Love is a Dream Chapter 10 books and stories free download online pdf in Gujarati

Love Is A Dream Chapter 10

Chapter-10

“હું ઘરેથી નિકડું છું અને તને લેવા માટે આવું છું…હેભા તારી મમ્મી સાથે અત્યારે વાત કરે છે, અને તું પણ કહીદે.” મેં રિદ્ધિને ફોન ઉપર કહ્યું.

“હા,.ઓકે. હું રાહ જોવ છુ....પપ્પાને ઘરે આવતા હજી વાર લાગી જશે. બાય!” રિદ્ધિએ ફોન મુક્તા કહ્યું.

“મમ્મી!! રાતના 8 વાગ્યા છે, તો પણ પપ્પા હજી આવ્યા નથી. હેભાનો ફોને હતો એણે એના ફ્રેન્ડને મોકલી દીધો છે મને ઘરેથી પિક અપ કરવા, અહિયાં પહોંચવા ઉપર હશે... મેં પણ હા પાડી દીધી છે,” રિદ્ધિએ એના રૂમમાંથી બાર આવીને કિચનમાં રહેલ તેની મમ્મીને કહ્યું.

“હા, મને પણ ફોન હતો, ઠીક છે..હેભાએ મને કહ્યું કે લેવા માટે રિશી આવે છે!, જો એ હોયતો જ...અને હેભાએ તને કહ્યું કોણ આવે છે લેવા? રિદ્ધિની મમ્મીએ આશ્ચર્ય સાથે કહ્યું.

“નાં કોણ આવે છે એ કઈ મને નથી કીધું, હું રિશીનેજ પૂછી જોવ છું કે શું એ આવે છે?.” રિદ્ધિએ તેના હાથમાં રહેલ ફોન ઉપર કઇંક ટાઈપ કરતાં ઉતાવડે કિચનમાંથી બાર નિકડી તેના રૂમ તરફ જતાં કહ્યું.

“તારી પાસે રિશીનાં નંબર ક્યારથી છે? તારે શું કામ પડે છે એનું?, અને આ હેભા રિશીને કઈ રીતે ઓડકે છે?” રિદ્ધિના મમ્મીએ રિદ્ધિને ડિટેક્ટિવ બની પૂછવાનું શરૂ કર્યું.

“એ હોય મમ્મી.. નંબર તો હોય જ ને...હું રૂમમાં જાવ છું એને ફોને કરી લવ અને થોડી તૈયાર થઈ જાવ છું” રિદ્ધિએ તેના રૂમના દરવાજેથી કિચનમાંથી પૂછી રહેલી તેની મમ્મીને કહ્યું.

હું માર પપ્પાની વ્હાઇટ હોન્ડા સિટિ કાર લયને રિદ્ધિના ઘરે પહોચ્યો અને દરવાજા ની ડોરબેલ વગાડી.

“કેમ છો આંટી?” રિદ્ધિના મમ્મીને દરવાજે ઉભેલ જોઈને મેં કહ્યું.

“આવ બેટા,, રિદ્ધિ આવે જ છે, સારું થયું કે તું આવી ગયો, એના પપ્પાને હજી વાર લાગે એમ છે”

“મમ્મી!” રિદ્ધિએ ઘરના દરવાજે રસ્તામાં ઉભેલ એની મમ્મીને પાછડથી બોલાવીને કહ્યું, “બાય મમ્મી, પપ્પા આવી જાય એટલે મને ફોન કરજે,”

“HI” રિદ્ધિએ તેના દરવાજાની બાર પગ રાખતાજ મને જોઈને હસીને કહ્યું.

મારી ગિફ્ટ આપેલ લહેંગા-ચોલીમાં રિદ્ધિને જોઈને તો મારા હોશ ઊડી ગયા, તેણે એના વાળને બાંધેલા હતા પણ વાળની એક લટ હવામાં ઉડીને તેના ગાલને સ્પર્શી રહી હતી, તેના લાલ હોઠો ઉપર મને જોઈને સ્મિત ઊભરી રહ્યું હતું, તેના લિસા ગાલ જોઇનેજ અડવાનું મન થતું હતું, તેની કાળી આંખો અત્યારે રાતનાં અંધારમાં પણ ચમકતી હતી, તેણે પેરેલ ગ્રીન કલરની લહેંગા-ચોલીમાં જે ગોલ્ડ કલરની ડિઝાઇન હતી એ પણ ચમકી રહી હતી, એની પીઠ તરફથી ખંભા પર અને ત્યાથી હાથ ઉપર આવતો ગ્રીન-સોનેરી ચમકવાળો પારદર્શક નેટવાળો દુપટ્ટો એની સુંદર પાતળી કમરને અડધી ઢાકવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો, રિદ્ધિએ લહેંગાને બંને હાથથી તેના સૅન્ડલથી થોડો ઊંચો પકડી રાખ્યો હતો.

“”Hi” મેં મારી મોટી થઈ ગયેલ કીકીઓથી એની આંખોમાં જોતાં કહયુ,

“તારો હાથ આપીશ, મને પગથીયા ઉતારવામાં.......”

“હા ચોક્કસ” રિદ્ધિના અધુરા શબ્દોને સમજતા હું બે પગથીયા ઉપર તેની બાજુમાં આવી ગયો....તેણે મારો હાથ પકડી લીધો અને અમે બંને કાર તરફ ચાલવા લાગ્યા,

“બાય મમ્મી” મેં પકડેલ પેસેંજર સીટનાં દરવાજામાંથી રિદ્ધિએ કારમાં અંદર બેસતા ઘરના દરવાજે ઉભેલ તેની મમ્મીને કહ્યું.

“બાય” તેની મમ્મીએ રિદ્ધિને કારમાં બેસતા જોઈને કહ્યું.

હું પણ એની મમ્મીને બાય કહીને ડ્રાઇવિંગ સીટ ઉપર રિદ્ધિની બાજુમાં બેસી ગયો.

“તો બોલ, હું કેવી લાગુ છું?” મેં કારને હજી તેના ઘરની શેરીની બારજ કાઠી હતી ત્યાં જ રિદ્ધિએ તેના દુપટ્ટાને સરખો કરયો અને મારી સામે જોઈને પૂછ્યું.

“જેવી તું દરરોજ લાગે છે, બ્યૂટીફૂલ, ક્યૂટ અને ખાલી મારા માટે હોટ....” મેં રિદ્ધિના હાથને મારા હાથમાં લઈ તેના ઉપર કિસ કરતાં કહ્યું.

“દરરોજની જેમ જ!! તો આજે કેમ મને જોઈને આંખો મોટી થય ગય હતી, મોઠેથી લારો પડતી હતી.. અને હજી પણ પડતી હોય તેવું લાગે છે.” રિદ્ધિએ મારા ચહેરા સામે હસતાં કહ્યું.

“હા! થોડીક વધારે સુંદર લાગે છે, મારી પસંદ પેરી છેને એટલે...અને હું કેવો લાગુ છું?”

“હમ્મ....બ્લેક શર્ટ, તારો થર્ડ ફેવરેટ કલર..તું તો આમાં સેક્સી લાગે છે.” આટલું બોલીને તેણે મારા ગાલ ઉપર કિસ કરી દીધી.

“જા ને હવે ખોટાડી!!” મેં આગળ રહેલ કારને હોર્ન મારતા રિદ્ધિને કહ્યું.

“જોયું ભગવાન પણ મારી વાત સાથે માને છે તું સેક્સી છે...અને તું સેક્સી જ રહીશ” અચાનક વરસાદની શરૂઆત થતા બારીના કાચની બાર જોતાં રિદ્ધિએ કહ્યું.

“અને હા તું એક વાત કે!!, આ લહેંગા-ચોલી તે છેલ્લે પહેરી હતી એના પછી ધોયેલ છે કે નય?” મેં મારા હોઠને દાતથી દબાવતા કહ્યું.

“ઓહો!!... તું ખૂલી આંખે સપના જોવાનું બંધ કર અને ડ્રાઇવિંગમાં ધ્યાન આપ.”

અંદાજિત 30 મિનિટના ડ્રાઇવિંગ પછી અમે ટીનાના મેરેજની જગ્યા ઉપર પહોચવા આવ્યા હતા અને વરસાદ હજી ચાલુજ હતો, છેલ્લી 15 મિનટનો રસ્તો એકદમ શાંત હતો, કોઈ સ્ટ્રીટ લાઈટ ન હતી, રસ્તા ઉપર ખાલી આવ જા કરતાં થોડા ઘણા વાહનોની લાઇટનોજ પ્રકાશ હતો, અને બંને બાજુ વૃક્ષો જ વૃક્ષો દેખાતા હતા, લોકો આ વિસ્તારને જંગલ કહેતા હતા પણ અહિયાં જાનવરો કરતાં વધારે કારો દેખાતી હતી..

“આટલા સૂમસામ અને જંગલ વિસ્તારમાં મેરેજ ગોઠવવાનું કારણ શું છે?” હોટેલના એન્ટ્રીગેટે કારને પહોચતાજ મેં રિદ્ધિને પૂછ્યું.

“અરે આ હોટેલ ટીનાના ફાધરના ફ્રેન્ડની છે, અહિયાં સારી ફેસિલિટીસ છે, ચિપ ડીલમાં મળી ગઈ અને પાછી જંગલમાં છે એટલે બધી રીતે શાંતિ.”

“રિદ્ધિ!! વરસાદ હજી ચાલુ છે અને પાર્કિંગ માટે હજી થોડું આગળ જવું પડશે, તું અહિયાં ઉતરીજા, હું પાર્કિંગ કરીને આવું છું,” મેં હોટેલની લોબીના એન્ટ્રી ગેટ આગળ ગાડીને બ્રેક મારતા કહ્યું, “અહિયાતો કોઈ સ્ટાફ પણ પાર્કિંગમાટે દેખાતો નથી!!”

“ના, હું પણ આવું છું,”

“અરે... તારો ડ્રેસ વરસાદમાં પલરી જશે અને ત્યાં કાદવ પણ હશે.” મેં રિદ્ધિને સમજાવતા કહ્યું.

“તું જે પાછડની સિટમાં બેગ રાખે છે, એમાં એક છત્રી છે, હું કાઠી લવ” રિદ્ધિએ કહીને પાછડની સીટ તરફ હાથ લંબાવ્યો.

“ઓહ!! મને તો યાદ પણ નતું”

“મને છે ને….હા.. જો મળી ગઈ..ચાલ... પાર્કિંગમાં જવા દે.”

“હું આવું છું એ બાજુ, હમણાં દરવાજો ના ખોલતી” મેં રિદ્ધિને કહ્યું અને કારમાંથી ઉતરીને ખુલેલી છત્રીએ એની તરફનો દરવાજા ખોલ્યો.

“રોમાંટિક છેને?” રિદ્ધિએ હસતાં કહ્યું,

ધીમો વરસાદ વર્ષી રહ્યો હતો, મેં મારા જમણા હાથમાં છત્રી પકડેલ હતી અને રિદ્ધિને મેં મારા ડાબા હાથે એના ખંભાથી પકડી રાખી હતી, રિદ્ધિનો જમણો હાથ મારી કમરની ફરતે હતો અને ડાબા હાથેથી લહેંગાને થોડો ઉંચો પકડી રાખ્યો હતો, અમે બંને એકજ છત્રીમાં ચાલીને હોટેલની લોબીના ગેટ તરફ જય રહ્યા હતા.

“હા..એ તો પલર્યા હોતતો ખબર પડેત,” મેં રિદ્ધિને હસતાં કહ્યું,

“મને તો વરસદમાં નાવાની બહુ મજા આવે છે” રિદ્ધિએ છત્રીની બાર હાથ રાખતા કહ્યું.

હોટેલની લોબીમાં લગેજ કીપરપાશે મે છત્રી રાખી દીધી અને એકબીજાના હાથમાં હાથ નાખીને પાછડની બાજુ રહેલ મોટા મેરેજ હોલમાં પ્રવેશ્યા,

“રિશી!! આ છે મેઘાવી, આ જાહ્નવી, આ પાયલ, અને આ ગર્વ, આ બધા મારા કજિન્સ છે, અને ગાય્ઝ આ રિશી છે, મારો ફ્રેન્ડ છે.” રિદ્ધિએ મારો ઈંટરો અમને ઘેરો વડીને ઉભેલા લોકો સાથે કરાવતા કહ્યું.

“હેલ્લો,…Hi..” મેં કહ્યું.

“ફ્રેન્ડ!! અમને તો કઇંક બીજા ન્યુઝ મલ્યાતા!” જાહ્નવીએ આશ્ચર્ય સાથે કહ્યું.

“હા એ ન્યુઝ પણ સાચા જ છે.” રિદ્ધિએ મારો હાથ પકડ્યો અને માથું હલાવતા જાહ્નવીને જવાબ આપ્યો.

“કેટલો સમય થયો” મેઘાવીએ પૂછ્યું.

“એક વર્ષ!” મેં રિદ્ધિ સામે જોઈને મેઘાવીને કહ્યું.

“તમે બંને હોંલમાં આવીને જે રીતે હેભા અને એના હસબંડ સાથે વાત કરતાં હતા એ જોઈને તો મને એમ જ લાગ્યું હતું કે તમે બંને મેરીડજ છો” જાહ્નવીએ કહ્યું, “અને .હા!! ઘરે ખબર પડી ગઈ છે કે નય?”

“તમારા સવાલો હવે બંધ કરો.” રિદ્ધિ જવાબ આપે એ પહેલાજ હેભા ત્યાં આવી પહોંચી અને બધાને કહ્યું “તમે બધા ડિનર કરી લ્યો, ટીનાની લગ્ન વિધિ પૂરી થવા ઉપર છે અને વરસાદ પણ બંધ થય ગયો છે, ફ્રી થઈને આપણે બધા ગાર્ડનમાં મળીએ”

*

“તો.. આપણે પણ તેની જેમ ફોટો પાડીએ?” ગાર્ડનમાં ઊભીને રોમાંટિક અંદાજમાં સેલ્ફિ રહેલ કપલને જોતાં મેં રિદ્ધિને પૂછ્યું.

“ખરેખર!!, બધાની સામે?” રિદ્ધિએ આશ્ચર્ય સાથે કહ્યું.

“હાસ તો, તું લહેંગા-ચોલીમાં સુંદર લાગી રહી છે અને હું સેક્સી તો થોડાક ફોટોસ તો રોમાંટિક અંદાજમાં લીધેલ હોવા જોયેને” મેં તેના ગાલ ઉપર આવતી લટને કાનની પાછડ મુક્તા કહ્યું.

“ઓકે, આપણે ઓલા ઝાડવાની પાસે જઇયે જેની ઉપર ગ્રીન લાઇટ્સ ફિટ કરેલ છે.” રિદ્ધિએ ગાર્ડનમાં ચાલતા-ચાલતા કહ્યું.

“પેલા હું તને કિસ કરું અને પછી તું મને કિસ કરજે પણ ગાલ ઉપર હો અને ફોન થોડો ઊંચે રાખજે” રિદ્ધિએ એના હાથની આટી મારી કમર ઉપર લગાવ્તા કહ્યું. “કોઇની નજર જાય એ પેહલા..હવે હોઠ ઉપર..”

“ઘણા ફોટા પડી ગયા છે, હવે બસ કરીએ...કોક જોશેતો અશ્લીલ નું બિરુદ આપી દેશે.” રિદ્ધિએ મારા ખંભા ઉપર માથું રાખતા કહ્યું.

“ઓહો! ફોટો સેસન ચાલુ છે!, ફોટો પાડવામાં હાથ જોઈએ છે?” જાહ્નવીએ અમને ફોટો પાડતા જોઈને પૂછ્યું.

“હા,થેન્ક યૂ” મેં તેના હાથમાં ફોન આપતા કહ્યું.

રિદ્ધિ અને હું બંને બાજુમાંજ રહેલ બીજા નાના ઝાડવાની નીચે ઊભા રહ્યા, આ ઝાડવાનો કલર તેના ઉપર ગોઠવેલી નાની-નાની બ્લૂ, રેડ, યેલ્લો, ગ્રીન લાઇટ્સના કારણે બદલતો રહેતો હતો, મેં રિદ્ધિને મારી આગળ ઊભી રાખી, મારા બંને હાથને તેની કમરની ફરતે ગોળ વીંટાળ્યા અને મારા જમણા ગાલને તેના ડાબા ગાલથી અડાડતા જાહ્નવીએ પકડેલ કેમેરા સામે જોયું.

“વાવ,,,,તમે બંને એકદમ મસ્ત લાગી રહ્યા છો અને બંનેના મોઠે સ્માઇલ તો જુઓ...ઓહો...” જાહ્નવીએ હસતાં અમને ફોન આપતા કહ્યું અને તે તેના હસબંડ તરફ ચાલતી થય ગય.

“વાહ, મને મોકલી આપ” રિદ્ધિએ મારા ફોનમાં ફોટા જોતાં કહ્યું. “હા મમ્મી!!” રિદ્ધિએ એના મમ્મીના આવેલ ફોનને રિસીવ કરતાં કહ્યું. “હા મમ્મી, રાતના 12 વાગ્યા છે અને અમે બધા હજી જાગીએ છીએ……બધા ગાર્ડનમાં છીયે......હા..એ બધી છે, રિશી છે અને હેભા છે......હા,તું સૂઈ જા, સવારે 9 વાગ્યાની આજુબાજુ નિકડીશ…….ચિંતાના કર......હા!... ગુડ નાઈટ” કહીને રિદ્ધિએ ફોન મૂકી દીધો.

“અહિયાં આવો...બધા..” ચાર પાંચ લોકો વચ્ચે ઊભેલી હેભાએ તેનો હાથ અમારી તરફ અને ગાર્ડનમાં બીજા થોડા ઘણા રહેલા લોકો સામે ઉંચો કરી ઈશારો કરતાં કહ્યું.

“એક્સક્યુસમી!! કપલ ડાંસ કરી શકાય એવું કોઈ સોંગ પ્લે કરશો?” હેભાએ તેની બાજુના બોક્સમાં મ્યુજિક સિસ્ટમની પાછડ ઉભેલ વ્યક્તિને કહ્યું અને તેણે સોંગ ચાલુ કર્યું “તેરે સંગ યારા ખુશ રંગ બહારા..”

“તો ડાંસ કરીશ મારી સાથે?” હેભાને અને આજુ બાજુમાં 4-5 કપલને ડાંસ કરતાં જોઈને મેં રિદ્ધિ સામે મારો હાથ લંબાવતા પૂછ્યું.

“હા ચોક્કસ...” રિદ્ધિએ તેના હાથને મારા હાથમાં રાખતા મલકાતા કહ્યું.

રિદ્ધિ અને હું છેલ્લી 20 મિનિટથી ગાર્ડનમાં ડાંસ કરી રહ્યા હતા.

“સૂઈ ગઈ શું? કેમ કઈ બોલતી નથી?” મેં મારા ખંભા ઉપર માથું ટેકવીને ધીમેં ડાંસ કરી રહેલ રિદ્ધિને કાનમાં પૂછ્યું.

મેં મારા ડાબા હાથની આંગળિયોને રિદ્ધિના જમણા હાથની આંગળીઓ વચ્ચે પરોવીને હાથ જમીન તરફ નીચે રાખ્યો હતો, મારો બીજો હાથ તેના ગ્રીન દુપટ્ટાને અડીને તેની સોનેરી ચોલી અને લહંગાની વચ્ચે થોડી ખૂલી રહેલ પીઠ ઉપર હતો, રિદ્ધિનો બીજો હાથ મારા ખંભાની ફરતે રાખેલ હતો અને અમારા બંનેના માથા એક બીજાના ખંભા ઉપર ટેકવેલ હતા,

“હમ્મ....આઇ લવ યુ.. રિશી..” રિદ્ધિએ રાતની શાંતિમાં ધીમેં આવી રહેલા મ્યુજિકના અવાજને સાંભળતા મને ગાલ ઉપર કિસ કરતા મારા કાનમાં કહ્યું.

“આ લવ યુ ટુ..” મેં પણ રિદ્ધિને ગાલ ઉપર કિસ કરતાં કહ્યું..

હેભાએ અમને ડાંસ પૂરો કરી ને હોટેલ તરફ ચાલતા જોયને બોલાવતા કહ્યું “રિદ્ધિ! મેં મેઘાવીને રૂમ નંબર 103 તારી સાથે શેર કરવાનું કહી દીધું છે અને રિશી! તું રૂમ નંબર 201ની ચાવી કાઉન્ટર ઉપરથી લય લેજે.”

“હા ઠીક છે!, પણ હું તો મોડી જઈશ.” રિદ્ધિએ હેભાને કહ્યું.

“હા, ઓકે અને બીજુકે હું અને ચેતન ફ્રેશ થવામાટે બાજુના સ્વિમિંગ પુલે જઇયે છીયે, તમારે આવું છે?” હેભાએ પૂછ્યું.

“આ કપડામાં! અત્યારે સ્વિમિંગ!” રિદ્ધિએ આશ્ચર્ય સાથે કહ્યું.

“હ!! થાક ઉતારી જશે અને મજા પણ આવશે, ત્યાં ચેંજ કરિલેજો, ત્યાં એકસ્ટ્રા કપડાં પણ હોય છે.”

“જઇયે. મજા આવશે!” મે રિદ્ધિ સામે જોઈને કહ્યું.

“હા..તો, તમે આવો છો?” હેભાએ ફરી પૂછ્યું.

“હા, ઠીક છે. અમે થોડીવારમાં ત્યાં આવીએ” રિદ્ધિએ મારી સામે જોઈને હેભાને કહ્યું.

*

“ઉહહ...પાણીની બાર તો બોવ ઠંડી લાગે છે.” રિદ્ધિએ સ્વિમિંગ પુલમાંથી પલરેલા બ્લેક શોર્ટ અને મારા બ્લેક કલરના ગંજીમાં બાર આવીને મને કહ્યું. સ્વિમિંગ પુલ ની ફરતે થોડી લાઇટ ચાલુ હતી જેનો પ્રકાશ પાણીમાં પડતો હતો, સ્વિમિંગ પુલ હોટેલની સાવ છેવાડે હોવાથી ચંદ્રના આછા પ્રકાશમાં ત્યાંથી સામેનું જંગલ ચોક્ખૂ દેખાતું હતું. “મને પણ બેસવા દે” રિદ્ધિએ મારી બાજુમાં આવીને કહ્યું.

“હું સ્વિમિંગ પુલની બાજુમાં રાખેલ લાકડાની લાંબી ખુરશીમાં થોડો ખસ્યો “આ ટુવાલ વીંટીને બેશી જા.” મેં હાથમાં રહેલ ટુવાલને રિદ્ધિ સામે લંબાવતા કહ્યું.

રિદ્ધિ તેના પાણીમાં પલરેલ શરીરે મને અડીને લાઉન્જ ઉપર સૂઈ ગઈ, મારી છાતી ઉપર એનો હાથ રાખ્યો અને પછી ટુવાલને એના શરીર ઉપર ઠાંકતા કહ્યું “હમ્મ..હવે બરોબર.”

“રિધુ!! ઉઢ! 2;30 થઈ ગ્યાં છે,” મેં મારી બાજુમાંજ લાઉન્જ ઉપર ખુલ્લા આકાશના તારાઓને નિહાડતા સૂઈ ગયેલ રિદ્ધિને ઉઢાડતા કહ્યું,

“તો..?”

“તું કપડાં બદલીલે પછી ચાલ હું તને તારા રૂમ સુધી મૂકી જાવ.”

“સારું, ચલ, જઇય.” રિદ્ધિને સ્વિમિંગ પૂલની આજુબાજુમાં હેભા કે ચેતન ના દેખાતા પૂછ્યું “હેભા અને ચેતન ક્યાં?”

“એ તો ક્યારના અહીથી ચાલ્યા ગયા છે.” મેં થોડી દૂર રહેલ હોટેલ તરફ ઈશારો કરતાં કહ્યું,

“તો મારે અત્યારે લહેંગા ચોલી પહેરવી પડશે?” રિદ્ધિએ તેનું મોઢું બગાડતાં કહ્યું.

“હા, તે પહેરેલા કપડાં ભીના છે એટલે બદલાવા તો પડસેજ,” મે રિદ્ધિ સામે હસતાં કહ્યું “તું કેતી હોય તો છેલ્લી વખતની જેમ ચેંજ....” રિદ્ધિએ મને અટકાવ્યો.

“હે ભગવાન! બસ કર હવે....મગજમાં એ શિવાય પણ બીજું કાય છે કે નય” રિદ્ધિએ હસતાં કહ્યું.

“ચાલ ઊભી થા, આપણાં કપડાં ચેજિંગ રૂમમાં જ રાખેલા છે, ચેંજ કરીને પછી હોટલમાં જઇયે”.

“મારે કપડાં લાવવાની જરૂર હતી, મેં મમ્મીને કહ્યું પણ હતું પણ મમ્મી તો એમ જ કેતા હતા કે પપ્પા રાત્રે પાછા લઈ જશે એટલે જરૂર નથી અને મને ના જ લેવા દીધા” રિદ્ધિએ ચેજિંગ રૂમ તરફ ચાલતા-ચાલતા મને કહ્યું.

“હા ઠીક છે, શું ફર્ક પડે છે,!!”

“હા!! એતો પપ્પા ઘરે મોડા પોચ્યા અને મમ્મીએ સામેથી મને રોકાવાનું કીધું, બાકીતો અત્યારે આપણે ચોરી ચૂપેથી મારા રૂમમાં પુરાયેલ હોત” રિદ્ધિએ હસતાં કહ્યું.

“હા! એ વાત સાચી” મેં રિદ્ધિ સામે જોતાં કહ્યું.

“તું મારા રૂમમાં આવે છે ને?” રિદ્ધિ જેવી ચેજિંગ રૂમની બાર લહેંગા-ચોલીમાં ખુલ્લા ભીના વાળે આવી, મેં તેને મલકાતા પૂછ્યું.

“શું ગુડ્ડુ ?” રિદ્ધિએ એના હોઠો ઉપર સ્મિત અને આંખોને મોટી કરતાં કહ્યું.

“બસ એજ કે મારા રૂમમાં આવે છે કે મેઘાવીના રૂમમાં ?”

“તું મને આ લહેંગા-ચોલીમાં જોઈને પૂછે છે ને?” રિદ્ધિએ તેની આંગળીઓથી મારા ગાલને થપકી મારતા પૂછ્યું.

“ના, આતો બસ એમજ....હા પણ જૂની યાદો સામે આવી ગય” મેં તેની આંગળીઓને મારા હાથમાં લઈ કિસ કરતાં કહ્યું.

“હા,ચાલ હવે, તારા રૂમમાજ આવું છું,” રિદ્ધિએ સ્મિત સાથે મારા હાથમાં હાથ નાખીને હોટેલ ના રિસેપ્શન તરફ જતા કહ્યું.

*

(ક્રમશ......)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED