અજાણ્યો શત્રુ - 11 Divyesh Koriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

અજાણ્યો શત્રુ - 11

છેલ્લે આપણે જોયું કે બોસ રાઘવને ત્રિષા પર નજર રાખવાનું કામ સોંપે છે, જેને રાઘવ મને-કમને સ્વિકાર કરે છે.

હવે આગળ......

*********

રાઘવ બોસની કેબિનમાંથી બહાર આવી ફરી વેઇટિંગ એરિયામાં આવી એક ખુણામાં આવેલા સોફા પર ચૂપચાપ બેસી જાય છે. તેને જણાવાયું હતું કે, તેને ત્રિષાને લઈને દિલ્હી કૈંટમાં આવેલા ટ્રેનિંગ સેન્ટર પર જવાનું છે. અત્યારે ત્રિષાના નકલી ડોક્યુમેન્ટસ માટેની કામગીરી ચાલતી હતી, માટે તે વેઇટિંગ એરિયામાં બેઠા બેઠા ત્રિષાની વાટ જોતા હતો.

ત્રિષા વિશેનો ખ્યાલ આવતા જ રાઘવને ભૂતકાળની યાદો તાજી થઈ આવી. તે કચ્છમાં હતો, તે પહેલાં તે પણ વિરાજની જેમજ એક એક્ટિવ જાસૂસ હતો, અત્યારની જેમ સ્લીપ રીસીવર નહીં. જેનું કામ ફકત બે અલગ અલગ વ્યક્તિ અથવા ફ્રન્ટ વચ્ચે જોડાતી કડીનું હતું. એથી વિશેષ કોઈ કામગીરી તેના ભાગમાં આવતી નહતી. પણ તેના છેલ્લા મિશન વખતે એવી ઘટના બની કે તેને આ કામ છોડી દેવાનું નક્કી કરી લીધું. પરંતુ બોસની સમજાવટથી તે કામ ન છોડવા માટે માની ગયો, પણ એ શરતે કે ફ્રન્ટ પર કામ નહીં કરે.

પણ કહે છે ને કે સમય પાસે કોઈનું નથી ચાલતું. રાઘવ પણ ધીમે ધીમે બધું ભૂલવા માંડ્યો હતો, અને આમપણ તેને તૈયાર જ લડવા માટે કરવામાં આવ્યો હતો. આથી જ્યારે બોસે તેને ચાઈના જવાનું કહ્યું, ત્યારે વગર કોઈ આનાકાની કે વિરોધ તેને સ્વીકાર કરી લીધો. પરંતુ આજે જ્યારે બોસે અજાણે તેના જખ્મો તાજા કર્યા, ત્યારે તેને ફરી રીવાની યાદ આવી ગઈ.

‌રાઘવને રીવા પોતાને દુર દુરથી પોકાર કરતી હોય તેવો ભાસ થતો હતો. તેને સમજાતું નહતું કે તેની સાથે શું થઈ રહ્યું છે? એટલામાં જ કોઈએ તેને ખભો પકડી હચમચાવ્યો. રાઘવ અચાનક તંન્દ્રા અવસ્થામાંથી બહાર આવ્યો. તેને જોયું તો તેની સામે ત્રિષા ઉભી હતી, અને તેને બોલાવતી હતી. રાઘવ હજુ સંપૂર્ણપણે સ્વસ્થ થાય એ પહેલાં જ ત્રિષાએ રાઘવને ફરી બોલાવ્યો. "મિ. રાઘવ તમે ઠીક છો?તમારી તબિયત.... "

ત્રિષા હજુ પોતાનું વાકય પૂરૂ કરે એ પહેલા જ રાઘવ સ્વસ્થ થતાં બોલ્યો, "હું એકદમ ઠીક છું. તમારી શું મદદ કરી શકુ?"

"મિ. નાયકે મને તમને મળવાનું જણાવ્યું હતું,અને આગળની ટ્રેનિંગ તમારા અંડરમાં થશે એમ જણાવ્યું હતું."

રાઘવ ત્રિષાને જોઈ રહ્યો. તે હજુ કાલ જ તેને મળી હતી. છતાં તેને મનમાં ત્રિષા માટે એક લાગણી જન્મી હતી. ના, તે પ્રેમ નહતો કે આકર્ષણ પણ નહતું. પણ એક અપરાધભાવ હતો, આ પહેલા પણ તેના કારણે એક નિર્દોષ છોકરીએ જાન ગુમાવી હતી,પરંતુ આ વખતે તે જાણીજોઈને ફરી ભૂતકાળ દોહરાવવાં નહતો ઈચ્છતો. એ જરૂરી નહતું કે રીવાની જેમ ત્રિષાનું મૌત પણ થાય, પણ રાઘવ તેને પહેલાથી જ ચેતવી દેવા માંગતો હતો. કદાચ એ બહાને તેને અપરાધભાવમાથી થોડી મુક્તિ મળી જાય, થોડો પ્રાયશ્ચિત થઈ જાય.

"આપણે દિલ્હી કૈંટમાં આવેલા ટ્રેનિંગ સેન્ટર પર જવાનું છે."રાઘવ એકદમ સપાટ અને આદેશાત્મક સ્વરમાં બોલ્યો. બોસે તો તેને ત્રિષાના નજદીક જવાનું કહ્યું હતું, પરંતુ તે એક સેફ ડિસ્ટન્સ રાખી આગળ વધવા માંગતો હતો. ત્રિષાને પણ રાઘવ તરફથી સાવ ઠંડા પ્રતિસાદની આશા નહતી. કહે છે કે સ્ત્રીઓની સિકસથ સેન્સ બહુ પાવરફૂલ હોય છે, તે એક જ નજરમાં સામાવાળા વ્યક્તિની દ્રષ્ટિ પારખી શકે છે. ત્રિષાને પણ ગઇકાલે રાત્રે રાઘવની નજરમાં પોતાના માટે એક ભાવ દેખાયો હતો. પરંતુ અત્યારે એ ભાવ એ લાગણી ગાયબ હતી. ત્રિષાએ વિચાર્યું, "કદાચ તેનો સ્વભાવ જ એવો હશે, અથવા તેના પિતાએ કહ્યું હતું એમ, પોતાને આ મિશનમાં શામેલ કરવા માટે એ એક જાળ હોય. જે હોય તે જોયું જશે. "

ત્રિષા વિચારોમાં ઉલજાયેલી હતી, ત્યાં રાઘવ રિસેપ્શન પર જઇ એક કારની ચાવી લઇ આવ્યો અને ત્રિષાને તેની સાથે ચાલવા કહ્યું.

પરંતુ ત્રિષાને તો બોસને મળવું હતું, તેમની સાથે હજુ એકવખત તેમના નિર્ણય પર ચર્ચા કરવી હતી. તેને મન તો મિશનમાં શામેલ થવામાં કોઈ વાંધો નહતો, પણ પોતાના પિતાને ખાતર તે એકવાર બોસ સાથે ચર્ચા કરી તેમને સમજાવવા માંગતી હતી. પરંતુ તે અહીં આવી ત્યારથી જાણે તે કોઈ જીવિત મનુષ્ય નહીં પણ કોઈ નિર્જીવ મશીન હોય એમ બધા તેને ટ્રીટ કરતાં હતાં. તેણે તો બસ આદેશનું પાલન જ કરવાનું રહેતું. તેને રાઘવને કહ્યું, "મારે બોસને મળવું છે? એમની ઓફિસ કઈ તરફ છે? "

"અત્યારે તમે બોસને મળી નહીં શકે, મિસ. કપૂર. પછી ક્યારેય વાત.. અત્યારે આપણે ટ્રેનિંગ સેન્ટર પર પહોંચવાનું મોડુ થાય છે."

"મારે બોસ પાસે અગત્યનું કામ છે. મારૂ તેમને મળવું જરૂરી છે."

"સોરી, તમે અત્યારે નહીં મળી શકો."

"પરંતુ...... "

"ફરી વાર સોરી, પરંતુ અત્યારે તો તમે બોસને નહીં જ મળી શકો, જો કોઈ ખૂબ જ અગત્યનું કામ હોય તો મને જણાવો, હું તમારી બનતી મદદ કરીશ અને જો બોસને જણાવા જેવી વાત હશે તો તેમને પણ જરૂર જણાવીશ, પણ અત્યારે આપણે અહીંથી જવાનું છે, લેટ્સ ગો. "રાઘવે ત્રિષાની વાત વચ્ચેથી કાપતા કહ્યું.

ત્રિષા સમજી ગઇ કે રાઘવ સાથે દલીલ કરવાથી કંઈ વળવાનું નથી,છેવટે થશે તો એ જ જે તે ઈચ્છે છે. આથી બોસને પછી મળી લઇશ. એવો નિર્ણય કરી ત્રિષા રાઘવ સાથે ટ્રેનિંગ સેન્ટર પર જવા નાકળે છે.

દિલ્હી કૈંન્ટમાં આવેલા ટ્રેનિંગ સેન્ટર પર પહોંચ્યા બાદ રાઘવે જરૂરી પેપરવર્ક પતાવી ત્રિષાને કહ્યું કે સાંજે તે તેને અહીંથી જ પિકઅપ કરી લેશે.

"હું મારી રીતે ઘરે ચાલી જઇશ, તમારે તકલીફ લેવાની જરૂર નથી."ત્રિષા થોડા નારાજગી ભર્યા સ્વરે બોલી. કેમકે રાઘવે બોસની ઓફિસથી અહીં ટ્રેનિંગ સેન્ટર પરના સફરમાં ત્રિષા સાથે સરખી રીતે વાત નહતી કરી કે તેના પ્રશ્નોના યોગ્ય જવાબ નહતા આપ્યા,તેમજ ત્રિષાને હતું કે રાઘવ બોસ સાથે મુલાકાત કરવામાં તેમજ બોસ સમક્ષ તેનો પક્ષ રાખવામાં મદદ કરશે. પણ રાઘવનું વર્તન ત્રિષાની આશાથી તદન અલગ હતું. આમય અજાણતા જ કોઈ આપણને તકલીફ પહોંચાડે એના કરતાં આપણે કંઈ વિચાર્યું હોય, કોઈ ધારણા બાંધી હોય અને એ ધારણા તૂટે તેની તકલીફ વધારે થાય છે. ત્રિષા સાથે પણ અત્યારે એમજ બનતું હતું.

"ના, તમે એકલા ઘરે નહીં જઇ શકો. હું પણ તમારી સાથે આવીશ."રાઘવે ફરી એકદમ સપાટ ભાવવિહીન અવાજે કહ્યું.

"પણ મારે તમારી જરૂર નથી, મને મારૂ કામ આવડે છે. તો તમારે તકલીફ લેવાની જરૂર નથી."ત્રિષા ગુસ્સો કરતાં બોલી. સવારથી કોઈ તેની સાથે સરખી રીતે વર્તી રહ્યું નહતું. બસ પોતાનો હુકમ તેની માથે થોપતા જતા હતા,જાણે કોઈ ગુલામ.

"પરંતુ અમને તમારી જરૂર છે, મિસ કપૂર."એટલું કહી રાઘવ ટ્રેનિંગ સેન્ટરની મૈંન બિલ્ડીંગમાથી નીકળી પાર્કિંગ તરફ ચાલતો થયો. ત્રિષા તેને જતાં જોઇ રહી. અડધા જ દિવસના અનુભવમાં તેને તેના પિતાની વાત સાચી લાગવા માંડી હતી. તે ભારતમાં જ હતી, પોતાના શહેરમાં જ હતી, પોતે સરકારની એક પ્રતિષ્ઠિત સંસ્થામાં એક પ્રતિષ્ઠિત હોદ્દા પર કામ કરતી હતી. તેના પિતા સરકાર અધિકારી હતા, જેની પહોંચ સરકારના ઉચ્ચ વર્તુળોમાં હતી, અરે એ પોતે એક પાર્ટી માં દેશના વડાપ્રધાનને મળી ચૂકી હતી. પરંતુ તેના આટલા બાયોડેટાનો દેશની રાજધાનીમાં આવેલા એક મામુલી ટ્રેનિંગ સેન્ટરમાં કંઈ કામ આવતો નહતો, તેની વાત કોઈ માનવાની તો દૂરની વાત, સાંભળવા પણ તૈયાર નહતું. તો પરાયા મુલ્કમાં તો, ભગવાન જ તેનો માલિક.

ત્રિષા ફરી બિલ્ડિંગ અંધર દાખલ થઈ અને તેને ટ્રેનિંગ એરિયામાં લઈ જવામાં આવી. ત્રિષાએ સ્કૂલ અને કોલેજ સમયમાં સેલ્ફ ડિફેન્સની બેઝિક ટ્રેનિંગ લીધી હતી. આથી તેને સીધા એડવાન્સ લેવલની ટ્રેનિંગ આપવાનું નક્કી કરવામાં આવ્યું.

આખા દિવસના પરિશ્રમના કારણે ત્રિષા થાકીને લોથપોથ થઈ ગઈ હતી. ઘણા સમયથી તેણે આટલો શારીરિક શ્રમ કર્યો નહતો. આથી આજે એક જ દિવસમાં વધારે પ્રેક્ટિસ કરવાથી તેને ઘણો થાક લાગ્યો હતો. તે સાંજે સાડા પાંચ વાગ્યાની ફ્રી થઈ ગઈ હતી. તેને ઘરે જઈ આરામ કરવો હતો, પરંતુ રાઘવ આવે નહીં ત્યાં સુધી તેને ટ્રેનિંગ સેન્ટરના અધિકારીઓ તરફથી તે જગ્યા છોડવાની મનાઈ ફરમાવવામાં આવી.

સાંજના સાત વાગવા આવ્યા હતા, ત્રિષા 1:30 કલાકથી બેઠા બેઠા કંટાળી ગઈ હતી. તેનું અંગ અંગ તૂટતૂ હતું. પણ રાઘવનો કોઈ અત્તોપત્તો નહતો,તેમજ તેને ફોન પણ લાગતો નહતો. ત્રિષા હવે લડી લેવાના મૂડમાં હતી. કાં આ પાર કાં પેલે પાર. આવું બંધન તેને સ્વીકાર્ય નહતું. તેના પિતાએ પણ તેના પર એટલી પાબંદી ક્યારેય લગાડી નહતી. તે સોફા પરથી ઉભી થઈ ટ્રેનિંગ સેન્ટરના અધિકારી સાથે વાત કરવા જતી હતી , એટલામાં જ રાઘવ દરવાજો ખોલી ત્રિષા પાસે પહોંચ્યો.

"મને ખબર છે કે તું મારા પર ગુસ્સે છો. પણ અત્યારે ચાલ. જે કહેવું હોય તે ગાડીમાં બેસીને કહેજે."રાઘવે ત્રિષાને એકદમ મધુર સ્વરે મનાવવાના અંદાજમાં કહ્યું.

ત્રિષા પણ ઘડીક તો અચંબામાં મૂકાઇ ગઇ. સવારથી અત્યાર સુધીમાં એવું તે શું બન્યું? રાઘવનો વ્યવહાર સવાર કરતાં સાવ ઉલટ જ હતો. જે હોય તે, ગાડીમાં બેસી વાત કરી લઈશ. એમ નક્કી કરી ત્રિષા પાર્કિંગ તરફ જવા માટે રાઘવ સાથે બિલ્ડિંગની બહાર નીકળી.

ત્રિષાએ જોયું તો રાઘવ પાસે અત્યારે સવારે હતી એ કાર નહીં, પરંતુ એક ઓપન જીપ હતી. જીપમાં બેસી તે ફરી રાઘવના વ્યવહાર વિશે વિચારવા લાગી. અનાયાસે તેનું ધ્યાન રાઘવના કપડા પર પડ્યું. સવારના તે ઓફિસ ટાઈપ ફોર્મલ કપડાંમાં હતો, અને વ્યવહાર એનાથી તદ્દન અલગ, જ્યારે અત્યારે તેને કોઈ અમીર બાપની બગડેલી ઔલાદ જેવા ફેશનેબલ કપડાં પહેર્યા હતા. જીપ પણ એવી જ રીતે મોડીફાય કરીલી હતી કે પ્રથમ નજરે જોનારને તે કોઈ હરયાણવી કે પંજાબી અમીરજાદો લાગે, જે દિલ્હીમાં બાપના પૈસે મોજ કરતો હોય.

"આમ ક્યાંરની મારી સામે શું જોયા કરે છે?" રાઘવે સ્મિત કરતાં ત્રિષાને પૂછ્યું. ત્રિષા ક્યારની તેની સામુ જોતી હતી, તે રાઘવની ચકોર નજરથી છૂપું રહ્યું નહીં.

"કંઈ નહીં, બસ વિચારતી હતી. આ જીપ અને તમારો પહેરવેશ! એકદમ કોલેજ સમયના હરયાણવી છોકરાઓ જેવા લાગો છો. "ત્રિષાએ વળતો જવાબ આપ્યો.

રાઘવ :-"તમે નહીં તું કહેવાનું, અને હવે તારાથી શું છુપાવવું. એવું લાગવા માટે જ આ બધી ધમાલ કરી છે. જૈસા દેસ, વૈસા ભેસ."

રાઘવ હવે સામેથી ત્રિષા સાથે વાત કરતો હતો. તે ટ્રેનિંગ સેન્ટર પર ત્રિષાને એકલી મુકી ચાલ્યો ગયો હતો, એ વાત બોસના કાન સુધી પહોંચી ગઈ હતી, અને એટલે તેમને રાઘવને ફરી બોલાવી સમજાવ્યો. તેમને રાગવને પ્રેમનું નાટક ના થઇ શકે તો વાંધો નહીં, પણ કમસેકમ દોસ્તી કરવા માટે રાજી કરી લીધો. અને એજ કારણે રાઘવના સ્વભાવમાં અત્યારે આટલું પરીવર્તન જોવા મળ્યું હતું.

આમજ વાતો કરતા કરતાં રાઘવ અને ત્રિષા, ત્રિષાના ગર તરફ આગળ વધતા હતા. જેને તેઓ પોતાની મંજિલ માનતા હતા. પણ તે મંજિલ હશે કે નહીં,
રામ જાણે......

*******

શું રાઘવ ત્રિષા સાથે પ્રેમનું નાટક કરશે? કે ફકત દોસ્તી જ કરશે? શું રાઘવ ત્રિષાને પોતાના નાટકની સચ્ચાઈ જણાવશે? જાણવા માટે વાંચતા રહો, "અજાણ્યો શત્રુ "

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિન્દ.