અજાણ્યો શત્રુ - 10 Divyesh Koriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યો શત્રુ - 10

છેલ્લે આપણે જોયું કે ત્રિષા બોસને મળવા જાય છે. એ જ સમયે બોસે રાઘવને પણ મળવા બોલાવ્યો હોય છે.

હવે આગળ......

********
બોસ અને રાઘવ બોસની કેબિનમાં જઇને બેઠા. રાઘવની અધિરાઈ પામી જતા બોસે તેને કહ્યું, "અગત્યનું અને તારા લાયક કામ હતું, એટલે જ તને યાદ કર્યો."

રાઘવ - "એક રાતમાં એવું શું અગત્યનું કામ આવી ગયું?"

બોસ મંદ મંદ હસતાં-હસતાં રાઘવને કહે છે કે, એ તું પૂછે છે? તને તો ખબર છે, આપણા કામમાં ક્યારે શું થાય? એ તો ભગવાન પણ નહીં જાણતો હોય.

"ના, મારો એવો મતલબ નહતો, પણ કાલ મિટિંગમાંથી છૂટા પડ્યા પછી,અચાનક તમે બોલાવ્યો એટલે?"પરંતુ અચાનક તેને કંઈક યાદ આવતા, "બોસ, પેલી છોકરી અહીંયા શું કરે છે? અહીં તો આપણી પાસે કોઈ ટ્રેનિંગ સેન્ટર નથી. તમે એ છોકરીને લગતા કોઈ કામ માટે મને બોલાવ્યો હતો?"

બોસ - "એકદમ સાચું. આપણે તેના પર નજર રાખવાની છે. તેના પલ-પલની ખબર મને જોઈએ."

રાઘવ - "પરંતુ એના માટે મારી શું જરૂર? એ કામ આપણો કોઈ નવો-સવો માણસ પણ કરી શકે."

બોસ - "કરી શકે. પરંતુ આપણે ફકત નજર જ નથી રાખવાની. પણ એના મનમાં શું ચાલે છે, એ પણ જાણવું છે. અને કામ કોઈ નવા વ્યક્તિ પાસે કરાવવું હિતાવહ નથી. અત્યારે કોણ દોસ્ત છે અને કોણ દુશ્મન એ પારખવું બહુ કઠિન છે. અને આપણી એક નાનકડી ભૂલની સજા બહુ મોટી હશે,અને ત્યારે અફસોસ કરવા સિવાય આપણે બીજુ કશું જ નહીં કરી શકાય."

રાઘવ - "પરંતુ તેના મનની વાત જાણવા માટે તો..... "

રાઘવે અડધું છોડેલુ વાકય પૂર્ણ કરતાં બોસ બોલ્યા, "તું સાચું વિચારે છે. "

"તમે જાણો છો, બોસ. એ કામ કરવા માટે હું ક્યારેય રાજી નહીં થાવ. એના કરતાં તમે વિરાજને કહી દો. આમપણ આવા બધા કામમાં એ એક્ષપર્ટ છે."

બોસે થોડા ગંભીર અવાજે રાઘવને કહ્યું, "રાઘવ , મને છોકરીનો વાંધો નથી, તેને આપણી બાબતોમાં કંઈ ઝાઝી ગતાગમ પડતી નથી. તેને તો આસાનીથી કાબુમાં કરી શકાય છે. પણ તેનો બાપ ઘડીકમાં હાથમાં આવે તેમ નથી. અને અત્યારે તેનો બીજો કંઈ ઈલાજ કરવાનો આપણી પાસે સમય નથી. તો આપણે છોકરીને કંન્ટ્રોલ કરીએ, એના બાપને એ કંન્ટ્રોલ કરી લેશે."

રાઘવ હજુ કંઈક બોલવા જતો હતો, ત્યાં બોસ તેને વચ્ચે જ અટકાવતા ફરી બોલ્યા, "હું જાણું છું, તારે શું કામ આ કામ નથી કરવું. પાછલી વખતે જે થયું એ વિધીનું વિધાન હતું. એમાં તારી કોઈ ભૂલ નહતી. જે થયું એ થયુ, હવે તે આપણાથી બદલી શકાય એમ નથી. તો તેને યાદ કરવાનો પણ કંઈ મતલબ નથી. એ ભૂલીને આપણે વધવું જ પડશે, ચાહે મરજી હોય કે નહોય."

રાઘવ થોડો ઉદાસ થતાં બોલ્યો, "બોસ, તમે જાણો જ છો, આપણે મનને ગમે તેટલું મનાવીએ કે દલીલ કરીએ, પણ તેનાથી સત્ય તો બદલવાનું નથીને. એ આપણી ભૂલના કારણે જ મરી હતી. જો આપણે તેને પહેલાં જ બધું જણાવ્યું હોત, તો આજે કદાચ તે જીવિત હોત."

"તું જાણે છે, આપણું કામ જ એવું છે કે આપણે બધાને બધું ન કહી શકાય. અને હું એ પણ જાણું છું કે રીવા સાથે નાટક કરતા કરતા તને સાચો પ્રેમ થઈ ગયો હતો,અને એની મૌતના કારણે જ તું ફ્રંટ છોડી એક સ્લીપ રીસીવરનું કામ કરવા લાગ્યો હતો. કદાચ એ જીવીત હોત તો ક્યારનુંય તું આ કામ છોડી ચુક્યો હોત.પણ જે થયું તે થયું. એના નસીબમાં કદાચ એટલી જ જીંદગી લખી હશે!" બોસે સમજાવટના સૂરમાં રાઘવને કહ્યું.

રાઘવ - "પણ તેને એટલું તો કહી જ શક્યા હોય કે, તે જેને સાચો પ્રેમ કરતી હતી, તે ફક્ત એક છળાવો હતો. તેનો ફકત ઉપયોગ થતો હતો,એક નિર્જીવ વસ્તુની જેમ, અને ઉપયોગ બાદ તેનું શું થાય? એ જોવાની કોઇને દરકાર નહતી. અને બોસ, તે તેના નહીં પણ મારા મૌતે મરી હતી. જો એ વચ્ચે ન આવી હોત તો ગોલી મારી છાતીના આરપાર થઈ હોત. એ માસુમ તો એ વ્યક્તિને બચાવવા મરી, જે કદાચ જરૂર પડે પોતે તેની બલિ ચડાવી દેત."

બોસ - "તારી દરેક વાત સત્ય છે. પણ હજારોની જાન બચાવવા થોડાકનું બલિદાન આપવું જ પડે. એ જ પ્રકૃતિનો નિયમ છે."

રાઘવ - "તોપણ, મારી જ શું જરૂર?તમને બીજા કોઈ પર વિશ્વાસ ન હોય પણ વિરાજ પર તો વિશ્વાસ છે ને? તેને કહી દો."

બોસ - "હું વિરાજને જ કહેત. But you also know that she has a soft corner for you. વિરાજ કરતાં તે તારી સાથે વહેલી હળીમળી જશે. અને આમપણ તમારે બન્નેએ મિશનમાં પણ સાથે જ રહેવાનું છે.તો deal is done. "

રાઘવ - "ઓકે બોસ,પણ મારે તેની સાથે રહેવાનું કંઈ રીતના છે? "

બોસ - "તું તેની સાથે ટ્રેનર બનીને રહીશ. ટ્રેનિંગ તો તેને આપણે અહીં આપી દેશું. તારે ફકત ધ્યાન રાખવાનું છે. અને આજથી રહેવા પણ તેના ઘરે જ જવાનું છે."

રાઘવ - "ભલે. વિરાજને આ વિશે કંઈ ખબર છે?"

બોસ - "ના. હજુ સુધી તો કંઈ નથી જણાવ્યું. પણ તારે કહેવું હોય તો કહી શકે. મને કોઈ વાંધો નથી.અને તારે મદદ માટે જરૂર હોય તો તેને પણ સાથે રાખી શકે છે. પણ હા, એના સિવાય કોઈ ત્રીજા વ્યક્તિને આપણી વાતની ગંધ ન આવવી જોઈએ. You can go now."

********

શું રાઘવ તેનું કામ પાર પાડી શકશે? શું બોસનું ત્રિષા વિશેનું અનુમાન સાચું હતું? જાણવા માટે વાંચતા રહો,
"અજાણ્યો શત્રુ "

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિન્દ.