અનોખી મુલાકાત. Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અનોખી મુલાકાત.

"નીલ બેટા કાલે ઓફિસમાં રજા રાખજે તારા માટે એક ડેટ ફિક્સ કરી છે."

"શું મમ્મી જ્યારે હોય ત્યારે ડેટ ફિક્સ કરતી રહે છે મેં કહ્યું તો ખરી મારે હમણાં લગ્ન નથી કરવા."

"એ તારા જેવી વિચારસરણી ધરાવતી છોકરી છે એકદમ મોડર્ન"
"આજકાલ ની છોકરીઓને તો બસ એ.ટી.એમ મશીન જોઈએ છે તેમને તો હસબન્ડ જોઈએ છે જ ક્યાં?

"તારે લગ્ન તો કરવા જ પડશે ને ન્યૂયોર્ક જતા પહેલા તું એને જોઈ તો આવ."

"મારે હજી લગ્ન નથી કરવા મમ્મી .
હજુ હું બે વર્ષ કેરિયરમાં ધ્યાન આપવા માગુ છું"

પણ મેં કાલે કોફી શોપમાં તારી ડેટ ફિક્સ કરી દીધી છે ..હવે મળવા તો જવું પડશે, મારે જવાબ તો આપવો પડશે ને .? એટલે હું કઈ જ સાંભળવા નથી માગતી તારે જવાનું જ છે.

"સારુ હું જઈ આવીશ."
******
"હલો દિયા કેમ છે?
બેટા, ઠીક તો છે ને.
મેં એક એડ્રેસ મોકલ્યું છે, તેની પર તારે એક છોકરા ને મળવા જવાનું છે."
"ઠીક છું મમ્મી પણ તારે તો મારા લગ્ન સિવાય કોઈ વાત જ હોતી નથી.
કેટલી ઉતાવળ છે, મને મારું માસ્ટર તો પૂરું કરવા દે"

"સારુ તારા પપ્પા જોડે વાત કર તું તો મારું કહ્યું માણીસ જ નહીં"
"હલો ,તારા પપ્પા તારી મરજી વગર કોઈ જ ડિસિઝન નહીં લે આતો સારા ઘરનો છોકરો છે એટલે તું મળી આવ"

ઓકે પપ્પા, પણ મારે વિચારવું પડશે."

સારુ તો હું છોકરાનો ફોટો આઇડી ઇ-મેલ કરું છું જોઈ લેજે અને પછી કાલે કોફી શોપ પર ડેટ ગોઠવી છે તો મળી આવજે.

"ના પપ્પા મારા માટે સરપ્રાઇઝ જ રહેવા દો હું ખાલી મળી આવીશ."
"ઓકે બેટા તારી ઈચ્છા."
******
"ઉતાવળ કર નીલ મોડું થશે મને ખબર છે તને કંટાળો આવે છે પણ જવું તો પડશે જ"
"પક્કાઉ પ્રોસેસ થી હું તો સાચે જ કંટાળી ગયો છું"

"છોકરીનો ફોટો અને નામ બધું જોઈ તો લે ઇમેલ એડ્રેસ ખોલીને તું એને ઓળખીશ કેવી રીતે."

"હા મમ્મી જોઈ લવું છુ કહેવા ખાતર નિલે કહી દીધું એને તો ઈન્ટેરેસ જ ક્યાં હતો જોવાનો"
"કોફી શોપ પર પહોંચીને જોયું તો એક ખૂબસૂરત છોકરી ટેબલ પર બેઠા રાહ જોતી હતી.
hi હું નિલ તમે"
"દિયા"
"મેં તમારો ફોટો જોયો નહોતો હું એમને એમ આવી ગયો છું એટલે મેં પૂછ્યું તમારું નામ."

"હા હુ પણ સરપ્રાઈઝ રહેવા દેવા માગતી હતી એટલે મેં પણ એ વિશે વિચાર્યું નહોતું. અને સાચી ઓળખ મેળવવી હોય તો જોયા વગર જ મેળવી શકાય છે.

આગળથી જાણી લેવા થી સાચી ઓળખ મળતી નથી અને આપણી પૂર્વધારણા પ્રમાણે નિરીક્ષણ કરતા હોઈએ છીએ."

વાંધો નહીં હું તમને જણાવી દઉ કે મારી કેરિયર બનાવવા માટે મેં હજુ સુધી કોઈ પણ છોકરીને હા નથી પાડી... અને એટલી બધી છોકરીઓને મળ્યો છું કે ગિનતી પણ ભૂલી ગયો છું મને તો હજુ સુધી એક પણ છોકરી પસંદ નથી આવી..

"હા એ તો ઉંમર જોઈને જ લાગે છે"
કેમ ?તમે મારો બાયોડેટા જોયો નથી મારી ઉંમર 27 વર્ષ છે‌. નામ ના જોયું હોય પણ બીજું બધું તો જોયું હોય ને.?"

"હું માસ્ટર ના લાસ્ટ સેમિસ્ટર માં છું. 22 વર્ષ થયા છે એટલે છ વર્ષનો ગેપ વધારે ન કહેવાય.‌"

"કહેવાને એટલે હવે હું" ના "જ સમજુ ને તો ચલો પછી નીકળી જઈએ એકબીજાથી છૂટા પડીયે."

નીલ ને ઉભા થઈને ચાલતા જોઇને દિયા બોલી.

"મે ક્યાં કહ્યું કે કોઈ એઈજ થી મને પ્રોબ્લેમ છે,ચલો ચાલતા ચાલતા વાત કરીએ.
કેમ ?હજુ સુધી કોઈ છોકરી પસંદ ન આવી."

"છોકરી તો પસંદ આવી હતી પણ એને મારો ભાઈ બંધ પસંદ આવી ગયો"
"કેમ એવું ?તમારામાં શું ? ખામી હતી દેખાવે તો અચ્છા ખાસા છો કેરિયરમાં સક્સેસ છો પછી બીજું શું જોઈએ?"
"પણ એ વખતે મારી જોડે ગાડી નોહતી અને મારા ભાઈબંધ જોડે હતી"
એવું સાંભળીને દિયા ને હસવું આવી ગયું.

"દુનિયામાં પણ કેવા કેવા લોકો હોય છે સ્વભાવ નહીં પણ પૈસા પાછળ પાગલ હોય છે."

"દિયા ને જોઈને નીલે નક્કી કરી લીધું કે આ છોકરીમાં કંઇક તો વાત છે જે મને પહેલીવાર પસંદ આવી છે.
"તમારે 'હા 'કે 'ના 'નો જવાબ તો આપવો જ પડશે તો શું જવાબ હશે તમારો?"

"એમ કરું હું તમને કોલ કરી ને કાલે જવાબ આપીશ."

"ઓકે તો કાલે સાંજે હું તમારા કોલ ની રાહ જોઇશ."
"બાય"
***
"હલો
હું ક્યારનો રાહ જોઉં છું. તારે મળવું જ નહોતું તો ના પાડી દેવી જોઈતી હતી.
શુ સમજે છે તુ ...મારું ઇન્સલટ કરવા મને બેસાડી રાખ્યો ?"
"પણ તું સાંભળ તો ખરા?"
"મારે હવે કઈ જ સાંભળવું નથી ,જે પહેલેથી જ સિરિયસ નથી એની જોડે વાત આગળ વધે જ કેવી રીતે."
દિયા વિચારવા લાગી કે હું કોને મળીને આવી આ તો જેને મળવાનું હતું એને તો હું મળી જ નથી..

અને સારું જ થયું એને હું મળી જ નહીં કેટલો રૂઢ અને બે જવાબદાર વ્યક્તિ છે એક વાર મારી વાત પણ સાંભળવા તૈયાર નથી.

પણ આ નિલ ને શોધવો જ કઈ રીતે એનો તો ફોન નંબર પણ નથી.એ તો મારા ફોનની રાહ જોતો હશે પણ એને ખબર તો પડી જ ગઈ હશે કે હું જે મળી તે કોઈ બીજી જ છોકરી છે..

હા યાદ આવ્યું એને મેં કોઈની જોડે વાત કરતા સાંભળ્યું હતું કે બે દિવસ પછી તે ન્યૂયોર્કની ફ્લાઇટ બુક થઈ ગઈ છે તેમ કહેતો હતો.

આ બાજુ નીલ ને પણ ખબર પડી ગઈ હતી કે જે છોકરી તેને મળવા આવવાની હતી તે તો આવી જ નહોતી..
તેને સોરી કહીને મમ્મી ને ના પાડી દીધી હતી.

પણ દિયા ને શોધવાનો કોઈ જ ઉપાય નહોતો.
એટલે બધી આશા છોડી ને ન્યૂયોર્ક જવાની તૈયારી કરી લીધી..

દિયા બે દિવસ પછી એરપોર્ટ પોહચી ગઈ અને નીલને સોધી જ લીધો.
બંનેની આંખો મળી એરપોર્ટ પર ફલાઈટ ઉપડવાની તૈયારી હતી અને દિયા બોલી.

કશુજ બોલવાની જરૂર નથી બસ એક તારો ફોન નંબર મને આપી દે.?
તને 'હા 'કે 'ના' નો જવાબ તો આપવો પડશે ને.?