Love Is A Dream Chapter 3 Chandresh N દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Love Is A Dream Chapter 3

Chapter-3

મારૂતિ રેસ્ટોરેંટના ખુલ્લા ગાર્ડનમાં લાકડાના 10 ટેબલ રાખેલ હતા અને બધા ટેબલની ફરતે બે જ ખુરશીઓ હતી, હું અને રિદ્ધિ ગાર્ડનમાં આગળથી ત્રીજા નંબરના ટેબલમાં સામ-સામે ડિનર માટે બેઠા, ટેબલ ની વચ્ચે તાજા ફૂલોનો ગુલદસ્તો રાખેલ હતો, રાત હોવા છતાં પ્રકાશની કોય કમી જણાતી ના હતી, અમારા સિવાય બીજા બે ટેબલ ઉપર કપલ હતા અને બાકીના ટેબલ ખાલી હતા, ફેમેલી લઈને આવેલા લોકો આગળના એસી હોલમાં જમતા હતા.

“તો શું ઓર્ડર કરીશું?” મેં રિદ્ધિના હાથમાં મેનુ આપતા પૂછ્યું.

“તારું ફેવરિટ શું છે? રિદ્ધિએ તેના બંને નેણ ઉચા કરતાં પૂછ્યું.

“ફેવરિટ!! સાચું કહુંતો મને જે હોય તે ચાલે, શું નથી ગમતું એનું એક મોટુ લિસ્ટ છે.” આટલું કહી મે રિદ્ધિ સામે જોયું એ મેનુ ઉપર નજર કરી રહી હતી.

“તોપણ યાદ કર કે તારી ફેવરેટ પંજાબી સબ્જી કય છે અથવા કઈ સબ્જી તું સૌથી વધારે ઓર્ડર કરે છે”

“પનીર ભૂરજી!” મે ડોકું ગોળગોળ હલાવતા કહ્યું.

રિદ્ધિએ વેઇટરને બાજુમાં બોલાવીને ઓર્ડર લખાવ્યો અને તેમાં પનીર ભૂરજી પણ હતી.

હું મનમાં વિચારી રહ્યો હતો કે રિદ્ધિ કદાચ મારુ ફેવરેટ શું છે તેનું લિસ્ટ બનાવતી હશે તો? અને મેં તો એ બાબતમાં હજી કાય પણ પૂછ્યું નથી.

“રિદ્ધિ!! એક વાત પૂછું?” મેં સીધો ચેહરો કરતાં રિદ્ધિ સામે જોયું.

“હા!!.....પૂછને.... કેમ શું થયું?” તેણે મુંજાતા ચેહરે મારી સામે જોઈને પૂછ્યું.

“કઈ નય..બસ હું તારા વિશે થોડું જાણવા માંગુ છુ,”

“હે?...કેમ?” રિદ્ધિએ હસતાં પૂછ્યું.

“બસ એમ જ, કહીશ” મે પણ મલકાતા કહ્યું.

“ઓહ!... હા.. તો પૂછને શું જાણવું છે? મારા વિશે આમ તો મેં તને બધી વાત કહી જ દીધેલ છે, ઓનેસ્ટ હોટલે, બસમાં અને મોલમાં, પણ તું ક્યાક ગજનીની જેમ ભૂલી તો નથી જતોને?” રિદ્ધિએ ટેબલ ઉપર રાખેલ પાણીના ગ્લાસને મોઠે લગાવતા સ્મિત સાથે કહ્યું.

“એ નય યાર..બીજું કઇંક”

“હે?...તો..બીજું શું બાકી રહ્યું છે?”

મેં આમતેમ થોડીવાર માથું ફેરવતા કહ્યું “જેમકે તારો ફેવરેટ કલર, ફેવરેટ જગ્યા, ફેવરેટ ફૂડ, તારી ફ્રેન્ડ, તને ગમતી વસ્તુ, તને ના ગમતી વસ્તુઓ, તારો ફેવરેટ હીરો, તારી ફેવરિટ હી......” હું આગળ કઈ બોલું એની પેહલાજ રિદ્ધિએ મને અટકાવી દીધો.

“બસ..બસ..બસ..ઓહ!!!...શ્વાસતો લયલે. હા!.. ઓકે, હું સમજી ગય.” તેણે ટેબલ ઉપર રાખેલ છાસના ગ્લાસને સ્ટ્રોથી બે ઘૂટ લગાવ્યા અને મલકાતી મારી સામે જોઈને બોલી “પણ..પેલા તારો વારો”

“હે! એમ થોડું હાલે?”

“શરું તો તારે જ કરવું પડશે, જો મારા વિશે જાણવું હોયતો!!” રિદ્ધિએ એના હાથને આંટી મારીને ટેબલ ઉપર ટેકાવ્યા અને મારી સામે ઘૂરીને જોતાં કહ્યું “હા, સારુ.. ચાલતો બંને સાથે વારાફરતી કેશુ.બરોબર?”

“હા! એમા હું રાજી” મેં ડોકું હલાવતા કહ્યું.

“તારો ફવરેટ કલર?” રિદ્ધિએ મને પહેલા પૂછ્યું.

“અત્યાર સુધી તો મને એમ હતું કે કદાચ બ્લુ છે પણ આજે ફાઇનલ થય ગયું” મેં મારી નજર તેણે પહેરેલ બ્લુ કલરની કુર્તિ ઉપર નાખતા કહ્યું,

“ઓહ..ડ્રામાબાજ!!” તેને જેવી ખબર પડી કે હું તેની બ્લુ કુર્તિને ટાંકી રહ્યો છુ, તેણે હસીને કહ્યું.

“અને તારો ફેવરેટ કલર?” મેં સ્ટ્રોથી છાસના ઘૂટ લગાવતા રિદ્ધિને પૂછ્યું.

“સફેદ” તેજ સેકન્ડે તેણે જવાબ આપ્યો.

“સરસ” કહી હું મનમાં વિચારવા લાગ્યો કે કદાચ એટલેજ તેણે મને સફેદ શર્ટ લેવડાવ્યો હશે. “ફેવરેટ ફૂડ, પાણિપુરીને બાદ કરતાં હો..” મેં ફ્રાઇડ પોટેટોસનો પેલો બાઇટ લેતા પૂછ્યું.

“પાણિપુરી.. બસ એ જ ફેવરેટ, પાછો કયારેય પાણિપુરીને ફેવરિટ લિસ્ટમાંથી કાઠવાની હિમ્મત ના કરતો..” તેણે પોતાના અવાજમાં વજન અને ગુસ્સો લાવીને બોલવાની કોશિશ કરી પણ સારી એક્ટિંગ ના કરી શકી એટલે એના ઓરિજનલ અવાજમાં આવીને કહ્યું “અને હા પિઝા પણ.. તું?..તારું?..”

“પિઝા અને સમોસા..ફેવરેટ જગ્યા?”

“કોય પણ, ક્યાય પણ બસ સાથે બેસનાર ફેવરેટ હોવો જોઈએ, રિદ્ધિએ કાંટા ચમચીમાં નુડલ્સ લેતા કહ્યું. “અને તારી?”,

“દરિયા કિનારે, ગ્રીનરી હોય તેવી જગ્યા અથવા પર્વતો ઉપર, હા! પણ તે જેમ કીધું એમ કોયંક...”

રિદ્ધિએ હોઠ ઉપર મોટેથી સ્મિત લાવતા કહ્યું “સૌથી મહત્વનુ, ફેવરેટ હીરો અને હિ.....,”.

એ વાક્ય પૂરું કરે એની પેહલાજ મેં કહી દીધું “આઇ લવ અલિયા ભટ્ટ અને એક્ટરમાં ફેવરેટ લિયોનાર્ડો ડી કેપ્રિયો,”

“બોવ ઊંડો લવ લાગે છે, બોલવાની ઘણી ઉતાવડ હતી!!.”

“હાશ તો!.. અને તું કે”

“એક્ટરમા વરુણ ધવન કેમકે એ મને દિલનો સાફ લાગે છે અને એકટ્રેસમાં જૈનિફર લૉરેંસ, હવે શું બાકી રહયુ છે?”

“હજી તો ઘણું બાકી બાકી છે, પણ આજ માટે પૂરતું છે.”

“ના, ના, મજા આવે છે, એવું લાગે છે કે આપણે કોઈ ગેમ રમી રહિયા છીયે, એક મિનિટ મને યાદ આવ્યું,” થોડી વાર પછી તેણે પૂછ્યું “તને તારી લાઇફમાં તારા ફેમિલીને બાદ કરતાં સૌથી વધારે પ્રેમ કે વિશ્વાસ કોના પર છે,”

“ગબરુ!, મારો પાળેલા કુતરો, એ વીપરલા છે.” મેં તરતજ જવાબ આપી દીધો.

“ઓહ, તારા ઘરે ડોગ પણ છે,વાહ!. પણ એ ના હાલે એ ઘરના સભ્યોમાંજ આવે. બીજુ કોઈક”

“એવું કોય યાદ તો આવતું નથી પણ તું સામે છે એટલે કઉ છુ કે તુ!.” થોડા વિચાર કર્યા પછી મેં હસતાં કહ્યું “અને તારો જવાબ શું છે?”

“શ્રદ્ધા, એ મારી નાનપણની ફ્રેન્ડ છે, અમે બંને સ્કૂલ અને કોલેજમાં પણ સાથેજ હતા, અમે બધી વાત એક બીજાને શેર કરીએ છીયે તે ચોક્કસ મને ક્યારેક એની સાથે જોયજ હશે!” રિદ્ધિએ કહ્યું, થોડીવારનો બ્રેક લઈ તે હસીને બોલી “અને હા તું પણ બસ ખાલી તને ખોટું ના લાગે એટલા માટે.”

“તને જે વસ્તુથી સૌથી વધારે નફરત હોય તે?” મેં પૂછ્યું

“ઢોંગી અને કપટી માણસો”

“મને પણ,”

“હું પૂછું..” રિદ્ધિએ વેજ રોલની બાઇટ લેતા કહ્યું “તું કેટલી વખત લવમાં પડ્યો છે અને બ્રેકઅપ થયા છે?”

મેં માથું ખંજવાળતા થોડો ટાઇમ લઈને કહ્યું “હું, 2 વખત, પણ ક્યારેય દગો કર્યો નથી કે ખાધો નથી અને એ ખાલી બંને તરફથી અટ્રૈક્શન હતું બીજું કઈ નહીં”

“અને નામ શું હતું?” રિદ્ધિએ તેની રૂચિ દેખાડતા પૂછ્યું.

“ના એ નય કઉ અને તું તારો જવાબ આપ અને તારે નામ પણ કેવું હોય તો કહી શકે છે.” મેં હસતાં કહ્યું.

“પ્રેમમા દગો થયો હોય તો એ પ્રેમ ને પ્રેમ ના કેવાય,…. હું 1 વખત” રિદ્ધિએ હળવેક થી કીધું.

બસ આમજ થોડા ઘણા સવાલ જવાબો ચાલુ રહ્યા અને અમે મૈન કોર્સમાંથી ડેસર્ટ ઉપર આવી ગયા, વેઇટર રાજભોગ ફ્લેવરના બે આઈસક્રીમના બાઉલ ટેબલ ઉપર રાખી ગયો.

“હવે આ સૌથી મહત્વનો સવાલ છે હો!” મેં કહ્યું.

“હા. ઓકે. સાંભળું છુ.” રિદ્ધિએ ટેબલ ઉપર રાખેલ આઈસક્રિમ પર નજર કરી અને એક ચમચી ભરીને પોતાની ઝીભ ઉપર મુક્તા કહ્યું.

“રિદ્ધિ! આઇ લવ યૂ,” મેં રિદ્ધિને મારા દિલની વાત કરી જ દીધી અને તે મારી સામે એકી નજરે જોયા જ કરી, મે બે સેકન્ડ નો વિરામ લેતા કહ્યું. “હા મને ખબર છે કે આપણે છેલ્લા બે દિવસતથીજ એકબીજાને જાણતા થયા છીયે પણ તું તો છેલ્લા પાંચ વર્ષથી મારી સાથે જ હતી. મને નથી લાગતું આ કોય ખાલી આકર્ષણ જ છે. હું એમ નથી કે તો કે તું પણ મને અત્યારે જવાબ આપ, હું બસ એટલુ કેવા માંગુ છુ કે જો તને લાગતું હોય કે કદાચ આપણે લાઇફમાં સાથે આગળ વધી શકિએ છીયે તો તું મને એક ચાન્સ આપ અને હા એ પણ તારે અત્યારે જવાબ આપવાની જરૂર નથી જ્યારે તને ઠીક લાગે ત્યારે તું કે જે!!

“ઓકે...” કહીને તેણે થોડો વિરામ લીધો “આપણે જ્યારે પાછા મળશું ત્યારે આના ઉપર આગળ વાત કરશું” તેણે એના હોઠ ઉપર ચોટેલ આઈસક્રીમને ટિસ્યૂ પેપરથી સાફ કરતાં કહ્યું.

મનેતો એમ હતું કે કદાચ એ પણ આજ સાંભળવા માંગતી હશે પણ એના ચહેરાનો ઊડેલો રંગ જોઈને હું ઘભરાય ગયો અને મેં વાતને બદલતા વેઇટરને બાજુમાં બોલાવાનો ઈશારો કરતાં રિદ્ધિને કહ્યું “અહીના ગુલાબજાંબુ સરશ હોય છે, એ ટ્રાય કરીયે.”

*

જમ્યા પછી અમે ગાર્ડનમાં થોડે દૂર રાખેલ લાકડાના ઝુલામાં સાથે બેઠા, ઝુલાની પાછડ લાકડાના વાંસ ઉપર ટિંગાળેલા સ્પીકરમાંથી ધીમા-ધીમા ગીતો વાગી રહ્યા હતા.

“રિશી! 10:30 થય ગયા છે!!,” રિદ્ધિએ તેના હાથમાં રાખેલ ફોન ઉપર નજર કરી અને બાજુમાં રાખેલ પર્સ અને બીજી બે બેગને હાથમાં લેતા કહ્યું. “હેભાનો મેસેજ પણ આવી ગયેલ છે, તે નહેરુ નગર આવવા નીકળી ગય છે, આપણે પણ હવે જવું જોઈએ!”

“હા, સારું, ચલ જઇયે” અમે બંને ઊભા થઈ બહાર નિકડવાના દરવાજા તરફ ચાલતા થયા.

*

(ક્રમશ......)