આત્મવિશ્વાસ- સફળતા સુધી પોંહચવાનો એક માત્ર રસ્તો
દુનિયામાં રહેલા દરેક વ્યક્તિનો ઇતિહાસ હોય છે. દુનિયા ઇતિહાસથી એ વ્યક્તિઓ ને ઓળખે છે જેઓએ પોતાના કામ અને વિચારોથી પુરી દુનિયાને પ્રભાવિત કાર્ય છે.તેમના નામ પણ આટલા મોટા ના થયા હોત, જો તે પોતાની ભૂલ અને નિષ્ફળતાઓથી કંઈક નવું ના શીખ્યા હોત અને હાર માની ને બેસી ગયા હોત. તો મિત્રો ચાલો આપણે જાણીયે એવા થોડા પ્રસિદ્ધ અને મહાન વ્યક્તિઓ વિષે જે લોકોએ દુનિયાને બતાવી દીધું કે,"કેમ નિષ્ફળતા સફળતાથી વધુ મહત્વપૂર્ણ છે.??”
હેનરી ફોર્ડ
ફોર્ડ મોટર કંપની ના સંસ્થાપક હેનરી ફોર્ડ નું નામ તો આપણે બધાએ સાંભળેલું જ છે. હેનરી ફોર્ડ અમેરિકાના સૌથી મોટા ઉદ્યોગપતિ હતા અને તેમને અમેરિકાના પ્રભાવશાળી વ્યક્તિઓમાં ગણવામાં આવતા હતા. પરંતુ શું તમે જાણો છો ? હેનરી ફોર્ડ ની પેહલી બે મોટર કંપનીની શરૂઆત બાદ બે જ મહિનામાં બંધ થઇ ગઈ હતી.કદાચ આ જગ્યા એ બીજું કોઈ હોત તો તે નિરાશ થઈને બેસી ગયા હોત,પરંતુ હેનરી ફોર્ડને આ નિષ્ફળતા પણ "ફોર્ડ મોટર કંપની"ની શરૂઆત કરવાથી ના રોકી શકી.વિશ્વમાં પહેલી વખત એસેમ્બલી લાઈન મેનુફેક્ચરિંગ નો પ્રયોગ કરીને કાર ઉત્પાદનમાં ક્રાંતિ લાવી દીધી અને તે વિશ્વમાં પોતાના સમયના ત્રણ સૌથી વધુ ધનવાન વ્યક્તિઓમાંના એક હતા.
જે.કે.રોલિંગ
હેરી પોટર સિરીઝના પુસ્તકોની લેખિકા જે.કે.રોલિંગનું નામ ખુબ જ પ્રખ્યાત છે. તેમના જીવનમાં એક એવો પણ સમય હતો જયારે તે સતત ડિપ્રેશનનો શિકાર ,કંગાળ બની ગયા અને અંતે પોતાના લગ્નજીવનનો પણ છૂટાછેડાથી અંત આવી ગયો.જયારે તે હેરી પોટર પુસ્તક લાહી રહ્યા હતા ત્યારે તે એક લોક કલ્યાણ સંસ્થામાં રહેતા હતા. આટલું જ નહિ તેમના આ પુસ્તકને 12 પ્રકાશનો દ્વારા પ્રકાશિત કરવા માટે પણ ઇન્કાર કરી દીધો હતો. આજે જે.કે.રોલિંગ વિશ્વમાં સૌથી વધુ વંચાણ વાળા લેખિકા તરીકે પ્રસિદ્ધ છે. અને તેમનું હેરી પોટર પુસ્તક જયારે પ્રકાશિત થયું ત્યારે તે પુસ્તકે બધા બુક સેલિંગના રેકોર્ડ તોડી નાખ્યા અને પુરા વિશ્વમાં લગભગ 47 કરોડ (470 મિલિયન) કોપી વેચાણી છે.
વોલ્ટ ડિઝની
ડિઝનીએ પોતાનો પેહલો બિઝનેસ પોતાના ઘરે ગેરેજથી ચાલુ કર્યો હતો.તેમની પેહલી કાર્ટૂન બનાવવા વાળી કંપનીએ દેવાળું ફુક્યું. તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં જ એક નુઝ પેપરના એડિટરે મજાક ઉડાવી કારણકે ડિઝની પાસે સારી કોઈ ફિલ્મ બનાવવાનો આઈડિયા ના હતો.વોલ્ટ ડિઝનીની સખત મહેનત અને પરિશ્રમથી તેઓ અમેરિકાના પ્રખ્યાત ફીલ નિર્માતા, ડિરેક્ટર અને લેખક બન્યા હતા.તેઓએ દુનિયાની પ્રખ્યાત ફિલ્મ પ્રોડક્શન કંપની "ધ વોલ્ટ ડિઝની કંપની" ની સ્થાપના કરી અને આજે આ કંપનીની વાર્ષિક કમાણી 3000 કરોડથી પણ વધુ છે.
આલ્બર્ટ આઈંસ્ટીન
જયારે આલ્બર્ટ યુવાન વયના હતા ત્યારે તેમના માતા પિતાને લાગતું કે આલ્બર્ટ મંદબુદ્ધિ ના છે.સ્કૂલમાં તેના માર્ક્સ એટલા ખરાબ આવતા કે એક વખત તો એક શિક્ષકે ભણવાનું છોડી દેવાની સલાહ આપતા કહ્યું કે,' તું ક્યારેય કંઈ નહિ કરી શકે.''
આજે આપણે વીસમી સદીના વૈજ્ઞાનિકોમાંના પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાં આલ્બર્ટ આઈંસ્ટીન ને ઓળખીયે છીએ.ભૌતિક શાસ્ત્ર ના વિભાગમાં તેમના યોગદાન માટે 1921 માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અબ્રાહમ લિંકન
નિષ્ફળતાઓથી ક્યારેય નિરાશ ન થવા અને આત્મવિશ્વાસ ન ખોવા વાળા વ્યક્તિઓમાં સૌથી મોટું માં અબ્રાહમ લિંકનનું છે. ખુબ ગરીબ પરિસ્થિતિમાં જન્મ અને જિંદગીમાં કેટલીય મુશ્કેલીઓ તથા નિષ્ફળતાઓનો સામનો કર્યો.તેઓ ઘણી વખત હાર માની શકતા હોત પરંતુ તેઓએ હાર ના માની અને તેમણે હાર ના માની એટલા માટે તે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મહાન રાષ્ટ્રપતિ બની શક્યા.
અબ્રાહમ લિંકનના જીવનની નિષ્ફળતાના રેકોર્ડ :-
1) 1832 માં નોકરી છૂટી ગઈ.
2) 1832 માં વિધાન સભાની ચૂંટણી હારી ગયા.
3) 1833 બિઝનેસમાં નિષ્ફળ.
4) 1835 પોતાની પેહલી પત્નીનું મૃત્યુ.
5) 1838 લિનિયોન હાઉસ સ્પીકર ની ચૂંટણી હારી ગયા.
6) 1849 જમીન સંપાદન અધિકારી માટેના નામમાંથી બાદબાકી.
7) 1854 સિનેટ ની ચૂંટણી હારી ગયા.
8) 1856 ઉપરાષ્ટ્રપતિની રેસમાં પાછળ રહી ગયા.
9) 1858 બીજી વખત ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી હારી ગયા.
10) 1860 અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ બન્યા.
મિત્રો ઉપરના તમામ પાત્રોએ પોતાના જીવનમાં આટલી બધી નિષ્ફળતાઓનો સામનો કર્યો છે પરંતુ એક નવા ઉમંગ,ઉત્સાહ અને સમર્પણની સાથે પોતાના ધ્યેય તરફ આગળ વધતા રહ્યા એટલે તમામે પોતાના લક્ષ્ય પ્રાપ્ત કર્યા. તો શું આપણે પણ જીવનની એક બે નિષ્ફળતાઓથી હાર માની લેવાની ?? નહિ, ક્યારેય નહિ, હંમેશા હકારાત્મક અભિગમ અને હકારાત્મક વિચારોથી નિષ્ફ્ળતાઓનો સામનો કરવાનો.
-:સીધી અને એકદમ સાચી વાત:-
“આપણે કરેલી મહેનત અને ધગશનું ઈશ્વર તરફથી મોકલેલું કુરિયર આપડા સુધી કદાચ થોડું મોડું પોંહચે પણ એડ્રેસ ના મળવાને લીધે રિટર્ન ક્યારેય નથી થતું.”
(મિત્રો આપના આ સ્ટોરી બાબત ના આપના સૂચન આવકાર્ય છે અને આપના પ્રતિભાવ મને +91-7878571515 પર વ્હોટ્સએપ દ્વારા મોકલી શકો છો. ધન્યવાદ)
_અભય પંડ્યા