Chapter-4
મારા અને રિદ્ધિના ચહેરા ઉપર રાતનો ઠંડો પવન લાગી રહ્યો હતો, અમે નહેરુનગર પહોંચવા આવ્યા હતા, રિદ્ધિએ એનો એક હાથ મારા ખંભા ઉપર અને બીજો હાથ મારી કમરથી વીંટાળી રાખ્યો હતો, તે બાઈકમાં પેલા બેઠી હતી તેના કરતાં થોડી વધારે મારી તરફ નમીને બેઠી હતી. રિદ્ધિએ દૂરથી જ હેભાની કારને નહેરુનગરના બસ સ્ટેશને ઊભેલી જોઈને કહ્યું “પેલી વ્હાઇટ હોંડા સિટિની બાજુમાં લઈલે, એ હેભાની છે.”
“Hi!!“ મેં હેભાને કહ્યું. હેભા બ્લેક જીન્સ અને ગ્રીન ટીશર્ટમાં મોડેલ જેવી લાગતી હતી , તેના વાળ આવી રાત્રે પણ ખુલા રાખેલા હતા, શું કરે અમદાવાદી સ્ટાઈલ છે આ તો.
“હેભા! આ રિશી છે, મારો સ્કૂલ ફ્રેન્ડ!” રિદ્ધિએ મારી તરફ મલકાતા જોયું અને અમને એકબીજાને ઈંટરો કરાવ્યો. “રિશી! આ હેભા છે, મારી કઝીન જેની મેં તને વાત કરી હતી!!”
“હા! તમારુ બૂટિક જોયું ઘણું સુંદર છે, રિદ્ધિએ જ બતાવ્યુ હતું.”
“થેન્ક યુ, મે થોડા સમય પહેલાજ શરૂ કર્યું છે, તમે મારા બૂટિકે પાછા જરૂર આવજો” હેભાને તેના બૂટિકના વખાણ વધારે ગમી ગયા.
હજી થોડીવાર થઈ હશે ત્યાજ હેભાના ફોનની રિંગ વાગી અને તે અમારા બંનેથી દુર જયને વાત કરવા લાગી.
“બોયફ્રેંડ?” મેં ફોન ઉપર હસી રહેલી હેભા સામે આંખથી ઈશારો કરતાં રિદ્ધિને પૂછ્યું.
“ના.. ફિયાન્સે છે, ચેતન, અહી અમદાવાદમાં રહે છે અને જોબ કરે છે અને એના પેરેંટ્સ આપણાં શહેરમાં રહે છે.” રિદ્ધિએ મને હેભાના હસતાં ચહેરા સામે જોઈને કહ્યું “ઘણી મેંહનતે બંનેના પેરેંટ્સ રાજી થયા છે, 7 મહિના પછી બંનેના મેરેજ છે.”
ત્યાજ સફેદ કલરની વોલ્વો નેહરુનગરના બસ સ્ટેશને આવી પહોંચી,
“આ લે....“ રિદ્ધિએ તેના હાથમાં રાખેલ બે થેલિમાંથી એક થેલી કે જેમાં મારા ખરીદેલા કપડા હતા એ મને આપી અને તેનું પર્સ ખોલ્યું અને પેલું કાગળ વીંટાળેલું બોક્સ મારા તરફ લંબાવતા કહ્યું “આ તારા માટે..”
“શું છે આમા?“ મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.
“ઇયરફોન!” તેણે હસીને કહ્યું.
“તારે બસમાં જરૂર પડશે..પાછા મળીએ ત્યારે આપી દેજે.” મે બોક્સને તેની તરફ પાછું લંબાવતા કહ્યું .
“તારા ઇયરફોનતો મે રાખ્યા છે, મારા પર્સમાં છે, આ મેં આજે ખરીદયા હતા. પ્લીજ લઈ લેને!!”
“મેં તેને ગિફ્ટ માનીને રાખી લીધા “થેન્ક યુ.” મે વિચાર્યુકે ગિફ્ટ છે તો આવી રીતે છાપાના કાગળમાં કેમ છે? “પાકું મારા માટે જ છે ને?”
“હાશ તો..તે જે મને આપ્યા છે એ જ કંપની અને મોડેલ છે ખાલી કલર બ્લૂ છે, તારો ફેવરેટ!!” રિદ્ધિએ સ્મિત સાથે કહ્યું.
“અને હા! તારી પરીક્ષા ક્યારે પૂરી થાય છે?” રિદ્ધિએ વાત બદલતા કહ્યું.
“બસ બે વીક પછી.” અને મેં જણાવી પણ દીધું “અને પૂરી થયા પછી હું વીપરલા આવિશ.”
“ચાલ તો બાય, હું જાવ.. અને બેસ્ટ ઓફ લક તારી ફાઇનલ એકઝામસ માટે” રિદ્ધિએ બસમાં ચડતા મુસાફરો તરફ જોય મને કહ્યું.
“હમ્મ...બાય”
“હેભા!!” રિદ્ધિએ થોડો ઊંચા અવાજે હેભાને બોલાવી, હેભા હજી ફોનમાં વાત કરી રહી હતી.
હેભા ને ગળે મળતા રિદ્ધિએ કહ્યું “બાય, હવે તો કદાચ સીધા તારા મેરેજમાં મળશુ”
મેં હેભાની કારમાંથી રિદ્ધિનું પિન્ક બેગ કાઠીને તેને હાથમાં આપ્યું પણ પછી એમ થયું કે ભલેને બેગ વજનદાર ના હોય તો પણ બસની અંદર મૂકવા તો જવું જોઈએ એટલેમેં બેગ પાછું મારા હાથમાં લેતા રિદ્ધિને કહ્યું “ચાલ હું અંદર મુકી દવ”
“ના એની જરૂર નથી, બેગ ભારે નથી.” રિદ્ધિએ બેગ તરફ ઈશારો કરતાં ખાતરી આપી.
“ચાલ....બસ શરુ થવાની તૈયારીમાં છે.” હું તેનું બેગ લય એની આગળ ચાલતો થય ગયો.
બસની આગળથી ડાબી તરફનો ચોથો સિંગલનો સોફો કે જે તેણે બૂક કરાવેલ હતો તેમાં મેં બેગ રાખી દીધી અને તેની આંખોમાં જોઈને કહ્યું. “તો... બાય રિદ્ધિ,. ટચમાં રહીશને?”
“હ્મ્મ.. બાય!” રિદ્ધિએ ડોકું હલાવતા કહ્યું.
હું બસની નીચે ઉતરવા રિદ્ધિની નજીકથી પસાર થઈને હજી બે ડગલાજ આગળ ચાલ્યો હશે, “રિશી!!” રિદ્ધિનો અવાજ મારી પાછડથી સાંભળીને હું ફર્યો. તે બે ડગલા મારી તરફ આગળ વધી, તે પગની આંગળીઓથી ઊંચી થઈ અને મને બંને હાથોથી મજબૂત રીતે પકડી લીધો અને હું પણ તેને ભેટી પડ્યો. મારા ખંભા ઉપર રિદ્ધિએ માથું ટેકવેલ હતું અને મે મારુ માથું તેના ખંભા ઉપર ટેકવ્યૂ હતું, મારા જમણા ખંભા ઉપરથી એનો ડાબો હાથ વીંટાળેલ હતો જે મારી પીઠ તરફ જતો હતો, એનો જમણો હાથ મારા ડાબા હાથની નીચેથી મને વીંટાળેલ હતો, મેં ડાબા હાથેથી તેની ગરદનને પાછડથી વાળ સાથે પકડી રાખી અને મારો જમણા હાથ તેની કમરની ફરતે રાખ્યો, મારી આંગળીઓ રિદ્ધિની પીઠનો સપ્રશી કરી રહી હતી.
“શું?”મેં મારી બાહોમાં રહેલ રિદ્ધિને પૂછ્યું. મને એવું લાગ્યું કે એણે મારા કાનમાં કઈક કહ્યું પણ હું સાંભળી ના શક્યો.
“કઈ નહીં!” રિદ્ધિએ મને એના હાથોમાંથી છૂટ્ટો કર્યો, હું કઈ સમજી શકુ એ પહેલાજ એણે મારા ગાલને તેના બંને હાથમાં લઈ લીધા અને એના ગુલાબી હોઠોને મારા હોઠો ઉપર મુક્તા મને કિસ કરી, “જવાબ મળી ગ્યોને...જા હવે... નીચે ઉતારીજા, બસ શરૂ થવાની તૈયારી છે” રિદ્ધિએ મલકાતા મને પીઠ પાછડથી હળવો ધક્કો મારતા કહ્યું.
“બાય!” મેં મારી બત્રીસી એને બતાવી દીધી’.
“બાય” રિદ્ધિએ દૂરથી હાથ હલાવતા કહ્યું.
હું બસની નીચે ઉતરી ગયો અને બસ ચાલુ થય ગય.
*
(ક્રમશ......)