પ્રેમામ - 9 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પ્રેમામ - 9

થોડાં દિવસો આમ જ વીત્યા. શરાબ, તોડફોડ , ગાલી ગલોચ વગેરે. હર્ષ ડાયરી લખવા લાગી ગયો હતો. આખો દિવસ ખુણામાં બેસી રહેનાર વ્યક્તિ પણ ડાયરીમાં શું લખી શકતો હશે? કદાચ, વિધિ માટે તેના મનમાં અખુટ લાગણીઓ હશે. આખરે વિધિને હર્ષ અનહદ ચાહતો હતો. પરંતુ, હર્ષ એ વાત થી અજાણ હતો કે, આ બધું કદાચ ડોકટર લીલીના કારણે જ થઈ રહ્યું છે.


*હર્ષની ડાયરી*

વિધિ! તું ક્યાં છે? મને મળી કેમ નથી જતી? હું હજુય તારા માટે જ જીવી રહ્યો છું. આ જીવન તારા વિના અધૂરું છે. જેમ ચા માં ખાંડ પડે તોહ, મીઠાશ આવી જાય છે. એજ રીતે હું તારી ચા અને તું મારી ખાંડ છે. તારા વિના આ ચા એકદમ ફિક્કી લાગી રહી છે. હું જાણું છું કે, આ બધું હું મારી જાતને જ કહી રહ્યો છું. પરંતુ, એટલીસ્ટ મારી જાત સાથે મારી લાગણીઓ વહેંચી શકું છું. કોઈ જ નથી આસપાસ. દુર-દુર સુંધી રણપ્રદેશ છે એવું લાગી રહ્યું છે. તારા વિના જીવનમાં કોઈ જ રશ રહ્યું નથી. તું આવે તોહ, આ જીવન મુક્કમમલ થઈ જાય. બસ મારા જેવા બેવડાં વ્યક્તિ પાસે આનથી વધારે ક્યાં શબ્દો હશે? મૈં લેખક તોહ, નહિં પરંતુ તેરી યાદોને મુજે લીખને પર મજબુર કર દિયા હૈ.



આ ડાયરી લખ્યાના થોડાં સમય બાદ જ હર્ષએ એક નિર્ણય કર્યો. હર્ષએ હવે ઠાની લીધું હતું કે, કોઈ પણ હાલતમાં એ વિધિને શોધી લેવાનો જ છે. અને આજ વિચાર સાથે એ પોતાનું સમાન પેક કરી અને ફરી પોતાના શહેર પરત ફરવાનું નિર્ણય કરે છે. લાકડી વડે ચાલી રહેલા હર્ષને બે કદમ ચાલવું પણ મુશ્કેલ થઈ પડ્યું હતું. અને ચાર કે પાંચ કદમ ચાલતાની સાથે જ એ જમીન પર ઢળી પડ્યો. ડોક્ટર લીલી તરત જ હર્ષની સંભાળ લેવા ત્યાં આવી જાય છે.



"એય! મને નહિં અડ. મેં તને કીધુને મને નહિં અડ." હર્ષએ કહ્યું.


"તોહ કોણ આવવાનું છે અહીં? કોઈ આવશે તારી સેવા કરવા? ઓલી વિધિ?-" લીલી આગળ કંઈ પણ બોલે એ પહેલાં હર્ષએ તેને ટોકતાં કહ્યું.


"એય! વિધિનું તું નામ જ નહિં લેતી. અને હું કંઈ પણ કરું તારે શું? મારૂ ખ્યાલ હું પોતે જ રાખી લેવાનો છું. તું જતી રે અહીંથી. મને એકલો છોડી દે. પ્લીઝ મહેરબાની કર."


"હર્ષ! આ તું શું કહી રહ્યો છે? હું છું ને તારી સાથે. હું તારું ખ્યાલ રાખી રહી છું. મારા સિવાય તારું કોઈ ખ્યાલ પણ નહિં રાખે."


"હેય! કીધું ને તને. કંઈ ખબર નથી પડતી? દિમાગ છે? કે પછી ત્યાં પણ જગ્યા ખાલી જ છે? મારું મગજ નહિં ફરાવ બે."


"પ્લીઝ હર્ષ. મારી વાત માન પ્લીઝ. હું તને ચાહું છું. પ્લીઝ. વિધિને ભૂલી જા. હર્ષ આપણે હસ્તે રમતે જીવન વિતાવશું. પ્લીઝ એને ભૂલી જા. એને તારી કદર હોત તોહ, આજે તે તારી પાસે હોત. પરંતુ, એ તારી પાસે નથી."


"હેય! સમજમાં નથી આવતું? કંઈ પણ બોલે છે?"

આટલું કહી અને હર્ષ ફરી આજુબાજુ પડેલી ચીજવસ્તુઓ તોડવા લાગી જાય છે. અને આ જોઈ ડોક્ટર લીલી બહારથી તોહ, દુઃખી હતાં. પરંતુ, અંદરો અંદર તેમનો પ્લાન કામયાબ થવાની તેમને ખુશી હતી. તે હર્ષને કોઈ પણ રીતે અહીં રોકવા માંગતા હતાં. અને આ ઈજાઓ હર્ષને થોડાંક દિવસો તોહ, અહીં જ રોકી લેવાની છે. પ્રેમમાં કેટલાંક ત્રિકોણ જોયા હશે. પરંતુ, આ ત્રિકોણ તમારા વિચારોથી પરે છે. કારણ કે, આ પ્રેમ ત્રિકોણમાં પ્રેમ છે,યાદો છે, ગાળો છે , તોડફોડ છે , શરાબ છે , દુરીઓ છે , નજદીકિયો છે , કદર પણ છે અને બેકદર પણ. તોહ, આ પ્રેમ ત્રિકોણમાં શું થવાનું છે? હર્ષ વિધિને પામી શકવાનો છે? કે પછી ડોક્ટર લીલી હર્ષનું હૃદય જીતી લેવાના છે? અને આનાથી મોટો પ્રશ્ન શું વિધિ હજું જીવે છે?

ક્રમશઃ