Chapter-11
હોટેલનો રૂમ નંબર 201 બારીએથી આવી રહેલ વેલી સવારના કિરણોને કારણે ચમકી રહ્યો હતો, આ રૂમ પણ બાકી બધી હોટેલ જેવોજ સામાન્ય હતો, સફેદ દીવાલ, ક્લોસેટ, ટીવી, સ્મોલ ફ્રીજ, એસી અને રૂમની વચ્ચે મોટો બેડ, જેના ઉપર એકદમ મુલાયમ ગાદલું અને એની ઉપર સફેલ કલરની ચાદર પાથરેલ હતી, તેના ઉપર સૂઈએ તો એમજ લાગે કે જાણે આકાશમાં સૂતા હોઈએ.
બેડની પાછડની બારીમાંથી પ્રકાશ રિદ્ધિની આંખો ઉપર પડતાં તે નીંદરમાથી જાગી ગય અને થોડીવાર આંખો ત્યાજ ચોટી ગય, રિદ્ધિએ આંખ ખોલતાજ રૂમની છત જોય જ્યાં પંખો ફરી રહ્યો હતો અને એની ફરતે ગુલાબના ફૂલોની ડિજાઇન ઉપશી રહી હતી, રિદ્ધિએ એના શરીરને પગથી છાતી સુધી સફેદ બ્લેંકેટમાં વીંટાડેલ હતું અને બંને હાથ બ્લેંકેટની બાર હતા, એક હાથ બ્લેંકેટની ઉપરથી એની છાતી ઉપર રાખેલ હતો અને બીજો હાથ બાજુમાંજ સીધો રાખેલ હતો, રિદ્ધિએ ડાબું પડખું ફરતાજ રિશીને તેની સાથે જ બ્લેંકેટમાં સૂતેલો જોયો, તેને જોતજ રિદ્ધિની આંખમાં પેલા જેવી ચમક આવી ગય, બ્લંકેટ રિશીના ખુલ્લા શરીરને પગથી કમરસુધી ઢાંકી રહ્યું હતું, રિદ્ધિએ એનો જમણો હાથ રિશીની છાતીની ઉપર વીંટી દીધો અને તેના શરીરને રિશીની બાજુમાં લઈ જવા માટે હલાવ્યું. સૂતેલા રિશીએ નીંદરમાજ તેનું પડખું રિદ્ધિ તરફ ફેરવ્યું અને બંને હાથોથી રિદ્ધિને એની બાહોમાં લઈ લીધી. રિદ્ધિએ પોતાને રિશીની બાહોમાં કેદ થવા ઉપર ખૂશ થતાં પોતાના હોઠ મલકાવ્યા અને રિશીની બંધ આંખો સામે જોયા કરી, રિદ્ધિએ રિશી ઉપર આવી રહેલ પ્રેમને છુપાવ્યા વગર નીંદરમાં રહેલ રિશીને હોઠો ઉપર હળવેકથી કિસ કરી દીધી.
“HI!!” રિશીએ રિદ્ધિની હોઠના સ્પ્રશથી આંખ ખોલી અને રિદ્ધિની આંખોમાં જોતાં કહ્યું.
“Hi” રિદ્ધિ એના ચહેરા ઉપરની ચમક સાથે રિશીની આંખોમાં તાકતી રહી.
“કેમ શું થયું, આજે તું કઇંક અલગ લાગે છે, કેમ આટલી બધી ખુશ છે” રિશીએ રિદ્ધિની આંખમાં જોતાં કહ્યું અને પાછડ રહેલા હાથની આંગળીઓને રિદ્ધિની ખૂલી પીઠ ઉપર ફેરવી.
“તને એક વાત પૂછવી હતી, પૂછું?” રિદ્ધિએ કહ્યું
“હા! પૂછ” રિશીએ રિદ્ધિના હોઠ ઉપર કિસ કરતાં કહ્યું.
“ગુડ્ડુ, તને મારી ઈચ્છાઓ અને સપનાઓ વિશે ખબર છે, શું તું મારી ઈચ્છાઓ અને સપનાઓને પૂરા કરવામાં મારો સાથ આપીશ” રિદ્ધિએ રિશીના ગાલ ઉપર હાથ રાખતા કહ્યું.
“એ પણ કઈ પૂછવાની વાત છે!!,” રિશીએ રિદ્ધિના ગાલ ઉપર ચીમટી ભરતા કહ્યું “હા, હું તને હમેંશા સાથ આપીશ, મને લાગે છે કે હું અત્યારે પણ તને સાથ આપી રહ્યો છું, હું તારા સાચા નિર્ણયોમાં તારી પાછડ, ખોટા નિર્ણયોમાં તારી બાજુમાં રેવા માંગુ છું અને તારી ભૂલને સુધારવામાં માટે તારા દિલનો અવાજ બનવા માંગુ છું” આટલું બોલ્યા પછી રિશી થોડી વાર થોભીને આશ્ચર્યથી રિદ્ધિની સામે જોતાં પૂછ્યું “પણ, આજે, અત્યારે તું કેમ આવું પૂછે છે?”
રિદ્ધિએ હળવેકથી રિશીની છાતી પર હાથ રાખીને ધક્કો માર્યો અને પછી છત તરફ આંખ રાખીને પથારીમાં પડેલ રિશીની બંને તરફ પગ રાખીને બેસી ગઈ. રિશીના મોઢા પાસે મોઢું રાખીને આંખોમાં આંખ નાખી, બાજુમાં પડેલ સફેદ બ્લેંકેટથી રિદ્ધિએ બન્નેના આખા શરીરને ઢાંકી દીધું અને એ જ સફેદ બ્લેંકેટના અજવાળામાં રિદ્ધિએ રિશીને કહ્યું “તું મને હમેંશા જે પૂછવા માંગતો હતો એ આજે પૂછીલે.”
રિશીએ તેના ઉપર બેઠેલ રિદ્ધિને કમરથી પકડીને ગાદલાં ઉપર પીઠના ભાગે સુવડાવી અને તેની ઉપર રહેલ બ્લેંકેટને સરખુ કરી રિદ્ધિની આંખોમાં જોતાં કહ્યું “આઇ લવ યૂ રિધુ, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, હું મારી સવારની શરૂઆત, તને મારી બાજુમાં સૂતેલ જોઈને કરવા માંગુ છું, હું મારી લાઈફને તારી સાથે જીવવા માંગુ છું, I love being yours and I love you being mine. Will you marry me?”
“Yes, I Want to marry you, i always wanted...i love you more than my self and I promise I will always.” રિદ્ધિએ તેની આંખમાં વહી રહેલા આંસુઓ સાથે એકી નજરે રિશીની આંખમાં જોતાં કહ્યું અને પછી રિશીને તેની બાહોમાં લય લીધો.
“હું આજે મમ્મી-પપ્પાને વાત કરી દઇશ” રિશીએ કહ્યું
“હું પણ મારા ઘરે આજે વાત કરી દઇશ અને તેમને સમજાવાની કોશિશ કરીશ, તે મારા ઉપર ગુસ્સે થશે અને ખીજાશે પણ ખરા, પણ થોડા સમયમાં આપણને સમજી જશે અને આપણા મેરેજ માટે હા કહી દેશે”
“યાર મને એમ થાઈ છે કે આપણે આ પથારીમાંજ પડ્યા રહીએ, એક બીજાની બાહોમાં” રિશીએ રિદ્ધિની છાતી ઉપર માથું રાખતા કહ્યું.
“તૈયાર થા, સવાર થઈ ગયું છે, હવે ઘરે જઈ એ, હું પણ તૈયાર થય જાવ” રિદ્ધિએ રિશીને તેના શરીર ઉપરથી ધકોમારીને સાઇડમાં ખસેડયો અને રિદ્ધિએ પલંગની બાજુમાં જમીન ઉપર પડેલ લહેંગા-ચોલી લેવા માટે હાથ આગળ લંબાવતા હસતાં કહ્યું.
“રિધુ! એક નીંદર હજી સાથે કરી લઈએ!!" રિશીએ પથારીમા બેઠી થયેલ રિદ્ધિને પાછી એની બાહોમાં ખેંચતા કહ્યું.
“નીંદર!! નિંદરનું તો તારું ખાલી બાનુ કરે છે, તને તો કઈક બીજું જોઈએ છે.” રિદ્ધિએ રિશીના હોઠોની પાસે ખળખળાટ હસતાં કહ્યું અને રિશીએ એ જ શબ્દોને એની હા માનીને બ્લેંકેટ પાછું બંનેની માથે ઢાંકી દીધું.
*
(ક્રમશ......)