વરસાદી સાંજ - ભાગ-13 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરસાદી સાંજ - ભાગ-13

"વરસાદી સાંજ" ભાગ-13

મિતાંશ સાંવરીને જણાવ્યા વગર સાંવરીના ઘરે તેના મમ્મી-પપ્પાને મળવા પહોંચી જાય છે...હવે આગળ

ઘરમાં આવીને પહેલા તે મમ્મી-પપ્પાને પગે લાગે છે. સોનલબેન અને વિક્રમભાઈ વિચારમાં પડી જાય છે.
મિતાંશે પોતાની જાતે પોતાની ઓળખાણ આપતાં કહ્યું, " હું મિતાંશ છું, સાંવરી જે કંપનીમાં જોબ કરે છે તે કંપનીના બોસ કમલેશભાઇનો દિકરો છું. મને સાંવરી ખૂબ ગમે છે અને હું તેની સાથે મેરેજ કરવા માંગું છું. તમારી પાસે તેનો હાથ માંગવા આવ્યો છું. "

સોનલબેન અને વિક્રમભાઈ આ વાત સાંભળીને જાણે હેબતાઈ જ ગયા અને બંને એકબીજાની સામે જોવા લાગ્યા. તેમને આ બધું હકીકતથી વધારે સ્વપ્ન લાગતું હતું. વિક્રમભાઈ બોલ્યા, " આપ બેસો તો ખરા." મિતાંશ તેમની સામે સોફાની ચેરમાં બેઠો. વિક્રમભાઈ એ સોનલબેનને મિતાંશ માટે પાણી લાવવા કહ્યું. સોનલબેન રસોડામાં પાણી લેવા ગયા અને પાણીયારા પાસે સૂનમૂન ઊભા રહી મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, આ શું સાચું છે આ છોકરો મારી સાંવરીનો હાથ માંગવા આવ્યો છે ? " અને વિક્રમભાઈ એ બૂમ પાડી, " સાવુની મમ્મી પાણી લાવ્યા કે નહિ. "

મિતાંશ પાણી પી રહ્યો એટલે વિક્રમભાઈએ તેને ફરીથી પૂછ્યું, " શું તમે ખરેખર " અને મિતાંશ વચ્ચે જ બોલી ઉઠ્યો, " હા ખરેખર હું સાંવરી સાથે મેરેજ કરવા ઇચ્છું છું. સાંવરીના પપ્પા એટલે મારા પપ્પા, " પપ્પા, હું સાંવરીને સ્હેજ પણ દુઃખી નહિ કરું.
વિક્રમભાઈ: પણ, અમારે સાંવરીને તો પૂછવું પડે ને ?"
મિતાંશ: સાંવરીની પણ " હા " જ છે. મેં તેને પૂછી લીધું છે અને મારા મમ્મી-પપ્પા પણ તૈયાર છે બસ ફક્ત તમારી જ પરમિશન બાકી છે. મેં સાંવરીને તમને પૂછવા કહ્યું હતું પણ મને ખબર છે, તે શરમાળ છે,જલ્દીથી તમને નહિ પૂછે માટે હું જાતે જ તમને મળવા આવી ગયો.
વિક્રમભાઈ: સાંવરીની જો " હા " હોય તો પછી અમારી પણ " હા " જ છે.
મિતાંશ: તો તમે અને મારા મમ્મી-પપ્પા મળી લો પછી હું એંગેજમેન્ટની ડેટ ફિક્સ કરી દઉં. મિતાંશ જવા માટે ઊભો થાય છે એટલે સોનલબેન બોલે છે," અરે, ચા- પાણી તો કરીને જાવ "
મિતાંશ: ફરી ક્યારેક, તમારા હાથની ચા પીવાની બાકી. એટલું બોલી, સોનલબેન અને વિક્રમભાઈને પગે લાગીને નીકળી ગયો.

મિતાંશના ગયા પછી સોનલબેને તરત જ સાંવરીને ફોન કર્યો. અને બધી વાત જણાવી અને પૂછ્યું કે,
" તારી શું ઇચ્છા છે બેટા ?"

સાંવરી:(એકદમ સરપ્રાઈઝ થઇ ગઇ અને બોલી ઉઠી) અરે બાપ રે, મિતાંશ ઘરે આવ્યો હતો. મને તો કહ્યું પણ નહિ તેણે.
સોનલબેન: તને ગમે છે ને બેટા મિતાંશ, તારી શું ઇચ્છા છે તે કેને ?
સાંવરી: મારી" હા " છે મમ્મી.
અને બંનેના એંગેજમેન્ટ નક્કી કરવામાં આવ્યા.

સોનલબેન વિક્રમભાઈને કહેવા લાગ્યા, " આપણી સાંવરી ખૂબ નસીબદાર છે નહિ, તેને મોડું મળ્યું પણ ખૂબજ સરસ છોકરો અને સરસ ઘર મળ્યું. "
સોનલબેન અને વિક્રમભાઈની ખુશીનો પાર ન હતો. ઘરમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.

થ્રી સ્ટાર હોટલ " હવેલી " માં બંનેના એંગેજમેન્ટનું ફંક્શન રાખવામાં આવ્યું. મિતાંશનું આખું ફ્રેન્ડ સર્કલ,સગા-વ્હાલા, બિઝનેસ રીલેટીવ્ઝ, સાંવરીનું આખું ફેમીલી અને મિતાંશ અને સાંવરીનો ઓફિસ સ્ટાફ તમામની હાજરીમાં બંનેએ એકબીજાને એંગેજમેન્ટ રીંગ પહેરાવી અને કેક કાપી, બધાએ બંનેને તાળીઓ અને ચીચીયારીઓ ના અવાજથી વધાવી લીધા.

સાંવરી આજે ખૂબજ સુંદર લાગી રહી હતી, નાજુક-નમણી સાંવરીના શરીર ઉપર લાઇટ પીંક કલર દીપી ઉઠતો હતો.તેણે લાઇટ પીંક કલરનું ફ્લોરલ ગાઉન પહેર્યું હતું અને મિતાંશે નેવીબ્લ્યૂ કલરનું બ્લેઝર પહેર્યું હતું. બંનેની જોડી ખૂબ સુંદર લાગી રહી હતી.

બીજે દિવસે સાંવરી ઓફિસમાં થોડી વહેલી પહોંચી હતી. ઓફિસ જઇને સૌથી પહેલાં તેને આવેલી પોષ્ટ ઇનવર્ડ કરવાની હોય છે. એટલે સૌથી પહેલાં તેણે પોષ્ટ હાથમાં લીધી તો બોલી ઉઠી અરે આ શું...!! મિતાંશનો ફોટો અને એ પણ ફ્રન્ટ પેજ પર !! ત્યાં ને ત્યાં ખોલીને કૂતુહલવશ વાંચવા બેસી ગઇ,

દર વર્ષે મલ્ટીનેશનલ કંપનીઓનો એક સેમીનાર યોજવામાં આવે છે અને તેમાં આખા વર્ષમાં જે કંપની ટોપ ઉપર રહી હોય તેને એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષનો એવોર્ડ મિતાંશની કંપનીને મળ્યો હતો. જે સેમીનાર લંડનમાં યોજાવાનો છે.અને માટે જ
" બિઝનેસ વર્લ્ડ " મેગેઝિનના ફ્રન્ટ પેજ પર મિતાંશનો ફોટો હતો. અને મેગેઝિનમાં " હી ઇઝ ધ બિઝનેસ સ્ટાર ઓફ ધ ઇયર " ના ટાઈટલ હેઠળ મિતાંશ અને તેની કંપની વિશે આખો લેખ પણ આવ્યો હતો.

સાંવરી તો આ વાંચીને ખૂબજ ખુશ થઇ ગઇ હતી. અને મિતાંશના આવવાની રાહ જોવા લાગી, કે મિતાંશ આવે એટલે તરત તેને આ ખુશીના સમાચાર આપું.... વધુ આવતા ભાગમાં...