વરસાદી સાંજ - ભાગ-11 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરસાદી સાંજ - ભાગ-11

"વરસાદી સાંજ" ભાગ-11

બીજે દિવસે સવારે મિતાંશ તૈયાર થઈને મમ્મીની સાથે બ્રેકફાસ્ટ કરવા બેઠો અને મમ્મીને પૂછવા લાગ્યો, "સાંવરીને તારે જોવી છે મમ્મી, આજે હું તેને ઘરે લઇ આવું ?"
અલ્પાબેન: પણ, એ બ્લેક લાગતી હોય તો બીજી છોકરીઓ તું જો તો ખરો બેટા, એવી છોકરી સાથે કરીએ તો પછી બધા આપણી વાતો કરે બેટા.
મિતાંશ: મારે બીજાનું વિચારીને મેરેજ કરવાના છે ?
બીજાના માટે કરવાના છે કે મારા માટે ? તું તો જો મમ્મી કેવી વાત કરે છે ? ( ખૂબજ અકળાઈ જાય છે મિતાંશ, મમ્મી પણ તેની વેદના સમજી શકે છે પણ તેમને પણ સમાજનો ડર લાગે છે તેથી શું કરે ? પણ મિતાંશ જીદ્દી છે, તે પોતાનું ધારેલું જ કરશે તે પણ અલ્પાબેનને ખબર છે. )
અલ્પાબેન: સારું, એકવાર જોવા લેતો આવજે મને ગમશે, મારી પરીક્ષામાં પાસ થશે તોજ હું "હા" પાડીશ.
મિતાંશ: મમ્મીના ગાલ ઉપર વ્હાલથી હાથ ફેરવતાં, માય સ્વીટ મોમ, આઇ લવ યુ ફોરએવર.
અલ્પાબેન: મસ્કા ના માર, જા હવે ઓફિસ મોડું થશે.
અને મા-દિકરો બંને હસી પડ્યા.

આજે મિતાંશ ખૂબજ ખુશ હતો.જંગ જીત્યો હોય તેટલો આનંદ તેને થયો હતો. ઓફિસમાં એન્ટર થતાં ગાડીની ચાવીનું કીચેઇન આંગળી ઉપર ગોળ ગોળ ઘુમાવતા ઘુમાવતા મનમાં ફિલ્મી ગીત ગણગણતાં જતો હતો, આખો ઓફિસ સ્ટાફ તેને આ મસ્તીમાં જોઇ વિચારમાં પડી ગયો અને તેના કેબિનમાં ગયા પછી એકબીજાને ઇશારાથી પૂછવા લાગ્યા કે, સર, આજે કંઇ ખૂબ ખુશ છે, શું થયું ? બધાના ચહેરા ઉપર આશ્ચર્ય હતું.

દરેકને અહેસાસ થતો કે આ વખતે યુ.કે.થી આવ્યા પછી મીતસર કંઇક બદલાઇ ગયા છે. હવે દરેકને મીતસરનો ડર ઓછો લાગતો હતો અને ઓફિસમાં પણ ખુશીનું વાતાવરણ રહેતું હતું.

મિતાંશે સાંવરીને કેબિનમાં બોલાવી અને ઉભા થઇને તેના બે હાથ પકડીને પોતાની સામે ચેરમાં બેસાડી અને પોતે ટેબલ ઉપર તેની બાજુમાં બેઠો. સાંવરી તરત જ બોલી, " અરે, આમ કેમ બેસે છે સરખી રીતે તારી ચેરમાં બેસને..!!

મિતાંશ: (સાંવરીની આંખમાં આંખ મિલાવીને બોલ્યો)
અરે યાર, સાંભળ ને મારી વાત તું, આજે હું ખૂબજ ખુશ છું, તું બીલીવ નહિ કરે તેટલો ખુશ છું આટલો ખુશ તો હું યુ.કે.ના વિઝા મળ્યા ત્યારે પણ ન હતો. આ તો ઓફિસ છે જો ઘર હોત તો મેં તને ઉંચકી લીધી હોત અને બાથમાં ભીડી લીધી હોત...
સાંવરી: પણ શું થયું એ તો કે...??
મિતાંશ: આજે તારે મારી સાથે મારા ઘરે મમ્મીને મળવા આવવાનું છે.
સાંવરી: એટલે તે મમ્મીને કહી પણ દીધું.
મિતાંશ: હા હા, નેક કામમેં દેર કિસ બાતકી.. મમ્મી-પપ્પા બંનેને કહી દીધું.
સાંવરી: શું કહ્યું સરે અને મમ્મીએ ?
મિતાંશ: કંઇ નહિ, પહેલા " ના "પાડતા હતા પછી મમ્મીએ કહ્યું ઘરે લઇ આવજે તેને એટલે હું જોઇ લઉં.
સાંવરી: જોયા પછી મમ્મી " ના " પાડશે તો ?
મિતાંશ: ના, નહિ પાડે એ મારી મમ્મી છે, એને ખબર છે મને જે ગમશે તે હું કરીને જ રહીશ.
સાંવરી: ઓકે બાબા, પણ મને તો થોડી ગભરાહટ થાય છે.
મિતાંશ: હું તારી સાથે છું, પછી શેની ગભરાહટ ?
સાંવરી: અને સર ?
મિતાંશ: પપ્પા ઘરે નહિ હોય, એ તો અહીં ઓફિસમાં હશે. તું પપ્પાની ચિંતા નહિ કર એ તો એકદમ સોબર માણસ છે. પહેલા " ના " પાડે પછી તરત જ કહી દે કે તને જે ઠીક લાગે તેમ કર. બસ હવે તૈયાર થઈ જા બેન્ડવાજા લઇને સીધો તારા ઘરે.
સાંવરી: ઓ માય ગૉડ.. આટલું બધું ફાસ્ટ તું બધું કરવાનો છે. શાંતિ તો રાખ જરા, મારા મમ્મી-પપ્પાને હજી વાત કરવાની બાકી છે.
મિતાંશ: હવે શાંતિ નહિ રે જો, આપણને કોઈ પણ વસ્તુ માટે વેઇટ કરતાં નથી આવડતું. અન્ડરસ્ટેન્ડ માય ડિઅર ?

અને પછી મિતાંશ સાંવરીને લઇને પોતાના ઘરે જાય છે. મિતાંશનો આલિશાન બંગલો હતો. અલ્પાબેન ડ્રોઇંગરૂમમાં બેઠા હતા. સાંવરી સૌથી પહેલાં તેમને પગે લાગી. અલ્પાબેનને સાંવરીને જોઇને થયું કે છોકરી તો ડાહી અને ઠરેલ છે. મારા મીતને સારી રીતે સાચવશે અને અમને પણ, સંસ્કારી લાગે છે. એટલે કરવામાં વાંધો નહીં અને છોકરાઓને ગમતું હોય તો પછી થોડી " ના " પડાય નહિ તો જાતે કરી લે તેના કરતાં કરી આપવું સારું.
અલ્પાબેન સાંવરીને એક પછી એક પ્રશ્ન પૂછવા લાગ્યા. મિતાંશ મમ્મીને, " બસ મમ્મી, બધું આજે જ પૂછી લઇશ." અને અલ્પાબેન જરા હસી પડ્યા અને બોલ્યા, " પહેલી વાર ઘરે આવી છે બેટા, મોં મીઠું કરીને જજે " અને સાંવરી અને મિતાંશ બંનેને અલ્પાબેને ગોળની કાંકરી ખવડાવી મોં મીઠું કરાવ્યું.

મિતાંશ: ( સાંવરી ને...) ચલ, ઉભી થા તને આખું ઘર બતાવું....વધુ આવતા ભાગમાં....