Losted - 17 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 17

લોસ્ટેડ - 17

"તમને જિજ્ઞા ક્યાં મળી?" આધ્વીકા એ પોલીસ સ્ટેશન માં આવતાં જ પૂછ્યું, સામે જ બેન્ચ પર જિજ્ઞાસા બેઠી હતી. એનો ચહેરો ફીકો લાગતો હતો અને આંખ નીચે કુંડાળા વળી ગયા હતા. આધ્વીકા દોડતી જઈને જિજ્ઞાસા ને વળગી પડી. જિજ્ઞાની આંખો પણ ભરાઇ આવી હતી.
"મિસ રાઠોડ તમારી સાથે થોડી વાત કરવી છે."
"ઈ. રાહુલ જીજ્ઞા એ કેટલા દિવસ થી ખાધું નઈ હોય, હું એને ઘરે મૂકી જમાડી ને આવું. પછી વાત કરીએ." ઈ. રાહુલ એ મૂક સહમતિ આપી. આધ્વીકા જીજ્ઞાસા ને લઈને ચિત્રાસણી જવા નીકળી.
"બેન માટે આટલો પ્રેમ અને દુનિયા માટે આટલી નફરત, બેનને માત્ર વહાલ કરવાનું ને બીજા બધા માટે માત્ર કઠોરતા? બહોત નાઇન્સાફી હે મિસ રાઠોડ." ઈ. રાહુલ આધ્વીકા ને જતી જોઇને સ્વગત બોલ્યા.
"જિજ્ઞા તારે જમવામાં શું જોઈએ છે?" ઘરમાં આવી આધ્વીકા એ જીજ્ઞાસા ને પુછ્યું, જીજ્ઞાસા એના સામે જોઈ હસવા લાગી. આવી હાલત માં પણ એ ખુશ હતી, આધ્વીકા ને થોડી રાહત થઈ.
"એક કામ કર લે તું જ ઓર્ડર કરી લે, હું બાજુમાંથી પાણી લઈ આવું છું." જિજ્ઞાસા ને ફોન આપી એ પડોશના ઘર તરફ ગઈ. જિજ્ઞાસા એ બે શાક, રોટલી, દાળ, ભાત, પાણીની 3 બોટલ, મન્ચૂરિયન સુપ અને સલાડ ડિસ્પોઝેબલ સાથે ઓર્ડર કરી દીધું. ત્યાં સુધી આધ્વીકા પાણી લઈને આવી ગઈ હતી, બેડું ઉપાડીને આવતા એ પુરી ભીંજાઈ ગઈ હતી. પડોશમાંથી રાધા નામની એક સ્ત્રી એમને જમવાનું નિમંત્રણ આપવા આવી હતી. પણ જીજ્ઞાસા એમને જણાવે છે કે એમણે ઓર્ડર કરી દીધું છે. આધ્વીકાને પલળેલી જોઈ રાધાબેન એમની દિકરીને દોડાવી એના કપડા મંગાવી આપ્યાં.
"બેટા આ કપડા પેરી લે, તારા કપડા પલડી ગયાં છે, માંદી થઈશ." રાધાબેન એ એના હાથમાં કપડા મુકતાં કીધું.
"હા સોનું જા જઈને ચેન્જ કરી લે, નઈ તો બીમાર થઈ જઈશ." જિજ્ઞાસા ના કહેવાથી આધ્વીકા અંદર જઈ ચેન્જ કરી બહાર આવે છે.
"બેટા તારી હાલત પણ ઠીક નથી લાગતી, તું મારા ઘરે ચાલ. નહાઈ લે અને પછી ખાઈને આરામ કરજે. સાંજે ઓર્ડર મત કરજો, મારે ત્યાં જમી લેજો." રાધાબેન જીજ્ઞાસા ને આગ્રહ કરે છે. જીજ્ઞાસા આધ્વીકા તરફ જુએ છે, આધ્વીકા એને જવાનું કહે છે.
જિજ્ઞાસા પાછી આવે ત્યાં સુધી ઑર્ડર આવી ગયો હતો અને આધ્વીકા એ સર્વ પણ કરી દીધું હતું. બન્ને એ જમ્યું પછી બન્ને બેન ઓ આંગણ માં બેઠી.
"જિજ્ઞા તને યાદ છે આપણે નાના હતા ત્યારે તું કોઈ-કોઈ વાર આવતી ફઈ અને ફુઆ સાથે ત્યારે આપણે બન્ને આ જ જગ્યાએ બેસીને કલાકો ના કલાકો બેસીને વાતો કરતાં."
"વાતો નતા કરતાં, તું બોલતી ને હું સાંભળતી. તું બહું જબરી હતી, ક્યારેય બીજા કોઈને બોલવા જ ના દેતી." બન્ને જણી હસવા લાગે છે. જીજ્ઞાસા અચાનક આધ્વીકાને હગ કરે છે. આધ્વીકા એના માથા પર હાથ ફેરવે છે.
"ભરત મિલાપ જેવો કોઈ શબ્દ બહેનો માટે કેમ નથી બન્યો સોનું?"
"હવે બન્યો છે, "જિજ્ઞા મિલાપ".... ચાલ હવે તું આરામ કર. મારે હજુ પાલનપુર જવાનું છે. કપડાં સુકાઇ ગયા હશે, હું ચેન્જ કરીને નીકળું છું. સાંજે મળીએ ઓકે, તું ત્યાં સુધી આરામ જ કરજે સમજી." આધ્વીકા જિજ્ઞાસા ને રૂમમાં મુકવા જાય છે, ત્યાંથી એ ચેન્જ કરવા જતી હોય છે ત્યાં એનો ફોન વાગે છે. એ ફોન રિસિવ કરે છે.
"હેલ્લો મિસ રાઠોડ, જીગર તમને જ્યાં મળ્યો હતો એ જગ્યાએ આવી જાઓ ને જલ્દી..." સામે છેડે થી ફોન કટ થઇ જાય છે. એ દોરી પર થી કપડા લેવા જાય છે પણ તે હજુયે ભીના હતાં.

"સર આ ગાડી તમને કઈ રીતે મળી આવી, કેટલા સમય થી શોધતા હતા આપણે." કોન્સ્ટેબલ ખાન ખૂશ થતા બોલ્યા.
ઈ. રાહુલ એક સ્મિત આપી કામ પર વળગે છે. ઈ. રાહુલ અને એમની ટીમ છેલ્લા કેટલાક દિવસથી લોસ્ટેડ મર્ડર કેસ સંબંધિત સબૂત શોધી રહ્યા હતા. એમના અથાગ પ્રયત્ન પછી ઘટના સ્થળ વાળી કાર એમને મળી હતી. ગલ્વસ ચડાવી ગાડી ની શોધખોળ ચાલુ થઈ.
એક ગાડી એ જગ્યાએ આવીને ઊભી રહે છે. ઈ. રાહુલની નજર ગાડી પર પડે છે ને તે એ બાજુ આગળ વધે છે. જેવી આધ્વીકા નીચે ઉતરી એવા જ ઈ. રાહુલના પગ ખોડાઈ ગયા. હૃદય એક ધબકારો ચૂકી ગયું અને આંખો પલકવાનું ભૂલી ગઈ.
આધ્વીકા એ કાળા રંગના ઘાઘરો ચોલી પહેરેલા હતા અને આસમાની રંગ ની ઓઢણી ઓઢેલી હતી, કોઈ સાજ-શણગાર વગર પણ એ અનહદ સુંદર લાગી રહી હતી.
"શુ થયું ઈ. રાહુલ તમે મને આટલી જલ્દી માં કેમ બોલાવી?" આધ્વીકા ના સવાલ થી ઈ. રાહુલની તંદ્રા તૂટી.
"હા.... એકચ્યૂલી... એક કાર મળી છે, એની અને અમુક વસ્તુઓની ઓળખ કરવાની છે. તો મે વિચાર્યું કે બન્ને કામ સાથે પતી જાય...."
"આ કાર તો મોન્ટી ના દોસ્ત ની છે, આ કાર પર શું લખેલુ છે." આધ્વીકા વિન્ડો તરફ આગળ વધે છે. કાચ પર લખેલો શબ્દ વાંચી આધ્વીકાના હોશ ઊડી જાય છે.
"રાહુલ.... આ..... આ તો.... આ શબ્દ મારા ઘર ના મિરર માં અને મોન્ટી પર જ્યારે હુંમલો થયો હતો ત્યારે ત્યાં પણ લખેલો હતો, હા આ જ શબ્દ હતો 'લોસ્ટેડ'....." આધ્વીકા દોડતી ઈ. રાહુલ જોડે જઈ બધું જણાવે છે.
"વ્હોટ પેલા કેમ ના જણાવ્યું મને? ઓકે ઓકે રિલેકસ થઈ જાઓ અને પછી યાદ કરીને જણાવો મને.." ઈ. રાહુલ પણ આગળ જ્યાં જ્યાં આ શબ્દ જોયો હતો એ યાદ કરે છે. આધ્વીકા જ્યાં આ શબ્દ જોયેલો એ બધી ઘટનાઓ સવિસ્તાર જણાવે છે.
"મને લાગે છે કોઈ જાણી જોઈને આ બધું કરે છે. એક સવાલ છે હજુ મિસ રાઠોડ , તમે કીધું હતું કે જિજ્ઞાસા જેવી જ દેખાતી એક છોકરી તમારા ઘરે હતી. તો તમને ખબર કઈ રીતે પડી કે એ જીજ્ઞાસા નથી?"
"એના વ્યવહાર ઉપર થી અને એણે જ કીધું મને કે હું જીજ્ઞા નથી હું મિતલ છું."
"શું??? શું નામ કીધું? મિતલ.... મિતલ?" ઈ. રાહુલ ને એક ઝટકો લાગ્યો.
"હા મિતલ ઘણી વાર મે એ છોકરી ને બીજા ચહેરા માં પણ જોઈ, કદાચ એ જિજ્ઞા નો માસ્ક લગાવી ને જિજ્ઞા જેવી દેખાતી હશે, યૂ નો ટેકનોલોજી..."
"શું આ છોકરી હતી?" ઈ. રાહુલ આધ્વીકા ને એક ફોટો બતાવે છે. એમનું હૃદય જોરથી ધડકતું હતું.
"હા આ જ તો હતી, આ જ છોકરી હતી. મે એને મારા ઘરે અને ગાડી માં જોઈ હતી. તમે આને ઓળખો છો?"
"આ.... આ.... મારી બેન છે..... હતી, મારી બેન હતી....."

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED