મારા વાચકમિત્રો મેગના ની આ વાર્તા ને તમારો પ્રેમ આપવા માટે હું તમારો આભાર માનું છું. મેં જયારે આ વાર્તા લખવાનું શરૂ કર્યું ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે આ વાર્તા ને વાચકો નો આટલો પ્રેમ મળશે.હવે હું મેગના ની વાર્તા લખતા લખતાં તેના પ્રેમ માં પડી ગયો છું
[અત્યાર સુધી આપણે જોયું કે મેગના જ્યારે નાની હતી ત્યારે તેના મમ્મી નું અવસાન થયું હોય છે. ત્યારે મેગના ખૂબ દુઃખી થાય છે પરંતુ પછી તે પોતાને સંભાળી લે છે અને ખૂબ મહેનત કરીને ssc બોર્ડ ની પરીક્ષા પાસ કરે છે ત્યારે બાદ તે 11 ધોરણ માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી લે છે.
મેગના ની આ દરેક સફળતા માટે તેના પપ્પા એ આપેલી હિંમત અને તેના ભાઈ એ આપેલો સાથ જવાબદાર હતા.11 ધોરણ માંથી 12 ધોરણ સુધી ના ચારેય સેમેસ્ટર ની પરીક્ષા માં મેગના ડીસીટ્રિક્સન સાથે પાસ થઈ હતી અને ચોથા સેમેસ્ટર ની પરીક્ષા માં મેગના આખા કેન્દ્ર માં પહેલા નંબર આવી હતી
અને આખા રાજ્યમાં સૌથી વધારે પરસેન્ટઇલ રેન્ક સાથે બીજા નંબર લાવી હતી. ત્યારે બાદ તે જિનેટિક એન્જીનિયરિંગ ની સ્ટડી માટે ધીરુભાઈ હિરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી માં એપ્લાય કરે છે અને તરત તેને એડમિશન મળી જાય છે.આ કોલેજ માં તે ડિસ્ટ્રીક્સન કલાસ થી ગ્રેજ્યુએશન પૂરું કરે છે. તેના હાઈ ગ્રેડ જોઈ ને તેને કોલેજ કેમ્પસ માંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માંથી જોબ ઑફર કરવામાં આવે છે.
મેગના આ જોબ સ્વીકારી લે છે અને આ જોબ ની વાત તેના પપ્પા ને કરે છે અને પૂછે છે કે તે જોબ લોકેશન માટે કયું શહેર પસંદ કરે? ત્યારે તેના પપ્પા તેને પંજાબ કે ચેન્નાઈ ની પસંદગી કરવાનું કહે છે ત્યારે મેગના પંજાબ પસંદ કરે છે. અને ત્યાં તે એકલી રહેવા માટે જાય છે.ત્યાં તેને જોબ નો સમય સવાર નો રાખવામાં આવે છે. મેગના બપોર પછી ના સમય માં આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન ની સ્ટડી માટે પંજાબ ની Lovely Professional University જોઈન કરે છે ત્યારે તેની મુલાકાત રાજવર્ધન સાથે થાય છે. હવે આગળ..]
મેગના અત્યારે એ દિવસ યાદ કરે છે જ્યારે તેણે રાજવર્ધન ને પહેલી વાર જોયો હતો તે સેમેસ્ટર શરૂ થયા ના બે મહિના પછી નવું એડમિશન લઈ ને આવ્યો હતો. તે મુંબઈ ની એક જાણીતી કોલેજ માંથી ટ્રાન્સફર થઈ ને આવ્યો હતો.તેની અને મેગના ની ઉંમર સરખી હતી તો પણ તે M.Phill ની સ્ટડી પુરી કરીને અહીં Ph.d
કરવા માટે આવ્યો હતો છતાં તે ક્યારેક બીજા કોઇ કલાસરૂમ માં જઈને બેસતો.
એ દિવસે જયારે મેગના એ રાજવર્ધન ને જોયો ત્યારે તે કલાસ માં મોડો આવ્યો હતો અને લેક્ચર શરૂ થઈ ગયો હતો અને આખો ક્લાસ વિદ્યાર્થીઓ થી ભરેલો હતો અને બીજી કોઇ જગ્યાએ ખાલી ન હતી તેથી મેગના એ તેને પોતાનું બેગ હટાવી ને તેને બેસવા માટે જગ્યા આપી ત્યારે તે ફક્ત મેગના ને thank u કહીને બેસી ગયો અને બધા લેક્ચર પુરા થયા એટલે તે ઉભો થઇ ને જતો રહ્યો અને મેગના તેના વિશે વિચારતી રહી કે તેની આ રાજવર્ધન સાથે પહેલી મુલાકાત હતી છતા તેને તેની તરફ કેમ આકર્ષણ થઈ રહ્યું હતું.
તે રાજવર્ધન ની પર્સનાલિટી જોઈ ને શોક થઈ ગઈ હતી. રાજવર્ધન ના ટુંકા સિલ્કી બ્રાઉન રંગના વાળ, તેની બ્લુ રંગના કોન્ટેક લેન્સ પહેરેલી નાની આંખો અને ગોરો રંગ ધરાવતા ચહેરા તથા સૂદ્રઢ શરીર સાથે તે કોઈ પણ હીરો ની સાથે કોમ્પિટિશન કરવા ને લાયક હતો.
બીજા દિવસે પણ પહેલા દિવસ નું પુનરાવર્તન થયું રાજવર્ધન બીજા દિવસે પણ મોડો આવ્યો અને મેગના પાસે જઈને બેસી ગયો પછી મેગના ને thank U કહ્યું ત્યાંર બાદ લેક્ચર પુરું થયું એટલે કલાસ છોડી ને જતો રહ્યો.આમ એક અઠવાડિયા સુધી ચાલતું રહ્યું. મેગના ક્યારેક ઓફિસ માં પણ તેના વિશે વિચારતી અને તેના કારણે તે ઓફિસ ના કામ માં ધ્યાન પણ આપી શકતી ન હતી.
બીજી તરફ રાજવર્ધન પણ મેગના વિશે વિચારો કર્યા કરતો.મેગના તેને ઓળખતી પણ ન હોવા છતા તેને પોતાની પાસે જગ્યા ખાલી કરી ને બેસવા દીધો.રાજવર્ધન મુંબઈમાં તેની કોલેજમાં દરેક બાબતમાં આગળ રહેતો.તેના મિત્રોને પ્રેમ તથા કોઈ ને કઈ રીતે પ્રપોઝ કરવું તેની સલાહ આપતો પણ જાતે કોઇ ને પ્રપોઝ કરવા જેવી બાબત માં ક્યારેય પડતો નહીં
પણ તેના કલાસ ની અને કોલેજ ની બ્યુટી કવીન કહી શકાય તેવી યુવતીઓ તેની આગળ સામે થી પ્રેમ પ્રસ્તાવ મૂકતી એટલે કે તેને સામે થી પ્રપોઝ કરતી પણ તે દરેક ને ના પાડી દેતો કારણ કે બધી યુવતીઓ તેની પ્રોફાઈલ અને તેના સ્ટડી કવોલીફિકેશન જોઇ ને તેની પાસે આવતી.જેની પાસે આવનાર દરેક યુવતી ખૂબસુરત હતી છતા કોઈ પણ જેને મનાવી શકી નહોતી તે રાજવર્ધન આ વખતે મેગના ને જોઈ ને અચંબિત થઈ ગયો
હતો .
એક્દમ કાળા અને લાંબા વાળ,નાનો ગોળ ચહેરો,ગુલાબી ગાલ અને તેના પર ફ્રેમ વાળા ચશ્માં આ બધા સાથે મેગના રાજવર્ધન ને કોઈ નાની બાળકી જેવી લાગી. જે કોઈ ને પણ જોતાં ની સાથે જ ગમી જાય એવી મેગના ને રાજવર્ધન હમણાં થી પ્રેમ કરવા લાગ્યો હતો કારણ કે તેને love at first time થઈ ગયું હતું. પણ તે મેગના કે મેગના ના પરિવાર વિશે કંઈ પણ જાણતો ન હતો.
તેવી જ રીતે મેગના એ પણ રાજવર્ધન ને તેની સાથે સ્ટડી કરતાં બીજા વિદ્યાર્થીઓ જેવો માની લીધો હતો પણ તેને ખબર ન હતી કે રાજવર્ધન M.phil. થયેલો છે અને તે આગળ ની સ્ટડી માટે અહી આવ્યો છે.
આજે રવિવાર હતો એટલે મેગના ને જોબ પર અને કોંલેજ માં રજા હતી એટલે મેગના તેના ઘર ની બાલ્કની માં બેસી ને નોવેલ વાંચતી હતી અને ત્યારે તેના ઘર ની સામે આવેલી હોટેલ માં બેસીને રાજવર્ધન મેગના ને જોઇ રહ્યો હતો. રાજવર્ધન અહીં રહેવા માટે આવ્યા ને એક અઠવાડિયા જેટલો જ સમય પસાર થયો હતો તેથી તે હોટેલ માં રહેતો હતો. મેગના રિલાયન્સ ઈન્ડટ્રીઝ માં જોબ કરતી હતી તેથી તેને કંપની તરફ થી રહેવા માટે એક ફ્લેટ મળ્યો હતો. આ ફ્લેટ જે એપાર્ટમેન્ટ માં હતો તે એપાર્ટમેન્ટ ની બાજુ માં જ એ હોટેલ આવેલી હતી જેમાં રાજ વર્ધન રોકાયો હતો.
અને રાજવર્ધન જે રુમ માં રોકાયો હતો તે રુમ ની બાલ્કની અને મેગના જે ફ્લેટ માં રહેતી હતી તેના રુમ ની બાલ્કની એકબીજા ની સામસામે આવેલી હતી ત્યાં થી રાજવર્ધન દરરોજ મેગના ને જોતો હતો. અને હવે તેણે નક્કી કર્યું હતું કે તે બીજા દિવસે કોલેજ માં મેગના પાસેથી તેના વિશે બધી માહિતી લેવાનું નક્કી કર્યું
મિત્રો શું રાજવર્ધન મેગના ને પ્રપોઝ કરશે?,જયારે મેગના રાજવર્ધન વિશે સંપૂર્ણ માહિતી જાણશે ત્યારે શું થશે?
જાણવા માટે આગળ વાંચો...
તમે આ વાર્તા ના પ્રતિભાવ મને whatsapp નંબર 8238869544 પર આપી શકો છો
અવિચલ પંચાલ