Samay - chhupayeli ek tak books and stories free download online pdf in Gujarati

સમય- છુપાયેલી એક તક

સમય- છુપાયેલી એક તક

"દુનિયાનો સૌથી મોટો વહેમ હોય તો એ છે કે, તમારી પાસે ખૂબ સમય છે. " - ગૌતમ બુદ્ધ

જીવન માં સમય ખૂબ જ મહત્વનો છે. જે પણ લોકો સમય ની સાથે ચાલતા નથી, સમય તેમને પાછળ ધકેલી દે છે, એટલે જ કહેવાયું છે કે સમય ને વેડફી નાખવા જેવું મહાપાપ બીજું કોઈ નથી. કુદરત ઘણી બધી રીતે, ઘણી બધી વખતે આપણને સફળ થવાની તકો આપે છે, પરંતુ આપણે સમય ને મહત્વ નથી આપતા અને આળસમાં ક્યારેય સફળ નથી થય શકતા. સફળતા મેળવવા માટે જિંદગીમાં બધા તબક્કાઓ ને સમયની સાથે અનુરૂપ બનાવીને ચાલવુ પડે છે. સમય ખૂબ કિંમતી છે, તેને અસામાન્ય મળેલી તક ની માફક ઝડપવાનો પ્રયાસ કરવો. ડગલે ને પગલે સમય ની સાથે કદમ મેળવીને ચાલવું પડે છે. જેમ કમાનમાંથી નીકળેલુ તીર પાછું આવતું નથી એમ એક વખત ચાલ્યો ગયેલો સમય પણ પાછો આવતો નથી એટલા માટે સમય ને મહત્વ આપો. અહીંયા મેં વાંચેલી એક નાનકડી વાર્તા પ્રસ્તુત કરું છું એ સમજાવે છે કે જીવનમાં સમય કેટલું મહત્વ ધરાવે છે.

લંડનની ખૂબ જ પ્રખ્યાત મંત્રાલયમાં 'સર એડવર્ડ ટોમસ' નામના વ્યક્તિ બાંધકામ અને ટ્રાફિક મંત્રી હતા. એક ખૂબ જ મોટું બાંધકામ કાર્યને સમય મર્યાદામાં પૂર્ણ કરાવવા તેમના વિભાગે ટેન્ડર બહાર પાડ્યું. ટેન્ડર ભરવા વાળામાં સર ટોમસ ના એક મિત્ર પણ હતાં. તે સર ટોમસ ને મળ્યા, સર ટોમસે કહ્યું તમે બધી ઔપચારિકતા પૂરી કરી લ્યો હું તમારું ટેન્ડર પાસ કરાવવાની કોશિશ કરીશ, પરંતુ કામ સમય પર પૂર્ણ થઈ જવું જોઈએ. સર ટોમસ સમયનું સખત રીતે પાલન કરતા હતા.

મિત્ર ખુશ થઈ ગયા, તેમનું ટેન્ડર મંજુર થઈ ગયું. સર ટોમસે એમને ફોન કરી ને સૂચવ્યા કે આદેશપત્ર લઈ જાય, તે માટે બપોર ના એક વાગ્યા નો સમય નક્કી થયો. મિત્ર સર ટોમસ ના કાર્યાલયે પોહચ્યા, તે વખતે સમય એક વાગી ને બે મિનિટ થઈ ગઈ હતી, સર ટોમસ તેમની ઓફીસમાં હતા, તેમને ખબર મળી કે તેમના મિત્ર આવ્યા છે, તેમને ઘડિયાળમાં જોયું અને ઇન્ટરકોમ ટેલિફોન દ્વારા રીસેપ્શનમાં બેઠેલા એમના પી. એ. ને સૂચના આપી કે તેમને કહો કે તેમનું તે ટેન્ડર ના મંજુર થયું છે, આ સાંભળતાં જ મિત્ર ભયભીત થઈ ગયા.

મિત્રએ રીસેપ્શન પર બેઠેલા પી. એ. પાસેથી ફોન કરી ને સર ટોમસને કીધું "પરમ મિત્ર, શુ વાત થઈ ગઈ કે પેહલા મંજુર ને હવે ના મંજુર ???" સર ટોમસે કહ્યું કોઈ વાત નથી ટેન્ડર ના મંજુર થઈ ગયું, મિત્ર બોલ્યા કેમ ?? તમે જ તો કહ્યું હતું... સર ટોમસે મિત્ર ની અધૂરી વાત વાતે થી જ જવાબ વાળ્યો કે તમે સમય પર કાર્ય પૂરું નહીં કરી શકો. મિત્ર બોલ્યા હું બધા જ સંજોગોમાં કાર્ય પૂરું કરીશ.

સર ટોમસે કહ્યું કે મને વિશ્વાસ છે તમે નહીં કરી શકો, તમને એક વાગ્યા નો સમય આપ્યો હતો, બે મિનિટ મોડા પોહચ્યા, આ વાત સાબિત કરે છે કે તમે સમય પર કાર્ય પૂર્ણ નહીં કરી શકો, આટલું બોલીને સર ટોમસે રીસીવર મૂકી દીધું. થોડા જ મામુલી વિલંબ ને લીધે મિત્ર પાસે આવેલો સુવર્ણ મોકો ગુમાવ્યો પડ્યો અને તે નિરાશ થઈ ને જતા રહ્યા.

મિત્રો, આ નાનકડી વાર્તા એ વસ્તુ શીખવે છે કે જે વ્યક્તિની નજરમાં સમય ની કોઈ કિંમત નથી હોતી એમનું જીવન અવ્યવસ્થિત હોય છે અને તે તેમનું કોઈ પણ કાર્ય સમય ઉપર ક્યારેય પૂરું કરી શકતા નથી. સમય ને અનુલક્ષીને બીજુ પણ એક ક્યાંક વાંચેલું સુંદર ઉદાહરણ છે.

એક ખૂબ જ આળસુ છોકરો હતો અને તે હંમેશા કોઇ પણ કાર્યને આળસને લીધે સ્થગિત કરી નાખતો. એક દિવસ તેમના પપ્પાએ એ છોકરાને તેમની પાસે બોલાવ્યો અને સમયની કિંમત સમજાવી આ વાત સાંભળી ને છોકરાએ વચન આપ્યું કે તે હવે ક્યારેય સમય ન કામ માં આળસ નહીં કરે.

એક દિવસ છોકરાને ખબર પડી કે આગળના મહિનામાં યોજાયેલી એક નાનકડી ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકનો પુરસ્કાર જીત્યો હતો. તેમને સ્પર્ધક તરફથી તે જ દિવસે પુરસ્કાર લઈ જવાનું કહેવામાં આવ્યું હતું તેમને આ બાબતની કાળજી ના લીધી અને એના બીજા દિવસે તે પુરસ્કાર લેવા ગયો પરંતુ તે પુરસ્કાર તેમના માટે બેકાર બની ગયો હતો કારણ કે પુરસ્કાર સ્વરૂપે એક સર્કસ-શો ની ટીકીટ હતી જે પુરસ્કાર લેવા જવાનું કહ્યું હતું તે જ દિવસે આયોજિત થયેલ હતું. આ બાબત પરથી તેમને જીવન માં પાઠ શીખવા મળ્યો.

મિત્રો આપણા જીવન માં પણ કંઈક આવું જ છે. કોઈક ને કોઈક વસ્તુમાં કોઈક ને કોઈક જગ્યાએ ઘણું બધું મેળવવાના હકદાર હોઈએ છીએ પરંતુ આપણી અંદર રહેલી આળસને લીધે આપણે એ બધી વસ્તુ ગુમાવવી પડે છે. સમય પૃથ્વી પર સૌથી વધારે કિંમતી વસ્તુ ગણાય છે. સમય ની તુલના બીજી કોઈ મૂલ્યવાન વસ્તુ સાથે પણ નથી કરી શકાતી. સમય એક વખત હાથમાંથી ચાલ્યો જાય છે તો તે ફરી ક્યારેય પાછો નથી આવતો. આ સંસારમાં બધુ સમય ઉપર જ નિર્ભર કરે છે. સમય ની પહેલા પણ કોઈ કશું નથી મેળવી શકતા અને સમય ચાલ્યો જાય પછી પણ કોઈ કશું નથી મેળવી શકતું માટે સમયની સાથે જ ચાલવું પડે છે. જો આપણી પાસે સમય ને સદઉપયોગ કરવાની આવડત નથી તો આપણી પાસે કશું જ નથી. આપણી પાસે આવેલો યોગ સમય નષ્ટ કરવો એ આ પૃથ્વી ઉપર સૌથી વધારે ખરાબ માનવામાં આવે છે કારણ કે સમય પ્રત્યે ની આળસ કે બિનકાળજી આપણને અને આપણા ભવિષ્યને બર્બાદ કરી શકે છે. અને આ જ સમય આપણને પૈસા, સમૃદ્ધિ અને આનંદ પ્રદાન કરી શકે છે. સમય નો માત્ર સદુપયોગ જ કરી શકાય છે, સમય ને ખરીદી કે વેચી શકાતો નથી.

એક દિવસ એક વ્યક્તિએ મહાન કારકિર્દી બનાવવા માટે ખૂબ જ સખત પરિશ્રમ કર્યો અને જીવનને અલગ ઊંચાઈએ લઈ ગયા. એક દિવસ તેમણે કામમાંથી આરામ કરવાનું નક્કી કર્યું અને તે જ દિવસે મૃત્યુના દેવદૂત તેમની પાસે આવ્યા, ખૂબ જ ધનવાન હોવાથી તેમણે દેવદૂતને કીધું કે કોઈપણ કિંમતે જીવનની અંતિમ ક્ષણોમાં થોડા સમયનો વધારો કરી આપે, પરંતુ દેવદૂતે તેમની વિનંતિ ને નકારી કાઢી, તો આ માણસે ફરી કીધું કે ફક્ત મને એક કલાકનો સમયમાં વધારો કરી આપો જેથી હું છેલ્લા સમયે પૃથ્વીની સુંદરતાની પ્રશંસા કરી શકું, મારા મિત્રો અને પરિવારજનો સાથે થોડો સમય પસાર કરી શકું પરંતુ દેવદૂતે ફરી ઇનકાર કરી દીધો. છેલ્લી વિનંતી કરી કે શું દેવદૂત ઓછામાં ઓછી એક મિનિટ આપી શકો જેથી હું છેલ્લી એક અંતિમનોંધ લખી શકું.. ? આ અંતિમ ઈચ્છા તેમની મંજુર કરવામાં આવી.

તેમણે એક અંતિમનોંધ લખી: "તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરો, સમય ખૂબ જ મૂલ્ય ધરાવે છે. હું મારી બધી સંપત્તિથી માત્ર એક કલાકનું પણ જીવન ખરીદી શકતો નથી માટે જીવનની દરેક મિનિટ ને યોગ્ય જગ્યાએ વાપરો અને બધી જ મિનિટ ને મહત્વ આપો. "

મિત્રો, આ ઉપરની માણસ ની અંતિમનોંધ દર્શાવે છે કે સમય એક એવી અમૂલ્ય વસ્તુ છે જેને કોઈ પણ મૂલ્યવાળી વસ્તુ ના બદલામાં કે રૂપિયાની ચૂકવણીથી પણ પાછી મેળવી શકતા નથી. માટે જીવનમાં હંમેશા સમયની સાથે કદમ મેળવીને ચાલશો તો જીવનમાં ક્યારેય નિરાશ થશો નહીં અને ક્યારેય નિષ્ફળ પણ જશો નહીં.. કહેવાનો ભાવાર્થ એટલો જ કે જીવનમાં આવેલી સમયની તક ને જડપવાનું ભૂલશો નહીં. .

"જો તમે જીવનને પ્રેમ કરો છો, તો સમય ને બરબાદ ના કરો, કારણ કે જીવન સમયથી બનેલું છે" - બ્રુસ લી

- અભય પંડ્યા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED