Bandhan vagar no prem - 3 books and stories free download online pdf in Gujarati

બંધન વગર નો પ્રેમ - 3

બંધન વગર નો પ્રેમ

ભાગ-3

રવિ અને ખુશીના ઘરના હોસ્પિટલથી ઘરે જવા નીકળી ગયા.થોડા સમય પછી રવિ અને તેમની સાથેના લોકો ઘરે પોહચ્યા.દરવાજાની અંદર જવા વાળા વ્યક્તિમાં રવિ પ્રથમ વ્યક્તિ હતો.અંદર જતા જ ખુશીના મમ્મીને જોયા. તે ખૂબ જ ઉદાસ લાગી રહ્યા હતા. એક 'મા' જેની દીકરી તેના જીવનની સૌથી અઘરી લડાઈ લડી રહી હતી. રવિએ બેગ નીચે મૂકીને ખુશીના મમ્મીને પગે લાગ્યો. અને ખુશીના મમ્મીને કીધું કે, "મમ્મી તમે ચિંતા ના કરો,ખુશી જલ્દીથી સ્વસ્થ થઈ જશે" હવે તમે આવી ગયા છો તો સ્વસ્થ થઈ જ જશે ને..! હસ્તા મુખે ખુશીના મમ્મીએ રવિને જવાબ આપ્યો. એટલામાં ખુશીના પપ્પા આવ્યા રવિ એમને પણ પગે લાગ્યો અને બધા બેઠક રૂમમાં ભેગા થયા અને બેઠા. ખુશીના પપ્પા પાછળના બે દિવસોમાં બનેલી વાતો કરતા હતા.રવિ અને ઘરના બધા લોકો સાંભળી રહ્યા હતા.

થોડી વાર થઈ એટલે ખુશીની મોટી બહેનનો દીકરો રુદ્ર રવિની પાસે આવ્યો અને આવતાની સાથે જ રવિ પાસે ચોકલેટ માંગી. રવિએ થોડો વ્હાલ કરીને ચોકલેટ આપી. રાત્રીના નવ વાગી ગયા હતા તો ખુશીના મમ્મીએ બધા ને જમવા બોલાવ્યા.

જમીને નક્કી એ કરવાનું હતું કે એ બે લોકો કોણ હશે જે હોસ્પિટલમાં રાત રોકાશે. પરિવારમાંથી ઘણા લોકો ખુશી પાસે રહેવા ઇચ્છતા હતા. રવિને પણ ખૂબ જ ઈચ્છા હતી એટલે તરત બોલ્યો એક હું રહીશ. પરંતુ ખુશીના પપ્પાએ રવિને ના પાડી,રવિને કીધું કે તમે મુસાફરી કરીને આવ્યા છો તમે અહીં ઘરે જ આરામ કરો. પરંતુ રવિને અહીંયા ઘરે નિંદર કેવી રીતે આવવાની હતી !!

11:30 એ રવિ પોતાની પથારીમાં સુવા ચાલ્યો ગયો.પરંતુ આટલી જલ્દી નિંદર આવે એમ ન હતી એટલે આખા રૂમમાં રવિએ આટો ફેરો લગાવી લીધો. જ્યાં ખુશી રોજ ને માટે સૂતી હતી રવિ પણ ત્યાં જ સુવાનો હતો. રવિની નજર રૂમમાં રહેલી લાઈબ્રેરી તરફ ગઈ અને તે રૂમની લાઇબ્રેરીમાં પડેલા પુસ્તકો જોવા લાગ્યો. એમાનું એક પુસ્તક કાઢીને વાંચવા લાગ્યો થોડો સમય વાંચ્યું ત્યાં થાક ને લીધે રવિને નિંદર આવી ગઈ.

સવારે 9:30 સુધીમાં રવિ તૈયાર થઈને પોતાના રૂમમાંથી આવ્યો. તેના માટે નાસ્તો તૈયાર હતો.રવિએ નાસ્તો કર્યો અને તે હસ્તી સાથે હળવી શૈલીમાં મજાક કરવા ઇચ્છતો હતો પરંતુ બધાને ખુશીની ચિંતા હોવાથી ઘરમાં માહોલ શાંત હતો તેથી રવિએ પોતાની જાત ને રોકી લીધી.

રવિએ કીધું કે ચાલો અત્યારે કોઈ આવે છે મારી સાથે જેથી કરીને રાત્રીના ગયેલા લોકોને ફરી પાછા ઘરે મોકલી શકીએ.તરત જ ખુશીના પપ્પા અને રવિ હોસ્પિટલ જવા નીકળી ગયા.રસ્તામાં રવિની ફરી એ જ હાલત હતી જે ગઈ કાલે હતી. ફરી વખત આઈ.સી.યુ.માં રહેલી પોતાની પ્રિયતમાને આજે જોવાનો હતો તેથી થોડો ડરી રહ્યો હતો.

રવિ અને ખુશીના પપ્પા હોસ્પિટલ પોહચ્યા.રવિએ એ તરત ત્યાં રહેલી ખુશીની બહેનને પૂછ્યું કે, " ડોકટરે તપાસ કરી ??"

ખુશીની બહેને કહ્યું, "હા,પરંતુ ડોકટરે કહ્યું છે કે તેઓ આજ બપોર સુધીમાં સિટીસ્કેન કરવાના છે."

થોડા સમય પછી ખુશીના પપ્પાએ ત્યાં રહેલા બંને લોકોને ઘરે જાવા કહ્યું.રવિ અને ખુશીના પપ્પા ત્યાં ખડે પગે હાજર થઈ ગયા.

રવિ હોસ્પિટલના લોકોને જોઈ રહ્યો હતો.ઘણા લોકો સુતા હતા,ઘણા પોત પોતાના દર્દી માટે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા હતા અને ઘણા લોકો પોતાના આંસુ રોકી રહ્યા હતા.હવામાં એ જ ગંધ હતી જે દેશ ની બધી હોસ્પિટલમાં હોય છે.રવિ આ બધું શાંતિથી જોઈ રહ્યો હતો અને રવિને પણ તેમની સામે રહેલો આઇ.સી.યુ. ગેટ ડરાવી રહ્યો હતો.ડાબી બાજુ પર રહેલી ટીવી ઉપર ભારત અને શ્રીલંકા ની ક્રિકેટ મેચ ચાલી રહી હતી.ઘણા લોકો એ મેચ જોઈ રહ્યા હતા. એવામાં એક મહિલા ગઈ કાલ ની ધારાવાહિક સિરિયલ નો એક ભાગ જોવા ઇચ્છતી હતી, કારણ કે તેના સસરાને આજે હોસ્પિટલમાંથી રજા આપવાના હતા એટલે એ મહિલા થોડી ખુશ નજર આવી રહી હતી. રવિની આજુ બાજુ આવું બધું દ્રશ્ય બની રહ્યું હતું.

દરેક પાંચ મિનિટે રવિની બાજુમાં રહેલી લિફ્ટ ખુલી રહી હતી,જેમાંથી કોઈ અંદર આવતું તો કોઈ બહાર જઈ રહ્યું હતું.રવિ માટે આ માહોલ ખૂબ જ અલગ હતો.આઈ.સી.યુ.માંથી આવતા જતા ડોકટરો બધાને ભગવાન સમાન લાગી રહ્યા હતા. કોઈ કોઈ અંદરથી આવતી વખતે રોઈ રહ્યું હોય છે જ્યારે કોઈ કોઈ હસતું હસતું આવતું હતું. રવિ શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો.

અંતે રીસેપ્શન પર બેઠેલી એક નર્સે અવાજ દીધો, "વોર્ડ નંબર-3,ખુશીના પેરેન્ટ્સ અંદર આવો"

રવિના હૃદયના ધબકારા ખૂબ જ વધી ગયા.રવિ જાણતો હતો કે એ સમય આવી ગયો છે જે એવું જોવાનો હતો કે તે દ્રશ્ય પોતાને ખૂબ જ પરેશાન કરવાનું હતું.

હા, ખુશી પપ્પાએ રીસેપ્શન પર બેઠેલી એક નર્સેને કહ્યું.

નર્સે કહ્યું,"નીચે સિટીસ્કેન વિભાગમાં જાવ ત્યાં નર્સ ખુશીને સિટીસ્કેન માટે લઈ ગયેલા છે."

ખુશીના પપ્પા અને રવિ નીચે જતી લિફ્ટ બાજુ દોડ્યા અને લિફ્ટમાં નીચે સિટીસ્કેન રૂમ સુધી પોહચ્યા.

યસ !, રીસેપ્શન પર બેઠેલી મહિલાએ પૂછ્યું.

ખુશીનું સિટીસ્કેન ચાલુ થઇ ગયું ? પોતાના બુટ ની વાધરી બાંધતા બાંધતા રવિએ પૂછ્યું.

તે રજીસ્ટર ચેક કરવા લાગી અને કહ્યું, પેલો પડદો દેખાઈ છે તેમની પાછળ સ્ટ્રેકચર ઉપર તમારું પેશન્ટ છે અને તેમનું સિટીસ્કેન થોડી વારમાં ચાલુ થશે..

તમે કોણ ? રીસેપ્શન પર બેઠેલી મહિલા એ સવાલ કરવાની કોશીશ કરી પરંતુ ત્યાં સુધીમાં તો રવિ સ્ટ્રેકચરની બાજુમાં પોહચી ગયો હતો. અને રવિએ ખુશીની નજીક જઈને જોયું તો તે જોઈ શકતો હતો કે ખુશી સાથે શુ થયું હતું.ખુશીના શરીરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ નળીઓ લાગેલી હતી.તેના બેડ ઉપર ડોક્ટરના બધા જ ઓજાર પડ્યા હતા.રવિ ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો.

"અમારે તેને સિટીસ્કેન માટે લઈ જવી છે" એટલામાં એક મહિલાનો અવાજ સંભળાયો.તે ત્યાંની ઇન્ચાર્જ નર્સ હતી અને સિટીસ્કેન મશીનને તૈયાર કરી રહી હતી.

"ખુશીને સ્કેનર પર લઈ જવામાં મદદ કરો" નર્સે વેન્ટિલેટર ટ્યુબને એક બાજુ મુક્તા કહ્યું.રવિએ અને ખુશીના પપ્પાએ મદદ કરી.ચારેય બાજુ ચાર લોકોએ થઈ ને ખુશીને સ્કેનર પર લઈ જવા કોશિશ ચાલુ કરી.રવિ વિચારી રહ્યો હતો કે ઘણા બધા મશીનો અને ઘણી બધી નળીઓ સાથે ખુશીને કેવી રીતે શિફ્ટ કરી શકાશે.અચાનક પાણી ચડાવવાની નળી ખુશીના હાથમાંથી નીકળી ગઈ અને રવિએ કૂદીને તે નળીને પકડી અને નર્સને આપી જેથી કરીને નર્સ જલ્દીથી ખુશીના હાથમાં ફરી લગાવી દે.

"પહેલા આ નળી લગાવી દો" રવિ બોલ્યો, "ચિંતા ના કરો, દરરોજ આવા કેટલાય દર્દીને અમે સંભાળીએ છીએ" નર્સે થોડા કડક સ્વભાવે જવાબ આપ્યો.

એટલે જ તમે બેદર્દ થઈ ગયા છો, રવિ મનમાં બબડયો.

ખુશીના હાથ અચાનક વધુ હળવા લાગ્યા અને તે થોડી થોડી ધ્રુજવા લાગી.આ જોઈને રવિએ નર્સને કંઈક કરવા કહ્યું "આ અડધી હોશમાં છે અને હર કોઈ આવી જ હરકત કરે જ્યારે તે બેહોશ હોઈ.કઈ નવું નથી."નર્સે રવિના ડરને નજરઅંદાજ કરતા જવાબ આપ્યો.

હોઈ શકે નર્સ માટે નવું ના હોય પરંતુ રવિ માટે તો તે બધું જરૂર નવું જ હતું.રવિ તેની થનારી પત્ની ને આ હાલતમાં જોઈ શકતો ના હતો અને નર્સ ના વ્યવહારથી પરેશાન થઈ ચૂક્યો હતો પરંતુ રવિ એવું કશું કરવા માંગતો ના હતો જેનાથી તેઓની મુશ્કેલીઓ વધે.

થોડા સમય પછી ખુશીના પપ્પાને નર્સે બહાર જવા કહ્યું અને રવિને ખુશી પાસે રહેવા જણાવ્યું.રવિ ખુશીની બાજુમાં ઉભો હતો અને મનમાં ને મનમાં ખુશી સાથે વાતો કરવા લાગ્યો.બહારની વાતો માં એમનું કશું પણ ધ્યાન ન હતું બસ એ તો ફક્ત ખુશીને જ એક નજરથી જોઈ રહ્યો હતો...

વધુ આવતા અંકમાં....

મિત્રો, આપના સૂચન આવકાર્ય છે અને આપના પ્રતિભાવ મને +91-7878571515 પર વ્હોટ્સએપ દ્વારા મોકલી શકો છો. ધન્યવાદ

_અભય પંડ્યા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED