Love is a Dream Chapter 12 Two Ends books and stories free download online pdf in Gujarati

Love Is A Dream Chapter 12 - the end

Chapter-12

Ending-1

આ બપોરની નીંદર પણ જબરી હોય છે, બપોરની નીંદરના સપના પૂરા થયા પછી ઊઠીએ તો એવું જ લાગ્યા કરે કે આ રિઆલિટી નથી પણ સપનું છે, અને જે સપનું હતું એ જ રિઆલિટી હતી, પેલું મૂવી છે ને હોલિવૂડનું ઇનસેપશન બસ સેમ એના જેવુ લાગે અને આજ કારણે જ હું બપોરે નીંદર લેવાનું ટાળુ છું, ગય કાલના રાતના ઓજગરા ને કારણે આજે બપોરે નીંદર કરવી પડી અને સપનું થોડુક લાંબુ ચાલી ગયું.

આંખ ખૂલતાં જોયું તો ઘડિયાળમા સાંજના 6:15 નો સમય થયો હતો, ઉતાવડે મોઠું ધોયું, પાણી પીધું અને બાઈક લઈને એ જ જગ્યાએ ઊભો રહી ગ્યો જ્યાં આજના બપોરના સપનાની શરૂઆત થઈ હતી, એજ લીલુ ઝાડવું, એજ બિલ્ડિંગ, 7 ઉપર થોડી મિનિટો થય હશે ત્યાજ 11th સ્ટાન્ડર્ડની છોકરીઓની ક્લાસ છૂટી, લગભગ બધી છોકરીઓને હું નિરખીને જોઇ રહ્યો હતો કેમકે હવેતો દરરોજનું થવાનું છે અને આમય જોવામાં ક્યાં કોય રોકે છે કે મારી નાખે છે, તો આપણે તો જોશું, ત્યાજ એક છોકરી ઉપર મારી આંખો ચોટી ગય, માથાના વાળમાં પોની કરેલ હતી જેમાં એક આછી લટ એની ડાબી તરફથી નિકડતી હતી, જમણા ખંભા ઉપર વ્હાઇટ કલરનું ચોરસ પર્સ લટકાવેલ હતું, તેણે ગ્રીન કલરનની કુર્તિ પહેરેલ હતી અને ગળે ગ્રીન કલરનો નેટ વાળો દુપટ્ટો વીંટેલ હતો, આ બધુ જોઈને તો મને આજનું સપનું યાદ આવી ગયું પણ સપનામાં જોયેલ છોકરીનો ચહેરો થોડો આછો યાદ આવતો હતો અને પોતાનેજ સવાલ કરવા લાગ્યો કે સાલું આટલું બધુ એકસરખું થોડીના હોય?, હું ઝાડવાનીચે ઉભો હતો અને તે ચાલીને આગળ જતી હતી, હવે તેની પીઠ મારી તરફ હતી, હું મનમાં બોલ્યો “પલટ!” પણ આ પિક્ચર થોડીના હતું કે એ ફરીને જોય પણ એણે જોયું. મારા મનમાં એકજ સવાલ હતો કે આનુ નામ શું હશે ત્યાજ મારી પાછડ થી મારી બેંચનો એક છોકરો બોલ્યો “આ ગ્રીન ડ્રેસમાં તો મેઘાવી છે!” મેં મારી જાતને કીધું કે નામથી શું ફર્ક પડે છે, મારું નામ રિશી છે એ બસ છે, જો નસીબમાં મળવાનું હશે તો ચોક્કસ મળશુ, મારે તો હમણાં મારી જાતને એટલી કાબેલ બનાવાની છે જો આપણે મળીએ તો તને કોલસામાંથી બની રહેલો હીરો દેખાય નય કે તારી રાહ જોઈને બેઠેલો કોલસો. જ્યાસુધી તું નથી ત્યાં સુધી તારી યાદો તો મારી સાથે જ રેવાની છે.

Ending-2

“11th સ્ટાન્ડર્ડમાં અમારી દુનિયા કૈંક અલગ જ હતી, સ્કૂલ, ટ્યુશન.ગેમ્સ બધુ અલગ હતું.”

“હા, પણ પપ્પા સમય સાથે થોડો બદલાવ પણ હોવો જોઈએ!” પ્રેયાંસે નાસ્તાના ટેબલ ઉપર સેન્ડવિચનો છેલ્લો ટુકડો ખાતા કહ્યું.

“હા બદલાવ સારો હોય તો જ સારું,”

“તો પપ્પા આજે મારો સ્કૂલનો 11th સ્ટાન્ડર્ડનો પેલો દિવસ છે, તમે મને ડ્રોપ કરતાં જશો, મારી બાઇક રીપેરમાં છે,” પ્રેયાંસે બગીચામાં રાખેલ ટેબલ ઉપરથી નાસ્તો કરી ઊભા થતાં એના પપ્પાને પૂછ્યું

“હા ચોક્કસ, તું કારમાં બેઠ, હું ઘરને તાડું મારીને આવું છું.

“પપ્પા, મેં તો સાંભળ્યુ છે કે તમારા વખતે સ્કૂલમાં દરરોજ જવું જરૂરી ના હતું, પણ ટ્યુસન ક્લાસ જેવુ કૈંક હતું!” પ્રેયાંસે કાર ચલાવી રહેલા તેના પપ્પાને પૂછ્યું.

“હા સ્કૂલ ખાલી નામ પૂરતી હતી, સાચુતો ટ્યુસનમાં ભણતા”

“મમ્મી કહેતા હતા કે તમે બંનેએ એકબીજાને પહેલીવાર ટ્યુસનની બાર જોયેલ હતા!”

“હા, અમે બંને 11th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે પહેલીવાર એકબીજાને નોટિસ કર્યા હતા, અલગ-અલગ સ્કૂલ હતી પણ એકજ ટ્યુશન હતું અને એપણ કઈ કો-એઝ્યુકેશન ના હતું, બસ હું તો તારી મમ્મીને એના ટ્યુશનનો સમય પૂરો થાય પછી જોતો જ્યારે હું મારા ટ્યૂશનની રાહ જોતો હતો. તારા જેટલીજ ઉમર... અને મળ્યા ત્યારેતો હું કોલેજની એક્જામ દેવા અમદાવાદ જતો હતો! ”

“પપ્પા.. તો કદાચ આજે સ્કૂલના પેલા દિવસે મને મારી ગર્લફ્રેંડ મળી શકેને?” પ્રેયાંસે હસતાં કહ્યું.

“હા અને નય પણ,.. તમે જ્યારે કઈક ગોતવાનો પ્રયાસ કરો છો ત્યારે તમને એ શિવાયનું બીજું કઈ નથી દેખાતું, તમારા હાથમાં આવીને તમે છોડેલ વસ્તુની કિમત તમે ગોતી રહ્યા હોય તેના કરતાં પણ વધારે હોય શકે. જ્યારે તમે કશુક ગોતી રહ્યા હોય ત્યારે તમારે હાથમાં આવતી જતી બધી વસ્તુઓનું અવલોકન કરવું જરૂરી છે કારણકે એજ તમને આગળના સાચા નિર્ણય લેવામાં મદદરૂપ થશે. બસ સમયને માન આપજે અને એ તને બધા રસ્તા બતાવશે.”

“જો મળી જાશે તો લગ્ન કરીને તેને સાથે ઘરે લઈને આવી જઈશ. બાય” પ્રેયાંસે કારમાંથી તેની સ્કૂલે ઉતરીને હસતાં એના પપ્પાને કહ્યું.

રિશી પ્રેયાંસને “બાય” કહીને તેની કાર સાથે આગળ નિકડી ગયો, રિશી હજી પોતાની દુનિયામાંજ ખોવાયેલ હતો.

“હા ઓકે આવું છું” રિશીએ ફોનમાં જવાબ આપતા કહ્યું.

રિશીએ તેની કારની દિશા બદલી અને લિવર ઉપર થોડું વધારે જોર લગાવતા એરપોર્ટના રસ્તે કારને દોડાવી, એરપોર્ટના એક્સિટ ગેટની સામેની બાજુ કારને પાર્ક કરીને અંદરજ મ્યુજિક પ્લેયર ઉપર ગીતો સાંભળી રહ્યો હતો. બ્લુ કલરના સલાવર સૂટમાં સામેથી આવી રહેલી, અંદાજિત 38-39 વર્ષની સ્ત્રીને જોઈને એણે સોંગનો અવાજ મ્યુટ કરી નાખ્યો અને કારનો દરવાજો ખોલીને નીચે ઉતર્યો.

“hiii! રિધુ.” રિશીએ રિદ્ધિને તેની બાહોમાં લેતા, ગાલ ઉપર કિસ કરતાં, મલકાતા હસતે ચહેરે કહ્યું.

“HI!!, I Missed You Yar!! રિશીની બાહોમાં જકડાયેલ રિદ્ધિએ તેને કિસ કરતાં કહ્યું. “હું દરરોજ તારો અવાજ સાંભળતી હતી, તને દરરોજ વિડિયો કોલિંગમા જોતી હતી છતાં પણ...”

“I Missed You too.” રિશીએ રિદ્ધિને અટકાવતાં કહ્યું.

“પ્રેયાંસ કેમ છે?” રિદ્ધિએ રિશીને બાહોમાંથી છોડતા પૂછ્યું.

“પ્રેયાંસે છેલ્લા 10 દિવસમાં તને વારે ઘડીએ યાદ કરતો હતો, આ પેલી વખત એવું થયું હશે કે તું પૂરા દસ દિવસ અમારા બંનેથી દૂર રહી હોય”

”હા! શું કરીએ પરિસ્થિતી જ કઈક એવી હતી.” રિદ્ધિએ કારમાં બેસતા કહ્યું.

“તો કેમ છે મમ્મી? અહિયાં આવા માટે ના જ માન્યાને?” રિશીએ કારના સ્ટેયરિંગને ફેરવતા કહ્યું.

“હા, મેં ઘણી કોશિશ કરી કે મારી સાથે અહિયાં સપનાપુર આવે પણ ના માન્યા, પપ્પાની ડેથ પછી મમ્મી વીપરલાનું દ્વારકા સોસાયટીનું ઘર છોડવા તૈયાર નથી”

“મમ્મી, પપ્પાને યાદ કરીને હજી રડે છે?”

“હા, ક્યારેક-ક્યારેક, એક વખત મેં મમ્મીને કહ્યું પણ હતું કે હવે બસ કર બોવ થયું, તો મને શું કહ્યું ખબર?”

“શું?” મેં રિદ્ધિની આંખોમાં જોતાં મેં પૂછ્યું.

“મમ્મીએ કહયુકે તે પણ પપ્પાને યાદ કરીને રડવા નથી માંગતી પણ પપ્પા સાથે વિતાવેલ પળોને યાદ કરતા રડવું આવી જાય છે” રિદ્ધિએ ફરી બોલવાનું શરૂ કર્યું “પપ્પાએ જિંદગીના તમામ સપનાઓ મમ્મી સાથે પૂરા કર્યા છે, થોડા દિવસ પહેલા મમ્મીને પપ્પાની ફેવરેટ બૂક ધ એલકેમિસ્ટની વચ્ચેથી એક લિસ્ટ મળ્યુ હતું જે મમ્મીને સંબોધીને હતું.”

“લિસ્ટ?પપ્પાનું મમ્મી માટે લિસ્ટ? કેનું?”

“લેટર જોઈને તો એવું લાગતું હતું કે પપ્પાએ લિસ્ટ છેલ્લા 1-2 વર્ષમાં જ બનાવેલ હશે, આ લીસ્ટમાં પપ્પાએ મમ્મીની જૂની અને નવી ઈચ્છાઓને લખી હતી અને સાથે પોતાનીપણ મમ્મી માટેની ઈચ્છાઓ લખી હતી, આ ઈચ્છાઓ ખાલી મમ્મીની હતી અને એને પૂરી કરવા માટે પપ્પાએ મમ્મીને વિનંતી અને સૂચનો પણ કરેલ હતા”

“વાવ.. ખૂબ સરસ..તો... ઈચ્છાઓ શું હતી?” રિશીએ પૂછ્યું.

“જેમકે ટીવીના રશોઈ શોમાં ભાગ લેવો, હાર્મોનિયમ શીખવું, નાના છોકરાઓ માટે બૂક લખવી, પશુઓ માટે એનજીઓ સ્થાપવી, યૂટ્યૂબ ઉપર ચેનલ બનાવી પોતાના વિચારો યંગ જનરેશન સાથે શેર કરવા, સ્કૂલની જૂની ફ્રેન્ડને ગોતવી, કિટ્ટી પાર્ટી જોઇન કરવી વગેરે વગરે....પૂરા ત્રણ પન્નાનું લિસ્ટ છે અને પછીના ખાલી પન્ને લખ્યું છે કે ઉમેંરતી જજે”

“પપ્પાએ દિલથી લિસ્ટ બનાવેલ હશે,,,તું મમ્મીને આ લિસ્ટ પૂરું કરવામાટે મદદ બનજે” રિશીએ કહ્યું.

“હા,,અને ગૂડ્ડુ! ખબર પપ્પાએ એમાં એ પણ લખ્યું છે કે શું ના કરવું!..”

“હે!!” રિશીએ આશ્ચર્યથી રિદ્ધિ તરફ જોતાં કહ્યું.

“હા, પપ્પાએ લખ્યું છે કે રામાયણ અને મહાભારત વાંચવી હોય તો ખાલી એક જ વખત, ભગવાનનું નામ દિવસમાં 1 કલાકથી વધારે વાર ના લેવું, ઘર કે બાર જાજા પૂછા પાઠ ના કરવા એના કરતાં ભૂખ્યાને મદદ કરવી,” રિદ્ધિએ રિશીના હસતાં ચહેરા સામે ખળખળાટ કરતાં કહ્યું.

“આવતા રવિવારે આપણે બધા મમ્મીને મળવા જશું” રિશીએ કારને ફડિયાની બાર રસ્તા ઉપર પાર્ક કરી અને તેમાંથી ઉતરતા રિદ્ધિને કહ્યું.

“હા, મમ્મી તને અને પ્રેયાંસને બંનેને યાદ કરે છે.” રિશી રિદ્ધિના દરવાજા તરફ આવીને દરવાજો ખોલતા રિદ્ધિએ કહ્યુ.

“કેવું લાગે છે ઘરે પાછું આવીને?” રિશીએ ઘર સામે ઈશારો કરતાં રિદ્ધિ સામે જોઈને કહ્યું..

“મારું ઘરતો તમે બંને જ છો.” રિદ્ધિએ આટલું કહી રિશીના હાથને પકડ્યો.

“ચલ અંદર જઈએ” કારની ડીકીમાંથી બેગ કાઠીને બંને ઘર તરફ ચાલતા થયા.

“પ્રેયાંસતો સ્કૂલે છે ને?” રિદ્ધિએ ફડિયામાં પ્રવેશ કરતાજ પૂછ્યું.

“હા, આજે એનો 11thનો પેલો દિવસ હતો અને આજ સવારથી તે મને મારા 11th સ્ટાન્ડર્ડ નું પૂછતો હતો”

“તો તે શું કહ્યું,?” ઘરના દરવાજાના પગથિયાં ચડી રહેલી રિદ્ધિને સવાલનો જવાબ ખબર હોવા છતાં રિશીને મલકાતા પૂછ્યું.

“એજ....તારી અને મારી લવ સ્ટોરી..” આટલું કહી રિશીએ ઘરનો દરવાજો બંધ કરી દીધો.

(સમાપ્ત)

*-*-*

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED