meghna 3 books and stories free download online pdf in Gujarati

મેઘના - ૩

[અત્યાર સુધી આપણે જોયું કે મેગના તેના ફ્લેટ ની બાલ્કની માં બેસી ને તેની અને રાજવર્ધન ની પહેલી મુલાકાત યાદ કરે છે.

મેગના અને રાજવર્ધન ની પહેલી મુલાકાત મેગના ના કલાસ રૂમ માં થઈ હતી એ દિવસે રાજવર્ધન કલાસ રૂમ લેટ આવ્યો હતો. તેને કોઈ પણ જગ્યા ખાલી ન મળતાં તે મેગના પાસે આવે છે અને મેગના તેને પોતાનું બેગ હટાવી ને બેસવા માટે જગ્યા કરી આપે છે

રાજવર્ધન મેગના thank you કહી ને બેસી જાય છે જવાબ આપવા ને બદલે મેગના તેની તરફ જોઈ ને ફક્ત સ્માઈલ કરે છે પણ પછી રાજવર્ધન તેના તરફ ધ્યાન આપતો નથી

આમ એક અઠવાડિયા સુધી આવું ચાલ્યા કરે છે.દરરોજ રાજવર્ધન લેટ આવે છે અને મેગના પાસે આવી ને બેસી ગયા પછી મેગના ને thank you કહે છે અને બીજી કોઈ પ્રકાર ની વાત કરતો નથી.

રાજવર્ધન મેગના ને ઓળખતો નથી પણ તેને મેગના તરફ એક પ્રકાર નું આકર્ષણ થાય છે તો બીજી તરફ મેગના ને પણ રાજવર્ધન પ્રત્યે આકર્ષણ થાય છે પણ તે બંને આ આકર્ષણ નું કારણ સમજી શકતા નથી.હવે આગળ...]

રાજવર્ધન ને આ શહેર રહેવા માટે આવ્યા ને એક અઠવાડિયા જેટલો સમય થયો હતો તેથી તે અત્યારે હોટેલ માં રહેતો હતો. અને આ હોટેલ મેગના નો ફ્લેટ જે એપાર્ટમેન્ટ માં હતો તેની સામે જ આવેલી હતી.

આજે રવિવાર હોવાથી રાજવર્ધન ને કોલેજ માં રજા હતી એટલે તે તેના રૂમ ની બાલ્કની માં બેસી ને કૉફી પીતો હતો ત્યારે તેની નજર સામે ના એપાર્ટમેન્ટ ની બાલ્કની માં આરામ ખુરશી પર બેસેલી મેગના પર પડી.

કાળા બદામી રંગના લાંબા વાળ, આંખો પર કાળી ફ્રેમ વાળા ચશ્મા લાલ રંગ નું ટૉપ અને કાળા રંગની લેગીસ પહેરી ને આરામ ખુરશી માં બેઠેલી મેગના રાજવર્ધન ને કોઇ પરી જેટલી સુંદર લાગતી હતી 

રાજવર્ધન ને તે આજે વધારે સુંદર લાગી રહી હતી તેણે ધ્યાન થી જોયું ત્યારે તેને ખબર પડી કે મેગના કોઈ બુક વાંચી રહી હતી. એટલે રાજવર્ધન તેની કૉફી પૂરી થતાં પાછો રૂમ માં આવ્યો અને તેના પ્રોજેક્ટ પર ફરી થી કામ કરવા લાગ્યો.

તો બીજી તરફ મેગના આરામ ખુરશી માં love stories ની બુક વાંચી રહી હતી પણ તે અચાનક વાંચતા અટકી ગઈ કેમ કે તેણે બુક અમુક એવા પ્રસંગ વાંચ્યા જે love at first sight હતા.

તેને હવે લાગ્યું કે તેને રાજવર્ધન સાથે પ્રેમ તો નથી થઇ ગયો ને પણ વિચાર આવે છે કે તે પોતે તેને ઓળખતી પણ નથી. તેનું વતન કયું છે તે કઈ કાસ્ટ નો છે તેના પરિવાર વિશે પણ કંઈ પણ જાણતી નથી તો પોતે તેને પ્રેમ કઈ રીતે કરી શકે?

પણ બીજી મિનિટે બીજો વિચાર આવે છે કે પોતે તેને ઓળખતી ન હોવા છતાં તેને કેમ પોતાની બેન્ચ પર બેસવા દીધો અને તેને સ્માઈલ પણ આપી એટલું જ નહીં પણ આ બધું એક અઠવાડિયા સુધી ચાલ્યું.

મેગના આ બધું જેમ વધુ વિચારતી તેમ તે વધારે મુંઝવણ માં મુકાતી જતી હતી ત્યારે જ તેની ફ્રેન્ડ નો મેસેજ આવ્યો કે તેને હાજી પહોંચવા માં કેટલી વાર લાગશે?

ત્યારે મેગના ને યાદ આવ્યું કે તેણે શનિવારે તેની ફ્રેન્ડ ને પ્રોમિસ કર્યું હતું કે બીજા દિવસે એટલે કે રવિવારે સાંજે બંને ઘર ની નજીક આવેલા બગીચા માં ફરવા માટે જશે.એટલે મેગના ઝડપ થી કપડાં બદલી ને તૈયાર થઈ ગઈ અને જલ્દીથી તેની ફ્રેન્ડ ના ઘરે પહોંચી ગઈ.

મેગના ની આ ફ્રેન્ડ નું નામ અંજલી હતું.મેગના અને અંજલિ એકસાથે અંજલિ ની સ્કૂટી પર બગીચામાં જવા માટે નીકળ્યા. આખા રસ્તા પર મેગના કંઈ પણ બોલી નહીં એટલે અંજલિ ને તેનું આ ચુપ રહેવું અજીબ લાગ્યું પણ તેણે કંઈ કહ્યું નહીં.

પણ બગીચામાં પહોંચી ગયા બાદ તેઓ જ્યારે ફરતા હતા ત્યારે પણ મેગના વિચારો માં ખોવાઈ ગઈ હતી. પછી અંજલિ એ મેગના ને જોરથી બોલાવી ત્યારે મેગના વિચારો માંથી બહાર આવી.

પછી અંજલિ તેને તેનું કારણ પૂછ્યું તો મેગના એ અંજલિ ને તેની રાજવર્ધન ને લઈને તેના વિચારો અને તેની મૂંઝવણ જણાવી.

ત્યારે અંજલિ એ મેગના ને સલાહ આપી કે તે પહેલાં રાજવર્ધન વિશે બધું જાણી લે એ માટે પહેલા મેગના તેની મિત્ર બને પછી જો તેને રાજવર્ધન સાથે સંબંધ યોગ્ય લાગે તો તેની આગળ પ્રેમ નો પ્રસ્તાવ મૂકે અને જો સંબંધ યોગ્ય ના લાગે તો ફક્ત તેની સાથે મિત્રતા રાખ.

મેગના ને અંજલિ ની વાત યોગ્ય લાગી.
મેગના રાજવર્ધન ને મિત્ર બનાવશે કે પ્રેમી? 
શું આ પ્રસંગ મેગના ના જીવનમાં કોઈ મોટો બદલાવ આવશે?

જાણો આગળ ના ભાગમાં....

મારી બધા વાંચક મિત્રોને વિનંતી છે કે તમે જ્યારે મારી કોઈ પણ વાર્તા વાંચો ત્યારે તમારા સૂચન ચોક્કસ આપો.તમે મને તમારા સુચન મારા વોટ્સએપ નંબર 8238869544 પર આપી શકો છો.
                          
                        Author - અવિચલ પંચાલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED