Love Is A Dream Chapter 5 Chandresh N દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Love Is A Dream Chapter 5

Chapter-5

બસે જેવુ નહેરુનગર બસ સ્ટેશન છોડ્યું મેં રિદ્ધિને વ્હોટસપમાં મેસેજ કરી દીધો “Hi, આઇ એમ મિસિંગ યુ”

તરતજ એનો રિપ્લાઇ આવ્યો, “બસ આટલી વારમાજ J હજી તો તારે ઘણી રાહ જોવાની છે.”

મે એક કલાક સુધી તેની સાથે વ્હોટસપમાં ચેટ કરી છતાં પણ મન ફોન મૂકવા માનતું ના હતું.

“આવતી કાલ માટે પણ કઈ બચાવીને રાખવું છે કે નય, 1 વાગ્યો છે સૂઈ જા!” રિદ્ધિનો મેસેજ આવ્યો.

“તારા વિચારોમાં નીંદર નથી આવતી J” મેં સામો મેસેજ કર્યો, તેણે વાચી લીધેલના બે ગ્રીન લિટા તો આવ્યા પણ કોય રિપ્લાઇ ના આવ્યો.

હું અંધારામાં પલંગમાં આડા પડખે એના રિપ્લાઇની રાહ જોતો હતો, થોડીવારમાં મારા ફોનની રિંગ વાગી, પેલી રિંગમાંજ મેં ફોન રિસીવ કરી લીધો અને રૂમની બાલ્કનીમાં બાર નિકડી ગયો. “Hi, તને પણ નીંદર નથી આવતી શું?” મેં હસતાં પૂછ્યું.

“સૂઈ જાને છાનોમાનો, થોડા દિવસમાં એકઝામ છે તું એનું વિચાર, આપણી પાસે તો પછી હજી ઘણો સમય છે. ગૂડ નાઇટ!” તેણે ભારે અવાજે મને કહ્યું.

“સાંભળ” રિદ્ધિ ફોન કટ કરે એની પેહેલાજ મેં એને રોકી લીધી “બસ એજ કેવા માટે ફોન કર્યોતો કે બીજું કય પણ?” મેં મોઢું મલકાવતા તેને પૂછ્યું.

“તારે બીજું શું સાંભળવું છે?”

“કય નય બસ નીંદર આવી જાય એવું કઇંક!”

“મને ગીત ગાતા નથી આવડતું,” રિદ્ધિએ હસતાં કહ્યું “અને બીજું કય પૂછતો પણ નય.”

“હા.ઓકે. તો હું તો તને કહી શકુને?” મેં પૂછ્યું.

“હા, પણ...” તેણે રોકતા કહ્યું.

“શું”

“ના, કઈ નય, હું સાંભળું છું, બોલ.. ”

“આઇ લવ યૂ રિદ્ધિ!” મેં આંખો બંધ કરીને તે મારી સામેજ બેઠી છે તેમ માનીને કહ્યું, મેં સામેથી રિપ્લાઇ આવાની રાહ જોય પણ મને કઈ સંભળાયુ નહીં એટલે હું થોડી વાર માટે ચૂપ જ રહ્યો.

થોડીવારમાં મને સામેથી અવાજ આવ્યો “મુઆહ” અને પછી એક્દમ ધીમો અવાજ આવ્યો “આઇ લવ યૂ ટુ. હવે સૂઈ જા બાકીની વાતો આવતી કાલે.”

“ઓકે બાય, લવ યુ” કહી મેં ફોન મૂકવાની તૈયારી કરી પણ તેની બાય બોલવાની રાહતો જોવીજ પડેને.

“બાય…મી ટુ“ હસીને તેણે ફોન કાપી નાખ્યો.

*

આ વ્હોટસપ તો અમારા જેવા માટે પ્રભુનું વરદાર છે, વિડિયો કોલની મદદથી દૂર રહીને પણ એક બીજાને જોય શકાય, લાગેકે એ બસ બાજુમાંજ છે અને પેલા ઇમોજીસથી તો આપણે લાગણીઓને સરળ રીતે કઈ શકીએ છીયે. રિદ્ધિએ તેના આખા રૂમનો પરિચય મને વિડિયો કોલમાં કરાવી દીધો હતો, તેના બેડને તો હું દરરોજ જોતો હતો. તે દરરોજ સવારે મને નીંદરમાંથી જગાડવા વિડિયો કોલ કરતી હતી, તે પાયજામમાં પથારીમાં બ્લેંકેટને વીંટીને છૂટા વાળ રાખીને આડી પડી હોય અને મને પણ મારી પથારીમાં આડો પડેલો જોઈને કહેતી કે “ગૂડમોર્નિંગ, ઉઠી જા”, મારી રાત પણ તેના “ગૂડનાઈટ” ના અવાજે જ થતી હતી. મારી એક્ઝામ હોવાના કારણે તે મને એની સાથે વાતો ઉપર ઓછો સમય અને વાંચવા ઉપર વધારે ભાર આપવા કહેતી હતી, ક્યારેક અમારી આખા દિવસની વાત ટોટલ 45 મિનિટ કરતા વધી જતી તો તે મીઠી ધમકઓ આપતી હતી કે પછીના દિવસે એટલી મિનિટ ઓછી વાત કરશે, તે મને દરરોજ વ્હોટસપમાં તેના ફોટાઓ મોકલતી જેમકે કોઈ વાનગી તેણે પોતાના હાથે બનાવેલ હોય તો, લેપટોપમાં કોઈ મૂવી જોવા બેઠી હોયતો એનો સ્ક્રીનશોટ, મિરરમાં પાડેલ સેલ્ફિ અને જો કોઈ વસ્તુની ખરીદી કરવા ગય હોય તો તેનો ફોટો મને મોકલીને મારુ મંતવ્ય જાણવાની અચુક કોશિશ કરતી હતી, હું પણ તેને મારા દિવસમાં બનેલ કોઇ ખાસ પ્રસંગને ફોટામાં કેપચર કરીને તેને મોકલતો હતો, એનું અને મારું ફેવરેટ ઇમોજી એક જ હતું પેલૂ પીળા ચહેરાવાળું એક આંખ બંધ કરીને કિસ કરવા વાળુ!.

આમજ મારા બે વીક અમદાવાદમાં પસાર થય ગયા અને મારો ઘરે જવાનો દિવસ આવી ગયો, મારુ છેલ્લું પેપર પૂરું થતાં તરતજ મેં રિદ્ધિને ફોન કરીને કઈ દીધું કે હું આવતી કાલ સવારે વીપરલામાં હોયસ.

*

(ક્રમશ......)