વરસાદી સાંજ - ભાગ-12 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરસાદી સાંજ - ભાગ-12

"વરસાદી સાંજ" ભાગ-12

મિતાંશ પોતાનો વિશાળ બંગલો સાંવરીને બતાવી રહ્યો છે. નીચે મમ્મી-પપ્પાનો બેડરૂમ છે અને એક ગેસ્ટ રૂમ પણ છે. સાંવરી ઘર જોઈને મિતાંશને પ્રશ્ન પૂછે છે કે, " આટલો સરસ અહીં બંગલો છે, આટલો સરસ બિઝનેસ સેટઅપ છે તો આ બધું છોડીને તે યુ.કે માં કેમ બિઝનેસ જમાવ્યો અહીં મમ્મી-પપ્પાને એકલા મૂકીને તું ત્યાં સેટ થઇશ ? "
મિતાંશ: ના, ભણતો હતો ત્યારથી ફોરેઇન જવાનો ક્રેઝ હતો. સ્ટુડન્ટ વિઝા ઉપર જવાય તેમ ન હતું કારણ કે બી.કોમ. કર્યા પછી પપ્પાએ સીધો તેમના બિઝનેસમાં લગાડી દીધો. ફોરેઇન જવાનું સ્વપ્ન અધુરું રહી ગયું હતું. પછી ધીમે ધીમે જેમ બિઝનેસમાં રસ લેતો ગયો તેમ ખબર પડી કે ઓનલાઈન ફોરેઇનની કંપનીઓ સાથે અહીં બેઠા ડીલીંગ થાય છે એમ કરતાં કરતાં ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આપણો બિઝનેસ વધતો ગયો. પછી પપ્પાને સમજાવી લંડનમાં ઓફિસ શરૂ કરી, ત્યાં મારો એક ફ્રેન્ડ સુધીર ગયેલો હતો તેણે મને ખૂબ સપોર્ટ કર્યો. શરૂઆતમાં હું તેના ઘરે જ રહેતો હતો. પછી તો આપણે જામી ગયા ત્યાં પણ... બોલો મેડમ બીજું કંઈ પૂછવું છે ? ( અને બંને હસી પડ્યા ) ચાલ હવે ઉપર મારો રૂમ બતાવું, આઇ મીન આપણો બેડરૂમ. "
સાંવરી: હા ચલ, ફટાફટ પછી મારે ઘરે જવાનું લેઇટ થઇ જશે.
મિતાંશ: મમ્મીને ફોન કરીને કહી દે કે આજે મારે થોડું લેઇટ થશે.
સાંવરી: ના ના, હમણાં જરૂર પડશે તો કરું છું કોલ.
મિતાંશ: હાથ પકડીને સાંવરીને પોતાના રૂમમાં લઇ જાય છે અને બેડ ઉપર બેસાડી દે છે. તેની આંખોમાં આંખો પરોવે છે અને " આઇ લવ યુ સો મચ સાંવરી " કહી તેના હોઠ ઉપર ચુસ્ત ચુંબન કરે છે. થોડી ક્ષણો માટે બંને એકબીજામાં ખોવાઈ જાય છે. અને પછી મિતાંશ બોલી પડે છે, " મને ક્યારેય તું છોડીને તો નહિ ચાલી જાય ને ? "

સાંવરીના ચહેરા ઉપર શરમની લાલી પથરાઈ ગઈ છે. આંખો શરમથી ઢળેલી છે. તેણે મિતાંશની સામે જોયા વગર જ માથું ધુણાવી મિતાંશના પ્રશ્નનો "ના" માં જવાબ આપ્યો. મિતાંશે તેને પોતાના આલિંગનમાં લઇ લીધી અને બોલી પડ્યો કે, " હું પણ તને છોડીને ક્યાંય નહિ જવું." એટલામાં મમ્મીએ નીચેથી બૂમ પાડી એટલે બંને જણાં નીચે ઉતર્યા.

મમ્મીએ ચા-પાણીનું પૂછ્યું પણ સાંવરીએ "ના" પાડી કારણ કે પછી ઘરે જવાનું લેઇટ થઇ જાય. મિતાંશ સાંવરીને ઓફિસ સુધી મૂકીને નીકળી ગયો અને સાંવરી પણ ઓફિસથી એક્ટિવા લઇને ઘરે ગઇ. આજે તેને ઊંઘ આવવાની ન હતી. બસ, પથારીમાં પડ્યા પડ્યા એજ વાતો વાગોળી રહી હતી. સ્વપ્નમાં પણ ન હતું વિચાર્યું કે તેને આટલો સરસ, ડાહ્યો તેને સમજી શકે તેવો તેને આટલું અનહદ ચાહવા વાળો છોકરો મળશે. કિસ્મત આવો પણ રંગ લાવી શકે છે, જાણે યકીન જ થતું ન હતું. !! પોતે આજે એટલી બધી ખુશ હતી કે જેની કોઈ લિમિટ જ ન હતી. વિચારતી હતી કે કોની સાથે આ ખુશીની વાતો શેર કરું, કોઈ એવી બેસ્ટ ફ્રેન્ડ તો હતી નહિ. પછી તેણે બંસરીને ફોન કરી ને બધી વાત જણાવી.

બંસરી તો જાણે પાગલ જ થઇ ગઇ.મમ્મી-પપ્પાને આ ખુશીના સમાચાર આપવા ઉતાવળી થઈ ગઈ પણ સાંવરીએ મમ્મી-પપ્પાને પછી જણાવીશું કહી રોકી લીધી.

સાંવરીએ તો મમ્મી-પપ્પાને વાત ન જણાવી પણ મિતાંશ હવે ચૂપ બેસે તેમ ન હતો. તે બીજે દિવસે ઓફિસ આવી ઓફિસનું બધું કામ પતાવી, સાંવરીને કહ્યા વગર સાંવરીના ઘરે ઉપડી ગયો.
સાંવરીના ઘરે જઇને મિતાંશ શું વાત કરે છે...વાંચો આગળના ભાગમાં...