મેઘના - ૪ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેઘના - ૪

આ વાર્તા માટે તમે આપેલા અભિપ્રાય બદલ તમારો ખૂબ ખૂબ આભાર 
આજે સોમવાર હતો આ દિવસ મેગના ના જીવનમાં કોઇ નવીનતા લાવવા નો હતો. આજે મેગના ને એમ લાગતું હતું કે તે આ દિવસ ની ઘણા સમય થી રાહ જોઈ રહી હતી.

આજે સવારે જ તેણે અંજલિ ને ફોન કરી ને જૉબ પર થી પણ રજા લઈ લઇ લીધી હતી.આજે મેગના સવારે સાડા દસ વાગ્યે કોલેજ માં પહોંચી ગઈ. તેની બેચ ના લેક્ચર બાર વાગ્યે શરૂ થવાના હતા એટલે ત્યાં સુધી નો સમય તેણે લાઈબ્રેરી માં પસાર કરવા નું નક્કી કર્યું.

મેગના લાઈબ્રેરી માં જઇ ને એક બુક લઇ ને એક ટેબલ પર બેસી ને વાંચવા લાગી. થોડી વાર પછી રાજવર્ધન લાઈબ્રેરી માં આવ્યો અને એન્જીનીયરીંગ ની બે બુક્સ લઈ લીધા પછી ત્રીજી બુક શોધવા લાગ્યો પણ પંદર મિનિટ સુધી બુક શોધ્યા પછી બુક ન મળતાં તે બે બુક્સ લઈ ને મેગના ના ટેબલ પર આવી ને બેસી ગયો અને એક બુક વાંચવા લાગ્યો.

મેગના રાજવર્ધન લાઈબ્રેરી માં આવ્યો ત્યાર થી તેને જોઈ રહી હતી પણ જેવો રાજવર્ધન તેના ટેબલ પર આવી ને બેસી ગયો કે તરત તેણે બુક ઊંચી કરી ને તેનો ચહેરો ઢાંકી દીધો પણ રાજવર્ધન નું ધ્યાન તેના પર ગયું ન હતું.

રાજવર્ધન મેગના આજે પહેલા કરતાં વધારે આકર્ષક લાગી રહ્યો હતો.થોડી વાર પછી એક ખૂબ જ આકર્ષક લાગતી એક યુવતી એક બુક લઈ ને રાજવર્ધન અને મેગના જે ટેબલ પર બેઠા હતા ત્યાં આવી ને રાજવર્ધન પાસે બેસી ગઈ ત્યારે મેગના ને લાગ્યું કે તે યુવતી રાજવર્ધન ની ગિર્લફ્રેન્ડ હશે.

પણ થોડી વાર પછી તે યુવતી રાજવર્ધન ને પોતાની બુક બતાવી ને બુક ના અમુક શબ્દો નો અર્થ પૂછવા લાગી રાજવર્ધન તેના બધા જ પ્રશ્ર્ ના જવાબ આપ્યા એ દરમિયાન મેગના એ તેની બુક નીચે કરી ને તે યુવતી અને તેની બુક તરફ જોયું.

મેગના તે યુવતી ને ઓળખી ગઈ તે યુવતી નું નામ ભૂમિ હતું.ભૂમિ મેગના ના કલાસની બ્યુટીકવીન હતી. તેના કલાસ મોટા ભાગના છોકરા ઓ તેની સાથે મિત્રતા કરવા માટે આગળપાછળ ફરતા હતા.

તેવી યુવતી રાજવર્ધન ની પાછળ ફરે એ મેગના ને અજીબ લાગ્યું અને તેના કરતાં પણ વધારે આશ્ચર્ય ભૂમિ જે બુક વાંચતી હતી તે બુક ને જોઈ ને થયું.

આ બુક M.Phill કરતાં વિદ્યાર્થીઓ માટે હતી આ બુક ના શબ્દો સમજવા અઘરાં હતા તેના જવાબ રાજવર્ધને સરળતાથી આપી દીધા અને પાંચ મિનિટ પછી રાજવર્ધન ભૂમિ ને કહેવા લાગ્યો કે તે ભૂમિ ને પોતાની ગિર્લફ્રેન્ડ બનાવવા માંગતો નથી પણ જો ભૂમિ ઈચ્છે તો તે રાજવર્ધન ની મિત્ર બની શકે છે.

આ સાંભળી ને ભૂમિ ને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે રાજવર્ધન ને કહ્યું કે એક દિવસ તેને ખૂબ જ પસ્તાવો થશે.

ભૂમિ લાઈબ્રેરી માં થી બહાર ગઈ એટલે રાજવર્ધન પણ તેની બુક્સ લઈ ને જતો રહ્યો. હવે મેગના એકલી હતી ત્યારે તે વિચારવા લાગી કે પોતાના કરતાં પણ વધારે સુંદર લાગતી ભૂમિ ને પણ જો રાજવર્ધન ના પાડી દેતો હોય તો તેને કઈ રીતે હા પાડે?

આમ તે થોડી વાર સુધી વિચારતી રહી અને ત્યાં જ કોલેજ ની બીજી બેચ નો સમય થઈ ગયો એટલે મેગના જલ્દીથી તેનું બેગ લઈ ને કલાસ માં પહોંચી ત્યારે રાજવર્ધન મેગના ની જગ્યાએ બેઠેલો હતો પણ તેં મેગના ને જોઈ તરત ઉભો થઇ ગયો.

અને મેગના ને બેસવા માટે જગ્યા આપી પછી મેગના ના બેઠા પછી તે પણ બેસી ગયો.થોડી વારમાં લેક્ચર શરું થયો.

લેક્ચર અડધું થયું એટલે મેગના એ રાજવર્ધન ને hii  કહ્યું. રાજવર્ધને પણ તેને hii કહ્યું.પણ આગળ તેમણે વધારે વાત ના કરી.

બીજો લેક્ચર શરૂ થયો ત્યારે પ્રોફેસર ને બૂક ના અમુક શબ્દો સમજાવવા માં તકલીફ પડી એટલે રાજવર્ધને ઉભા થઇ ને પ્રોફેસર ને એ શબ્દો કઇ રીતે સમજાવી શકાય તે જણાવ્યું.

થોડી વાર પછી ફરીથી પ્રોફેસર ને લાગ્યું કે તે પોતે આ ટોપિક નાહિ સમજાવી શકે ત્યારે તેમણે રાજવર્ધન ને એ ટોપિક સમજાવા કહ્યું.

એટલે રાજવર્ધન તરત ઉભો થઇ ને સ્ટેજ પર ગયો અને બધા વિદ્યાર્થીઓ ને ભણાવવા નું શરૂ કર્યું ત્યારે મેગના અને બીજા વિદ્યાર્થીઓ તેને જોઈ જ રહ્યા. રાજવર્ધન જાણે કોઈ પ્રોફેસર હોય તેમ બધા વિદ્યાર્થીઓ ને સમજાવી રહ્યો હતો.

ટોપિક પૂરો થયો એટલે તે પાછો પોતાની જગ્યાએ આવી ને બેસી ગયો. પછી પ્રોફેસરે બધા વિદ્યાર્થીઓ ને હોમવર્ક આપ્યું અને લેક્ચર પૂરો થઈ ગયો એટલે બધા વિદ્યાર્થીઓ કલાસમાં થી બહાર નીકળી ગયા.

રાજવર્ધન પણ બહાર નીકળવા હતો ત્યારે મેગના એ તેને પૂછ્યું કે તે બંને એકસાથે કૉફી પીવા માટે જઇ શકે?

રાજવર્ધન ને લાગ્યું કે જાણે મેગના તેના મન ની વાત જાણી લીધી હતી તે મેગના ને જે વાત કહેવા માંગતો હતો તે મેગના એ સામે થી તેને કહીં દીધી.

રાજવર્ધને મેગના ને કોલેજ ના કેન્ટીનમાં જવા માટે પૂછ્યું મેગના એ હા પાડી એટલે બંને સાથે જ કેન્ટીનમાં જવા માટે નીકળ્યા.

મિત્રો આ મેગના અને રાજવર્ધન ની પહેલી મુલાકાત હતી જ્યાં તેઓ પોતાના જીવન ની વાતો એકબીજા ને કહેવા ના હતા અને આપણ ને રાજવર્ધન નો પરિચય મળવા નો હતો.

મિત્રો મેગના નો આ ભાગ તમને કેવો લાગ્યો તે અંગે તમારો અભિપ્રાય જરુર આપો. 

તમે આ વાર્તા ના પ્રતિભાવ મને whatsapp નંબર 8238869544 પર આપી શકો છો

અવિચલ પંચાલ