Meghana - 5 books and stories free download online pdf in Gujarati

મેઘના - ૫

મેગના અને રાજવર્ધન કોલેજ ની કેન્ટીનમાં બેસે છે.બંને કોલ્ડ કૉફી નો ઓર્ડર આપે છે.

પાંચ મિનિટ માં વેઈટર કૉફી આપી જાય છે.બંને ચુપચાપ કૉફી પિવે છે. કોફી પૂર્ણ થયા પછી પણ બંને એ વિચારે છે વાત કરવા ની શરૂઆત કોણ કરે?

છેવટે રાજવર્ધન જ મેગના ના બોલતા પહેલાં બોલે છે કે મેગના નું વતન કયું છે ?

જવાબ માં મેગના રાજવર્ધન ને પુછે છે કે શું તે પોતાની સાથે મિત્રતા કરશે?

મેગના નો આ સવાલ સાંભળી ને રાજવર્ધન ગૂંચવાઈ ગયો. કારણ કે અત્યાર સુધી તેને જે પણ છોકરી ઓ મળી હતી તેમણે બધા એ રાજવર્ધન ને સીધું જ પ્રપોઝ કર્યું હતું પરંતુ કોઇ પણ છોકરી એ મિત્રતા કરવા માટે પૂછ્યું ન હતું પહેલી વાર કોઈ છોકરી એ તેને ફ્રેન્ડ શિપ માટે પૂછ્યું હતું.

એટલે તેને થોડું અજીબ લાગ્યુ પણ તેણે હા પાડી દીધી. મેગના અને રાજવર્ધન વાત કરતાં હતા એ દરમિયાન આસપાસ બેઠેલા અમુક વિદ્યાર્થીઓ તેમને જોઈ રહ્યા હતા તેથી રાજવર્ધને મેગના કહ્યું જો કેન્ટીન માં બેસી ને વાત કરે તેના કરતાં બહાર બીજી કોઈ જગ્યા એ જાય તો કેવું રહેશે.

મેગના એ તેના ઘર ની નજીક આવેલા બગીચા માં સાંજે સાડા પાંચ વાગ્યે મળવાનું કહ્યું.ઠીક છે એમ કહી ને રાજવર્ધન તરત કેન્ટીન માં થી બહાર નીકળી ગયો. પછી મેગના એક બર્ગર અને સેન્ડવીચ મંગાવી ને નાસ્તો કરી લીધો અને બીલ ચૂકવી ને બહાર નીકળી.

હવે આગળ શું કરવું એ વિચાર કરતાં મેગના કોલેજ ની બહાર નીકળી ને પાર્કિંગ માં ગઈ પછી તેણે અંજલિ ને ફોન કર્યો પણ અંજલિ એ ફોન રિસીવ કર્યો નહીં એટલે મેગના તેની સ્કૂટી લઈ ને તેના ફ્લેટ પર ગઈ.

પછી ફરીથી અંજલિ ને ફોન કાર્યો ત્યારે અંજલિ એ ફોન રિસીવ કર્યો એટલે મેગના એ ગુસ્સે થઈ અને પહેલી વખત ફોન રિસીવ ના કરવાનું કારણ પૂછ્યું ત્યારે અંજલિ એ મેગના ને જણાવ્યું કે તે એક ઓફીસ નું એક પ્રેઝન્ટેશન પર કામ કરી રહી હતી તેથી તેનું ધ્યાન ફોન પર ગયું જ નહીં.

પછી અંજલિ એ મેગના ને ફોન કરવા નું કારણ પૂછ્યું તો મેગના એ તેને પોતાના ઘરે આવવા માટે કહ્યું.અંજલિ ફરી થી  તેને બોલવવા નું કારણ પૂછ્યું તો મેગના એ તેને ઘરે આવ્યા પછી જણાવા નું કહ્યું.

પછી અંજલિ તરત પોતાના ઘરે નીકળી ગઈ અને પંદર મિનિટ માં મેગના ના ઘરે આવી ગઈ એટલે મેગના એ પહેલાં તેને કૉફી માટે પૂછ્યું પણ અંજલિ ના પાડી દીધી કેમ કે તે જાણવા માંગતી હતી કે મેગના એ તેને તેના ઘરે કેમ બોલાવી.

પણ મેગના તરત કિચન માં જઇ ને બે કૉફી લઈ આવી અને એક કૉફી અંજલિ ને આપી ત્યાર બાદ બંને બાલ્કની માં બેઠા પછી મેગના એ તેને લાઈબ્રેરી માં જોયેલું રાજવર્ધન નું ભૂમિ પ્રપોઝ રિઝેક્ટ કરી ફ્રેન્ડશિપ માટે પૂછવું પણ ભૂમિ તેને ના પાડી દીધી તથા જ્યારે મેગના એ રાજવર્ધન ને એકસાથે કોલેજ ની કેન્ટીનમાં  જઇ ને કોફી પીવા માટે પૂછયું તો રાજવર્ધન તરત હા
પાડી ને તૈયાર થઈ ગયો.

પછી મેગના એ કેન્ટીનમાં થયેલી વાત જણાવી અને રાજવર્ધન ની ફ્રેન્ડ શિપ માટે હા પાડી અને રાજવર્ધન આજે સાંજે બગીચા માં મળવા નો છે એ વાત પણ જણાવી  અને હવે આગળ શું કરવું એ તેને ખબર પડતી ન હતી એટલે તેને અંજલિ ને તેની સલાહ લેવા માટે બોલાવી હતી.

એટલે અંજલિ તેની કોફી પીને તેનો કપ ટેબલ પર મૂકી ને પાછી રૂમ માં ગઇ અને હસવા લાગી એટલે તરત મેગના ચોંકી ગઈ અને તે પણ રૂમ માં આવી અને અંજલિ ને હસવાનું કારણ પૂછ્યું.

ત્યારે અંજલિ એ કહ્યું કે રાજવર્ધન જો તેની સાથે ફ્રેન્ડ શિપ કરવા માટે તૈયાર થઈ ગયો છે તો તેના મન માં મેગના માટે ચોક્કસ લાગણી છે અને થોડા સમય પછી રાજવર્ધન મેગના ને સામે થી જ લગ્ન માટે પ્રપોઝ કરશે.

આ સાંભળી ને મેગના થોડી શરમાઈ ગઈ પણ અંજલિ એ તેને ફરી થી કહ્યું કે આ શરમવા નો સમય નથી પણ રાજવર્ધન સાથે ગાઢ મિત્રતા કરી ને પ્રેમ કરવા નો સમય છે.

પછી અંજલિ એ ઘળીયાળ માં જોયું તો પાંચ વાગ્યા હતા એટલે તેણે મેગના ને જલદી થી તૈયાર થવા માટે કહ્યું એટલે મેગના તરત જ કબાટ માં થી એક ડ્રેસ લઈને બાથરૂમ માં ગઈ અને દસ મિનિટ પછી બહાર આવી તો અંજલિ પણ તેને ઓળખી ના શકી.

લાલ રંગ ની ટી-શર્ટ તેને મેચિંગ બ્લુ કલર નું નેરો ટાઈપ પેન્ટ અને તેના પર બ્લેક કલર ની કોટી તથા બ્રાઉન કલર કરેલા બ્લૅક સિલ્કી વાળ, કાજળ કરેલી આંખો,હોઠ પર લાલ લિપસ્ટિક માં મેગના કોઇ હિરોઈન થી પણ વધારે સુંદર લાગી રહી હતી.

મેગના ને જોઈ ને અંજલિ પણ હસી પડી ને મેગના ની સુંદરતા ના વખાણ કર્યા એટલે મેગના એ પોતે એક વાર અરીસા માં જોયું તો પોતાના ને જોઈ ને શરમાઈ ગઈ પછી કહેવા લાગી કે થોડું સંભાળજે નહીં તો જીજાજી ને હાર્ટએટેક આવી જશે.આ સાંભળી ને મેગના હસી પડી.

પછી બંને મેગના ના ઘરે થી નીકળ્યા.અંજલિ તેના ઘરે ગઈ અને મેગના બગીચા માં જવા માટે નીકળી ગઈ તેના રાજકુમાર ને મળી  ને પોતાના સપના ને હકીકત માં બદલવા માટે.

મિત્રો તમને આજ નો આ ભાગ કેવો લાગ્યો તે ચોક્કસ જણાવશો.આ ભાગ માટે તમે તમારા અભિપ્રાય મને 8238869544 નંબર પર આપી શકો છો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED