મેઘના - ૧૭ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મેઘના - ૧૭

અંજલિએ ટેબલ પર રહેલા ગ્લાસમાંથી થોડું પાણી પીધું. પછી તેણે કહેવાનું શરૂ કર્યું. કોલેજમાં રાજવર્ધન અને મેઘનાની પ્રથમ મુલાકાત, અઠવાડીયા સુધી એક નિત્યક્રમ, લાઈબ્રેરીમાં ભૂમિના પ્રપોજલને રાજવર્ધને રિજેક્ટ કર્યું,અંજલિ અને મેઘના વચ્ચે રાજવર્ધન વિષે ચર્ચા, તેમની બગીચામાં મુલાકાત, બીજા દિવસે રાત્રે ડેટ પર ગયા. રાજવર્ધન દ્વારા મેઘનાને લગ્ન માટે પૂછવું, મેઘનાની ના પાડવી,પછી રાજવર્ધનનું આર્યવર્ધનને મળવા અમેરિકા જવું અને મેઘના દ્વારા રાજવર્ધન નું પ્રપોઝ સ્વીકાર કરવું.


મેઘનાએ રાજવર્ધનને કોલ કરીને પ્રપોઝ કર્યું ત્યાં સુધીની વાત અંજલિએ કહી. એટલે આગળની વાત સાંભળવા માટે વીરા ની આતુરતા વધી ગઈ. તે બોલો ઉઠી, “પછી આગળ શું થયું ?” અંજલિ હસીને બોલી, “આગળની વાત મને ખબર નથી એટલે તું તારી ભાભીને પૂછી જો.”


“તમને તો ભાભી ના ફ્રેન્ડ છો તો તમને કેમ ખબર નથી ?” વીરાએ અકળાઈને કહ્યું. અંજલિ ફરી હસી પણ કઈ બોલી નહીં. એટલે મેઘના બોલી, “વીરા, અંજલિ સાચું કહે છે તેને કઈ ખબર નથી. કેમકે રાજવર્ધન અમેરિકાથી પાછો આવ્યો તે પહેલાં અંજલિને કંપની તરફથી એક નવો પ્રોજેકટ મળ્યો. એટલે મારી રાજવર્ધન સાથે ફોન પર વાત થઈ તેના બે દિવસ પછી અંજલિ ઓસ્ટ્રેલિયા જતી રહી. ત્યાર પછી મે તેને આજે ત્રણ વર્ષ પછી જોઈ.”


“તો ત્રણ વર્ષ પછી અચાનક આજે કઇ રીતે આવી ગયા ?” વીરાએ અંજલિ સામે જોઈને કહ્યું. અંજલિ બોલી, “મે એક અઠવાડિયા પહેલા મારુ જૂનું ફેસબુક એકાઉન્ટ ઓપન કર્યું ત્યારે મેઘનાની ફેસબુક પ્રોફાઇલ જોઈ ત્યારે મને ખબર પડી કે તેના રાજવર્ધન સાથે મેરેજ થઈ ગયા છે અને તે મુંબઈમાં રહે છે. ગઇ કાલે રાત્રે મે મારા એક કંપનીના ફ્રેન્ડ દ્વારા મેઘનાનો કોન્ટેક નંબર લઈને કોલ કર્યો હતો. ત્યારે મને આ ઘર નું એડ્રેસ મળ્યું.”

“પણ ભાભી હવે આગળ તો કહો કે ભાઈ જ્યારે અમેરિકાથી પાછા આવ્યા ત્યારે તમે શું કર્યું?” વીરા આતુરતાપૂર્વક બોલી. મેઘના અંજલિ સામે જોઈને હસીને બોલી, “જે દિવસે રાજવર્ધન પાછો આવવાનો હતો તે દિવસે હું તેને એરપોર્ટ પર લેવા જવા માટે નીકળતી હતી. ત્યારે જ તે મારા ઘરે આવી ગયો. મને સરપ્રાઈજ કરી દીધી.”

“હું એરપોર્ટ જવા માટે તેયાર થતી હતી ત્યારે ડોરબેલનો અવાજ સંભળાયો. ન્યૂજપેપર વાળ ભાઈ બિલ માટે આવ્યા હશે તેમ વિચારીને મે દરવાજો ખોલ્યો તો હું શોક થઈ ગઈ. કેમકે રાજવર્ધન તેની બેગ લઈને મારી સામે ઊભો હતો.” આટલું કહીને મેઘના અટકી ગઈ પછી એક આખો ગ્લાસ પાણી પીધું.


“wow, આગળની વાત તો મારે પણ સાંભળવાની છે. જલ્દી કહે પછી આગળ શું થયું ?” અંજલિએ પોતાની ખાલી પ્લેટ એક તરફ મૂકતાં કહ્યું. મેઘના પોતાના હાથ સાફ કરીને બોલી, “રાજવર્ધન મારા ઘરમાં આવીને ઘૂટણભેર બેસીને મને ડાયમંડ રિંગ પહેરાવી. એ ક્ષણ મારા માટે મારા જીવન સૌથી શ્રેષ્ઠ ક્ષણ હતી. એક સેકન્ડ માટે મને લાગ્યું હું સપનું જોઈ રહી છું એટલે મે ગાલ પર ચુટી ખણી ત્યારે મને અહેસાસ થયો કે એ સપનું નહીં પણ હકીકત હતી.”


“તે દિવસથી હું અને રાજવર્ધન મારા ફ્લેટમાં સાથે રહેવા લાગ્યા. પણ એક અઠવાડીયા પછી અમને એક એવો આંચકો લાગ્યો કે તેને શબ્દોમાં કહેવો શક્ય નથી. મારા ભાઈ અનુજનો મારા ફોન પર કોલ આવ્યો. તેણે મને કહ્યું કે તે મને તેની ગર્લફ્રેન્ડને મળવવા માંગે છે. તો હું તેને મળવા માટે મુંબઈ જાઉં. એટલે મે વિચાર્યું કે રાજવર્ધન સાથે લઈ જાવ તો તે પણ મારા ભાઈને મળી લેશે. મે અનુજને હા પાડી દીધી.”


આ સાંભળીને વીરા જોરથી હસી પડી. એટલે અંજલિએ હેરાનીથી થોડીવાર તેને જોઈ રહી. પછી તેણે વીરા ને હસવાનું કારણ પૂછ્યું. વીરાએ હસતાં હસતાં જવાબ આપ્યો, “તમે ભાભીની આગળની વાત સાંભળશો એટલે તમને ખબર પડી જશે.” આટલું કહીને વીરા શાંત થઈ ગઈ.

પછી મેઘનાએ આગળ કહેવાનું શરૂ કર્યું, “મે રાજવર્ધનને અનુજ વિષે વાત કરી તો તેમણે ખુશ થઈને મુંબઈ જવા માટે હા પાડી. પછી કહ્યું તેમણે મને કહ્યું કે તેમની બહેન પણ તેના બોયફ્રેન્ડને મળવવા માંગે છે. એટલે મે નક્કી કર્યું કે પહેલાં અમે પહેલાં રાજવર્ધનની બહેનને મળીશું પછી અનુજને મળવા માટે જઈશું.”

“રાજવર્ધને બીજા દિવસે મોર્નિંગ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દીધી. મે પણ અનુજ ને કોલ કરીને કહી દીધું કે હું તેને બીજા દિવસે બપોરે મળીશ. બીજા દિવસે અમારી ફ્લાઇટ સવારે 7 વાગ્યાની હતી એટલે અમે બે ક્લાક માં મુંબઈ પહોચી ગયાં. એરપોર્ટ પરથી ટેક્સીમાં રાજવર્ધનના ઘરે એટલે કે અહી આવ્યાં.”