husband pain in lockdown books and stories free download online pdf in Gujarati

લોકડાઉન અને પતિની વ્યથા

આમતો હું મુક્ત ગગનનું પંખી પુરુષ
આજકલ પિંજરામાં પુરાયને વ્યથિત

મિત્રો આમાં એક પતિ ની વેદના પર જરાક અમથો પ્રકાશ પાડવાના પ્રયાસરૂપે એક લેખ લખું છું.

મોટાભાગે હું સ્ત્રી વિષયક વધુ લખું છું એક સ્ત્રી હોવાના કારણે ખાસ મને સ્ત્રીઓ પ્રત્યે માન અને લાગણી વધુ.. પણ આજકલ આસપાસ ના પુરુષોને જોઈએ એટલે થયું કે ..સાલું દર્દ તો મર્દ કો ભી હોતા હે..

આજકાલ મામને ઘેર ભાણીયા આવતા નથી.. એટલે મામાંને ભણીયા ના બહાને મામા ને મામી ના હાથે જે સમોસા પુરણપોળી ગાંઠિયા ને ચકરી ખાવા મળતા હતા એ હવે મળતા નથી મામી ને ભલે નિરાંતે સુવા મળતું હોય ભાણીયા ની ગેરહાજરીમાં પણ મામુ ને બિચારાને મનમાં ને પેટમાં ઘણુંય સળગતું હોયછે😉

વાત રહી મામાં ની હવે એક પતિ ને પણ ક્યાં પત્નીની પિયરગમનના સુખરૂપ સમાચારો મળેછે..

કોઈ પત્ની ના પિયરગમન ને ઉત્સવરૂપે ઉજવતા પતિઓ દોસ્તો સાથે હેંગગાઉટ કરતા કોઈ વળી ઓફિસમાં મારકણી મિસ પિન્કી ના પ્રેમના સકંજામાંથી મુક્ત હોવાના દુઃખ ને વાગોળતું હોય કોઈ પડોશી ભાભી ને રોજ જોવાના અભરખાથી વંચિત..તો કોઈ ભાભી ના હાથની વાનગીનો આસ્વાદ ચાખવા ના મળવાથી પણ વાંચીત ને દુઃખી દેવદાસ બનીને પણ ફરતા જોયા છે.

કોઈ ને (એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની )ગર્લફ્રેન્ડ ના મેસેજ પર મેસેજ ને લીધે એની બ્લોક લિસ્ટમાં એન્ટ્રી કરવાને લીધે તાજા બ્રેકઅપથી દ્રવીત અને ભયભીત.. આમ બિચારા પુરુષોને અજકલના દીવસો માઠા વીતી રહ્યા છે..અને માઠા પરિણામ પણ ભોગવી રહ્યા છે..

બધી પત્નીઓએ જાણે દેશની સાથે સાથે પતિઓ ને પણ લોકડાઉન કર્યા હોય એમ કોઈ ના ઘેર પતિ ઘઉં વીણતાં તો ક્યાંક કચરો વાળીને સફાઈ અભિયાન ને સાર્થક કરતા તો વળી ક્યાંક કોઈ પતિ માળિયે મોઢે પત્નીના જ દુપતાનો ગોળેમોળે માસ્ક બનાવીને ઝાડુ સાથે મથામણ કરતા જોયા છે..

ત્યારે જરાક મરક મરક હસવાની ભૂલ થયી જાયછે અને એ શ્રીમતી ના પતિદેવ ના કોપાયમાન સ્વરૂપ નું ક્ષણિક દર્શન થયી જાયછે એટલે ત્યાંથી પ્લાયનવૃતિ ના અંશ રૂપે પ્રસ્થાન વંતુ થયી જાઉં છું..

ક્યાંક તો રસોડામાં કોઈ પતિ મહાશય એ કુકિંગ ચેલેન્જ ના હારી જવાની વેદના ને વાસણ ઘસવા ના કકળાટ સાથે ચકચકિત કરેલી થાળીમાંથી અશ્રુ જોઈને લૂછતાં મેં આબાદ ઝડપ્યા છે..😝🤓
ભાઈ અપડી તેજ નજર છે ..ઉડતે પરિનદે કે પર ભી ગીન શકતી હું ..

હવે તમે કહેશો કે..એમ શુ નવાઈ પંખીના 2 જ પગ હોય પણ એ પગ ઉડતા ઉડતા પણ જોવાની ક્ષમતા હોવી એ પણ એક પ્લસ પોઇન્ટ કહેવાયને..!😊

સોરી થોડા સબ્જેક્ટ પરથી હટી ગયા અપડે..ધ્યાનભંગ બદલ દિલથી માફી..

હા તો ક્યાં હતા આપડે..

હા પુરુષ ની વેદના ..ખરુંને

હા હમણાંજ 2 દિવસ પહેલા એક ભાઈને તો એમની પત્ની ની ઓફીસ જવા ટાઈમે સ્ફુતી ને સાફ કરવી એ પરત આવે એટલે એ જ્યાં જ્યાં પગ માંડે એ પગલાં ને જી નહીં કુમકુમ થી આવકાર નહીં ને સેનિતાઈઝર થી ધૂતકાર કરતા પણ જોયા છે.

તો કોઈ વળી એંઠવાડ નાખીને પત્નીને મદદ કર્યા નું પરમસુખ પામે છે. ક્યાંક એ જોઈને બીજી પત્નીઓ એમના પતિને આપેલું ફરજીયાત મદદ નું દુઃખ પણ હસમુખ ચહેરે અને ભોળા ભાવે સ્વીકારે છે..
ભાઈ કહેવું પડે હો લોકડાઉન નિર્માતા.. તમે તો અત્યારસુધી પત્નીઓ ને તું હું કરતી હોય છે આખો દિવસ ઘર માં .. એ શબ્દની તકાત ને જ ખતમ કરી નાખી છે..

અંતે તો સર્વોપરી પત્ની જ ગણાઇ રહી છે..

આજે દરેક પતિને સમજાય ગયું છે કેમ. સ્ત્રીઓ ને અન્નપૂર્ણા, મહાકાળી , દુર્ગા , રંભા જેવા ઉપમાન થી નવાજવામાં આવે છે..

જોકે અજકલ આ ટેગલાઈન મને એ બધા પુરુષ માટે યીગ્ય લગે છે જેમને એમની પત્ની ની ખડેપગે સેવા મદદ કરી છે..

નારી તું નારાયણી ..
જેમ નર તું પણ ક્યાં હાર્યો..
નારાયણ તો હવે થયો અવતાર તારો.

ખરેખર , આજે લોકડાઉનનો બીજો અર્થ પણ સમજાય છે..મદદ કરવી શક્ય એટલી..શક્તિ એટલી..

તો એવા સર્વ મદદકારી આજ્ઞાકારી પતિદેવો ને મારા સતસત નમન🙏
...ધન્યવાદ👍😝

વધુ બોલાય ગયું હોય તો લોકડાઉનની અસર સમજી માફ કરજો😊

આવજો..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED