ભાગ 9 : ગડમથલ - દિલ vs દિમાગ
ગયા ભાગમાં આપે જોઈ એક અસહજ સો કોલ્ડ ચાય ડેટ, અને તેમાં મૂંઝવણ પામતા ચહેરાઓ, સાથે શુ બોલવું શુ નહી એવી મનની ગડમથલો, ધબકતા હૈયા અને છેલ્લે છેલ્લે ડાટ વાળતા થયેલો એ કાંડ. કાચ તૂટી ગયો યાર, ને તૂટ્યો તો તૂટ્યો, મેડમના પગમાં ય ચુભ્યો. કઈ નહિ, જીવન છે ચાલ્યા કરે, બીજું શું ? આગળ હજુ શુ જોવાનું બાકી છે એ તો સમય જ બતાવશે.
હવે આગળ..
"અરે આ શું થયું દિપાલીબેન ?" નિધિ પોતાના રૂમમાંથી બાલ્કની તરફ જતા હોલમાં પડેલ દિપુ તરફ નજર પડતા બોલી.
"અરે કશું નહીં નિધુ, ચાનો કપ તૂટ્યો ને ખૂંચી ગયો..!" દિપાલી બોલી ઉઠી.
"અરેરે...બતાવ તો ક્યાં લાગ્યો ?" નિધિ દિપાલી તરફ દોડતી આવી.
"અરે નિધિ કશું નથી, નાની કણ ખૂંચી ગઈ હતી, એ મેં કાઢી નાખી છે. ને હમણાં ટ્યુબ પર લગાડી આપું છું." હું બોલી પડ્યો.
"હા મનન, એ વાત તો બરોબર, પણ આ મેડમની સ્કિન એટલી સેન્સિટિવ છે કે કાચ શુ, માટીની પથરી ખૂંચી જાય તો ય રિએક્શન આવી જાય છે..!" નિધિ બોલી ઉઠી.
"હા નિધિ, કોમળ તો બવ છે તમારી દીપલી..!" હું મશ્કરી કરતા બોલ્યો.
"બસ કર પગલે, રુલાયેગા ક્યાં ?" દિપાલી માથા પર જોરથી ટપલી મારતા બોલી.
"તમે બેસો, હું ફર્સ્ટ એઇડ લઈને આવું છું." આટલું બોલીને હું મારા રૂમમાં દવા અને ફર્સ્ટ એઇડ લેવા ગયો.
નિખિલ હજુ ઊંઘમાં હતો. આખા પલંગ પર ત્રિકોણકારે સૂતો હતો. એક પગ એક દિશામાં, બીજો બીજી દિશામાં પુરા 90 ડિગ્રીના ખૂણે. હલકા હલકા નસકોરાનો પણ અવાજ ચાલુ જ હતો.
હું મારા કબાટ તરફ આગળ વધ્યો, કબાટ ખોલતા સમયે બાજુમાં નજર પડી તો દિપુનો ફોન ચારજિંગમાં લાગેલો હતો.
હવે મન અને મગજ વચ્ચે આ બાબતે ગડમથલ શરૂ થઈ. જાણે મહાભારતના યુદ્ધમાં અર્જુનને થતી હતી ધર્મ અને અધર્મ ને સમજવા માટે 🤦🏻♂️
"નહિ બચ્ચા, યે ગલત બાત હૈ."
"અરે ખોટું શું, ફોન જ તો જોઉં છું."
"નહિ, કોઈનો ફોન પરવાનગી વગર જોવો ખોટી વાત ભાઈ."
"ખોટું શું ? ફોન તો લોક હશે ને પાસવર્ડ થોડી મારા જોડે છે ?"
"તો શું થયું પાસવર્ડ નથી તો ? ફોન હાથમાં લઈશ તો પાસવર્ડમાં તુક્કો મારવાની ઈચ્છા તો થશે જ ને !"
"અરે..! બસ પણ ! ખાલી વોલપેપર જોઈને મૂકી દઈશ."
"ઇન્ટેનશન સારા નથી લાગતા મિત્ર તારા !"
"ગમેં તેવા હોય, પાસવર્ડ વગર હું કશું કરી શકવાનો નથી, હું હાથમાં લઉં છું ફોન, ચર્ચા પુરી..!" 🤦🏻♂️🤦🏻♂️🤷🏻♂️🤷🏻♂️
આ મહામંથનમાં અંતે દિલ ને બડી શીદત સે દિમાગ કો હરા દિયા.
મગજે પણ કંટાળીને એક meme મોકલી દીધું 'મન' ને..!
હવે મેં ભગવાનનું નામ લઈને ચારજિંગમાં જ પડેલો દિપુનો ફોન હાથમાં લીધો. પાવર બટન દબાવી સ્ક્રીન ચાલુ કરી. નિધિ અને દીપલીનું એક સુંદર વોલપેપર હતું.
મન અને મગજ વચ્ચેના મહામંથનમાં મગજ હવે સાચો સાબિત થઈ રહ્યો હતો, કે મારા ઇન્ટેનશન સારા નથી દેખાતા.
અંતે , ન રહેવાયું અને મેં તેની એ લોક કરેલી સ્ક્રીન swipe up કરી. પેટર્ન લોક હતી. એને ન છંછેડયું. નોટિફિકેશન બાર swipe down કર્યું અને નેટ શરૂ કર્યું.
એની માને , થઈ ગયું ચાલું અને નોટિફિકેશનબારમાં ટપટપ મેસેજ આવવા લાગ્યા. થોડા વોટ્સએપના પણ હતા.
3 new messages from deep.
ફરી મનમાં ઉમળકા જાગ્યા, ને ફરી લડાઈ ને ગડમથલ શરૂ થઈ.
"નહીં , નહિ મનન..! કન્ટ્રોલ..! મેં પહેલા જ કહ્યું હતું તું નહિ રહી શકે."
"અરે પણ હું કશું નથી કરતો."
"હા ખબર છે હો તું શું કરશ અને શુ નહી, મૂકી દે તો..!"
અચાનક જ નિખિલ પડખું ફર્યો, ને એ જોતાં મેં તરત જ ફોન હતો ત્યાં ને ત્યાં મૂકી દીધો અને કબાટમાંથી ફર્સ્ટ એઇડ બોક્સ કાઢવા લાગ્યો. પણ ત્યાં જ નિખિલ મોબાઇલમાંથી સમય જોઈને ફરી સુઈ ગયો ને ફરી મનમાં ઉમળકા જાગ્યા.
ને આ વખતે મેં પેલા દીપ બીપનો મેસેજ નોટિફિકેશનબારમાં જ થોડો સ્વાઈપ ને સ્ક્રોલ કરીને વાંચવાનો પ્રયત્ન કર્યો.
"ક્યાં છે મેડમ ? ક્યાં મરી ગઈ ?"
આવા શબ્દો કા તો કોઈ ખાસમ ખાસ મિત્ર અર્થાત bff વાપરી શકે, કા તો નવો નવી બનવા માગતો બોયફ્રેન્ડ. હવે મનમાં ફરી સવાલો ઉત્પન્ન થયા કે કોણ હશે.
ફરી મન - મગજ વચ્ચે લડાઈ શરુ થઈ.
"શુ કહ્યું ? સવાલો ઉત્પન્ન થયા એમ ? તંબુરો સવાલો !"
"કેમ, સવાલો નહિ તો શું કહેવું ?"
"ઘણું કહી શકે તું !"
"તાંતપર્ય ?"
"તાતપર્ય એ મારા મનડા..! ઇનસિક્યુરિટી, પઝેસીવનેસ, ડર ; આ શબ્દો સાંભળ્યા છે ?"
"બે મગજ વગરના મગજ, એવું કશું નથી. હવે મને જવા દે."
અને હવે હું દવા અને ફર્સ્ટ એઈડ બોક્સ લઈને હોલમાં ગયો.
(શુ વિચારો છો ? એ જ ને કે, "ટૉપા પેલી ફર્સ્ટ એઇડ ને દવાની રાહ જોતી હશે ને તું ટાઈમ પાસ કરશ વાર્તા લંબાવવા ખોટે ખોટી ?
તો મિત્રો, આવી ગડમથલો જ્યારે મનમાં ઉદભવે છે ને , ત્યારે તે એકતા કપૂરની સીરિયલમાં બતાવવા પ્રમાણે આખા એપિસોડ જેટલી લાંબી નથી હોતી, એ તો અમુક ક્ષણોમાં જ પુરી થતી હોય છે. અને મેં જે ઘટનાઓ વર્ણવી, એ વધી વધીને માંડ એક મિનિટથી પણ નહીં વધી હોય. 🤷🏻♂️ તમારે નથી થઈ ક્યારેય આવી ગડમથલ ? 🤔)
હોલમાં નિધિ અને દિપાલી બેઠાં હતાં. મને આવતો જોઈ થોડા હડબદાયા, એવું મને પ્રતિત થયું. મેં તો મારા મનનો ખોટો વહેમ સમજીને એ વાતને જવા દીધી.
"હજુ બળે છે ?"
"ના રે..હવે કશું નથી થતું."
મેં રૂનો નાનો કટકો લઈ સેવલોનમાં બોડી જ્યાં લોહી નીકળું હતું, ત્યાં લગાડવા લાગ્યો.
"રાડો ન પાડતી, ઠંડુ ઠંડુ જ લાગશે." હું બોલ્યો.
"હા હવે, તારા જેવી રોટલી નથી." દિપુ મશ્કરી કરતા બોલી.
"હા હો ખબર છે તારી, કેવી બહાદુર છો. કહી દઉં મનનને ?" નિધિ મશ્કરી કરતા હસતા હસતા બોલી પડી.
"બસ હવે નિધુ, રેવા દે ને..!" દિપુ મોઢું ચડાવતા બોલી.
"અરે બોલ ને, મજા આવશે દીપલીની વાતો સાંભળવામાં !" મેં નિધીને કહ્યું.
"કેમ , તને બહુ રસ પડ્યો છે દિપાલીની વાતો સાંભળવાનો..!" પાછળથી નિખિલનો અવાજ સંભળાયો.
હા, 9 ભાગ થઈ ગયા છે અને હજુ વાર્તામાં સમયનો એક દિવસ પણ પૂર્ણ નથી થયો. સમય થોડા ધીરે ચલ રહા લગ રહા હૈ. કઈ નહિ, હશે બીજું શું.
ચલો, તમને એક સવાલ. શુ તમને કદી આ રીતે મન અને મગજ વચ્ચે વિચારોની લડાઈ થઈ છે ? આવું મનોમંથન કે કોઈ ગડમથલ. વિચારજો એક વાર.
હા, વાર્તા વિશે તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો. સારા ખરાબ જેવા તમને અનુભવ થયા હોય. નીચે કોમેન્ટ સેક્શન પણ ખુલ્લું છે અને મારું મેઈલ id પણ.
બાકી મળીએ આવતા શનિવાર. આ જ વાતને આગળ વધારવા. તબ તક કે લિયે, પોતાની નવી યાદો તાજા કરતા રહો, ઘરે રહો (કામ સિવાય) મેં સુરક્ષિત રહો..!
email - akki61195@gmail.com