગે છે અને જાનકી કહે છે"શું સ્નેહા તુ માની ગઈ છો?"
જાનકીને જવાબ આપતા કહે છે "માની ગઈ હતી પણ હવે મારે નથી જરૂર આ વાંદરાની હવે ભલે ભટકતો મારી પાછળ."
સ્નેહાની વાતથી રવિ વ્યથીત થઈ દુર જઇ એક બાંકડે નીચે માથું રાખી,માથા પર હાથ મુકી બેસી જાય છે.
લવ અને સ્નેહા રવિની આવી હાલત જોઈ હસવા લાગે છે,એટલે જાનકી પણ લવ પર રોફ જમાવતા "જો તમે બંને ભાઈ-બહેન બની શકો છો,તો અમે બંને પણ બની શકીએ અને મારે પણ તારી કંઇ જરૂર નથી લવ,અને તારી પણ મારા ભાઈ સ્નેહા 😡😡😡..."
જાનકીની વાત સાંભળી લવ હસતા હસતા સ્નેહાને કહે "ઓ સ્નેહાબહેન જલ્દી રવિને પ્રપોઝ કર નહીતર આ માતાજી વિકરાળ બનશે,અને મે તારુ પણ કામ કરી દીધું એટલે હવે મારા રવિને વાટ ન જોવડાવ અને આ ગુલાબનું ફુલ લેતી જા."
જાનકી ગુસ્સો કરતા કરતા લવની બાજુમાં બેસે ગઈ અને લવ તેને મનાવવા લાગ્યો.
સ્નેહા જલ્દી રવિ પાસે જાય છે,પણ તેનુ મોઢું નથી દેખાતુ એટલે નીચે બેસી તેનું માથું ઉચુ કરે છે,અને રવિની આંખોમાં આંસુ હતાં એટલે સ્નેહાને પસ્તાવો થતા રવિને કહે છે " સોરી કેન્ટીનમાં જે થયું તેના માટે અને શુ તુ મને સ્વીકારીશ રવિ,આઈ લવ યુ સો મચ"
સ્નેહાની વાત સાંભળતા રવિ કહે છે "તને લવે શુ કહ્યું હતુ,મારા વિશે એ કે પેલા"
સ્નેહાને શું બોલવું કે ન બોલવું એ સમજાયું એટલે તેણે બધી વાત કહી દીધી,અને કીધું "રવિ તુ આ દુખ હજીપણ પોતાના દિલમાં લઇને ફરે છો અને કોઈને અહેસાસ પણ નો થવા દીધો."
રવિ સ્નેહાની પરીક્ષા લેવા તેને અમસ્તા કહ્યું "એટલા તુ મારા પર ઉપકાર કરવા માની ગય મને નહોતી ખબર તુ આટલી બધી ડ્રામાબાજ હશે તુ,"
રવિના મુખેથી ડ્રામાબાજ પોતાના માટે સાંભળતા સ્નેહા રડવા લાગી એટલે રવિ બાંકડેથી ઊભો થઈ સ્નેહાને ઊભી કરી અને તેને ટાઈટ હગ કાનમાં હળવેથી કહ્યું "સોરી મારી સ્વીટહાર્ટ,આજે જેટલુ રડવુ હોય એટલુ રડી લે,હવે પછી જ્યારે આપણા લગ્ન થશે ત્યારે વિદાય હશે ત્યારે જ એક વખત રડવા દઇશ,પછી ક્યારેય નહી."
રવિની વાત સાંભળી સ્નેહા રડવાનું બંધ કરે અને બંને છુટ્ટા પડે છે,અને સ્નેહા રવિને માથામાં હળવી ટાપલી મારી કહે છે, " કોઈ આવુ કરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે અને રડતો કેમ હતો?"
રવિ પણ પોતાનો બચાવ કરતા કહે છે, " તો હમણા આપણે શું કર્યું એ નથી ખબર અને મને મમ્મી યાદ આવી ગયા હતા એટલે રડાય ગયું હતુ અને ચાલ હવે,લવ અને જાનકી પાસે જલ્દી."
સ્નેહાને લવ અને જાનકીનું યાદ આવતા કહેવા લાગી, "હા ચાલ જલ્દી વાંદરા આપણી બંનેને લીધે જાનકી બોઉ ગુસ્સામાં હતી,હુ હમણા અહીં આવી ત્યારે તેણે એમ કહ્યું હતુ મને કે મારા રવિભાઈને તારી કાંઈ જરૂર નથી અને તેને લવની."
સ્નેહાએ એનુ નામ સાથે કહ્યું એટલે એણે સ્નેહાને કહ્યું "મારી લીધે કે તારા અને લવના મજાકને લીધે,વાંદરી મારુ નામ શું કામ લે છે,ખોટે-ખોટુ"
રવિ અને સ્નેહા લવ અને જાનકી બેઠા હતા ત્યા આવે છે,અને લવ હજી જાનકીને મનાવતો હતો.
એટલે રવિને જોઈને કહે છે, "રવિ જો તુ મારો ભાઈ હોય તો આને કે ને કંઇક"
રવિને જાનકીને કહે છે,"અરે જાનકીદીદી માની જઉ આ તમારો ભાઈ કહે છે,"
રવિની વાત સાંભળી જાનકી નાટક કરતા કહે છે "ઓકે તુ કહે એટલે અને ચાલો હવે ઘરે જવાનો ટાઈમ થઇ ગયો છે,પણ આપણે બધાએ લવના ઘરે જવાનું છે,હુ જ તેના મમ્મીને કહી દઇશ,કે હુ તેમના ઘરની વહુ બનાવા તૈયાર છુ."
જાનકીની વાત સાંભળી બધા લવના ઘરે જવા નીકળે છે અને રવિ લવને કહે છે "લવ માસીને કહી દેજે મારૂ પણ જમવાનુ બનાવી નાખે,કેમકે મારા ઘરે કોઈ નથી,એક કામ કરને આપણે બધા જ તારા ઘરે જમી લેશું."
પહેલા સ્નેહા અને જાનકી લવના ઘરે જમવાની ના પાડે છે,પણ બંને હીરો પોતાની હીરોઈનને મનાવી લે છે.
પછી લવ તેની મમ્મીને કોલ કરી કહી દે ય છે.હવે બંને કપલ લવના ઘરના તરફ જવા કોલેજથી નીકળી જાય છે.





ક્રમાંશ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED