Cloud 1 - books and stories free download online pdf in Gujarati

મેઘના - 1

મેઘ્ના એક હંમેશા ખુશ રહેતી છોકરી હતી.તે હંમેશા બીજા ની મદદ કરવામાં આગળ રહેતી હતી.સાથે ખૂબ જ હોશિયાર પણ હતી.તેના કલાસ ની દરેક પરીક્ષા માં તે પ્રથમ રહેતી તથા સ્કૂલ ની બીજી ઈતર પ્રવૃત્તિ ,રમતો પણ તે જીતતી. તેના પિતા એક એંજિનિયર હતા.મેઘ્ના પણ એક એંજિનિયર બનાવા માંગતી હતી.પણ તેના પિતા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા. પણ મેઘ્ના નું જીવન ત્યારે તેને નરક જેવું લાગ્યું જયારે તે ૯ માં ધોરણ હતી ત્યારે તેની માતા નું અવસાન થયું.

કારણ કે તેની મમ્મી તેની બેસ્ટ ફ્રેન્ડ પણ હતી. મેઘ્ના તેની દરેક વાત તેની મમ્મી ને કહેતી.સ્કૂલ કે કલાસ માં કોઈ પણ નવી વાત થઇ હોય તો મેઘ્ના સૌથી પહેલા ઘરે આવીને તેની મમ્મી ને આ વાત કહેતી.તેણે ફક્ત તેની મમ્મી ને નહિ પણ તેની બેસ્ટ ફ્રેન્ડ ને પણ ગુમાવી હતી.જાન્યુઆરી મહિનાનો સમય હતો મેઘ્ના ની મમ્મીનું અવસાન થયા ને ૨ મહિના જેટલો સમય પસાર થઇ ગયો હતો. મેઘ્ના પહેલા જેમ નિયમિત રીતે સ્કૂલ માં જતી હતી પણ તે હવે પહેલા જેવી આખો દિવસ હસતી-મસ્તી કરનારી મેઘ્ના ન હતી.

તે સ્કૂલ માંથી આવીને તેનું હોમવોર્ક પૂરું કરીને તેના રૂમ માં પુરાઈ જતી.તેને આવી જ રીતે ૨ વર્ષ જેટલો સમય પસાર કરી લીધો.પણ તેને તેના પરિણામ પર કોઈ પણ પ્રકાર ની અસર પડવા દીધી નહિ .તે ૧૦ ધોરણ ની બોર્ડ ની પરીક્ષા માં ૯૮% સાથે પાસ થઇ પણ જયારે ૧૧ માં સાયન્સમાં એડમિશન લેવાનું થયું ત્યારે મેઘ્ના ના મનમાં એક ધમાસાણ થયું કારણ કે મેઘ્ના એંજિનિયર બનવા માંગતી હતી જયારે તેન મમ્મી-પપ્પા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા.જયારે મેઘ્ના ની મમ્મી નું અવસાન થયું ત્યારે તેમને મેઘ્ના ને કહ્યું હતું તે જે બનવા ઈચ્છે તે બને.


હવે મેઘ્ના વિચારતી હતી કે મેથ્સ ગ્રુપ લઇ ને એંજિનિયર બનીને પોતાનું સપનું પૂરું કરવું કે બાયોલોજી ગ્રુપ લઇ ડોકટર બનીને

મમ્મી-પપ્પા નું સપનું પૂરું કરવું?

જાણવા માટે આગળ વાંચો....

મેઘ્ના માટે આજ ની રાત ખૂબ જ લાંબી સાબિત થવાની હતી કારણ કે તેને કાલે સ્કૂલ માં તેને વિષય પસંદગી કરવાની હતી.

મેઘ્ના આખી રાત સુધી આ વિચારતી રહી કે તે હવે શું કરવું આમ વિચારતા તેને ક્યારે ઊંઘ આવી તેની એને ખબર ના પડી.તે જયારે સવારે જાગી ત્યારે તેના પપ્પા તેની પાસે બેઠેલા હતા.મેઘ્ના તેના પપ્પાને જોઈને તેમને બાથ ભરીને રડવા લાગી.મેઘ્ના એ જયારે રડવા નું બંધ કરી દીધું ત્યારે તેના પપ્પાએ મેઘ્ના નું બાળપણનું ફોટો આલબમ બતાવ્યું અને તેમાં મેગ્ના ના ૫માં ધોરણ ના નવોદય ના રિઝલ્ટ વખત ના ફોટા હતા.

એ ફોટા જોઈ ને મેગ્ના ને એ દિવસ યાદ આવ્યો જયારે એ તેના મમ્મી -પપ્પા ખુશ હતા અને દુઃખી પણ હતા.ખુશ એટલા માટે કેમ કે મેગ્ના નવોદય ની પરિક્ષા માં પહેલા નંબરે પાસ થઇ હતી અને દુઃખી એટલા માટે મેગ્નાને હવે ઘર છોડી ને આગળ નો અભ્યાસ હોસ્ટેલમાં રહીને કરવો પડશે.મેગ્ના ના પપ્પા તેને હોસ્ટેલ માં મુકવા માટે ગયા ત્યારે તે અને તેની મમ્મી કેટલું રડ્યા હતા.

તેના ભાઈ એ તેને બમ પાડી એટલે તેને યાદ આવ્યું કે તેણે થોડી વાર માં સ્કૂલમાં જવાનું છે વિષય પસંદગી માટે

હવે મેગ્ના કયો વિષય પસંદ કરશે ?

જાણવા માટે આગળ વાંચો...

મેઘ્ના તૈયાર થઈને સ્કૂલમાં ગઈ ત્યાં તેણે એડમિશનફોર્મ ભરીને તે ફોર્મ જમા કરાવવા માટે ઓફિસમાં ગઈ. તેને જયારે પૂછવામાં આવ્યું કે તે કયું ગ્રુપ રાખશે તો તેણે પહેલા વિચારી ને રાખેલો જવાબ આપ્યો.
તેણે A ગ્રુપ રાખ્યું

તેના પપ્પા અને ભાઈએ તેના નિર્ણય ને બિરદાવ્યો.
હવે મેગ્ના ખૂબ જ ખુશ હતી

હવે તેણે પોતાનો અભ્યાસ શરુ કર્યો.તેના કલાસ માં બીજી છોકરીઓ લેક્ચર ચાલુ હોય ત્યારે બેસી રહેતી અને રિસેસ માં તેમના બોયફ્રેન્ડ સાથે બેસી રહેતી પણ મેગ્ના એ પોતાનું ધ્યાન ફક્ત અભ્યાસ કરવા માં આપ્યું.

તેનું પરિણામ તેને 11std. ની વાર્ષિક પરીક્ષા વખતે
મળ્યું.તે તેના આખા શહેર માં પ્રથમ નંબરે આવી હતી.
મેગ્ના ના ભાઈ અને તેના પપ્પા એ તેને ખૂબ અભિનંદન આપ્યા.મેગ્ના આ બધા માં સૌથી પહેલા તેની મમ્મી ના ફોટા પાસે જઈને તેની મમ્મી નો આભાર માન્યો.

તે પહેલા કરતા પણ વધારે જુસ્સાથી મહેનત કરવા લાગી. તે હંમેશા તેની દરેક સફળતા માટે તેની મમ્મી ને જવાબદાર ગણતી. તે હંમેશા તેની મમ્મીના શબ્દો ને યાદ કરતી અને કહેતી કે જયારે તમે દોડતા દોડતા પડી જાઓ તો ઉભા થઈને વધારે ઉત્સાહ થી ફરીથી દોડવાનું
ચાલુ રાખો.

આમ ને આમ બે વર્ષ પુરા થઇ ગયા અને મેગ્ના ની 12 std. નું પરિણામ આવ્યું પણ આ વખતે તે તેનું પરિણામ જોઈને તે શોક થઇ ગઈ. તે વિશ્વાસ નહોતી કરી શકતી એ તેનું પરિણામ છે.પછી તેનું પરિણામ જોયા પછી રડવા લાગી.

મેગ્ના નું પરિણામ સારું આવ્યું હશે કે ખરાબ આવ્યું હશે?

આગળના

મેગના આખા કેન્દ્રમાં પ્રથમ આવી હતીઅને આખા રાજ્યમાં તે બીજા નંબરે આવી હતી.એટલે તેના બધા મિત્રો એ તેને મળી ને અભિનંદન આપ્યા અને તેના માટે ગીફ્ટ પણ આપી.

મેગના જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી તે સ્કૂલ તરફ થી ન્યૂઝપેપરમાં તેનો પરસેન્ટઇલ રેન્ક અને તેના ફોટો તેના નામ સાથે છાપવામાં આવ્યો.આજે મેગના ખૂબ જ ખુશ હતી કારણ કે તે તેનું અને તેના પરિવાર નું સપનું સાકાર કરવા તરફ વધુ એક પગલું ભર્યું હતું.

તેના હાઈ રેન્ક ના કારણે તેને ગુજરાતની જાણીતી કોલેજો માં ની એક ધીરુભાઈ હિરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ગાંધીનગર ખાતે તેને એડમિશન મળી ગયું અને અહીં તેને સ્કોરલશિપ પણ મળી.

આ કોલેજમાં મેગના એ જિનેટિક એન્જીનીયરિંગ રાખ્યું.જિનેટિક નો વિષય રાખવા પાછળ મેગના પાસે એક જ કારણ હતું તેના પરિવાર અને તેનું સપનું.

તેના પિતા ની જેમ તે પણ એનજીનીયર બને અને ડોક્ટર ની જેમ નવી દવાઓ જિનેટિકસ ની મદદ થી શોધી શકે

આ કોલેજમાં જયારે મેગના નું ગ્રેજ્યુએશન પૂર્ણ થયુ ત્યારે તેને કોલેજ કેમ્પસમાં થી જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં જોબ મળી ગઈ.અત્યાર સુધી મેગના જ્યારે પણ તૈયાર થતી અને પોતાના ચહેરા ને અરીસા માં જોતી ત્યારે તેને પોતાના ચહેરા માં તેની મમ્મી નો ચહેરો દેખાતો.ત્યારે મન માં હંમેશા પોતાના ભાઇ અને તેના પિતાને યાદ કરતી

કારણ કે તે પોતે જે કંઈ છે તે પોતાના પરિવાર તરફથી મળેલ સપોર્ટ ના કારણે છે. મેગના ના પિતા જ્યારે મેગના ને જોતા ત્યારે તેમને મેગના ની મમ્મી યાદ આવતી.

જયારે મેગના નું ગ્રેજ્યુએશન પૂર્ણ થયું ત્યારે મેગના ના પિતા એ મેગના ને લગ્ન ની વાત કરી ત્યારે મેગના પોતાના પરિવાર અને ઘર થી દુર થવાના વિચાર થી જ રડી પડી.

તેણે તેના પિતાને જણાવી દીધું કે તે હમણાં લગ્ન નહીં કરે .મેગના ના પિતા જાણતા હતા કે મેગના પણ તેની મમ્મીની જેમ જ ખૂબ જિદ્દી છે

મેગના ની જ્યારે જોબ શરૂ કરી ત્યારે તેને જોબ લોકેશન પંજાબ હતું .મેગના ની ઓફિસ નો સમય સવારે 7 વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી નો હતો. ત્યારે તેની પાસે બાકીનો સમય પાસે કરવા માટે પંજાબ ની
Lovely Professional University માં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એડમિશન લઈ લીધું.

આમ તે સવારે જોબ પર જતી અને બપોરે કોલેજ માં જતી .આમ કરતા બે મહિના પસાર થયા પછી મેગના ની મુલાકાત તેની સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએશન કરતાં એક છોકરા સાથે થઈ.તે છોકરા નું નામ રાજવર્ધન હતું.

મિત્રો હવે આગળ ના ભાગ થી મેગના ના જીવન ની
મેગના થી રાજશ્રીમેગના બનવા ના સફર ની શરૂઆત થશે.

તમે આ વાર્તા ના પ્રતિભાવ મને whatsapp નંબર 8238869544 પર આપી શકો છો.

અવિચલ પંચાલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED