બંધન વગર નો પ્રેમ Abhay Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બંધન વગર નો પ્રેમ

બંધન વગર નો પ્રેમ

ભાગ-1

ઍક્સિડન્ટ ?? રવિએ આઘાત સાથે પૂછ્યું,

હા, ઓફિસથી આવતા તેમની કારને ઍક્સિડન્ટ થયું છે.સામેથી ગિરિશે જવાબ આપ્યો.

ગિરીશ મને સાચું કહો, શુ થયું છે ? તે ઠીક તો છે ને ? રવિએ પૂછ્યું પરંતુ ગિરીશ તરફથી કોઈ પ્રતિભાવ ના મળ્યો.

બોલોને ! ઠીક તો છે ને ? રવિ ગિરીશ ઉપર ગુસ્સાથી બોલ્યો. રવિના પગ ડરથી ધ્રુજતા હતા.જમીનથી તેની પકડ ઓછી થઈ રહી હોય એવું લાગી રહ્યું હતું.અંતે ગિરિશે જવાબ વાળ્યો, 'મને ખબર નથી'

રવિ તાડુક્યો , 'આ બાબતનો શુ મતલબ છે ગિરીશ કે તમને ખબર નથી'

ગિરીશ ખૂબ ધીમા અવાજે બોલ્યો 'કાર કોઈ ટ્રક સાથે અથડાઈ ગઈ છે અને ડ્રાઈવર..ડ્રાઈવર'

શુ થયું છે ડ્રાઈવરને ?, અધવચ્ચે થી રવિ બોલી પડ્યો.

ડ્રાઈવર નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, ગિરિશે ધીમા અવાજે જવાબ આપ્યો.

હે ભગવાન ! મને આ બધું સાંભળીને ખૂબ ડર લાગી રહ્યો છે, ગિરીશ પ્લીઝ મને ખુશી વિશે જણાવ કે ખુશીની હાલત તો ઠીક છે ને ? રવિ કાપતાં અવાજે બોલ્યો.

ખુશી આઈ.સી.યુ.માં છે, ડોકટર કશું જ કહી નથી રહ્યા, ખુશીનું લોહી ખૂબ જ વહી ગયું છે.

રવિ એ પાછું પૂછ્યું, 'તે કારમાં બીજું કોઈ હતું ?'

ગિરિશે જવાબ આપ્યો હા, એક કોઈ બીજું વ્યક્તિ પણ હતો તે ડ્રાઈવર ની બાજુમાં બેઠો હતો પરંતુ તે ઠીક છે તેમને થોડી તકલીફ આવી છે. કાર જમણી બાજુએથી સાવ તૂટી ગઈ છે જેનાથી ડ્રાઈવર અને તેની પાછળ બેઠેલી ખુશીને વધારે વાગ્યું છે. રવિ અને ગિરીશ બંને સ્તબ્ધ હતા.

થોડી વાર પછી રવિ નો સાળો વિમલનો કોલ આવ્યો અને તેમણે રવિને આશ્વાસન આપતા કહ્યું, રવિ તમારે ડરવાની કોઈ જરૂર નથી, તમે ચિંતા ના કરો અમે બધા છીએ અહીંયા અને ડોકટર નું કહેવું છે કે ખુશી જલ્દી સ્વસ્થ થઈ જશે અને હું તમને ફોન કરીને બધી જ માહિતી આપતો રહીશ અત્યારે મારે મેડિકલ જવાનું છે તો આપણે પછી વાત કરીએ, આટલું કહીને વિમલે ફોન મૂકી દીધો.

રવિ હજી વિચારી રહ્યો હતો કે આ એક ખરાબ સ્વપ્ન તો નથી ને ? પરંતુ દુર્ભાગ્યથી આ સાચી હકીકત હતી.રવિને બ્લડપ્રેશર ઓછું થતું જણાઈ રહ્યું હતું, રવિએ ઘરની બધી જ બારીઓ ખોલી નાખી અને ઘરની બહારના સંસાર સાથે સંપર્ક કરવાની કોશિશ કરવા લાગ્યો તે ઘરમાં એકલો હતો.તેમણે પોતાના મમ્મી પપ્પા ને ખબર આપવા ફોન લગાડ્યો પરંતુ સામેથી કોઈ ફોન ઉપાડે એ પેહલા જ ફોન કાપી નાખ્યો.તે નક્કી ના કરી શક્યો કે તેમના મમ્મી પપ્પા ને આ ઘટનાની જાણ કેવી રીતે કરે ! તે પહેલાં પોતાને સંભાળવા માંગતો હતો.અલગ અલગ કેટલાય ડર મનમાં ભરાઈ ગયા હતા અને તરત તે તેના પૂજાના રૂમમાં ગયો અને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો અને મનમાં ભગવાનને કહેવા લાગ્યો કે, 'હે ભગવાન મારા ખરાબ વિચારો સાચા ના થવા દેતા પ્લીઝ'

રવિએ તેમના ઘરનાં ને ઘટનાની જાણ કરવા ફોન કર્યો ત્યારે તેમના ઘરનાને પણ આ વાત જાણી આઘાત લાગ્યો પરંતુ તેમણે રવિને સમજાવતા કહ્યું કે ખુશી સ્વસ્થ થઈ જશે.રવિએ તેમના માતા પિતા ને કહ્યું કે તે કાલ સવારની ફ્લાઇટમાં જ ખુશીના ઘરે જવા નીકળે છે.

બીજે દિવસે વહેલી સવારે રવિ ફરી પૂજારૂમ તરફ જઈને ભગવાનને વિનંતી કરી રહ્યો હતો કે હે ભગવાન ખુશીના બધા દુઃખ દૂર કરી આપો તેમને જલ્દી સ્વસ્થ કરી આપો, આ કામ ફક્ત તમે જ કરી શકો છો.આમ મનમાં ને મનમાં રવિ પ્રાર્થના કરી રહ્યો હતો.તે પૂજારૂમમાં ઘણો સમય ઉભો રહ્યો અને પછી ફ્રેશ થવા બાથરૂમ બાજુ ચાલ્યો અને વચ્ચે કાચમાં પોતાનો ચહેરો જોઈ ગયો અને જોયું તો પુરી રાત ના સુવાને લીધે પોતાના મો ઉપર થાક અને ઉદાસી બંને દેખાઈ આવતા હતા અને તેણે કાચમાં દેખાતા વ્યક્તિને કહ્યું, " દોસ્ત, તારી દિલરૂબા હમણાં જ ઠીક થઈ જશે" આમ કહેતો કહેતો બાથરૂમ બાજુ ભાગ્યો કારણ કે આજની જ ફ્લાઈટમાં તેને જવાનું હતું.

થોડા જ સમયમાં ફ્રેશ થઈને રવિ તૈયાર થઈ ગયો, પૂજા અર્ચના કરી પૂજાના પુસ્તક સામે શિશ ઝુકાવીને ફરી ખુશીના સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરી અને નાસ્તો કર્યા વગર જ એરપોર્ટ તરફ જવા રવાના થઈ ગયો.

બહાર ચમકતો સૂર્ય અમદાવાદને ગુડ મોર્નિંગ કહી રહ્યો હતો અને રવિ ખુશીની ખબર જાણવા વિમલના કોલ માટે ઉતાવળો થઈ રહ્યો હતો. થોડી થોડી વારે તે મોબાઈલ ચેક કર્યા કરતો ભૂલથી પણ વિમલનો કોલ મિસ ના થઇ જાય તે માટે.તે દિવસે રોડ ઉપર ટ્રાફિક પણ ના હતું અને રવિએ એક રીક્ષા બોલાવી અને જીવનમાં પ્રથમ વખત ભાડું પૂછ્યા વગર રિક્ષામાં બેસી ગયો.

રિક્ષાવાળાએ પૂછ્યું ક્યાં જવું છે ? એરપોર્ટ, રવિએ જવાબ વાળ્યો.

થોડા સમયમાં રવિ એરપોર્ટ પોહચી ગયો, તે પોતાની બેગ ઉતારી રિક્ષાના પૈસા ચૂકવી અંદર ચાલવા લાગ્યો. હજી પણ ફ્લાઈટને 20 મિનિટની વાર હતી તે પોતાને રોકી ના શક્યો અને મુંબઈમાં રહેતી પોતાની પ્રિયતમા ખુશીના ઘરે ફોન લગાવી દીધો

હેલ્લો !! કોઈ મહિલાએ જવાબ દીધો,

હાય ! નિશાદીદી, અત્યાર સુધીમાં રવિ ખુશીના ઘરનાના બધા વ્યક્તિઓના અવાજ ઓળખતો થઈ ગયો હતો.

હું રવિ વાત કરું છું, કેમ છો?

હાય રવિ ! તમે કેમ છો ? નિશાએ સામે પૂછ્યું.

હું ઠીક છું હોસ્પિટલથી શુ ખબર છે ? રવિએ બીજી બધી ફોર્માલિટી એક બાજુ મૂકીને તરત પૂછી લીધું.

આજે સવારે 11 વાગ્યે ડોકટર આવશે પછી કહેશે, નિશાએ કીધું.

હું અત્યારે એરપોર્ટ પર છું અને થોડા જ સમયમાં ફ્લાઇટ આવશે અને એ ફ્લાઈટમાં હું ત્યાં આવી રહ્યો છું, કદાચ મારે ત્યાં પોહચતા થોડો સમય લાગશે.ચાલો ત્યાં આવીને બધાને મળું છું આટલું કહીને રવિએ ફોન મુક્યો.

થોડા સમય પછી રવિ ફ્લાઈટમાં હતો, પોતાની વિન્ડો સીટથી નીચેના નજારાને જોઈને પોતાની જાતને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ અચાનક ફરી પાછો ખુશીના વિચારોમાં ખોવાઈ ગયો.

શુ હું તમારી કોઈ મદદ કરી શકું ?? ઍરહોસ્ટેસે વિચારોમાં ખલેલ પાડીને પૂછ્યું ..

નહીં, આભાર. રવિએ ટૂંકમાં ઉત્તર આપ્યો. તેની આજુબાજુમાં જે પણ કઈ થઇ રહ્યું હતું તે કશામાં રવિનું ધ્યાન ન હતું તેનું ધ્યાન ફક્ત ખુશી પાછળ જ હતું.

આ ઘટનાની એક દિવસ પહેલા જ રવિ પોતાનું બ્લેજર, ખુશીની વીંટી, સાડી એ બધું જોઈને ખુશ થઈ રહ્યો હતો પરંતુ અત્યારે તે દુઃખી હતો.ફરી પાછો પોતાની જાતને ખુશ કરવા વિન્ડો બહાર પોતાની નજર ફેરવી રહ્યો હતો એટલામાં તેમની નજર એક ચકલી ઉપર પડી તે મનમાં વિચાર કરવા લાગ્યો કે કાશ ! હું પણ આ ચકલી જેમ ઉડી શકતો હોત ! તો હું પણ દર અઠવાડિયે મારી ખુશીને મળવા આવતો રે'ત.આવા વિચારોમાં મગ્ન હતો એટલામાં બાજુમાં બેઠેલી એક સ્ત્રીએ તડકો આવવાના કારણથી વિન્ડોનું શટર પાડી દેવા કહ્યું, રવિને ગમ્યું નહીં પરંતુ તે ઝઘડવાના મૂડમાં ના હતો તેથી તેમણે બંધ કરી દીધું.

રવિને આખી રાત ઊંઘ ન આવવાને લીધે થોડી ઊંઘ આવી ગઈ.પરંતુ થોડા જ સમયમાં એનાઉન્સમેન્ટ થયું કે આપણે થોડી જ ક્ષણોમાં મુંબઇ એરપોર્ટ પર ઉતરીશું.રવિ અસ્તવ્યસ્ત બની ગયો પરંતુ સફરનો ઉદ્દેશ યાદ આવી ગયો અને વિન્ડો નું શટર ખોલ્યું તો બહાર વરસાદ આવી રહ્યો હતો.અચાનક રવિને ઠંડી લાગવા લાગી મૌસમ ને કારણે નહીં પરંતુ તેમના ડર અને બેચેની ને કારણથી. પ્લેન લેન્ડ થવાની તૈયારીમાં હતું.ત્યારે રવિએ તેમના બધા મિત્રોને બ્રોડકાસ્ટ મેસેજ મોકલવા એક મેસેજ ટાઈપ કરી રાખ્યો, "મિત્રો, ખુશીનું ઍક્સિડન્ટ થયું છે એ કારણથી અમારી સગાઈનો પ્રોગ્રામ બંધ રહ્યો છે...

વધુ આવતા અંકમાં....

(મિત્રો, એન.આર.નારાયણમૂર્તિ દ્વારા લખાયેલ વાર્તાને નામ, સ્થળ, સમય સાથે અનુવાદ કરી, એક સાથે આટલા બધા પેજ આપ સુધી પોહચાડવા શક્ય ન હોય અને આપને પણ કંટાળો ના આવે અને આપનો આ લવસ્ટોરીમાં રસ જળવાઈ રહે એ હેતુસર થોડા ભાગ માં વહેંચીને આ સરસ મજાની જકડી રાખતી વાર્તા આપ સમક્ષ મૂકી રહ્યો છું. .)

મિત્રો, આપના સૂચન આવકાર્ય છે અને આપના પ્રતિભાવ મને +91-7878571515 પર વ્હોટ્સએપ દ્વારા મોકલી શકો છો. ધન્યવાદ

_અભય પંડ્યા