વાર્તા Abhay Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

વાર્તા

નમસ્તે મિત્રો આજે આપણે જાણીશું એક એવા દેશ વિશે જે દેશનું ક્ષેત્રફળ આપણા દેશનું રાજ્ય રાજસ્થાન જેવડું પણ નથી, ઉપરાંત દુનિયાનો 100 નંબરનો સૌથી નાનો દેશ છે. તો ચાલો જાણીએ ઇઝરાઇલ વિશે..

1. ઇઝરાઈલ દેશની વસ્તી ન્યુયોર્ક શહેર ની વસ્તી થી પણ અડધી છે.

2. ઇઝરાઈલ દેશની વસ્તી આટલી ઓછી હોવા છતાં દુનિયા ની ચોથી તાકાતવર વાયુસેના ધરાવતો દેશ છે.

3. પુરી દુનિયામાં સૌથી ઝડપી નિર્ણય લેતી વાયુસેના પણ ઇઝરાઈલ પાસે છે.

4. જેમ ભારતની RAW એજન્સી છે એમ ઇઝરાઈલની એક ખૂબ ખતરનાક એજન્સી છે જેનું નામ છે 'મોસાદ' અને આ એજન્સી ના નિશાને કોઈ આવે એટલે એનો મતલબ દુશ્મનનું મોત.

5. ઇઝરાઈલ એક યહૂદી રાષ્ટ્ર છે જે દુનિયા ની સૌથી નવી પ્રજાતિ છે , જેનું આયુષ્ય 67 વર્ષનું જ છે.

6. આ દેશમાં ફરજિયાત આર્મી ની ટ્રેનિંગ લઈને સેનામાં ફરજિયાત કામ કરવું પડે છે.પછી તે સ્ત્રી હોય કે પુરુષ.

7. ઇઝરાઈલ વિશ્વનો 9મો એવો દેશ છે જેની પાસે પોતાની સેટેલાઇટ સિસ્ટમ છે.

8. વિશ્વમાં ઇઝરાઈલ દેશ જ એક એવો દેશ છે જેમાં કોઈ પણ બાળક જન્મે એટલે એ બાળક ને ઇઝરાઈલની નાગરિકતા મળી જાય છે.

9. 'સમુચા એન્ટી બેલીસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ' આ દેશ પાસે આ એક એવી ડિફેન્સ સિસ્ટમ છે જે ઇઝરાઈલ બાજુ આવતી કોઈ પણ મિસાઈલ રસ્તામાં જ તૂટી પડે છે.

10. મોટોરોલા કંપનીનો પહેલો ફોન ઇઝરાઈલ દેશમાં બનેલો છે.

11. ઇઝરાઈલ દેશ GDPનું સૌથી વધુ બજેટ રક્ષા ક્ષેત્રમાં વપરાય છે.

12. ઇઝરાઈલ પોતાની જરૂરિયાતના 96% ખાદ્યપદાર્થો પોતે તૈયાર કરે છે.

13. દુનિયાનો સૌથી વધુ સૂર્યઉર્જા વપરાશ કરતો દેશ છે, અહીંયા 10 માંથી 9 ઘરોમાં સૂર્યઉર્જા નો ઉપયોગ થાય છે.

14. આખા દેશમાં માત્ર 40 જ બુકસ્ટોલ છે, કારણ કે સરકાર બધા ને મફતમાં પુસ્તકો વહેંચે છે.

15. ટેકનોલોજી કંપની ની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી વધુ કંપની ધરાવતો દેશ છે.

આ ઉપરાંત ઇઝરાઈલ વિશે ઘણા એવા તથ્યો છે જે જાણીને આપ સૌને નવાઈ લાગે..આપ આપના પ્રતિભાવ નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો..

- અભય પંડ્યા

જ્યારે સ્પેન વિશે તમે વિચારો છો ત્યારે તમને અખલાઓની લડાઈ અને ફ્લેમેંકો નૃત્ય અચૂક ધ્યાનમાં આવે પરંતુ સ્પેન માં બીજું શું જાણવા જોવા લાયક છે તેના ઉપર પણ એક નજર ફેરવી લઈએ..

1. સત્તાવાર રીતે સ્પેન નું સામ્રાજ્ય યુરોપિયન સંઘનો 505955 ચો.કિમિ ના વિસ્તાર સાથે તે સૌથી મોટો દેશ છે.

2. સ્પેન એક સમયે વિવિધ ભાષાઓ સાથે વિવિધ રાજ્યો ધરાવતો દેશ હતો.

3. સ્પેનિશ ભાષા વિશ્વની બીજી સૌથી વધુ બોલાતી ભાષા છે.

4. સ્પેન માં નગ્નતા કાયદેસર છે.એટલે કે કપડાં વગર પણ જાહેરમાં હરિફરી શકો છો, આ માટે કોઈ સજા નથી.

5. સ્પેન માં ઓ.ઇ.ડી.સી. ના બધા દેશોની સરખામણીએ આયુષ્યદર બીજા નંબરે છે. 83 વર્ષના આયુષ્યદર સાથે જાપાન પછી બીજા નંબરે સ્પેન છે.

6. સ્પેન ની કુલ વસ્તીના ફક્ત 13.6% લોકો રવિવારે ચર્ચમાં જાય છે.

7. સ્પેનમાં SFSS 2012 ના અભ્યાસ મુજબ લગભગ 70% વસ્તી રોમન કેથોલિક છે.

8. સ્પેન એક બંધારણીય રાજાશાહી નો દેશ છે.

9. પ્રત્યેક 1928 કરદાતાઓ માટે એક જ કર નિરીક્ષક છે.

10. 2015માં યુરોપમાં સ્પેન દેશમાં સૌથી વધુ બેરોજગાર નો દર હતો.

11. સ્પેનમાં 40% ઉદ્યોગો મહિલાઓ એ સ્થાપ્યા છે.

12. સ્પેન માં લગ્ન માટે ની ઉંમર 16 વર્ષ ની નક્કી કરવામાં આવેલી છે.

13. સ્પેન માં Tomato Battle નામનો તહેવાર મનાવવામાં આવે છે , જેમાં લોકો એક બીજા ઉપર ટામેટા ફેંકે છે.

14. સ્પેન ની રાષ્ટ્રીય ભાષા સ્પેનિશ છે અને અહિયાનું ચલણ યુરો છે.

15. સ્પેનમાં સાક્ષરતા દર 98% છે.

આવી રીતે અલગ અલગ તથ્યોથી ભરપૂર એવો દેશ સ્પેન કે જેમાં દર વર્ષે 5 કરોડ થી પણ વધુ લોકો ફક્ત ફરવા આવે છે.તો આ લેખ તમને કેવો લાગ્યો તેના પ્રતિભાવ આપ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, ઉપરાંત તમારે ક્યાં દેશ વિશે જાણવું છે એ પણ મને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો..

- અભય પંડ્યા