લોસ્ટેડ - 18 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટેડ - 18

લોસ્ટેડ - 18

રિંંકલ ચૌહાણ

"ફઇ...... શું થયું? તમે કેમ રડો છો? તમે મોન્ટી ભાઈ વિશે વિચારી ને દુખી થાઓ છો ને, એ તો હવે ઠીક થઈ જશે. તમે રડવાનું બંધ કરો." ચાંંદની જયશ્રી ફઇ ને જમીન પર બેસીને રડતાં જોઈ વિચારે છે કે એ મોન્ટી ના કારણે આટલા ચિતિંત છે. જયશ્રીબેન જીજ્ઞાસાની ચીઠ્ઠી છુપાવી ચાંદની તરફ જોઈ નકલી સ્માઇલ આપે છે.
"ફઈ જીજ્ઞાબેન અને સોનુંબેન ક્યારે આવવાના છે? તમે કીધું હતું કે જરૂરી કામથી ગયા છે અને જલ્દી આવી જશે. સવાર પડી ગઈ પણ હજુ નઈ આવ્યા...."
"ચાંદની..... બેટા એ બંન્ને જલ્દી આવી જશે. તું જા આરામ કર અને મીરા દીદી ને પણ કે જે કે આરામ કરે." ચાંદની ત્યાંથી જતી રહે છે. જયશ્રીબેન જીજ્ઞાસાની ચીઠ્ઠી જોઈ એક નિશ્વાસ નાખે છે અને આધ્વીકા ને ફોન લગાવે છે. પુરી રીંગ ગયા પછી પણ ફોન રિસિવ નથી થતો. એ બીજીવાર ફોન લગાવે છે.
"હેલ્લો......" સામે છેડેથી ફોન રિસિવ થાય છે.
"જીજ્ઞા?? તું ત્યાં છે સોનું સાથે? તું ત્યાં કેવી રીતે પહોંચી જીજ્ઞા?" જયશ્રીબેન ને ઝટકો લાગે છે.
"મા.... એ બહું લાંબી સ્ટોરી છે, સોનું કામ થી બાર ગઈ છે એ આવે એટલે તરત અમે અમદાવાદ આવવા નીકળીએ. રૂબરૂ વાત કરીશું મા, જય શ્રી ક્રિષ્ન." ફોન મુકાઇ ગયો, જયશ્રીબેન ને શું કરવું એ સુજતું જ નહોંતું. હજી થોડી વાર પહેલા એમણે ચીઠ્ઠી વાંચી જેમાં ચોખ્ખું લખેલું હતું કે જીજ્ઞા ઘર છોડીને જતી રહી છે. અને હાલ જ એના જોડે વાત થઈ તો એ બીલકુલ સામાન્ય હતી, જાણે કંઈ જાણતી જ ના હોય. જયશ્રીબેન ગુંચવાઈ ગયા હતા, અને આ ગુચવણ નો ઉકેલ માત્ર જીજ્ઞાસા આપી શકે એમ હતી.

***

"બેન? શું તમે એવું કીધું કે આ તમારી બેન છે?" ઈ. રાહુલ એટલું ધીરે બોલ્યા હતા કે આધ્વીકાને સ્પષ્ટ સંભળાયું નહી એટલે તેણે ફરીથી પુછ્યું. ઈ. રાહુલને રાહત થઈ કે બીજા કોઈએ કઈ નથી સાંભળ્યુ. તરત પોતાને સંભાળી એ સ્વસ્થ થયા, ચહેરા પર એ જ ચિર-પરિચિત હાસ્ય પાછું લાવી, એમણે પરિસ્થિતિ નો ક્યાસ કાઢ્યો.
"હા.... આ મારી બેન જેવી હતી, આ ગુમ થઈ ગઈ છે એવી રિપોર્ટ લખાવા એનો ભાઈ આવ્યો ત્યારે ઓળખાણ નીકળી હતી. એ મારો સ્કૂલ નો મિત્ર હતો, તો દોસ્તની બેન એટલે બેન જેવી...." ઈ. રાહુલ એ શબ્દો ગોઠવવાનું ચાલું કર્યું.
"આટલું બધું એકસ્પ્લનેશન તો કોઈ એ ગુજરાતી ના પેપર માં સમજૂતી વાળા પ્રશ્ન માં પણ નઈ આપ્યું હોય....હા...હા...હા..." તંગ વાતાવરણ વચ્ચે પણ આધ્વીકા પોતાનું હસવું ના રોકી શકી. એને ખીલખીલાટ હસતી જોઈને ઈ. રાહુલ ની ધડકનો વધી ગઈ. પેલી વાર, હા પેલી વાર એમણે આધ્વીકાને હસતા જોઈ હતી.

"તારું સ્મિત જાણે કે કર્ણપ્રિય મધુર સંગીત,
અને હું એ સંગીતને સાંભળતો એક શ્રોત્રા."

ઈ. રાહુલના મોઢામાંથી આધ્વીકા ને જોઈને અનાયાસે જ આ શબ્દો સરી પડ્યા. પણ આધ્વીકાને એક ઝટકો લાગ્યો, એણે ઈ. રાહુલ સામે જોયું, એ નજર માં કેટલાય સવાલ હતા. ઈ. રાહુલને હવે સમજાયું કે ભાન ભૂલી ને એમણે ગરબડ કરી હતી.
"ખાન હા પેલું જે ગાડીમાંથી મળ્યું હતું એ લઇ આવો તો...."
"તમે વાત બદલવાની કોશીશ ના કરો. આ લાઇન તમને કેવી રીત ખબર છે?" આધ્વીકા બીજા સવાલ પુછે એ પહેલાં ખાન ત્યાં આવી જાય છે. એક કીચન, બેગ, આઇપોડ અને જમણા પગનું એક બુટ ખાન ના હાથમાં જે પોલીથીન હતી એમાં હતું.
"આમાંથી કોઈ વસ્તુને ઓળખી શકશો?" ખાન એ પુછ્યું
"આ શુઝ તો મોન્ટી ના છે, બીજી વસ્તુઓ વિશે મને આઇડીઆ નથી."
"ઑકે મિસ રાઠોડ તમે હવે જઈ શકો છો, ખાન ચલો...."
"તમે પોલિસ સ્ટેશન મા કઈ વાત કરવા બોલાવી હતી મને
.."
"હા સર એ જરૂરી છે એ કરી લો, હું જઉં છું." ખાન ત્યાંથી નીકળી જાય છે. આધ્વીકા હજુ પણ વેધક નજરે ઈ. રાહુલ ને જોઈ રહી હતી.
"હા..... મિસ રાઠોડ તમારી કોઈ સાથે કોઈ દુશ્મની છે? કેમ કે જીજ્ઞાસા નું અપહરણ કર્યા પછી તમારા ભાઈ પર પણ એટેક થયા રાઇટ?"
"હા, ઈનફેક્ટ મારે પણ આ ટોપીક પર વાત કરવી હતી, તમને જીજ્ઞાસા ક્યાં અને કેવી રીતે મળી?"
"જ્યારે તમે જણાવ્યું કે જીજ્ઞાસાનું અપહરણ થયું છે તો મે તરત મારી ટીમને કામે લગાડી દીધી. મહેસાણા ટોલ નાકાની સીસીટીવી કેમેરા માં ફુટેજ ચેક કર્યાં તો 50 % કેસ તો ત્યાં જ સોલ્વ થઈ ગયો."


"હેલ્લો ખાન તમે જલ્દી રીટર્ન આવો...." ઇ. રાહુલ ફરીથી ફુટેજ પર નજર નાખે છે. આ ફુટેજમાં જીજ્ઞાસા એ એનો ચહેરો બહાર નીકાળી કંઈક પુછ્યું હતું અને એના કપાળે મોટો ઘા દેખાતો હતો. પણ એ જ દિવસે આ જ છોકરીને એમણે સમીરના માતા-પિતા ની બાજુમાં જોઈ હતી ત્યારે એ એકદમ ઠીક હતી. એક જ દિવસમાં આટલો મોટો ઘા કઈ રીતે ભરાઇ જાય કે એનું નીશાન પણ ના દેખાય.
ખાનના આવતાં જ ઇ. રાહુલ આ વાત એમને જણાવે છે. "જીજ્ઞાસા જે ગાડીમાં આવી હતી એ ક્યાં ક્યાં રોકાઇ હતી, અને એ છેલ્લે એનું ફોન લોકેશનથી એ કઈ જગ્યાએ વધારે રોકાઇ હતી એ જાણી લાવો." ઈ. રાહુલનો ઑર્ડર સાંભળી ખાન તરત કામ પર લાગી જાય છે. કલાક એક પછી ખાન બધી ડિટેઇલ લઇને પરત ફરે છે.
"આઇ ન્યુ, ચાલો ખાન." ઈ. રાહુલ ડિટેઇલ જોઈ ચાવી લઈ બહાર નીકળે છે. 2 લેડી કોન્સ્ટેબલ અને 2 જેન્ટસ કોન્સ્ટેબલ ને લઈને ઈ. રાહુલ ખાન સાથે નીકળી પડે છે. જીજ્ઞાસાની કાર સિદ્ધપુર અને છાપી બે જગ્યાએ રોકાઇ હતી. છાપી જઈને જે જગ્યાએ એ રોકાણી હતી ત્યાં આજુબાજુ બધે પુછપરછ કરી લીધી.
"સર આવી ભીડ વાળી જગ્યાએથી જીજ્ઞાસા સોલંકી નું અપહરણ શક્ય નથી." ખાન એ પોતાની દલીલ રજૂ કરી. એક કોન્સ્ટેબલ ને ત્યાં જ રહીને પુછપરછ કરી જણાવવા લાયક કઈ જાણવા મળે તો ફોન કરવાની સૂચના આપી ટીમ રાહુલ એ સિદ્ધપુર ની વાટ પકડી.
સિદ્ધપુર માં જઈ ટીમ રાહુલ એ જીજ્ઞાસાનો ફોટો બતાવી પુછપરછ ચાલુ કરી.
"આ છોકરીને કાર માં બેસી આ રસ્તા પર જતાં જોઈ હતી મે." હાઇવેથી ઉતરતા કાચા રસ્તો જતો હતો ત્યાં ચોકડી પર બેસતા ચા ની ટપરીવાળા એ જણાવ્યું. ટીમ રાહુલ એ રસ્તે આગળ વધી. એ રસ્તા પર વેરાન ખેતર હતા, થોડા આગળ જતા એક ઝુંપડું દેખાયું. જીપને ઝુંપડા થી દુર સાઇડમાં પાર્ક કરી બધા દબાતા પગલે આગળ વધ્યાં. ઝુંપડામાં ખાલીપા સિવાય કંઇજ નહોતું, ઝુંપડીના આજુબાજું દુર-દુર સુધી ચકલુંય ન'તું દેખાતું.
"અહીં તો કોઈ નથી, ક્યાં ગઈ જીજ્ઞાસા ? આકાશ ગળી ગયું કે ધરતીમાં સમાઈ ગઈ." ખાન ગુસ્સામાં જ્યાં ઊભા હતા ત્યાં જ પગ પછાડે છે. એમનો પગ લોખંડ સાથે અથડાયો હોય એવો એહસાસ થતા જ ખાન ત્યાંથી ખસી ત્યાં તપાસ કરવાનું ચાલું કરે છે. ઘાસ નાખીને એક જાળી છુપાવી દીધી હતી. બધા એ હવે આજુબાજુનું ઘાસ ઉખાડવાનું ચાલું કર્યું.
"કેટલા વર્ષે ખેતર માં કામ કરું છું." ખાન બોલ્યા વગર રહી જ ના શક્યા, બીજા બધા પણ હસવા લાગ્યા. એ જાળીથી 10 ડગલા દુર દક્ષિણ દિશામાં એક દરવાજો મળી આવ્યો. આજુબાજુમાંથી ધૂળ દૂર કરી દરવાજો ત્રણેય કોન્સ્ટેબલ એ મળી દરવાજો ખોલ્યો દરવાજામાં નીચે જવાની સીડી હતી. લેડી કોન્સ્ટેબલ ને ત્યાં જ રોકાવાનું કહી ઈ. રાહુલ ની પાછળ બધા સાવધાનીથી નીચે ઉતરે છે.
ખાન ટોર્ચની લાઇટ થી આખી ઓરડીમાં નજર નાખે છે, ત્યા ખુણામાં એક છોકરી ઉધામાથે જમીન પર પડી હતી. ઈ. રાહુલ એની નજીક જઈ જુએ છે તો એમને ઝટકો લાગે છે, એ જીજ્ઞાસા હતી અને એ અર્ધબેહોશીની હાલત માં હતી. બન્ને લેડી કોન્સ્ટેબલને નીચે બોલાવી જીજ્ઞાસા ને ઉપર લાવી જીપમાં સુવડાવવામાં આવે છે.
"ખાન આને જલ્દી હોસ્પિટલ લઈ જવી પડશે. તમે બન્ને કોન્સ્ટેબલ સાથે રોકાઓ આ જગ્યાની તલાશી લો." ઈ. રાહુલ જીપ ચાલુ કરી પાલનપુર જવા નીકળે છે.

હવે:
"ભૂખથી આ હાલત થઈ હશે એવું વિચારી લેડી કોન્સ્ટેબલ એ પાલનપુર આવતા રસ્તામાં જ એમને જ્યૂસ વગેરે પીવડાવ્યુ હતું, તો પાલનપુર આવતા સુધી જીજ્ઞાસા મેડમ ઘણી હદે સામાન્ય થઈ ગયા. પછી મે તમને ફોન કર્યો."
"પણ જીજ્ઞાને કોણે એવી જગ્યા એ બંધ કરી હશે અને કેમ?"
"જે પણ હોય બચશે નઈ, હું છોડીશ નઈ એ જ કોઈ પણ હશે એને."
"હ..... હવે મને મારા પેલા સવાલ નો જવાબ આપો..." આધ્વીકા એ ફરીથી એ જ સવાલ પુછ્યો, ઈ. રાહુલ આ જવાબ આપી શકતા હતા પણ હાલ આ વાત કરવાનો સાચો સમય નહોતો. એ ખાન તરફ જોઈ એ બાજુ જવાનું વિચારત હતા.
"રાહુલ ટેલ મી....." આધ્વીકા એ ફરીથી પુછ્યું.
"માધવ યૂનિવર્સિટી, રાજસ્થાન. 2012 માં તમે યૂથ ફેસ્ટિવલમાં આવ્યાં હતા યાદ છે? મે ત્યારે તમને જોયાં હતા, ત્યારથી જ હું તમને પસંદ કરું છું. અને હવે તો મને પ્રેમ થઈ ગયો છો આધ્વીકા, આઇ લવ યૂ આધ્વીકા રાઠોડ…... આઆઆઇ..... લવવવવ..... યૂ......."

ક્રમશ: